________________
૧૬e.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯
જગ્યાએ જ કચરો નાખવાને અને મુકરર જગ્યાએ જ પાણી ઢોળવાનું. જેથી પાણી જ્યાં ત્યાં ભેગું ન થાય અને મછરેને ઉપદ્રવ ન થાય. તે વખતે દેશભરનાં ગામડાંઓમાં ગંદકી વગેરે અંગે મેલેરિયાને ઉપદ્રવ વરસેથી ચાલુ હતે.
પછી હું એસરીના એક ભાગમાં મારી સાથે લઈ ગયેલ તકલીથી કાંતવા બેઠો. મારો ઈરાદો સેવાગ્રામ આશ્રમ પૂરેપૂરું જોઈ–સમજી–સાંજના તડકો શમ્યા બાદ વધુ જવાનો હતો. મારે ગાંધીજીને સમય બિલકુલ લેવે ન હતો. તે વખતે ૬૭ વરસની ઉંમરે તેઓ સતત કાર્યમગ્ન રહેતા. ઉપરાંત તે અરસામાં ૧૯૩૫ ના ઈન્ડિયા એંકટ મુજબ પ્રાંતમાં કેંગ્રેસે પ્રધાનપદ સ્વીકારવા કે નહિ તે બાબતમાં તેઓને માર્ગદર્શન આપવાનું કાર્ય રહેતું હતું. આમ મારે વાતચીત માટે તેમને સમય બગાડવો નહોતે. તે ઉચિત પણ ન કહેવાય. છતાં મારા આશ્ચર્ય વચ્ચે એક આશ્રામવાસીને મારી પાસે મેલી મને વાતચીત કરવા બોલાવ્યો. પહેલાં તો હું ન ગયે. અને કહેવરાવ્યું કે મારે વાતચીત કરી આપને કિંમતી સમય બરબાદ નથી કરવું. છતાં ફરીથી કહેવરાવીને વાતચીત માટે બોલાવ્યો. હું વાતચીત કરવા ગયે. તેઓ કન ગાંધી સાથે ગમ્મત કરતાં હતાં અને કહે કે: “હવે સમય પૂરો થયો છે–માટે બીજા કામે લાગી જઈએ.” આમ ગમ્મતને સમય પૂરો થતાં તરત જ કાંતવા માટે રેંટિયો લીધા. મને, કાંતતા કાંતતા વાતચીત કરીશ તેમ જણાવ્યું. ઉપરાંત કાંતણ પૂરું કર્યા બાદ દાઢી કરતી વખતે પણ વાતચીત ચાલુ રાખીશ તેમ કહ્યું. આ તે ખરા અર્થમાં મહાત્મા હતાને? વિદ્વતાની મેટાઈ કે દાંમડ થેડું હોય? એ તે નમ્રતાને ભંડાર હતા. નમ્રતારૂપી સેનામાં પ્રેમરૂપી સુગંધ ભેળવીને નિર્દોષ વાત કરતા હતા. એટલે સામાના મનભાવને ખ્યાલ રાખી પૂરેપૂરો સંતોષ આપતા હતા. એટલે દાઢી કર્યા બાદ પણ જરૂર પડે તે વધુ વાતચીત કરવાની તૈયારી બતાવી. જુએ તે ખરા? કયાં એ મહાત્મા અને કયાં હું? મેં મુલાકાતને અગાઉથી સમય પણ માગ્યો ન હતો. અને તેમને સમય લેવાની મેં ના પાડેલી, છતાં આગ્રહ કરીને મારા જેવા ઊગતા નવયુવાનને વાતચીત કરવા બેસાડીને પૂરો સમય આપ્યો. વાતચીત. કરવાની તૈયારી વગર કયા વિષય ઉપર કેમ વાત કરવી તેની મને ખબર કેમ પડે? છતાં મારે મૂંઝાવું ન પડયું. તેમણે જ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરી. પહેલા તે પેટી રેંટિયાની જોત્તર (બે ચક્કરને જોડતી જાડી માળ) તૂટી ગયેલ તે સાંધવા સેય દોરો રેંટિયાના ખાનામાંથી ન નીકળ્યું એટલે તેમની હરિજન દીકરીને મીઠો ઠપકો આપી દરેક ચીજ યોગ્ય ઠેકાણે મૂકવા સમજાવ્યું, અને આ રીતે એક મિનિટની બરબાદી બદલ દુ:ખ વ્યકત કર્યું.
વાતચીતની શરૂઆત ઘાટકોપરના ખબરઅંતરથી કરી. અહીંના ' તે વખતના રચનાત્મક કાર્યકરો અને નેતાઓ એકેએકને તેઓ ઓળખે. ખાસ કરીને શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ, શ્રી હેમચંદ ભગવાનજી, શ્રી મેહનલાલ મગનલાલ પારેખ, શ્રી દામોદર બાલકૃણ વેરા અને શ્રી કમળાબહેન સંઘવી વગેરે બધાને યાદ કર્યા. ઘાટકોપરમાં કાંતણપ્રવૃત્તિ, ખાદી ગ્રામોદ્યોગનું વેચાણ વગેરે બાબત જાણીને ઘાટકોપરની પાંજરાપોળ વિષે વિગત જાણી. તેઓએ ૧૯૨૬ના અરસામાં ઘાટકોપરની પાંજરાપોળમાં આવ્યાનું સ્મરણ તાજું કર્યું. હું કંઈ બાકાત રહે તેમ નહોતો – માર, કાંતવાનું તે વખતે રેંટિયો તૂટી જવાથી બધું હતું. મેં મુંબઈ નવજીવન સંઘમાં દુરસ્ત કરવા આપેલ, પણ તેઓએ લાંબો સમય થયા છતાં સમે કરી નહોતો આપ્યો. આટલું સાંભળતા વેંત જ તરત જ તેમણે નવજીવન સંઘ ઉપર ઠપકો લખાવ્યા. કહે દરેક કામ તરત જ પતાવવાની કેટલી ચીવટ, કોઈ કામ પછી ઉપર શેનું રહે?
હજી વાતચીત માટે પૂરતો સમય બાકી હતો. એટલે મને મુંબ- ઈના ગુમાસ્તાઓની પરેશાનીની રજુઆત કરવાની ઈચ્છા થઈ.
તે વખતે દેશી બજારોમાં – મારકીટમાં ગુમાસ્તાઓને રવિવારની રજા નહિ – અમાસની રજા અરધી મળતી તે પણ હંમેશા નહિ. દરરોજ . વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરવું પડતું. ગુમાસ્તો યંત્રની જેમ રાત દિવસ કામ ઢસડયે જતા હતા. અને ઑફિસોમાં નોકરી કરનારને ઘણી સગવડ હતી. બીજી બાજુ શનિવારે અડધા દિવસની રજા અને રવિવાર તથા તહેવારની સંપૂર્ણ રજા. ઉપરાંત માંદગીનીહક્કની રજાએ પણ મળે. દેશી કામધંધામાં કામ કરતે ગુમાસ્તો અને ફિક્સમાં કામ કરતા કારકુને વચ્ચે કેટલે બધો તફાવત? ગુમાસ્તાબંધુઓના આ ત્રાસને ઉપાય થઈ શકે તો તે કરવા વિનંતિ કરી. બહુજ શાંતિથી બધી વિગત સાંભળી. પછી કહે : “જુવેને પહેલાં કરતાં હાલ કંઈક ઠીક છે. મેં પણ થોડા વખત માટે રેવા- . શંકર તુલસીદાસને ત્યાં કામ કર્યું છે એટલે મને પણ એ બાબતને * ખ્યાલ તે છે જ. આસ્તે આસ્તે સુધરશે.” મેં કહ્યું: “હવે જ્યારે પ્રાંતમાં કેંગ્રેસ સરકાર સત્તા ઉપર આવવાની છે તે કંઈ નહિ કરી શકે?બાપુજી બોલ્યા “સમય આવે તે પણ પિતાનું કર્તવ્ય બજાવશે. ધીરજથી સમજીને આ કાર્યમાં પ્રગતિ કરી શકાશે.” છેલ્લે મેલેરિયા માટે કવીનાઈન (ટીકડી )કઈ જાતની સારી આવે છે તે પણ પૂછી લીધું.
લગભગ બે વાગે અમારી વાતચીત પૂરી થઈ. આશ્રમમાં ખૂબ જ સાદાઈ. બાપુજી સાદા આસન ઉપર બેસતા. સાદું મેજ રાખી લખતા હતા. મારા પછી મીરાબહેન સાથે વાતચીત શરૂ કરી. તેમના પછી શ્રી પ્યારેલાલજી (જેઓ બાપુજીના મંત્રી હતા.) પાસેથી છાપાઓમાંના રાજકીય સમાચાર જાણી લીધા અને તેમની જોડે ચર્ચા શરૂ કરી. - સાંજના ચારના સુમારે એક આકામવાસી ભાઈ મને આશ્રમ જોવા લઈ ગયા. ગાની સંભાળ મીરાબહેન રાખતાં હતાં તે જોયું. શૌચ જવા માટે દોઢ ફૂટ ઊંડો ખાડો લાંબે સુધી ખોદી રાખેલ. તેના ઉપર ચટાઈની ખસેડી શકાય તેવી દિવાલવાળું ચીરસ પાયખાનું બનાવેલ. શૌચ ગયા પછી મળ ઉપર માટી નાખવાની હતી. આવી રીતે કરવાથી દૂર્ગધ તેમ જ ગંદકી તે ન જ ફેલાય અને રોગની ઉત્પત્તિ પણ ન થાય તે તે ખરું, પણ આ રીતે સહેલાઈથી આપમેળે જ સોનેરી ખાતર પણ તૈયાર થતું જાય.આકામના મકાને બેઠા ઘાટના, સાદા છાપરાવાળા અને ગીરની દિવાલના હતા. દરવાજાને કયાંય તાળુ વાસવાનું ન હતું. આ જ આશ્રમમાંથી બાપુજી દુનિયાભરને માર્ગદર્શન આપતા હતા.
સાંજે પાંચ વાગે જમવાને સમય થશે. અને બાપુજીએ બરાબર યાદ કરી મને તેમની બાજુમાં જ જમવા બેસાડો. મારા કેટલા બધા અહોભાગ્ય ! છેલ્લે મેં જવા માટે તેમની રજા માગી. તેમણે આનંદ વ્યક્ત કરી ભાવભરી વિદાય આપી અને વર્ધા
સ્ટેશન ત૨ફ જવાના રસ્તો દેખાડયો. જરૂર જણાય તો સાથે કોઈને મેકલવાનું જણાવ્યું. મેં રસ્તે બરાબર જોયો હતો, તેથી એક જઈ શકીશ એમ કહેતાની સાથે સામેથી બે બંગાળી યુવકો આવતા દેખાયા. તેઓ અગાઉથી નક્કી કરીને આવ્યા હતા. રાત રોકાવાના હોઈને બાપુજીએ તેઓને સાથે ફરવા આવવા જણાવ્યું. ફરતાં ફરતાં વાતચીત કરવાનું કહ્યું. બાપુજી તેમની દીકરી સાથે ફરવા જતા હતા. જોયુંને? કેટલા બધા કાર્યરત !
હું તેમની નમ્રતા અને સાદાઈથી ખૂબ પ્રભાવિત થયેલ. વધુ સ્ટેશને રાત્રે પહોંચ્યું. મુંબઈ તરફની ગાડી આવવાને વાર હતી. દરમિયાન આ સોનેરી તક મળ્યા બદલ અનેરી ધન્યતા અનુ વતે રહ્યો-જેની સુવાસ આજદિન સુધી હું પામી રહ્યો છું. તેમની પ્રેમભરી વાણીનું ગૂંજન હજી આજે પણ સાંભળી રહ્યો છું અને કબિના ભજનની એક જ પંકિતનું રટણ કર્યા કરું છું. “મન મસ્ત હુવા તબ. કયા બેલે ?”
હરિલાલ ગુલાબચંદ શાહ