SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈન”નું નવસ સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૪ મુંબઇ, નવેમ્બર ૧૬ ૧૯૬૯, રવિવાર પરદેશ માટે શિલિંગ ૧૫ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા સાથેની યાદગાર મુલાકાત પૂજય બાપુ પૂ. બાપુ મારા જેવા સામાન્ય યુવાનને આજથી બત્રીસ વરસ પહેલાં મુલાકાત આપે અને તે પણ કામના અતિશય દબાણ વચ્ચેથી સમય કાઢી સામે ચાલીને આગ્રહપૂર્વક બાલાવે તે નવાઈ જેવું તો છે, પરંતુ તેનું આશ્ચર્ય આપણા જેવા માટે જ હોય છે, ગાંધીજી માટે તો તે સહજ અને માનવતાભરી બીના હતી. ૧૯૩૬ માં અભ્યાસ પૂરો કર્યા બાદ હું કમીશન એજન્ટની પેઢીમાં નોકરીમાં હતા. ત્યાં ૧૯૩૭ ની સાલના માર્ચ માસમાં ઉઘરાણી વગેરે કામકાજ માટે બહારગામ જવાનું થયું. જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢી સંબંધીની હતી. તેથી ત્યાં ધંધાકીય કામકાજ સાથે બીજું કાર્ય કરવાની સ્વતંત્રતા રહેતી. પ્રથમ વર્ષા એક સ્નેહીને ત્યાં હોળીના ઉત્સવમાં ભાગ લેવા ગયો. ત્યાંથી શેગાંવ વગેરે સ્થળે કામ પતાવી મંગળવારની સાંજે સેવાગ્રામ જોવા જવાના ઈરાદાથી. વર્ષા પહોંચી ગયા. વર્ધા સ્ટેશન નજીકની પેઢીમાં રાત વીતાવી. રાત્રે છાપામાં વાંચવાથી જાણ્યું કે ગાંધીજી બુધવારે સવારના સાત વાગે મદ્રાસ તરફથી આવતી ગાડીમાં વર્ધા આવશે. રાત આખી ગાંધીજીનાં દર્શન કરવાના અને સેવાગ્રામ જવાના વિચારોમાં પસાર કરી. સવારના નિત્યકર્મ પતાવી વર્ધા સ્ટેશને ૬-૪૫ વાગે પહોંચી ગયા. આગલા દિવસના મેાસમી વરસાદને લીધે વાતાવરણ ભેજમુકત—ખુશનુમા હતું. તે અરસામાં વર્ષાની વસ્તી પંદર–વીશ હજારની હશે. સ્ટેશન ઉપર ગાંધીજીને તેડવા આવેલ પાંચ-છ આશ્રમવાસીઓ સિવાય કોઈ ન હતું. ગાડી આવતા ગાંધીજી ત્રીજાવર્ગના ડબામાંથી હસતાં હસતાં કસ્તુરબા સાથે ઉતર્યા. તેમના મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈ તે જ ગાડીમાં વર્ધા ન ઉતરતા કામ અંગે નાગપુર ગયા. ગાંધીજીને ઉમળકાથી આવકાર આપ્યા બાદ તરત જ એક આશ્રામવાસીએ પૂછ્યું “ આપે આપના આગમનના સમયની જાણ માટે તાર કેમ ન કર્યો?” તેના ઉત્તરમાં સ્વસ્થતાથી તરત જ ગાંધીજી બેલ્યા “ હિન્દુસ્તાન જેવા ગરીબ દેશને તારના ખર્ચ પોસાય? હું કાં વર્ધાથી અજાણ્યો હતો, અને તમારે પણ અહીં મને તેડવા આવવાની શી જરૂર હતી? આપણે તે હિન્દુસ્થાનના ગરીબ માણસ જે રીતે જીવી રહ્યો છે તેનેા ખ્યાલ રાખી બહુ જ કરકસરથી જરૂર પૂરતો જ ખરચ કરવા ઘટે.” તેમના સામાન થોડો હતો. આશ્રામવાસીઓએ તે ઉપાડી લીધા. અમે બધા ગાંધીજીની પાછળ પાછળ ચાલતાં હતાં. સ્ટેશન બહાર નીકળવાના દરવાજે ગાંધીજીને ટિકિટ કલેકટરે બે હાથ જોડી નમસ્કાર કર્યા. ગાંધીજીએ પણ તેવી જ રીતે નમસ્કાર કર્યા. સત્ય અને અહિંસાને જીવતો જાગતો પયગમ્બર જે ભૂમિમાં વિચરતો હોય ત્યાં ટિકિટ કલેકટરને ટિકિટ માંગવાની કલ્પના જ શેની આવે? અને ગાંધીજી કંઈ ઘેાડા ટિકિટ વગર મુસાફી કરવાના હતા ? ગાંધીજીએ તે જ્યારે જ્યારે તે વખતની અંગ્રેજ સરકારે વગર ટિકિટે મુસાફરી કરવાની સગવડ કરી આપી હતી ત્યારે પણ સામે જઈને ટિકિટ ભાડાના પૈસા મોકલાવ્યા હતા. સ્ટેશન બહાર નીકળતાં જ એક મેટરમાં સામાન સાથે કસ્તુરબા વગેરે બેઠાં. ગાંધીજી સ્ટેશન નજીક આવેલી સિવિલ હાસ્પિટલ તરફ ચાલતા ચાલતા ગયા. ત્યાં સેવાગ્રામની એક ગરીબ બાઈ તથા આચાર્ય ભણસાળીજીની તબિયતની ખબર કાઢયા બાદ બહાર આવ્યા; ત્યારે એક ભૈયાજી જ તેમની સાથે હતા. મેં તરત જ કહ્યું : “બાપુ મારે સેવાગ્રામ જોવા આવવું છે, જો આપની રજા હોય તે.” બાપુએ કહ્યું : “ ખુશીથી આવે, પણ મેં ત્યાં કોઈ ચમત્કાર નથી કર્યો. છતાં તમેા આવશેા તે હું ખૂબ રાજી થઈશ.” આથી મને અપાર આનંદ થયો – ધન્યતા અનુભવી. મારૂ નામ વગેરે જાણી ... પરિચય મેળવી – તેમણે નિર્દોષ હાસ્ય સાથે ખુશી વ્યકત કરી. એટલામાં મેટર આવી પહોંચી અને બાલ્યા “ગાડી જોઈ ગુડા ગળે તેમ હવે હું તે મેટરમાં બેસી ગામમાં મારે બે ત્રણ જણને મળવા જવું છે ત્યાં જાઉં છું, નહિ તે તમને સાથે જ સેવાગ્રામ લઈ જાત.” એમ કહી મને સેવાગ્રામ જવાના રસ્તાની માહિતી આપી તરત જ ત્યાં આવવા કહ્યું. મેં પણ બહુ જ થોડો સામાન રાખ્યો હતો. હું ગાંધીજીના આશ્રમ સેવાગ્રામ જઈ રહ્યો છું તેના સતત ધ્યાનમાં-બાપુજીને શું ગમશે તે વિચારમાં તરબાળ હતા. તેથી માત્ર અડધા રસ્તા સુધી જ એક મજૂર છેકરાને લીધા હતા, જે મને આશ્રમ તરફ જવાનો માર્ગ ચીંધે એ પૂરતું હતું. મારે જાતમહેનતથી જ મારી સામાન ઊંચકી લઈ જવાનો ઈરાદો હતો. ઉપરાંત તે મજૂરને હું ઓછી મજુરી ન ચૂકવું તે પણ ધ્યાન રાખવું રહ્યું. કારણ કે મારે બાપુજી પાસે જવું છે અને તેમની પૂછપરછના ઉત્તરમાં માણસાઈને શુંભે એવું કર્તવ્યપાલન કરી દેખાડવાનું છે – શબ્દોથી નહિ ચાલે એ મારા મનમાં બરાબર વસી ગયું હતું. હાથે સામાન ઉપાડીને સેવાગ્રામ સાડાદશ વાગ્યાના સુમારે પહોંચી ગયો. તરતજ બાપુજી બહાર આવ્યા અને રમુજમાં કહ્યું: “હું તમારા કરતા વહેલા પહોંચી ગયો– જોયું ને ? અને જમી પણ લીધું. તમે જન્મ્યા વગરના આવ્યા હશા માટે જમવા બેસી જાવ. રમુજ, કાળજી અને પ્રેમનો કેવ ત્રિવેણીસંગમ! જમવામાં હું એક જ અને છેલ્લા હતા. ફકત પાણીમાં બાફેલું – મીઠું કે મસાલા વગરનું શાક, તેવી જ દાળ અને કારી રોટલી. બાજુમાં મીઠું, છાસ અગર માખણ બેમાંથી એક વસ્તુ મળે. મે છાસ લેવાનું પસંદ કર્યું. છેલ્લે હાથછડના ચોખાના ભાત હતા. જમી લીધા બાદ થાળી વાટકો કૂવા પાસે જઈ ઓપણે હાથે જ સાફ કરવાના. કોઈ વિશિષ્ટ મહેમાન જેવા કે સરદાર પટેલ, પંડિત નેહરુ, મૌલાના આઝાદ વગેરેના વાસણ આશ્રમવાસી સાફ કરી લેતા. કૂવા ઉપર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની હતી, એટલે મુકરર
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy