________________
પ્રભુ જીવન
૧૫૬
થોડા થોડા પાછા ફરતા ગયાં. અંતે તે શિખર ફકત ૨૦૦ ફૂટથી પણ ઓછું દેખાવા માંડયું અને ઉપર ગમે તેમ કરીને પહોંચી જવાશે એમ લાગવા માંડયું. સારા નસીબે મને માથાનો કોઈ દુ:ખાવા નહાતા.
નીચેથી જ શિખર દેખાતું હતું ત્યાં પહોંચતાં પહેલાના છેલ્લા સા ફૂટમાં હું અને થોડા બીજા ખૂબ જ થાકી ગયાં અને Progress ખૂબ જ ધીમી થઈ ગઈ. સખત થાકેલી હાલતમાં જેમ તેમ કરતાં અમે ધારેલા શિખર પર પહોંચ્યા ત્યારે અમારા Will power ૫૨ એક મેટો ફટકો પડયો. અમે જોયું કે હજુ તો બીજા ૫૦૦ ફૂટ બાકી હતા. અમે જ્યાં પહોંચ્યા ત્યાંથી થોડું આગળ ચાલીને પછી ત્યાંથી છેલ્લી ચડાઈ શરૂ થતી હતી. અમારામાંથી અમે દશ જણાએ ઉપર જવાની આશા જ છેડી દીધી હતી. બાકીના જેઓ અમારા જેટલા થાકયા નહાતા તેઓ જરા પણ આરામ લીધા વગર આગળ ચાલ્યા, કારણ કે એક વાર બેઠા પછી ઊભા થવાનું જરા પણ મન થાય એવું હતું નહીં. એમની જોડે ત્રણ Instrucors પણ જોડાયા. થોડી વાર પછી અમારામાંથી બીજા છ જણા ઊભા થયા અને અમને પણ એમની જોડે ચાલવા માટે તેમણે આગ્રહ કર્યો, પણ મારી અને બીજા ત્રણની હાલત એટલી બધી ખરાબ હતી કે અમે એમની જોડે જવાની ઘસીને ના પાડી.
એ લોકો થોડે ઉપર ગયા અને ફરી વાર ઉપરથી બૂમા મારી અમને બોલાવ્યા, પણ એની અમારા પર કોઈ જ અસર ન થઈ. તે વખતે મને એટલા બધા થાક લાગેલા કે મારી ઉપર Altitude effectને પૂરા કબજો હતા. મને થાકને લીધે એટલી બધી ઊંઘ આવતી હતી કે મારાથી આંખ પણ ખુલ્લી નહોતી રખાતી. એ ઉપરાંત મને ચક્કર તથા ઊલટી લાગતા હતાં. થોડી વાર પછી મારા ખાસ મિત્ર, જે અમારી જોડે જ બેઠેલા, તેણે ઉપર જવાની ઈચ્છા બતાવી અને મને આગ્રહ કરવાનું શરૂ કર્યું. પણ મેં તેને પણ ઘસીને ના પાડી. થેાડી વાર પછી તેણે ચાલવાનું શરૂ કર્યું અને મારી પાછળના નાના Hump હતા તે વટાવીને—ઊતરીને છેલ્લી ચડાઈ શરૂ કરી. દસેક મિનિટ પછી ઊંધા ફ્રીને ઉપર જોયું તે લગભગ સેએક ફૂટ ઊંચે તે ધીરે ધીરે ચડી રહ્યો હતો. તેની પાછળ છેલ્લા Instructor જે અત્યાર સુધી નીચે બેઠેલા એ પણ હતા. એને જોઈને અચાનક મારામાં શકિત આવવા માંડી. મને થયું કે મારો એ મિત્ર જે પહેલી વાર જ પર્વતારોહણ માટે આવેલા, તે જો ચડી શકે તે હું શું કામ ન ચઢી શકું? અને મને સખત ઊંઘ આવતી હોવા છતાં હું ઊભા થયો અને મેં ચાલવાનું શરૂ કર્યું. હું ત્રણ ચાર પગલાં ચાલ્યો હાઈશ નૅ પાછા મને ચક્કર આવવા માંડયા. પાતળી હવા અને થાક એ બેને કારણે શ્વાસ પણ ફૂલવા માંડયો. એ વખતે મને લાગવા માંડયું કે આ મારી Will-powerની મેટામાં મેટી કસેટી હતી. અને એ પણ કઈ જગ્યાએ અને કઈ સ્થિતિમાં? પહેલાં જેમ જણાવ્યું એ મુજબ Altitude effectની અસર નીચે, ઘેાડી ઘણી પણ Will-power બાકી રહે તો એ મેટી આશ્ચર્યની વાત હતી.
થોડું ઉપર ચડી ને પછી જે થાડું નીચે ઊતરવાનું હતું એમાં મારી જે પણ રહીસહી તાકાત હતી એ ખતમ થઈ ગઈ અને હવે બાકીના ૫૦૦ ફૂ ટ માટે મારી પાસે ફકત એક જ ચીજ હતી હતી અને તે હતા. મારી wll-power. દર બે પગલે ત્રણ પગલે ઊભા રહી ચાર પાંચ વાર શ્વાસ લઈ ધીરે ધીરે ચડવાનું મે શરૂ કર્યું. આગળ ગયેલાઓને કારણે મારે માટે બરફમાં પગથિયાં તૈયાર હતાં. થાકને કારણે ચઢતી વખતે મારી આંખ મહામહેનતે થોડી થોડી ખૂલતી હતી અને એ કારણે હું ઘણી વાર લપસ્યો પણ ખરે. સારે નસીબે મારી પાસે Axe હતી, એટલે જ્યારે પણ લપસ્યા ત્યારે એની મદદથી હું મારી જાતને બચાવી શકત. અત્યાર સુધીમાં બાકીના બધા શિખર ઉપર પહોંચી ગયેલા અને એ લોકો ઉપરથી મને જોઈ શકતા નહોતા એટલે મને એક મેટો ડરહતો કે જો એ લોકો નીચે ઊતરવાનું શરૂ કરે તે મારી આટલી
-10
તા. ૧–૧૧–૬૯
મહેનત નકામી જાય. લગભગ ૨૫૦ ફ્રૂટ બાકી હતાં ત્યારે મારી આજુબાજુ વાદળ આવી ગયાં અને મને થોડી ગભરામણ પણ થઈ કે રખેને બરફ કે વરસાદનું તોફાન શરૂ થઈ જાય. આવે વખતે મને ઑસ્ટ્રિયન પર્વતારોહક Herman Buheની યાદ આવી અને એને લીધે મને ઘણું જ Inspiration મળ્યું. એની આત્મકથા મે થોડા વખત પહેલાં જ વાંચેલી, જેમાં એણે પોતાના પર વીતેલી બીનાઆ વિષે વાંચનારના રોમ રોમે ઊભા કરી દે એવી વાતો લખેલી,
છેલ્લાં સા ફ્ ટ બાકી હતા ત્યારે વાદળ જરા ઓછાં થયાં અને ઉપરથી મારા મિત્ર તથા Instructorsનું ધ્યાન મારી ઉપર ગયું અને તરત જ તેમણે બૂમે મારી મને જુસ્સા ચઢાવવાનું શરૂ કર્યું અને ખરું કહું તો છેલ્લા સ! ફ્રૂટ તો એમણે ચઢાવેલા જુસ્સાને કારણે જ ચઢાયાં.
ઉપર પહોંચ્યો ત્યારે તે મારામાં ઊભા રહેવાનાં પણ હાશકોશ નહોતા રહ્યા. ઉપર પહોંચતાં જ મને મિત્રોએ શાબાશી આપી. કોઈએ મને બિસ્કીટ આપ્યા તો કોઈએ મને Juice આપ્યું. જે લોકો પાસેથી હું કાંઈ જ આશા નહાતો રાખતો તેઓએ પણ મને શાબાશી આપી. ઉપર જઈને મારામાં વિચાર કરવાની શકિત કે હોશકોશ જરાય રહ્યા નહાતા. એટલે પાંચ દસ મિનિટ બેસીને પૂરો થાક કાઢયો. હિમાલયની હવામાં એ ખૂબી છે કે તમે ગમે તેટલા થાક્યા હૈ। પણ એકવાર તમે ટોચ પર પહોંચે ને તમારો થાક પળવારમાં ઊતરી જાય. એ ઉપરાંત માનસિક સંતોષ પણ આ થાક કાઢવામાં ઘણા સાથ આપે છે.
ઉપરથી અમે સાડા અગિયાર વાગ્યે નીચે ઊતરવાનું શરૂ કર્યું અને લગભગ અઢી વાગે અમે Base camp પર પહોંચ્યા. તે દિવસે Vice-Principal સાથે નહાતા. એટલે બધા મન ફાવે તેમ ઊતરતા હતા. અમે નીચે પહોંચ્યા પછી પેણા કલાકમાં એક પછી એક એમ કરતા બધા આવી પહોંચ્યા.
તે દિવસે રાતે અમારો છેલ્લા Camp Fire થયો. એ દિવસે દશમ હેાવાને કારણે ચંદ્રમાના ઘણા પ્રકાશ હતો અને આજુબાજુના બરફનાં શિખરો ખૂબ જ સુંદર દેખાતાં હતાં.
છેલ્લી રાતે ખૂબ જ નિરાંતે ઊંઘ્યાં અને બીજે દિવસે ઊઠી બધું Pack કરીને નીચે ઊતરવાનું શરૂ કર્યું. તે દિવસે અમારા મનમાં Saparationની ઘણી High Feeling (ભાવના ) હતી. પર્વતાથી અમે દૂર જઈ રહ્યા હતા, પણ એની જોડે જોડે અમારાં સ્વજનો તરફ પણ અમારું પ્રયાણ શરૂ થતું હતું. તે દિવસે સાંજે અમે જ્યારે B1 કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે ફકત Gangotriનું શિખર દેખાતું હતું. તે દિવસ અમારો તંબૂમાં રહેવાના છેલ્લા દિવસ હતો.
બીજે દિવસે અમે ગંગાત્રી પહોંચ્યા. એક બે દિવસ ત્યાં રહીને અમે હરસીલ તરફ પ્રયાણ શરૂ કર્યું.
“Homming Pigncons Fly Faster” અને એ મુજબ અમારો ઉત્સાહ પણ ઘણા હતા. અને દર પંદર મિનિટે અમને Instructor's ધીરે ચાલવાની સૂચના આપતા, કારણ કે તે દિવસે ૧૬ માઈલ ચાલવાના હતા. તે દિવસે રસ્તામાં અમે એક ખટારો જોયા ત્યારે તે અમને ખૂબ જ ખુશી થઈ, કારણ કે છેલ્લા વીસ દિવસથી એકે વાહન અમે જોયું નહોતું. એને જોઈને અમને ખરેખર લાગવા માંડયું કે અમે પાછા Civilisation તરફ જઈ રહ્યા હતાં. બીજે દિવસે હરસીલમાં પણ અમને સવારે નાસ્તામાં બ્રેડ આપવામાં આવી ત્યારે જાણે અમે એક Laxuryના ઉપભાગ કરી રહ્યા હતાં એવું લાગતું હતું. એના પછીને દિવસે અમે ઉત્તરકાશી પહોંચ્યા અને અમારા માટે તદ્દન નવા અને ફરી ફરીને થાય એવી ઈચ્છા કરીએ એવા અનુભવ પૂરો થયો.
આ તાલિમ પછી તાલિમ લેનાર ભવિષ્યમાં કદાચ પર્વતારોહણ ન પણ કરે તો પણ એના Character પર તે તાલિમના ઘણા જ પ્રભાવ પડે છે અને ૨૮ દિવસમાં એ એક જુદો જ માનવી થઈ
જાય છે.
His character getsreformed to a very great extent and he deserves more to stay in this beautiful world. (સમાપ્ત) રાજેન્દ્ર દેસાઈ