SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૯ પ્રબુદ્ધ જીવન ૧૫૫ શ્રી માણેકને કેવી હસ્તગત છે તે એમના વ્યાખ્યાનમાં જોઈ શકાતું હતું. શ્રીમતી નીરાબહેન દેસાઈ: સમાજશાસ્ત્રના પ્રાધ્યાપિકા છે. એમણે “ પલટાતાં જીવન મૂલ્યો’ એ વિષય પર અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપતાં વર્તમાન સમયમાં આપણે ત્યાં તથા વિદેશમાં પણ કુટુંબ ભાવના, સ્ત્રીકેળવણી સ્ત્રી-પુરુષ સંબંધ ઈત્યાદિ વિવિધ સામાજિક વિષયોની બાબતમાં મૂલ્યો કેવાં બદલાતાં જાય છે તે પ્રસંગો ટાંકીને દર્શાવ્યું. - શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈએ, પોતે મરાઠીભાષી હોવા છતાં સ્વાભાવિક ગુજરાતીમાં કસ્તુરબાના જીવનમાંથી વિવિધ પરિચિત - અલ્પપરિચિત પ્રસંગે વર્ણવીને કસ્તુરબાના અસાધારણ વ્યકિતત્વને શ્રોતાઓ સમક્ષ પ્રત્યક્ષ કર્યું. એમણે વર્ણવેલા કેટલાક પ્રસંગે તે એટલા હદયસ્પર્શી હતા અને એની રજુઆત પણ એવી સચોટ હતી કે જેણે શ્રોતાઓને ગળગળા બનાવી દીધા. - શ્રીમતી હર્ષિદાબહેન પંડિત માનસશાસ્ત્રના પ્રાધ્યાપિકા છે. આજનો રોગગ્રસ્ત માનવી'એ વિષય પર બોલતાં એમણે સમાજમાં કેવા કેવા પ્રકારના માનસિક રોગો હોય છે તેનું વર્ગીકરણ–પૃથ– ક્કરણ કરી બતાવી તેના મૂળમાં રહેલી કઈ કઈ અને કેવી કેવી ગ્રંથિઓ હોય છે તે પ્રસંગો સાથે અભ્યાસપૂર્ણ રીતે દર્શાવ્યું. વર્તમાન સમયમાં જૈન મુનિઓમાં બૌદ્ધધર્મગ્રંથોના પ્રખર અભ્યાસીઓમાં મુનિશ્રી નગરરાજજીનું સ્થાન મહત્ત્વનું છે. એમણે ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયના ઐતિહાસિક ચિતાર ખડો કરીને એ બંનેમાં કેટલું બધું સામ્ય રહેલું છે તે દર્શાવ્યું અને સંશોધનની દિશામાં કેટલાક નવા તર્કો પણ થઈ શકે તેમ છે તેનો નિર્દેશ કર્યો. એમનું વ્યાખ્યાન વિદ્રોગ્ય વિશેષ રહ્યું. રમણલાલ સી. શાહ બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરોહણકથા-૪ (ગતાંકથી ચાલુ) - બીજા દિવસથી અમારી Ice-Craft & Glacier Craft ની તાલીમ શરૂ થતી હતી. એમાં અમને સખત બરફના પહાડ પર અને ગ્લેશિયર ઉપર કેવી રીતે ચાલવું અને ચઢવું એ શીખવવામાં આવનાર હતું. એટલે તે દિવસે સાંજે અમને Crampon આપવામાં આવ્યા, જે ખીલાવાળી ચીજને બૂટની નીચે બાંધવામાં આવે છે એને Crampon કહેવામાં આવે છે. તે દિવસે સાંજે જ્યારે હું બહાર એક પથ્થર પર બેઠો બેઠો કુદરતનું સૌન્દર્ય નિહાળતો હતો ત્યારે મનમાં એટલો બધો આનંદ અને સંતોષ થયો હતો કે જે પહેલા મને ક્યારે ય નહોતો થયું. તે વખતે ધીરે ધીરે નીચેની ખીણમાંથી વાદળી અને ધુમ્મસ ઉપર ચડી આવ્યા અને થોડી વારમાં નજર સામેના સૌન્દર્યને ગળી ગયા. જે બરફનાં શિખરો દેખાતાં હતાં એ બધાં અદશ્ય થઈ ગયાં. બીજે દિવસે સવારે જ્યારે ઊઠયાં ત્યારે આકાશ ખૂબ જ સાફ હતું અને આજુબાજુના ગંગોત્રી, ૧, ૨ અને ૩ શિખરો તથા બીજા ૧૯૦૦ થી ૨૦૦૦૦ ફીટ ઊંચા શિખરે એટલો પાસે લાગતાં કે અમને. માનવામાં નહોતું આવતું કે તે અમારાથી ૬૦૦૦ થી ૭૦૦૦ ફટ ઊંચા હશે.. અમે તૈયાર થઈ ખભા પર Crampons લટકાવી GangotriGlacier પર જવા નીકળ્યા. તડકાને કારણે ગરમી ઠીક ઠીક લાગતી હતી. ગ્લેશિયર ૧૬૦૦૦ ફીટ પર આવ્યું છે. એટલે અમે લગભગ પાણી ક્લાકમાં ત્યાં પહોંચી ગયા અને Crampons પહેરીને તૈયાર થઈ ગયા. તે દિવસે અમને Crampons પહેરીને સખત બરફ પર કેવી રીતે ચડવું અને ઊતરવું એ શીખવવામાં આવ્યું.. પગમાં ખીલા હોવા છતાં પણ સખત બરફ હોવાને કારણે પગ ઊંચકી ને પછાડીએ તો જ બરાબર પડ આવતી. એ ઉપરાંત જો ખીલા જરા પણ ઢીલા બાંધ્યા હોય તો ગમે તે જગ્યાએ ગમે ત્યારે નીકળી જવાને બહુ જ સંભવ અને ભય રહેતો. Glacier પર અમને નાની નાની. ટુકડીઓમાં વહેંચી નાખવામાં આવ્યા અને ટુકડીના દરેક સભ્યોની કમ્મર પર દોરડાં બાંધવામાં આવ્યા. એ ઉપરાંત દોરડા પર જે સૌથી આગળ હોય તેને દરેક પગલે પિતાની Ice-Axe થી બરફ તપાસવો પડતે, કારણકે ગમે તે જગ્યાએ ૧૦૦ થી ૨૦૦ ફૂટ ઊંડી તરાડ હોવાને સંભવ રહેતો હતો અને જો એમાં એક પણ જણ પડે તે બીજા તેને દોરડાથી બચાવવા માટે તૈયાર રહેતા. ધીરે ધીરે અમે બધા ગ્લેશિયર ઉપર લગભગ ૧૭૦૦ ફ ટ સુધી જઈ આવ્યા. ઊતરતી વખતે બહુ જ સંભાળવું પડતું, કારણ કે જો ટુકડીમાં એક પણ લસરે તે બધાને લઈને નીચે પહોંચે. મારી ટુકડીમાં એક જણને લીધે અમે ત્રણે જણા લગભગ ૫૦૦ ફૂટ સુધી લસરતા લસરતા. નીચે પહોંચી ગયા. તે દિવસે તે ખૂબ જ થાકીને અમે કેમ્પ પર પાછા પહોંચ્યા. બીજે દિવસે અમને step-Cutting શીખવવામાં આવ્યું; જો પહાડ ખૂબ જ Steep હોય તે Ice-Axe થી જરૂર મુજબ પગથિયાં ખેદવા પડે અને પછી જ ઉપર જવાય. એ દિવસ તો અમારો ઘણો સારો ગયો. કઈ ખાસ થાક્યું નહીં, પણ બધાંને હાથમાં છાલાં પડી ગયાં. પગથિયાં બનાવતી વખતે ગમે તેટલી ઠંડી હોય તે પણ હાથમાં મજા પહેરીને કામ નહીં કરવાનું એવું અમને કહેવામાં આવ્યું હતું. . . ત્રીજે દિવસે અમને Repelling તથા Crevasse Rescue શીખવવામાં આવ્યાં. જેમ પથ્થર પર Repelling કરીને ઝડપથી અને Safetyથી નીચે ઊતરાય તેમ જ બરફ પરથી પણ ઊતરી શકાય. Crevasse Rescue જો કોઈ ગ્લેશિયરની તરાડમાં પડી જાય છે તેને બચાવવા માટે વાપરવામાં આવે છે. ચેથે દિવસે બીજી નાની મોટી તાલિમ પતાવીને અમારું એક જ કામ બાકી રહ્યું અને એ હનું દ્રઘેરા શીખર સર કરવાનું, જેની ઊંચાઈ લગભગ ૧૯૧૦૦ ફૂટ છે. આ દિવસ તારીખ ૨૦ મી જૂનને હતું અને આ છેલ્લી કસેટી એ દિવસે થવાની હતી. આગલે દિવસે અમને બધી Instructions આપવામાં આવી. આ દિવસે સવારે ૪ વાગે ઉઠીને કામે લાગવાનું હતું. સવારે વધારે કામ ન કરવું પડે એટલે બધાં જોઈતાં કપડાં, મેના વગેરે પહેરીને જ અમે sleeping Bag માં ઘૂસ્યા. સવારને માટે ફકત બૂટ જ પહેરવાના રાખ્યા હતા. સૂતા પહેલાં ઘણા ઘણા વિચારે આવ્યા. સૌથી પહેલા તો વિચાર ઉપર પહોંચાશે કે નહીં એને આવતો હતો; કારણકે અમારે ૧૫૦૦૦ થી ૧૯૧૦ ફટ એટલે કે ૪૧૦૦ ફટ ચડવાના હતા અને એ ઊંચાઈએ એક દિવસમાં ૪૦૦૦ ફટ ચડવા એ ઘણી જ અઘરી બાબત છે. ' સવારે ૩-૩૦ વાગે Bed-Tea આપવામાં આવી. એ પીને બૂટ પહેરીને અમે તંબૂની બહાર નીકળ્યા. બહાર સારી એવી ઠંડી હતી. થેડી વારમાં બધા ભેગા થયા. શરૂઆતમાં પાંચ જણાએ તબિયત ખરાબ હોવાને કારણે આવવાની ના પાડી. અમને Juice ના ડબ્બાઓ, મેવા, ચેલેટ તથા બિસ્કીટ આપવામાં આવ્યા, જે અમે અમારા Wind-Proof Suitના મેટા ખિસ્સામાં ભરી દીધા. શરૂઆતમાં તે અમારી ચડવાને વેગ ઘણે હતો, અને પહેલા ૧૦૦૦ ફૂટ અમે ફકત ૪૦ મિનિટમાં પતાવ્યા. અહીં પહેલો વિશ્રામ લીધા. અજવાળુ ઠીક ઠીક થઈ ગયેલું અને દૂર દૂરનાં શિખરે પણ દેખાવા માંડયાં હતાં. ' અહીંથી બીજા બે ત્રણ જણા પાછા ફરી ગયા, તેમની તબિયતના કારણે. હવે બરફ શરૂ થઈ ગયો હતો, પણ તે સખત ન હોવાને કારણે Cramponsની જરૂર નહોતી. પિચ બરફમાં તો અમને આપેલા લગભગ અઢી અઢી કિલોના બૂટની એક લાતથી સરસ મજાનું પગથિયું થઈ જતું. ધીરે ધીરે અમે જેમ ચઢતા ગયા તેમ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy