SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ગાંધીજીને પૂરેપૂરી રીતે સમજવાનું કામ મુશ્કેલ છે. એકબાજુથી તે પોતાને સનાતની હિન્દુ કહેતા, ઈશ્વરમાં અને આત્મામાં શ્રદ્ધા રાખતા, ‘ રામરાજ્ય ’ જેવા પ્રાચીન શબ્દપ્રયોગ પણ કરતા; ત બીજી બાજુ, ગાંધીજી આધુનિકોમાં પણ આધુનિક Modern of Moderns હતા. ગ્રામાદ્ધાર, સ્ત્રીકેળવણી, અસ્પૃશ્યતા— નિવારણ વગેરે દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પ્રગતિના પુરસ્કાર કરતા હતા. સત્ય એ જ ઈશ્વર એમ તે માનતા અને આ ભાવનાના વ્યાપક અર્થમાં અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેના આપેઆપ સમાવેશ થઈ જતે. ગાંધીજી કેવળ વિચાર અને વાણીમાં સત્યને સમાવી દેવાને બદલે સત્યને જીવનમાં– આચારમાંઊતારવાનો આગ્રહ રાખતા પોતાના સમગ્ર જીવનને સત્યના પ્રયોગની પરંપરા તરીકે તેણે વર્ણવ્યું છે. આજે યુરોપ અને અમેરિકાના વિચારકો પણ સ્વીકારતા થયા છે કે માનવને સર્વનાશ નોતરવા ન હોય તે ગાંધીજીએ ચીંધેલા અહિંસાના માર્ગ સિવાય બીજો ઉપાય નથી. ગાંધીજીએ અહિંસાના પર'પરાથી ચાલતા આવેલા સ્વરૂપને વિકસાવ્યું: સાચી અહિંસા નિષ્ફળ જાય નહીં એમ દૃઢ માન્યતા રજૂ કરી; વૈયકિતક અહિંસાને સામૂહિક ક્ષેત્રમાં યોજવાની શક્યતા બતાવી આપી અને અનિષ્ટ Evil પ્રતિકાર અહિંસાથી પણ થઈ શકે અને તેજ સાચા પ્રતીકાર છે એમ સિદ્ધ કર્યું. ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગાના ઉલ્લેખ દ્વારા શ્રી ચીમનભાઈએ પોતાનું વકતવ્ય સ્પષ્ટ કર્યું હતું. શ્રી રોહિત મહેતા ( સ્યાદ્વાદનું જીવનદર્શન ): સ્યાદ્વાદ જૈન દર્શનનું મહાન અર્પણ છે; તેની ઉપયોગિતા આજના વૈજ્ઞાનિક જમાનામાં પણ ઓછી નથી. સ્યાદ્વાદનું પરંપરાગત સ્વરૂપ સમજવા માટે જૈનદર્શનની ભૂમિકા સમજવી આવશ્યક છે. જૈનદર્શનમાં બે પ્રધાનતત્ત્વો છે: અહિંસા અને અપરિગ્રહ. વ્યાપક અર્થમાં અહિંસા અપરિગ્રહ વિના શક્ય નથી. પણ અપરિગ્રહ એટલે કે વસ્તુને અપરિગ્રહ નહીં પણ વિષયનો અપરિગ્રહ. વિષય એટલે વસ્તુ પ્રત્યે વ્યકિતના રાગદ્ન ષાદિથી યોજાયેલા અભિગમ. આપણે વસ્તુનું નિરપેક્ષ રૂપ જોઈ શકતા નથી. આપણે વસ્તુનું ઈન્દ્રિયદ્રારા નહીં પણ મનદ્રારા ગ્રહણ કરીએ છીએઅમુક માનસિક દ્રષ્ટિબિન્દુથી તેને જોઈએ છીએ. અહીં પરિગ્રહના આરંભ થાય છે: આમાંથી જ જીવનના કલેશે અને સંઘર્ષો જન્મે છે. જીવનમાં અનેક દષ્ટિબિન્દુઓ હોય પણ યથાર્થ સત્ય તો એ બધાથી નિરાળુ છે. રજ્જુસર્પન્યાય દ્વારા સ્યાદ્વાદને સવિશેષ રૂપે સમજી શકાય. એક Swiss વિદ્વાને કહ્યું છે: It is the scale of obsenvation which creates phemomena, વિજ્ઞાન ભૌતિક જગતને સમજવાના પ્રયત્ન કરે છે પણ તેની સિદ્ધિઓ જગતના સ્વરૂપને વધારે ગૂઢ– રહસ્યમય બનાવે છે. વૈજ્ઞાનિક પ્રગતિએ માનવ-માનસના પ્રશ્નોને વધારે જટિલ બનાવ્યા છે. આપણે વસ્તુને અનેક દ્રષ્ટિબિન્દુથી જોઈએ તો તે સર્વાંગીણ દર્શન બને—સમગ્ર દર્શન ન બને. સમગ્રતાનું પરિમાણ તદ્દન ભિન્ન છે. મનમાંથી બધાં દ્રષ્ટિબિન્દુઓને કાઢી નાખીએ, રાગદ્વેષનો અપરિગ્રહ કરીએ તો મન કોઈક અપાર્થિવ શાન્તિનો અનુભવ કરે છે–સમગ્રનું દર્શન કરે છે. આવું સમગ્રનું દર્શન જીવનમાત્રને અભિનવરૂપે જુએ છે—ત્યાં ભેદ નથી, કલેશ નથી, સંઘર્ષ નથી. સ્યાદ્વાદ આજના યુગમાં માનસિક સાપેક્ષતાના માર્ગ દર્શાવીને મતાગ્રહ-ધર્માગ્રહ–છોડાવે છે. ૧૫૪ ફાધર વાલેસ : (કુટુમ્બભાવના): પેાતાના પહેલા પ્રવચનના આરંભ કરતાં ફાધર વાલેસે કહ્યું કે પોતાની માતાની માંદગીને કારણે બે મહિના યુરોપમાં કુટુમ્બની વચ્ચે રહેવાની તક મળી અને કુટુંમ્બજીવનના પ્રત્યક્ષ અનુભવ કર્યો. કુટુમ્બજીવનસ્વાર્થનિવારણ કરી અન્યની કાળજી રાખવાની ભાવના કેળવે છે; પેાતાનું દુ:ખ કે અગવડ–સગવડ સહન કરી લઈને કુટુમ્બીજનોનાં સુખ-સગવડ તરફ વધારે લક્ષ અપાવે છે; માતાપિતા, ભાઈભાંડુ વગેરેનાં વર્તન જીવન તા. ૧-૧૧-૧૯ અને સદભાવથી પ્રેરણા અર્પે છે; બાળકોના માનસને સાચા સંસ્કાર સિંચે છે અને સવિશેષ તા પ્રેમની ભાવના ખીલવે છે અને ઈશ્વર પ્રત્યે શ્રાદ્ધા જન્માવે છે. આ બધા મુદ્દાઓનું અનેક પ્રસંગાના ઉલ્લેખથી તેમણે સમર્થન કર્યું હતું. પોતે માતા પાસેથી નીકળીને બીજે દિવસ અમદાવાદ પહોંચ્યા ત્યારે માતાએ પાંચ દિવસ પહેલાં લખીને રવાના કરેલા પત્ર તેમની રાહ જોતા હતા! ફાધર વાલેસે માતૃહૃદયનાં વાત્સલ્ય અને ઈંશ્વરમાં અખૂટ શ્રદ્ધાથી નીતરતો એ પત્ર સભા સમક્ષ વાંચ્યા હતા. ફાધર વાલેસનું બીજું વ્યાખ્યાન હતું ‘ગાંધીજી મારી નજરે ' ઉપર. ગાંધીજીની આત્મકથા ઉપરાંત ગાંધીજીની અત્યન્ત બહાળી લખાણ સામગ્રીને આધારે તેમ જ કાકાસાહેબ કાલેલકર જેવી વ્યકિતઓ પાસેથી મેળવેલી કેટલીક માહિતીને આધારે વ્યાખ્યાન થયું હતું. સામાન્ય વિદ્યાર્થીમાંથી જગદ બંઘ વ્યકિતત્વની કોટિએ જે ગુણાને લીધે ગાંધીજી પહોંચ્યા તેનું નિરૂપણ કર્યું હતું. ગાંધીજી સાચા શિક્ષક હતા, પારેખ હતી, પ્રેરણામૂર્તિ હતા, વાત્સલ્યનિર્ભર હતા : આ અને આવા ગુણોને અભિવ્યકત કરતા ગાંધીજીના જીવનપ્રસંગેા ટાંકીને પાતા ઉપર ગાંધીજીના વ્યકિતત્વ કયા પ્રકારની છાપ મૂકી હતી તે દર્શાવ્યું હતું. ફાધર વાલેસના વક્તવ્યનું જેટલું ગૌરવ હોય છે તેટલું ગૌરવ તેની વિશિષ્ટ પ્રવચનશૈલીનું હોય છે. કાવ્યનો સાર આપીએ અને ‘કાવ્ય કથળી જાય તેવી રીતે આ સંક્ષેપ પણ તેના ‘પ્રવચન ’ ને કથળાવી નાખે છે એમ કહેવું જોઈએ. પ્રવચનને પૂરેપૂરા આસ્વાદ માણવા હોય તે ફાધર વાલેસને પ્રત્યક્ષ સાંભળવા જોઈએ. શ્રી શ્રીદેવીબહેન મહેતા ( ‘ જાગી અનુભîપ્રીત ' ) : આરંભમાં શ્રી પરમાનંદભાઈ તરફથી મોતીચંદ ગીરધરલાલ કાપડિયા સંપાદિત આનન્દઘનની કૃતિઓનું પુસ્તક ( બે ભાગ) ગયે વરસે તેમને ભેટ મળ્યું તેના નિર્દેશ કર્યો. પદો વાંચવાનું શરૂ કર્યું અને સમજાતું ગયું કે આનંદધનનાં પદોમાં કવિતા અને જ્ઞાન બંને સાથે વણેલાં છે. શ્રીદેવીબહેને આનંદઘનના જીવનની થોડીક માહિતી આપ્યા પછી તેનાં પદો વિષે કહ્યું કે આનંદઘનની વિશિષ્ટતા એ છે કે તે પાત્રા યોજે છે, ચિત્રો ઊભાં કરે છે અને સ–રસ વર્ણનો આપે છે. લેાકગીતના પ્રકારને મળતા એક પદના ગાનથી શરૂ કરીને પરમ દર્શનની ખુમારી સુધીની દશાઓને નિરૂપતાં કેટલાંક પદો ગાયાં હતાં. વિવરણ કરતાં કાવ્યના આસ્વાદ વધારે અપાય એવી શ્રીદેવી બહેનની ઈચ્છા હોવા છતાં પંકિતઓના અર્થનું વિવરણ તેમને આકર્ષતું રહ્યું હતું. કીર્તનશૈલીનું એક સુંદર વ્યાખ્યાન. ગૌરીપ્રસાદ શુ. ઝાલા પૂરવણી ( પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ત્રણ દિવસ શ્રી ઝાલાસાહેબ બહારગામ ગયા હતા, તેમની ગેરહાજરીમાં વ્યાખ્યાનોનું અધ્યક્ષ સ્થાન ડૉ. રમણભાઈ ચી. શાહે શાંભાવ્યું હતું. એ જ દિવસે પ્રારંભમાં નવકારમંત્ર' ઉપર એમનું પેાતાનું વ્યાખ્યાન હતું. જેમાં એમણે ‘નવકારમંત્ર ' ની વિશેષતાઓ ભિન્નભિન્ન દષ્ટિકોણથી બતાવી હતી. એ ત્રણ દિવસના અન્ય વકતાઓએ આપેલાં વ્યાખ્યાનોની ટૂંકી નોંધ એમણે લખી આપી છે જે નીચે મુજબ છે. તંત્રી) પ્રસિદ્ધ કવિ, વકતા અને કીર્તનકાર શ્રી કરસનદાસ માણેકે ‘ઈશાવાસ્યમિદં સર્વમ્ ' એ વિષય પર અસ્ખલિત વાણીમાં પ્રેરક અને ઉદ્ બાધક વ્યાખ્યાન આપ્યું. મહાભારત એ શ્રી માણેકના રસના વિષય છે અને એમાંથી ભિન્ન ભિન્ન પ્રસંગાને વર્તમાન સંદર્ભમાં રજૂ કરી, વર્તમાન રાજકીય, સામાજિક, ધાર્મિક ઈત્યાદિ પરિસ્થિતિ સાથે તેનું સામ્યવૈષમ્ય દર્શાવી, કયારેક હળવી રીતે તે ક્યારેક ગંભીર રીતે એના પર કટાક્ષપ્રહાર કરતા જઈ પોતાના મૂળ વક્તવ્યને શાતાઓના ચિત્તમાં રોચક શૈલીએ ઉતારવાની કળા *
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy