SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૯ પ્રબુદ્ધ જીવન : - પર્યુષણ વ્યાખ્યાનમાળા: સમાલોચના નિક ' આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૮-૯-૬૯ થી ૧૬-૧૦-૬૯ સુધી એમ નવ દિવસ યોજાઈ હતી. શ્રી પરમાનંદ- “ ભાઈની આ પ્રવૃત્તિમાં સ્વાર્થ તેમ જ પરમાર્થ રહ્યો છે. આ વ્યાખ્યાનમાળાની યોજના દ્વારા શ્રી પરમાનંદભાઈના અંતરાત્મા કશુંક કર્યાને સંતોષ અને આનંદ અનુભવે છે એમ તેમણે પોતે સ્વીકાર્યું જ છે. પણ આ વ્યાખ્યાનમાળાનું સમાજની દષ્ટિએ ઘણું મહત્વ છે. ધર્મભાવનાને અને જીવનભાવનાને વિશુદ્ધ રૂપે જેવી અને સેવવી; પ્રજાના જીવનને ઉચ્ચ સંસ્કારથી સમૃદ્ધ કરવું : આ ધ્યેયને અનુસરીને શ્રી પરમાનંદભાઈ વકતાઓની પસંદગી કરવા સાથે વિષયની પસંદગી પણ પોતે જ કરે છે–કરી આપે છે. આ વર્ષે માન્યવર શ્રી મેરારજી દેસાઈએ શ્રી પરમાનંદભાઈનું નિમંત્રણ સ્વીકાર્યું હતું અને શ્રી પરમાનંદભાઈએ સૂચવેલ વિષય ‘જીવનમાંથી હું શું શીખ્યો?’ પણ સ્વીકાર્યો હતો. શ્રી મોરારજીભાઈનું સમગ્ર પ્રવચન ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત થઈ ગયું છે તેથી તેનું વિગતવાર નિરૂપણ કરવાની જરૂર રહેતી નથી. એટલું જ નોંધવું જોઈએ કે શ્રી મોરારજીભાઈએ જીવનનાં મૂલ્યો ઉપર ખાસ ભાર મૂકયો હતો. પિતાના અનુભવોમાંથી પોતાની દષ્ટિ પણ વિકસતી ગઈ તેનું નિરૂપણ કર્યું હતું. પ્રા. સુરેશ દલાલનું ‘કાવ્યમાં પ્રગટ થતું ગાંધીજીનું વ્યકિતત્વ વિષેનું વ્યાખ્યાન પણ ‘પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં સળંગ રીતે પ્રકાશિત થયું છે તેથી તેની પણ વિગતવાર નોંધ લેવાની આવશ્યકતા નથી. શ્રી સુરેશનું વ્યાખ્યાન ઉચિત અભિગમવાળું અને વિવેચનપ્રધાન છતાં રોચક શૈલીવાળું હતું. શતાવર્ગમાંના ઘણાને કાવ્યના સામર્થ્યને કદાચ પહેલીવાર પરિચય થયો હશે. મધર થેરિસા (કરુણા): માનવસેવામાં પ્રભુસેવા રહી છે એ સિદ્ધાંતનું પાલન કરવામાં જીવન-સમર્પણ કરનાર મધર થેરિસાએ કલકત્તામાં પોતાના સેવાકેન્દ્રમાં નાતજાતના ભેદભાવ વિના દલિત, પીડિતે, અપંગ, ભૂખ્યા લોકોને આશ્રય આપીને તેમના જીવનમાં માનવ-મના અનુભવને સંચાર શી રીતે કરાય છે તેનું વાસ્તવિક વર્ણન કર્યું હતું. છેલ્લાં અગિયાર વર્ષમાં બાવીસ હજાર વ્યકિતઓની સેવા થઈ શકી છે. ભારતમાં એમના તરફથી ૨૮ કેન્દ્રો ચાલે છે. તેમણે કહ્યું કે મારે તમારા હાથ જોઈએ છે–તમારું હૃદય જોઈએ છે: પૈસા તો એની મેળે આવી રહેશે. એમનું ટૂંકું પણ ઋજુતાભર્યું પ્રવચન શ્રોતાવર્ગ ઉપર સારો પ્રભાવ પાડી ગયું. પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયા (કર્મસિદ્ધાંત): આરંભમાં પ્રા. દલસુખભાઈએ જણાવ્યું કે પ્રાચીન ભારતમાં બધાં દર્શનાએ કર્મસિદ્ધાંત સ્વીકાર્યો હતો છતાં પશ્ચિમના કર્મસિદ્ધાંતની જે સિદ્ધિઓ આજે આપણે જોઈએ છીએ તેવી સિદ્ધિ આપણે મેળવી શક્યા નથી: આજની વ્યાવહારિક પ્રગતિ માટે આપણે પશ્ચિમની સિદ્ધિઓનો આશ્રય લેવો પડે છે. પ્રાચીન ઈતિહાસ ઉપર નજર નાખતાં તેમણે કહ્યું કે ઋગ્વદના કાળમાં કર્મસિદ્ધાંત આજના કર્મસિદ્ધાંત જેવો હતો; ધન, ધાન્ય, પશુ વગેરેની સમૃદ્ધિ માટે દેવોને પ્રાર્થના કરાતી. બ્રાહ્મણકાળમાં યજ્ઞનું પ્રાધાન્ય થયું અને દેવે ગૌણ બન્યા. ઉપનિષદકાળમાં કર્મ ગૌણ બન્યું–જો કે પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુ:ખ એવો સિદ્ધાંતે સ્પષ્ટપણે સ્વીકારાયે. ઉપનિષદકાળના છેવટના ભાગમાં જગતની ઉત્પત્તિ કાળ, સ્વભાવ, નિયતિ, યદચ્છા અથવા અકસ્માત, પંચમહાભૂત વગેરે કોઈ એક કારણમાંથી થઈ છે એવી વાંદો પ્રચલિત હતાં. બૌદ્ધદર્શને ચિત્તને પ્રાધાન્ય આપ્યું. જૈનદર્શને ચિત્ત સાથે કર્મતત્ત્વને સ્વીકાર્યું. પાછળના સમયમાં ભકિતમાર્ગે ઈશ્વરતત્ત્વ અને તેનાં પ્રસાદ (Grace)ને સ્વીકાર કર્યો. સમગ્રપણે જોતાં, આપણા કર્મસિદ્ધાંતની સાથે દૈવનું તત્ત્વ ભળેલું છે. તેથી કદાચ આપણે કર્મસિદ્ધાંત ઐહિક ઉત્કર્ષ સાધવામાં પાશ્ચાત્ય કર્મવાદ જેટલો સફળ થયો નથી. આચાર્ય યશવન્ત શુકલ (સ્વધર્મ: પરધર્મ :) માનવજીવન શરૂ થયું ત્યારથી ધર્મ અને વિજ્ઞાન જમ્યાં છે. ધર્મને ઉદ્ગમ ભયની વૃત્તિમાંથી થયો છે એમ કેટલાક માને છે પણ ભયમાંથી નહીં પણ ભયની સામે રક્ષણ કરવાની વૃત્તિમાંથી ધર્મન-ધારણ કરનારને ઉદ્ભવ થયો છે એમ કહેવું વધારે યોગ્ય ગણાય. પછી તે ધર્મના અનેક પ્રકારો અને વાડાઓ અસ્તિત્વમાં આવ્યા અને ધર્મને નામે જ સંઘર્ષ અને વિરોધ ઊભા થયા. સ્વધર્મ–મારો ધર્મ-સા, પાર, નહિ: એ વૃત્તિએ કેટલી હિંસા જન્માવી છે? સાચી દષ્ટિએ જોઈએ તે અનેક ધર્મો એકબીજાના પૂરક અને સંશોધક (corrective) બની શકે, અને પરધર્મના દર્શનમાં સહાયભૂત બને– વિશ્વધર્મને શકય બનાવે. સ્વધર્મને સાચો અર્થ તે છે દરેકે દરેક વ્યકિતને સ્વભાવગત-પ્રકૃતિજન્ય-ધર્મ. પિતાના ધર્મને પોતાની જાતને-સમજે અને બીજાને પણ સ્વધર્મ છે એમ સ્વીકારે, સર્વધર્મસમભાવ સ્વીકારે એ સાચા ધર્મનું લક્ષણ છે. આવી ધર્મવૃત્તિમાંથી વિશ્વધર્મની ઉત્પત્તિ થઈ શકે. શ્રી સાહુ મેડક (સમગ્ર જીવનદર્શન અને પુનનિર્માણ): વિશ્વમાં જે સમસ્યા છે તે પદાર્થોની નથી, માનવની છે. માનવમાં સંઘર્ષ અને વિરોધની વૃત્તિ ઉત્પન્ન થાય છે અને જીવનસંગ્રામ જાગે છે. માનવની ત્રણ સ્થિતિ છે: વિચારની, કર્મની અને ભાવનાની. આ ત્રણેય ક્ષેત્રમાં માનવને અહમ પ્રવેશ કરે છે અને ભેદ ઉત્પન્ન કરે છે. જીવનને સમગ્રપણે જોવું અને વ્યવસ્થિત કરવું એ આપણું કર્તવ્ય છે. ધર્મપ્રેમી અને સંસ્કારપ્રેમી વ્યકિતઓ દેશદેશમાં હોય છે. તે સહુ નિશ્ચયપૂર્વક સમગ્ર જીવનદર્શનની સાધના કરે અને પ્રચાર કરે તે સમાજની ઉન્નત્તિ થાય. શ્રી મોડકનાં પત્નીએ પણ શ્રી માડકના વિચારનું સમર્થન કર્યું હતું. જૈન હોય તેને ભેદ હોય નહીં છતાં કેટલા વાડાઓ રચાયા છે? માનવની સમસ્યા ઉકેલવા માટે સમન્વય અને સમગ્રતાવાળું દર્શન આવશ્યક છે. * શ્રી પૂણિમા પકવાસા (ચૈતન્યશકિત અને નારીજીવન): વિશ્વભરમાં સ્વયંતિ અને અનન્તશકિતવાળી ચૈતન્યશકિત વિલસી રહી છે. જગતમાં ત્રણ તત્ત્વો નજરે આવે છે; ચૈતન્યતત્ત્વ, ડતત્ત્વ અને વિચાર-કર્મનું તત્ત્વ. જડતત્ત્વ ચૈતન્યના આધાર વિના પ્રવૃત્તિ કરી શકતું નથી અને ચૈતન્ય પણ સૂકમાતિસૂકમ રૂપનું હોવા છતાં જડતત્ત્વ દ્વારા જ વ્યકત થાય છે. જીવનમાં જે ભેદ અને વૈષમ્ય આવે છે તે વિચાર અને કર્મદ્રારા. ચૈતન્ય અહમ ને. આકાર ધારણ કરે છે ત્યારે ઘર્ષણ અને વિરોધ પેદા થાય છે, અશાન્તિ જન્મે છે. પરમશાન્તિને અનુભવ સંતો અને મહર્ષિઓએ કર્યો છે. તેની પ્રાપ્તિ માટે તેમણે અનેક માર્ગો પણ બતાવ્યા છે. આપણે પણ એ શાન્તિને અનુભવ કરી શકીએ. આ બે રીતે કરી શકાય : એક તે આપણે વિચાર – શૃંખલામાંથી કોઈ એક વિચારને પકડી લઈને તેના મૂળ તરફ વળીએ અને તેના ઉદ્દગમસ્થાન સુધી પહોંચીએ તે આપોઆપ 'મનની શાન્તિને અનુભવ થાય. અથવા તે, કોઈ એક વિચાર ઉપ૨જ મનને કેન્દ્રિત કરીએ-ધ્યાન કરીએ. “આવો પ્રયોગ કરવાથી થોડા સમયમાં જ શાન્તિને અનુભવ થશે; નવી તાઝગી, નવી રૃ તિ અનુભવાશે. આગળ ચાલતાં તેમણે કહ્યું કે જીવનમાં સ્ત્રીનું સ્થાન કેન્દ્રભૂત છે–પત્ની તરીકે અને માતા તરીકે. સ્ત્રીમાં શાન્તિની અને સ્થિરતાની માત્રા પુરૂષ કરતાં વધારે છે. આજે સમાજ અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે અને બાળકોમાં ગેરશિસ્ત ફ લીફાલી છે. તેનું કારણ સ્ત્રીશકિતના વિકાસનો અભાવ છે. સ્ત્રીમાં ઋતંભરાપ્રજ્ઞાને વિકાસ થાય તે સમગ્ર પરિવાર ઉપર તેનો પ્રભાવ પડે અને સમાજ વ્યવસ્થિત બને. * * * * 1. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ (ગાંધીજી): ગાંધી જન્મશતાબ્દીના આ વર્ષમાં ગાંધીજી વિશે વિચારીએ તે યોગ્ય જ ગણાય.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy