________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯
શાહ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં અને શ્રી. કોરાની સેવાને બિરદાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા સમુદાય સમક્ષ એક મિતભાષી કાર્યકરનું સમુચિત સન્માન આ રીતે કરવામાં આવ્યું હતું. અને તેમની સેવાની કદર તરીકે રૂા. ૫૧૦૦૦ ની થેલી તેમને અર્પણ કરવામાં આવી હતી.
શ્રી કાન્તિલાલ કોરાએ ત્રણ દાયકા કરતાં વધુ સેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપી છે. પૂ. વિજ્યવલ્લભસૂરિનાં પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્થપાયેલી આ સંસ્થાએ જે વિકાસ સાધ્યો છે તેમાં શ્રી કોરાને પણ મહત્ત્વનો હિસ્સો છે. અન્ય આર્થિક પ્રલભનેને જતાં કરી, પ્રસિદ્ધિનાં અન્ય ક્ષેત્રો કે પ્રસંગો પણ જતા કરી, એમણે એકનિષ્ઠા અને પ્રમાણિકતાથી પિતાનાં સમય અને શકિત, પિતાનાં જીવનનાં કોષ્ઠતમ વર્ષો શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સમર્પિત કરી દીધાં-એની પાછળ શ્રી. વિજ્યવલ્લભસૂરિની પ્રેરણા રહેલી છે.
વહીવટી કાર્યક્ષમતા એ શ્રી કોરાની એક આગવી વિશિષ્ટ શકિત છે. જે કાર્ય હાથ ધર્યું છે તેની નાનામાં નાની વિગત સુધી ચીવટપૂર્વક સારામાં સારી રીતે પાર પાડવું એ એમની ખાસિયત છે. પરિણામે વિદ્યાલય અને એની શાખાઓની અનેક બાબતોનું સંચાલન કાર્યકુશળતાપૂર્વક તેઓ કરતા - કરાવતા રહ્યા છે, અને એથી એ સંસ્થાની પ્રતિષ્ઠા માત્ર જૈન કેમ પૂરતી જ કે માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદિત રહી નથી.
સાહિત્ય, કલા, ઈતિહાસ, સંશોધન એ પણ શ્રી કેરાના પ્રિય વિષયો છે અને તેથી વિદ્યાલયના રજતાંતી ગ્રંથ, સુવર્ણíતી ગ્રંથ, કશી વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, અગમ-ચંશે ઈત્યાદિની લેખનરામી, મુદ્રણ, સજાવટ પાછળ પણ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને એ પ્રકાશનને મૂલ્યવાન તથા ખ્યાતિવાળાં બનાવ્યાં છે.
" શ્રી કોરા સ્વભાવે મિતભાષી છે, પણ જ્યાં હૃદય મળે છે ત્યાં હૃદય ખાલીને વાત પણ કરે છે. એમનાં કાર્યોની પાછળ સેવાની ભાવના પણ સંકળાયેલી છે, અને પ્રસિદ્ધિથી વેગળા અને વેગળા રહેવાની સાચી વૃત્તિને કારણે કાર્યની પૂર્ણતા તરફ એમની શકિત વધુ કેન્દ્રિત રહે છે અને તેથી જ જે કોઈ કાર્ય શ્રી કોરા હાથ ધરે તે ઘણી સારી રીતે અચૂક પાર પડે જ એવી છાપ સમાજમાં થોગ્ય રીતે જ ઊભી થયેલી છે.
, સામાજિક ક્ષેત્રે તથા કેળવણીના ક્ષેત્રે શ્રી કોરાએ બહુમૂલ્ય સેવા આપી છે તે માટે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પરમાનંદ
શ્રી વિમલાબહેન ઠકારને પત્ર (યુરોપ અને અમેરિકામાં આગળથી ગંઠવાયલા વાર્તાલાપ અને ધ્યાનશિબિરોના કાર્યક્રમ અનુસાર તા. ૨૫-૮-૬૯ના રોજ અહીંથી યુરોપ તરફ રવાના થયેલાં શ્રી વિમલાબહેન ઠકાર તરફથી મળેલ-ઈંગ્લાંડમાં આવેલા કેમ્બલીથી તા. ૧૨-૧૯૬૯ના રોજ હિંદીમાં લખાયલા-પત્રને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ પત્રમાં “મૌન કે અનુનાદ’ એ મથાળા નીચે થોડા સમય પહેલાં પુસ્તકાકારે પ્રગટ થયેલા વિમલાબહેને રચેલાં-ડાંક કાવ્યના સંગ્રહને ઉલ્લેખ છે; તેમના ભાવી કાર્યક્રમની પણ તેમાં સુચિ છે. અન્તમાં થોડુંક તાત્ત્વિક ચિન્તન છે. પત્રના પ્રારંભમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે તેમ જ અન્યત્ર તાજેતરમાં બનેલી પિશાચી દુર્ધટનાઓ અંગેનું તેમના દિલને વલોવી નાંખતું સંવેદન રજૂ કરવામાં આવ્યું છે. પરમાનંદ) પ્રિય પરમાનંદભાઈ, " આપને પત્ર મળ્યું. આપ અમદાવાદનાં તોફાન દરમિયાન ત્યાં ગયા હતા કે નહિ એ વિષે મને ખબર નથી. ગુજરાતનાં તોફાનના સમાચાર વાંચીને સાંભળીને હું અવાક, ખંભિત, લજિજત બની ગઈ છું. ગુજરાતની જનતા સૌમ્ય-સ્નિગ્ધ છે. હિન્દુ-મુસલમાનમાં પરસ્પર ોદ્ધા તેમજ નિકટતા ન હોવા છતાં પણ, પંજાબ અથવા બંગાળા જેવા પરસ્પર ધુણા અથવા અવિશ્વાસ તે નહોતા જ
ભય પણ નહોતું. આ ઝેર કયારે કેવી રીતે આવ્યું? આટલા મોટા પાયા ઉપર તેફાન, હત્યા, લૂંટફાટ, ટ્રેન ઉપર હુમલાઓ–આ બધું કેમ બન્યું? શા માટે બન્યું? શા માટે જૈન ધર્મગુરુઓ, ગાંધીવાદી કેંગ્રેસી નેતાઓ, સર્વોદય શાનિતસૈનિકો મોટી સંખ્યામાં પ્રતિકાર કરી ન શક્યા? પહેલા દિવસે આ બધું રોકી ન શક્યા એ વાત સમજમાં આવે છે, પરંતુ બીજ, ત્રીજે, ચેથે દિવસે પણ આ બધું કેમ રોકી ન શકયા? ગાંધી શતાબ્દીને બહુ સારો ઉપહાર સંસારની સામે આપણે રજુ કર્યો ! ગુજરાતને શું થયું? એમ ન કહો કે સામ્યવાદીઓએ તોફાન કરાવ્યા અથવા ગુંડા લોકોએ લાભ ઊઠાવ્યો? હજાર બારસે માણસે માર્યા જાય છે, સ્ત્રીઓની ઈજજત લૂંટવામાં આવે છે, રેલગાડીઓ ઉપર હુમલા થાય છે, – આ બધું સ્થાનિક તો સિવાય બની જ ન શકે. પાકિસ્તાનતરફી મુસલમાનેએ આ બધું કર્યું એમ કહેતા હો તે તેમનું આટલું મોટું સંગઠ્ઠન કેવી રીતે થઈ શકયું? તે પછી સરકાર શું કરી રહી હતી? જો એમ કહેતા હે કે જનસંઘે અથવા તે રાષ્ટ્રીય સ્વયંસેવક દળે આ બધું કરાવ્યું તે તેમનું સંગઠ્ઠન આટલું મોટું કદી પણ હતું જ નહિ. સી. આઈ. ડી. ની કાર્યવાહી ગુજરાતમાં એટલી બધી દુર્બળ છે? અવ્યવસ્થિત છે? મને ખબર પડતી નથી કે એમ કેમ લાગે છે કે આની પાછળ કોઈ એક રાજકીય ચાલ છે. કોઈએ ફરતા વડે આ બધું કરાવ્યું છે. પ્રભુ કરે ને અસલી ગુનેગારોને પત્તાં લાગે અને તેને સજા મળે!
‘મૌન કે અનુનાદ’ પ્રસિદ્ધ કરવું પડયું શ્રી ગોપીનાથ કવિરાજના આગ્રહથી. બે ત્રણ વર્ષથી તેઓ મને કહેવરાવ્યા કરતા હતા. આપ જાણો છો કે 'કવિ' હું જ નહિ. જે કાંઈ લખી જવાય છે તેને હું “કવિતા” તરીકે લેખતી નથી. આમ છતાં બાબુજીને શબ્દ ટાળવાનું શકય ન રહ્યું, ડે. હજારીપ્રસાદજી પ્રસ્તાવના લખશે એ પણ એકલ્પિત હતું. એમની જેવા પ્રથિતયશ વ્યકિતએ એક નાના સરખા પ્રયત્નનું સ્વાગત કર્યું એ જોઈને હું આશ્ચર્ય અનુભવું છું.
બે અઠવાડિયાથી ઈંગ્લાંડમાં છું. આ વખતે હાલાંડમાં ત્રણ ધ્યાન શિબિર થઈ અને એક જાહેર પ્રવચનમાળા થઈ. ઈંગ્લાંડમાં આજ સુધીમાં બે ધ્યાનશિબિર થઈ અને બે થવાની છે. નવેમ્બરમાં જીનીવા યુનિવર્સિટીમાં એક પ્રવચનમાળા ગોઠવવામાં આવી છે. ૧૫-૧૬ નવેમ્બરમાં ન્યુ યંર્કમાં સભાઓ થશે. ત્યાર બાદ એક મહિને કેલિફોર્નિયામાં રહેવું છે.
રાવસાહેબ પટવર્ધનના અવસાનથી મને ઘણે ધક્કો લાગ્યો છે એ આપનું લખવું બરોબર છે. ગયે વર્ષે મારા સૌથી મોટા આપ્તજન શ્રી કુકડોજી મહારાજ સ્વર્ગવાસી થયા. મોટા એટલે ઉમ્મરમાં મોટા નહિ–સૌથી વધારે નિકટ હતા મહારાજ. આ વર્ષે અમારા રાવસાહેબ ચાલી નીકળ્યા. આપની સહાનુભૂતિ માટે હું કૃતજ્ઞ છું.
ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ભારત પાછા ફરવાનું વિચાર્યું છે. જવું હતું નેપાળ ૨૦થી ૩૦ ડિસેમ્બર સુધી. પણ હવે તે દિલ્હીથી સીધી અમદાવાદ પહોંચીશ. કેટલાક સમય ગુજરાતમાં ગાળીશ. મારું સ્વાસ્ય ઠીક છે. પરિશ્રમ તથા વિશ્રામનું સંતુલને લગભગ સધાઈ ચૂકયું છે.
‘ઈસ પાર” (આ બાજુ)ની આસકિત શાન્ત થવા સાથે ‘ઉસ પાર'(પેલી બાજ) નો ભય શાન્ત થઈ જાય છે. મૃત્યુની : નૌકામાં હાથ પકડીને જયારે કોઈ આપણને બેસાડી દે ત્યારે આપણે આનંદપૂર્વક તેની ઉપર સવાર થવું જ રહ્યું. સંકેચ, ભય, અથવા તો વિતૃણાથી અથવા તે ઈહલેકની આસકિતથી મૃત્યુની ક્ષણની પવિત્રતાને લાંછન લગાડવું ન ઘટે. જન્મની ઘડીમાં સાવધાન રહેવું આપણા માટે શકય નથી, પણ મરણની ક્ષણમાં સાવધાન રહી શકીએ - અને આપણે ધારીએ તે રહી શકીએ છીએ –તો કેવું સુન્દર ! ભયગ્રસ્ત વ્યકિત મરતી નથી–તેને મારી નાખવામાં આવે છે. નિર્ભય વ્યકિત માતને આંખથી ઓળખી કાઢે છે અને દરવાજામાંથી સ્વસ્થતાપૂર્વક પસાર થઈ જાય છે. પ્રભુ આપને અભયનું વરદાન આપે !
વિમળનાં વંદન
લખશે એ પણ
રહેવાની સાથ સંકળાયેલી છે કે એમનો કરીના ભાવ મળે છે ત્યાં