SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૬૯ કાર્યપ્રદેશમાં પણ ‘બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવના કાર્યક્રમ ઉત્સાભેર ઉજવે એવું અમે હૃદયપૂર્વક ઈચ્છીએ છીએ. પ્રબુદ્ધ જીવન “આ સુવર્ણ મહોત્સવ માત્ર દક્ષિણામૂર્તિ બાલમંદિરના જ નહીં, પણ આપણા સહુના એક રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા કાર્યક્રમ ગણીને બૃહદ ગુજરાત અને ભારતમાં સૌ કોઈ સક્રિય સહકાર આપી આ કાર્યક્રમ દ્વારા બાલશિક્ષણની પ્રવૃત્તિને નવા ઉત્સાહથી વધુ ને વધુ વ્યપક બનાવીને, શ્રી ગિજુભાઈનું જીવનભરનું દાન નાનાં શરીરોમાં રહેલા મહાન આત્માઓનું હું પળે પળે દર્શન કરું છું. ને મૂર્ત કરવાનો પ્રયત્ન કરીએ. 44 " આ પરિપત્ર સાથે આ સુવર્ણ મહોત્સવ અંગેના નક્કી કરવામાં આવેલા બે દિવસના ભરચક કાર્યક્રમની યાદી મોકલવામાં આવી છે, જે અહિં જગ્યાના અભાવે પ્રગટ કરી શકાય તેમ નથી. તેમાં બાલસાહિત્યકારો, બાલકવિ તથા બાલકેળવણીકારોનું સંમેલન, બાલસાહિત્યનું પ્રદર્શન, ૧૦૦ સારાં બાલકાવ્યોનું ધ્વનિમુદ્રણ, પરિચય - પુસ્તિકા-શ્રેણીનું પ્રકાશન, બાળકોના કામોનાં નમૂનાઓનું પ્રદર્શન, બાલઆધ્યાપન મંદિરના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણરસિક ભાઈબહેનો આ સુવર્ણ મહોત્સમાં ભાગ લે અને આ સુવર્ણ મહોત્સવને અપેક્ષિત બધી રીતે પાર પડે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે ફરીથી ચૂંટાયેલા કવિવર્ય શ્રી ઉમાશંકર જોષીને હાર્દિક અભિનન્દન થેાડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીમાં એક ઉમેદવાર શ્રી ઉમાશંકર જોષી હતા. બીજા ઉમેદવાર શ્રી નાણાવટી નામના કોઈ કાયદાશાસ્ત્રી હતા. આગળની ચૂંટણીમાં તેઓ શ્રી. મગનભાઈ દેસાઈની હરીફાઈમાં મતદારોની બહુ મોટી સંખ્યાના ટેકાવડે સફળ બન્યા હતા. આ વખતના તેમના હરીફ ઉમેદવારને સત્તારૂઢ કોંગ્રેસ પક્ષના ટકો હતો અને તે કારણે તેમના માટે આ ચૂંટણી ભારે કટોકટીરૂપ નીવડી હતી. એમ છતાં તેમને સફળતા મળી એ તેમની વ્યાપક લોકપ્રિયતાને— ખાસ કરીને શિક્ષણક્ષેત્રે તેમણે અધ્યાપકો અને વિદ્યાર્થી વર્તુળામાં પ્રાપ્ત કરેલી આદરણીતાનેઆભારી છે અને તે માટે તેઓ આપણા હાર્દિક અભિનન્દનના અધિકારી બને છે. આગળની ચૂંટણીના પરિણામે ઉપકુલપતિપદ ઉપર આવ્યા બાદ રાજ્યની દખલગીરીના સામનો કરીને ગુજરાત યુનિવર્સિટીનો તેમણે જે નિડરતાથી વહીવટ ચલાવ્યો છે તે ધન્યવાદને પાત્ર છે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ પક્ષકાર બનીને તેમની વિરુદ્ધમાં ઊભા રહ્યો અને જેને શિક્ષણક્ષેત્ર સાથે કશો સંબંધ નહાતા એવી વ્યકિતના ટેકેદાર બન્યો એ ખરેખર દુ:ખદ અને કમનસીબ છે. આવી બાબતમાં સત્તારૂઢ પક્ષ કેમ તટસ્થ રહી શકતો નથી એ સમજાતું નથી. ભાઈ ઉમાશંકરની આજ સુધીની ઉજ્જવલ કારકિર્દી સવિવેશેષ ઉજજવલ બને અને તેમના હાથે દેશની ખૂબ સેવા થતી રહે એવી શુભેચ્છા! સૌ. લીલાવતીબહેન કામદારને અનેક ધન્યવાદ જૈન મહિલાસમાજના સક્રિય કાર્યકર અને તેના મુખપત્ર ‘વિકાસ’ના એક તંત્રી તરીકે સૌ. લીલાવતીબહેન કામદાર આપણ સર્વને સુપરિચિત છે. તેઓ બે ત્રણ વર્ષથી પક્ષઘાતની બીમારીથી પીડાય છે અને તેમનું જીવન મોટા ભાગે પથારીવશ બન્યું છે. તેમણે કેટલાક સમય પહેલાં જૈન મહિલા સમાજને બહેનોને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ।. ૭૫૦૦ નું દાન આપ્યું હતું. તાજેતરમાં તેમણે ગિની સમાજ સેવામંડળ સંચાલિત હરિજન બાળમંદિરને રૂા. ૧૦,૦૦૦ નું દાન આપ્યું છે. આમ માંદગીના બીછાને પડયા પડયા પણ તેઓ સમાજની જ ચિન્તા કર્યા કરે છે, અને તે ચિન્તાની આવાં ઉદાર દાન વડે સુભગ અભિવ્યકિત થાય છે તે ખરેખર આનંદજન્મ અને ધન્યવાદને પાત્ર છે અને એટલા જ ધન્યવાદને પાત્ર 3 ૧૪૯ તેમના પતિ શ્રી ચુનીલાલ કામદારનો સહકાર અને લીલાવતીબહેન વિષેની તેમની સેવાનિષ્ઠા છે. જૈન સોશિયલ ગ્રુપે યોજેલો કવિ દરબાર મુંબઈ ખાતે ચાર વર્ષ પહેલાં ઊભી કરવામાં આવેલ જૈન સોશિયલ ગ્રુપ' નામની સંસ્થાની પ્રવૃત્તિ સતત વિકસતી રહી છે અને તેની સભ્યસંખ્યા પણ સતત પુષ્ટ બનતી રહી છે. આ સંસ્થાને આશય છે જૈન સમાજના સુસ્થિત યુવાનોમાં સમૂહમિલન અને સમૂહભાજન દ્રારા એકતાની - ભાઈચારાની - લાગણી સુદઢ કરવી અને સાથે સાથે સંસ્કારપાષક વ્યાખ્યાને અને મનોરંજન પ્રેરક જલસાએ ગોઠવવા અને એ રીતે ગમત અને જ્ઞાનના સુમેળ ઊભા કરવા પ્રયત્ન કરવો. આ હેતુથી જ આ સંસ્થાનું સભ્ય લવાજમ પણ ઊંચું રાખવામાં આવ્યું છે. આ સોશિયલ ગ્રુપના ઉપરોકત ઉદ્દેશ અને હેતુના અનુસંધાનમાં શરદ પૂનમને ખ્યાલમાં રાખીને શરદ પૂનમની આગલી સેહામણી રાતે એટલે કે શુક્રવાર તા. ૨૪-૧૦-૯૯ ના રોજ સાંજના સાત વાગે જૈન સાશિયલ ગ્રુપે કવિ દરબારના એક વિશેષ કાર્યક્રમ બીરલા ક્રીડા કેન્દ્રના પુષ્પાદ્યાનમાં રાખ્યો હતો, જેમાં નવોદિત કવિઓએ તેમ જ પ્રસિદ્ધ કવિ શ્રી કનુભાઈ દવેએ ભાગ લઈ કવિ દરબારનાં કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવ્યો હતો. પ્રાધ્યાપક શ્રી બકુલ રાવળે કવિ દરબારનું સંચાલન ઘણુંજ રસપ્રદ બનાવ્યું હતું. કવિ ધીરજ વેારાએ રાસ ગાયો ત્યારે ઉપસ્થિત ભાઈ–બહેને તાનમાં આવી ગયા હતા અને રાસને ખૂબ ઝીલ્યો હતો. અન્ય કવિઓ ~ શ્રી કૃષ્ણકાંત શુકલ, શ્રી રમાકાન્ત જાની (ગપ્પી), શ્રીમતી સુશીલાબહેન ઝવેરી અને શ્રી મનસુખલાલ ઝવેરી પણ-એમની સુંદર કાવ્યકૃતિઓ દ્વારા સૌના દિલમાં અનેરુ સ્થાન પામી ગયા હતા. આ પ્રસંગે મેજીસ્ટ્રેટ શ્રી. એમ. એમ. ધ્રુવ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. કવિ દરબારનો કાર્યક્રમ પૂરો થયા બાદ ઉપસ્થિત ૨૦૦લગભગ ભાઈ-બહેનોએ આ પ્રસંગે ગોઠવવામાં આવેલ સમૂહભાજનમાં ભાગ લીધો હતો. સમૂહ ભાજન પછી પણ રાસગરબાના કાર્યક્રમ રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલ્યો હતો. આખું આયોજન ખરેખર સુન્દર અને સુરુચિપૂર્ણ હતું અને તેની સફળતા સોશિયલ ગ્રુપના મંત્રી અને અમારા સંધના પણ મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહની આયોજનકુશળતાને આભારી હતું. ચોતરફ ભીંસ, અકળામણ અને વ્યાકુળતાભર્યા વાતાવરણમાં આવાં આયોજનો રાહતરૂપ લાગે છે અને ચિત્ત બે ઘડી ચિન્તામુકિત અનુભવે છે. આ સંસ્થા વિષે આપણે એટલી આશા અને અપેક્ષા જરૂર રાખીએ કે તેની પ્રવૃત્તિએનું પલ્લું આનંદ-મનોરંજન તરફ નહિ પણ સંસ્કારસીંચન તરફ સદા વધારે ઢળતું રહે! શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું અભિવાદન કરવા માટે એક સમારભ મુંબઈ તથા બહારામની ભિન્નભિન્ન સંસ્થાઓ તરફથી તથા એમના મિત્રો અને શુભેચ્છકો તરફથી તા. ૨૮ મી સપ્ટેમ્બરે તેજપાલ ઑડિટેરિયમમાં શ્રી રતિલાલ નાણાવટીના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વર્તમાન તેમ જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઘણી સારી સંખ્યામાં હાજરી આપી હતી અને તદુપરાંત જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી, પૂ. મુનિશ્રી યવિજ્યજી, પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી વગેરેના આશીર્વાદ તથા અનેક શુભેચ્છકોના સંદેશાઓ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ડૉ. આદિનાથ ઉપાધ્યે, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. શાદીલાલજી જૈન, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, શ્રી રતિલાલ ચી. કોઠારી, શ્રી. જ્યંતીલાલ રતનચંદ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy