________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
પરિસંવાદની બીજી બેઠક યોજવામાં આવી હતી; તે જ દિવસે સાંજે ‘Integrated Personality and Spiritual Values' –સમગ્રસ્પર્શી—સુગ્રથિત વ્યકિતત્વ અને આધ્યાત્મિક મૂલ્યો-એ વિષય ઉપર પરિસંવાદની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી અને એ જ દિવસે સાંજે ‘Sarvodaya and Women' --“સર્વોદય અને બહેન”—એ વિષય ઉપર પરિસંવાદની ચેાથી બેઠક યોજવામાં આવી હતી. આ બધી બેઠકોમાં પણ ભારતખ્યાત જુદી જુદી વ્યકિતઓએ બહુ ઉપયોગી અને પૂર્વતૈયારીપૂર્વકનાં મનનીય પ્રવચન કર્યાં હતાં. આ પરિસંવાદનું સમગ્ર આયોજન કરવામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે અને તેમના સહાયક સૌ. દામિનીબહેન ઝરીવાળાએ ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આ રીતે આ આખો સમારંભ એક શૈશણિક પર્વ જેવા બની ગયો હતા, અને તે એક મિશનરી ધગશથી કામ કરતાં શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાના અથાગ પરિશ્રમ અને પૂર્વ કાર્ય નિષ્ઠાને આભારી હતું. સ્તંભરા વિશ્વવિદ્યાપીઠનું તેમને જે દર્શન પ્રાપ્ત થયું છે તે માટે આ સમારંભના પરિણામે આજે એક ભૂમિકા તૈયાર થઈ છેઅને તેને અનૅક વિચારકો, ચિન્તકો અને મહાનુભાવોને ટેકો સાંપડયો છે. આશા રાખીએ કે આ ભૂમિકા અને વ્યાપક સમર્થનમાંથી તેમણે કલ્પેલી વિશ્વવિદ્યાપીઠને પરિમિત સમયમાં યોગ્ય આકાર પ્રાપ્ત થાય અને તેઓ જે સ્વપ્ન કેટલાય સમયથી સેવી રહ્યા છે તેને મૂર્તરૂપ મળેલું જોવાને તેઓ તેમજ આપણે સત્વર ભાગ્યશાળી થઈએ ! અણુવ્રત સંમેલનમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલ વ્યાખ્યાન અંગે-
શ્રી ચીમનભાઈએ બેંગલોર ખાતે ભરાયેલ અણુવ્રત સંમેલન સમક્ષ કરેલ પ્રવચન આ અંકમાં અન્યત્ર પ્રગટ કરતાં મને ઘણા આનંદ થાય છે. આજ સુધી આપણામાંના ઘણા મેાટા ભાગની દષ્ટિ પોતપોતાના સંપ્રદાયથી સીમિત હતી. હું જો જૈન શ્વે. મૂ. સંપ્રદાયને સભ્ય હાઉં તે મારા વિચારો, મારું ચિન્તન અને મારું કાર્યક્ષેત્ર તે સંપ્રદાય પૂરતું સીમિત રહેતું. તે સંપ્રદાયથી ઈતર સંપ્રદાયના સાધુસંતે પ્રત્યે ઉપેક્ષાના અને કદિ કદિ અવગણનાને ભાવ રહેતા. આવું જ વલણ સ્થાનકવાસી સંપ્રદાય અને તેરાપંથી સંપ્રદાયના અનુયાયીઓનું પણ પરસ્પર રહેતું, એટલું જ નહિ પણ, કિંદ કદિ પરસ્પર કટ્ટર વિરોધનું રૂપ પકડતું. આ સંકીર્ણતા માત્ર શ્રાવકવર્ગ પૂરતી નહિ પણ સાધુસમુદાયને પણ ગાઢપણે સ્પર્શેલી હતી.
સદ્ભાગ્યે હવે વાતાવરણ બદલાવા માંડયું . છે. આજે ફીરકા ભેદની લાગણી હળવી બનતી જાય છે અને ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ વિકાસ પામતી જાય છે. સમગ્ર જૈનના નાતે આપણે એકમેકને ઓળખવા લાગ્યા છીએ અને એક ચા અન્ય સંપ્રદાયના સાધુસંતો પ્રત્યે આદરભાવ પણ વધતા જાય છે.
શ્રી ચીમનભાઈનું આ વ્યાખ્યાન પ્રસ્તુત સમયપરિવર્તનનું ઘોતક છે. એ સુવિદિત છે કે તેરાપંથના મુખ્ય આચાર્ય તુલસીએ કેટલાક સમયથી અણુવ્રત આન્દોલન શરૂ કર્યું છે. તે આદોલનને કોઈ અમુક સમાજ કે સંપ્રદાય સાથે સંબંધ નથી. સમગ્ર પ્રજાનું નૈતિક સમુથ્થાન એ જ તેનો મુખ્ય હેતુ છે. તે અણુવ્રત . પ્રવૃત્તિનું વાર્ષિક સંમેલન આચાર્ય તુલસીજીની નીશ્રા નીચે, હાલ જ્યાં તેમનું ચાતુર્માસ છે.તે બેંગલાર શહેરમાં ગયા ઓકટોબર માસની તારીખ ૧૮, ૧૯, ૨૦ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યું હતું. .
શ્રી ચીમનભાઈ સ્થાનકવાસી સમાજના એક, પ્રમુખ આર્ગેવાન છે. એમ છતાં તેઓ ઉપર જણાવેલ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે જાય છે અને પોતાના અર્થગંભીર વ્યાખ્યાનદ્વારા આચાર્ય તુલસી .અને તેમના શિષ્યસમુદાયનું આવું વ્યાપક અને લોકો
તા. ૧-૧૧-૬૯
રહ્યા
પકારક આન્દોલન સંચાલિત કરવા માટે અભિનદન કરે છે અને સાથે સાથે તેરાપંથીની આજ સુધીની પરંપરાની ઉપર ઉઠીને આચાર્ય તુલસી કેવી પ્રગતિશીલ વિચારણા તરફ પોતે આગળ વધી છે અને પોતાના અનુયાયીઓને આગળ દોરી રહ્યા છે તેનો તેઓ ખ્યાલ આપે છે. આ રીતે આપણે હવે ફિરકાભેદ ભુલીનૅ, સંપ્રદાયભેદ બાજુએ મૂકીને, જ્યાં જેનું સારૂ ત્યાં તેનું આવકારવું અને સર્વ સાધુસંતો પ્રત્યે પૂરા આદરભાવથી વર્તવું અને તેમની સત્પ્રવૃત્તિઓને ટેકો આપવા – આવું સમયોચિત માર્ગદર્શન શ્રી ચીમનભાઈના આ નવા પ્રસ્થાન દ્વારા અને ચિન્તનપૂર્ણ વ્યાખ્યાન દ્વારા આપણને મળે છે તે બદલ જૈન સમાજના તેઓ સવિશેષ માનાર્હ બને છે. આ રીતે ભારત જૈન મહા મંડળના પ્રમુખસ્થાનને તેમણે સવિશેષ શાભાવ્યું છે. બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ
ભાવનગર ખાતે નવેમ્બર માસનીં તા. ૧૪ તથા ૧૫મીના રોજ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર તરફથી યોજાયલા ‘બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ ' અંગે કાકાસાહેબ કાલેલકર, તારાબહેન માઢક, ગુરુદયાલ મલ્લિક, ડોલરરાય માંકડ, હરભાઈ ત્રિવેદી, સરલાદેવી સારાભાઈ, રવિશંકર મહારાજ વગેરે અનેક ગુજરાતના કેળવણીકારો તેમ જ આગેવાન સામાજિક કાર્યકરોની સહીઓ સાથેના નીચે મુજબના પરિપત્ર મળ્યા છે:
“ગુજરાતમાં કેળવણીના ક્ષેત્રમાં જે કાંઈ પ્રગતિકારક તત્ત્વો જોવા મળે છે તેની પાછળ દક્ષિણામૂર્તિ સંસ્થાના એક વિશિષ્ટ ફાળા છે. તેમાં બાલશિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાએ અને તેમાં પણ સ્વ. ગિજુભાઈએ ગુજરાતમાં જ નહીં, પરંતુ ગુજરાતની બહાર પણ એક નવા યુગ પ્રવર્તાવ્યો. ગુજરાતના એક ખૂણે દક્ષિણામૂર્તિમાં શ્રી ગિજુભાઈએ બાલમંદિરની પ્રવૃત્તિ શરૂ કરી, તે વાતને આજે ૫૦ વર્ષ વીતી ગયાં છે. ગુજરાતના કેળવણીકારો, શિક્ષકો, માબાપા તથા કેળવણીના તંત્રવાહકોને બાળકો પ્રત્યેની મોટેરાંઓની દષ્ટિ કેળવવાની તથા જવાબદારી સમજવાની વાત સ્વ. ગિજુભાઈએ જીવનભર કહ્યા જ કરી. એટલું જ નહીં પણ તે માટેના પ્રત્યક્ષ પ્રયોગો કરી બતાવીને, થેાકબંધ સાહિત્ય લખીને અને બાલ અધ્યાપન મંદિરો દ્વારા આ દષ્ટિવાળા શિક્ષકો તૈયાર કરીને, બાળશિક્ષણની પ્રવૃત્તિનો પાયો મજબૂત કર્યો.
“આજે ગુજરાત તથા ગુજરાતની બહાર અને આફ્રિકામાં પણ આ પ્રવૃત્તિ વ્યાપેલી છે.
“આ વરસે બાલશિક્ષણના એ નવા યુગના પગરણ મંડાયાને ૫૦ વરસ પૂરાં થાય છે. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં સ્વ. ગિજુભાઈએ ૨૫ વર્ષ તપ કર્યું અને તેમના સુપુત્ર સદ્ગત શ્રી નરેન્દ્રભાઈએ બીજાં ૨૫ વર્ષ એ કાર્યને જીવંત રાખવા પેાતાની સર્વ શકિત સતત ખરચી એ આપણા સૌને માટે એક અત્યંત ગૌરવ લેવા જેવી વાત છે. તેની સાથે સાથે શ્રી ગિજુભાઈની અને શ્રી દક્ષિણામૂર્તિની રાષ્ટ્રઘડતરની પાયાની આ પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવાની જવાબદારી પણ આપણી જ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ દેશના વારસદારો—બાળકોના ઘડતર માટે આપણે જેટલું કરી શકીએ તેટલું ઓછું જ છે, એવી ભાવનાથી આ વર્ષ દરમિયાન આપણે આ દિશામાં વિચારવું જોઈએ ને તે અંગેના કાર્યક્રમો યોજવા જોઈએ. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનું ઉદ્ઘાટન પૂજ્ય કસ્તુરબાના હસ્તે થયું હતું, તે જોતાં ગાંધી શતાબ્દીના આ વરસમાં જ બાલશિક્ષણની અર્ધશતાબ્દી ઉજવાય છે એ પણ એક સુયોગ છે.
“આ વરસ દરમિયાન દક્ષિણામૂર્તિ સંસ્થા આ પ્રસંગને અનુરૂપ અનેક કાર્યક્રમો ઘડી રહી છે. ગુજરાત તથા ગુજરાત બહાર પણ બાલશિક્ષણની પ્રવૃત્તિ ચલાવી રહેલી અનેક સંસ્થાઓ તથા વ્યકિતઓ છે. તેઓ પણ આ કાર્યક્રમોમાં ભાગ લે અને પોતાના
2