________________
Regd. No. M H, 17 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रजुद्ध भवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૩
મુંબઇ, નવેમ્બર ૧ ૧૯૬૯, શનિવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
+H
થોડુંક અંગત
તા. ૧-૧૦-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે પ્રગટ થયેલ આભ નિવેદનમાં સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે મારી નાદુરસ્ત તબિયતના ઉલ્લેખ કર્યો હતો અને તે કારણે અનેક મિત્રાના દિલમાં મારા વિષે ચિન્તા પેદા થઈ હતી અને તેમાંના કેટલાક તરફથી મારી ખબર પુછાવતા પત્ર મળતા રહ્યા હતા. તેથી આજે જ્યારે મુંબઈ બહાર રાજકોટ તથા ભાવનગરમાં કુલ ચાર અઠવાડિયાં ગાળીને અને પ્રમાણમાં સંતોષકારક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને હું ઑકટોબરની ૧૮ મી તારીખે મુંબઈ ખાતે પછેઃ ફર્યો છું ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા આટલી અંગત ખબર પ્રગટ કરવી એ મને જરૂરી લાગે છે. તબિયત અંગે હજુ થોડી તકલીફ રહી છે જે થોડા સમયમાં દૂર થશે એવી આશા છે. મારી ગેરહાજરી દરમિયાન સંઘના મંત્રી શ્રી સુબોધભાઈએ તથા શ્રી ચીમનલાલ જે. શાહે પ્રબુદ્ધ જીવન'ના બે અંકોનું સુન્દર સંપાદન કરવા પાછળ જે મહેનત લીધી છે તે માટે તેમનો હું આભાર માનું છું. હવે જ્યારે, જે કાંઈ અવશેષ જીવન રહ્યું હોય તે દરમિયાન, માર આરોગ્ય અવારનવાર નાદુરસ્ત થવાનું સંભવિત બન્યું છે ત્યારે, તેમના આ કુશળ સંપાદનકાર્યથી હવે પછી પણ ‘પ્રબુદ્ધ જીવન’ સુરક્ષિત બન્યું છે એવી શ્રદ્ધા હું અનુભવું છું. મારા વિષે ચિન્તા દાખવતા મિત્રાને પણ હું આ તકે આભાર માનું છું.
કૉંગ્રેસ માટે ઉભી થયેલી અભૂતપૂર્વ કટોકટી
એક બાજુએ મુખ્યપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી અને બીજી બાજુએ કૉંગ્રેસ પ્રમુખ શ્રી નિર્જલિંગપ્પા વચ્ચે કેટલાક સમયથી ઉભા થયેલા મતભેદો આજે ઉત્કટ પરાકાષ્ટાએ પહોંચી રહ્યા છે, અને તેમાં ઈન્દિરા ગાંધી અને તેમના સાથીઓ કૉંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પાને પદભ્રષ્ટ કરવા માટે જે કારવાઈ કરી રહ્યા છે તેવી કારવાઈ અને ખટપટ કૉંગ્રેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. આખા પ્રકરણમાં ઈન્દિરા ગાંધીની સત્તાલક્ષીતા યેન કેન પ્રકારેણ સર્વ સત્તા હસ્તગત કરવાની તમન્ના જે રીતે વ્યકત થઈ રહી છે તે કાન્ગ્રેસની રહીસહી પ્રતિભાને ખંડિત કરી રહી છે. નવેમ્બર માસની પહેલી તારીખે મળનારી કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં આ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાનાર છે. પરિણામે સત્તાપ્રતિષ્ઠિત ઈન્દિરા ગાંધીની આસપાસ સત્તાલક્ષી કાગ્રેસી આગેવાના એક પછી એક જે રીતે એકઠા થઈ રહ્યા છે અને ઈન્દિરા ગાંધીના વિચિત્ર દેખાતાં પગલાંઓને પણ જે રીતે ટેકો આપવા માંડયા છે તે જોતાં નિજલિંગપ્પાને કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાની ફરજ પડે તો તેથી આશ્ચર્ય પામવાનું કારણ નહિ રહે. આ રીતે તાત્કાલિક રાજકીય વાતાવરણ અનેક ચિન્તાપ્રદ વાદળોથી ઘેરાયેલું બન્યું છે. આમ છતાં પણ
આશા રાખીએ કે આ કટોકટીનો કોઈ સુખદ નિકાલ આવે અને કૉંગ્રેસની ડુબતી નૌકા આજનાં તોફાની વમળામાંથી સુખરૂપ બહાર નીકળી આવે અને સુરક્ષિત બને !
ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ આયોજિત ગાંધીશનાબ્દી સમારંભ
શકિતદલ પ્રેરિત ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ દ્વારા તા. ૧૭મી ઑકટોબરથી તા. ૨૧મી ઑકટોબર સુધી—એમ પાંચ દિવસને ગાંધી શતાબ્દી સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભના અનુ સંધાનમાં તા. ૧૭મીના રોજ સાંજના સમયે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજાયેલા ઋતંભરા પ્રદર્શનનું ઉદ્ઘાટન કૉંગ્રેસ પ્રમુખ શ્રી. એસ.. નિર્જલિંગપ્પાએ કર્યું હતું અને આ પ્રસંગને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલા ઋતંભરા ગ્રંથનું પ્રકાશન મુનિશ્રી ચિત્રભાનુના હાથે જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી. એસ. કે. પાટીલ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. આ ગ્રંથની પડતર કીમત રૂા. ૧૦-૫૦ છે, એમ છતાં પણ રૂા. ૩માં પણ સાધારણ લોકોને મળી શકે તેમ છે.
તા. ૧૮મી ઑકટોબરના રોજ સાંજના સમયે બિરલા ક્રીડા કેન્દ્રમાં પ્રસ્તુત સમાર ંભના અનુસંધાનમાં આચાર્ય ભીષ્મદેવે તૈયાર કરી આપેલ “A Call to the Rising Generation—Swami Vivekanand" એ નામના પુસ્તકનું પ્રકાશન રામકૃષ્ણ મિશનના સ્વામી હિરણ્મયાનંદજીએ જાહેર કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણમંત્રી શ્રી મધુકરરાવ ચૌધરી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. આ ગ્રંથની કીંમત રૂા. ૧૫ રાખવામાં આવી છે.
પછીના દિવસે એટલે કે ૧૯ મી ઑકટોબરની સવારે ૧૦ વાગ્યે પાટકર હૉલમાં યોજવામાં આવેલ ઋતંભરા પરિસંવાદનું ઉદ્ઘાટન માન્યવર શ્રી મેરારજીભાઈએ કર્યું હતું અને આ ઉદ્ઘાટન સમા રંગનું પ્રમુખસ્થાન મુંબઈના રાજ્યપાલ ડૉ. પી.વી. ચેરિયને શે.ભાવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આવકારનિવેદન કર્યું હતું અને શકિતદલના નિર્માતા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠના પ્રેરક પૂર્ણિમાબહેન પકવાસાએ પ્રસ્તુત વિદ્યાપીઠ પાછળ રહેલી વિચારસરણીની રજુઆત કરી હતી.
ત્યાર બાદ પરિસંવાદની બ્લૂવાટસ્કી લાજમાં પહેલી બેઠક એજ દિવસે સાંજે ૫ વાગ્યે યોજવામાં આવી હતી. જેમાં ‘Great Women of In ia through History with Spiritual Background’–‘આધ્યાત્મિક ભૂમિકા સાથે સંલગ્ન એવી ભારતની મહાન સન્નારીઓ’—એ વિષય ઉપર વિશિષ્ઠ કોટિના વ્યાખ્યાતાઓએ ઉત્તમ કોટિનાં પ્રવચન રજૂ કર્યાં હતાં. એ જ પ્રમાણે પછીના રોજ સવારના 'Discovery of Woman's Potenticlities and the Progress visualised by Gandhiji’—ગાંધીજીની દષ્ટિ મુજબ સ્ત્રીઓમાં રહેલી શક્યતાઓનું તેમ જ તેના વિકાસનું સંશાધન’“ એ વિષય ઉપર