________________
૧૪૪
થયા છે. તે મારી બાને લીધે જ !”
“હું કાં ના પાડું છું? તું મારી સાથે રહેવા આવને !” “એ હવે કેમ બને ?”
પ્રભુ જીવન
ગાડીનો સમય થઈ ચૂક્યો, લીલી ઝંડી ફરકી. એ અજાણ્યા સ્ટેશનને મૂકી ગાડી દોડતી આગળ નીકળી! બા કેટલી બધી વાર સૂનમૂન બેસી રહ્યા ... પછી કહે. “લ્યો ! હું પણ કેવી છું? છેકરો મારે માટે આ માગી ભીખીને પણ લઈ આવ્યા! અને ડબા આખો ફળથી ઊભરાય છે - પણ મેં એને કાંઈ ના આપ્યું!”
ખરેખર કેવું વિચિત્ર ! જાણ્યા જાણ્યાને ખવડાવી જાણે એવા અન્નપૂર્ણા બા! એ પેાતાના દીકરાને કશું આપ્યા વગર - ખવડાવ્યા વગર જવા દે! માન્યામાં ના આવે. પણ એવું જ બન્યું હતું, બાપુએ કહ્યું –
“બરાબર છે! મારું એને કશું ના ખપે! એટલે તું આમાંથી કાંઈ ના આપી શકી
બાપુના સિદ્ધાંતા એ પુત્ર જીરવી ના શક્યા હાય ... કારણેા જે હશે તે – પણ બા શું હતા - કેટલા મોટાં હતાં-એ વાત એ જાણી શકયા. અને જાણ્યા પણ ભૂલી ના શક્યા.
અને બાના અપરિગ્રહની પણ આ સીમા જનૅ! પુત્ર જેવા પુત્ર-માને પુત્ર ઉપર જે વહાલ હાય ... એને માટે જે આસકતી હોય તે દુનિયામાં બીજા કોઈ માટે ના હોય એ તે જાણીતી વાત છે - પતિ ખાતર એ પુત્રનેં પણ ત્યજી દીધા ... અને એ ત્યાગ પણ કેવા? ના એમાં કોઈ કકળાટ કે કોઈ જાતની તકરાર ! ત્યાગ કર્યા પછી પણ મનમાં સ્નેહની લાગણી રાખી આરાકી છેાઢી ! બાપુએ ગીતાને અનાસકતી યોગ કહ્યો. બાએ એ યોગ પ્રત્યા આચરી બતાવ્યો. બાપુ ગયા. બાપુની હત્યા થઈ. એ હત્યારાનું તે વખતનું માનસ કેંબું હતું તે એના ભાઈની - ગાપાળ ગેડોની ચાપડીમાં એ વિશે નોંધ છે - “નથુરામને લાગ્યું કૅ મે ગાંધીજીને વીંધી નાંખ્યા છે - આ કાંઈ એક મામુલી માણસની હત્યા નથી! મે એક મહાત્માનું ખૂન કર્યું છે. આ ક્ષણે એમના અધ્યાત્મિક વારસદારોમાંથી મને કોઈ આવીને એમ ના પૂછે...કે એવી તે તારી કઈ વ્યથા હતી કે જેને લીધે તે આવું કામ કર્યું ? ... પણ આ સવાલ બીજા ત્રીજા કોઈના મનમાં ના આવ્યો ! માત્ર રામદાસભાઈ– બાપુના પુત્ર “ જેમના હું સાચા ગુોંગાર હતા જેમના વૃદ્ધ અને બંઘ પિતા ને મેં મારી નાંખ્યા હતા - એમણે મને આ પ્રશ્ન પૂછ્યો.”
પોતાના પિતાને વીંધી નાંખનાર પ્રત્યે આવી ક્ષમા - આ વારસા જેવા તેવાને ના મળે ! ગાય, ભેંસ કે બકરીનું દૂધ માટીના વાસણમાં ભરી શકાય – પણ એમ કહેવાય છે કે સિંહણનું દૂધ લેવા સાનાનું જ પાત્ર લેવું પડે...બીજા પાત્રા ના ટકી શકે! અપાર ક્ષમ-નિરહંકારી સુજનતા ... એ બાપૂના અને એનાથી પણ વિશેષ બાના સંતાનમાં જ હોઈ શકે! થેાડાક મહિના પહેલાં રામદાસભાઈ વ થયા ... તે વખતે સમાચાર લેવા ગપાળ ગાડરૉ જાતે આવી ગયા હતા. દ્વેષીમાં પ્રેમનું આરોપણ કરી રામદાસભાઈએ ચિરવિદાય લીધી! આ બાનાં સંસ્કારોની અંતિમ કરોાટી! મૃણાલિની દેસાઈ ‘પ્રબુદ્ધ જીવન”ના ચાહક એક સજ્જન મિત્રની વિદાય
બીજી ઑક્ટોબરના રોજ ભાવનગરમાં વસતા ભાઈ શિવલાલ માધવજી ટિમાણિયાનું ૭૭ વર્ષની ઉમ્મરે અવસાન થયું છે. તેમની સાથે મારા, વર્ષો જૂના મૈત્રીસંબંધ હતા. તેઓ સૌપ્રથમ ભાવનગરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય લઈ આવ્યા હતા અને એ કારણે ભાવનગરના પ્રજાજનામાં ‘શિવલાલ ફોટોગ્રાફર તરીકે તેઓ ખૂબ જાણીતા હતા. રાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે સક્રિય ભાગ લીધા હતા અને ધારાસણાના સત્યાગ્રહનું તેમણે ચલચિત્ર ઉતાર્યું હતું. સૌરષ્ટ્રના સ્વર્ગસ્થ પત્રકારો શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, શ્રી ઝવેરચંદ મેઘાણી તથા શ્રી કકલભાઈ કોઠારી સાથે તે મૈત્રીભાવથી સંકળાયલા હતા. ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ ઘણા વર્ષના ગ્રાહક અને પરમ ચાહક હતા. ભાવનગર જ્યારે પણ જવાનું બનેં ત્યારે તેઓ મને અચૂક મળવા આવતા અને ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલાં લખાણ તેમ જ નોંધા વિષે લંબાણથી ચર્ચા કરતા. આવા એક સહ્રદયમિત્રના સ્વર્ગાગમનથી આપણી નાની દુનિયાને એક સજજનની ખેટી પડી છે. પરમાનંદ તેમના આત્માને આપણે પરમ શાન્તિ ઈચ્છીએ.
તા. ૧૬-૧૭-૬૯
અમદાવાદમાં શાંતિસેનાનું કા
કોમી રમખાણોને લીધે અમદાવાદ શહેરમાં દશબાર દિવસ માટે ભારે તાફાન ફાટી નીકળ્યાં. ખાસ કરીને ગાંધી શતાબ્દી વર્ષમાં આ પ્રકારની ઘટનાઓ થવાથી રચનાત્મક કાર્યકર્તાઓને અત્યન્ત ખેદ, દિલગીરી અને દુ:ખનો અનુભવ થયો.
અઢારમી સપ્ટેમ્બર ગુરૂવારના દિવસે સાંજના સમય હતે. જગદીશ મન્દિર પાસે ઉર્સના મેળા ભરાયેલા હતા. હજારો મુસ્લીમ, સ્ત્રી - પુરુષ એમાં ભાગ લેવા માટે એકત્રિત થયાં હતાં. જગદીશ મંદિરની ગાયો ચીને પાછી ફરી રહી હતી. આ વિશાળ જનસમૂહમાં કોઈને ગાયનો ધકકો લાગ્યો. કોઈએ ગુસ્સામાં આવીને ગાયને મારી તથા અંગભંગ પણ કર્યાં. ગાયના સંરક્ષક સાધુઓ અને મુસ્લીમા વચ્ચે એમાંથી લડાઈ જામી ગઈ. સાધુએ દોડીને મંદિરમાં ઘૂસી ગયા. મુસ્લીમેએ મંદિરમાં પેસીને સાધુઓને માર્યા અને મન્દિરને કંઈક નુકસાન પણ પહોંચાડયું. આ ઘટનાએ કામી માનસમાં પલીતે ચાંપવાનું કામ કર્યું. એનાથી અમદાવાદ શહેરમાં અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દંગા ફાટી નીકળ્યા. ૧૯૪૧ અને ૧૯૪૬નાં કોમી રમખાણાને ભૂલાવી દે એવી ભયંકર આગ, લૂંટ, પથ્થરબાજી, છરાબાજી, લૂંટફાટ વગેરે ઘટનાઓ ફાટી નીકળી.
બનાસકાંઠામાં દુષ્કાળમાં સહાય માટે ઘૂમતા ગુજરાતના સર્વાંદય નેતા પૂજય શ્રી. રવિશંકર મહારાજ આ ઘટનાના સમાચાર મળતાં જ અમદાવાદમાં આવી પહોંચ્યા અને શાન્તિ સ્થાપિત કરવાના કાર્યમાં લાગી ગયા. એમનાથી પ્રેરાઈને શાન્તિસૈનિકોનું નાનકડું મંડળ પણ કામમાં લાગી ગયું. ખાસ કરીને પ્રા. હરીશ વ્યાસ, પ્રા. પ્રતાપ ઢોલિયા, શ્રી. સુમન્ત વ્યારા, શ્રી ભગુભાઈ પટેલ, શ્રી કિસન ત્રિવેદી, શ્રી કૃષ્ણવદન શાહ, શ્રી વિનુભાઈ અમીન આદિ કાર્યકર્તાઓએ રાતદિવસ અત્યન્ત પરિશ્રામ ઉઠાવીને શાન્તિ સ્થાપવા માટે કાર્ય કર્યું. વિશેષત: પૂ. રવિશંકર મહારાજની શાન્તિઅપીલ પ્રકાશિત કરીને શહેરમાં વહેંચવી, ખેાટી અફવાઓ ન ફેલાવવા માટે લેાકાને સમજાવવા, આક્રમક તત્ત્વાના સામના કરવા માટે લેકીને સંગઠિત કરવા, સડકો પર ટોળાઓને એકઠાં ન થવા દેવાં, સાયકલ પર મૌન શાન્તિકૂચ, પાળામાં શાન્તિ માટે પ્રાર્થના, શાન્તિ - સંગીત દ્વારા પ્રેમ અને એકતાનું વાતાવરણ સર્જવું, કરફ્યુના સમયે લોકોને આવશ્યક વસ્તુઓ પ્રાપ્ત કરવામાં સહાય, સંઘર્ષમય સ્થિતિમાં પહોંચીને શાન્તિ સ્થાપના માટે કોશિશ કરવી, રાહતકાર્યો આદિ પ્રવૃત્તિઓ શાન્તિોના દ્રારા ઉપાડી લેવામાં આવી.
સાબરમતી આશ્રમનાં મુસ્લીમ કુટુંબ પર, મેાટા ટોળાએ આક્રમણ કર્યું ત્યારે શ્રી મામા સાહેબ ફડકે, શ્રી કિન ત્રિવેદી, શ્રી. ડાહ્યાભાઈ નાયક, આદિ કાર્યકર્તાઓએ પ્રાણની પરવા કર્યા શિવાય ટોળાને હટાવવા પ્રયત્નો કર્યા અને મુસ્લિમેાને બચાવ્યા. શાહપુરમાં શ્રી ભગુભાઈ પટેલ અને અન્ય શાન્તિનિકોએ મળીને એક મસ્જિદને તેડતા ટોળાને અટકાવ્યું. એલિસબ્રિજમાં શ્રી. હરીશભાઈ વ્યાસે મુસ્લિમોની દુકાનો સળગાવતાં રામૂહને સમજાવીને રોક્યા. આંબાવાડીમાં શ્રી. વિનુભાઈ અમીને મુસ્લિમ મા - દીકરીને ટોળાના આક્રમણમાંથી બચાવ્યાં.
શહેરમાં અમાનુષિક્તાના અન્ધકાર વચ્ચે પણ માનવજાતના અનેક દીપ ઝગમગી રહ્યા હતા. અનેક હિન્દુઓએ મુસલમાનને અનૅ મુસલિમાએ હિન્દુઓને બચાવ્યાં. નવર’ગપુરામાં મુસ્લીમ સાસાયટીના મુસલમાનોનું રક્ષણ આજુબાજુના હિન્દુઓએ કર્યું. શાહપુરમાં પઠાણ ચાલ, જમાલપુર, પાલડી આદિ વિસ્તારોમાં હિન્દુમુસ્લીમે એ ભાઈચારાથી પરસ્પરની રક્ષા જાનના જોખમે પણ કરી.
વળી આ સ્થિતિમાં શાન્તિ - સ્થાપના માટે કેટલીક બહેનો પણ બહાર આવી. તેમાં ખાસ કરીને શ્રી. ચંચળબહેન પટેલ, શ્રી. સાવિત્રી વ્યાસ, શ્રી કાન્તા શાહ, શ્રી. કુસુમ નારગેલકર, શ્રી. ભારતી પરીખ વગેરે બહેનોએ દિલચસ્પીથી કામ કર્યું. શ્રી. જુગતરામ દવે સૂરત જિલ્લાના કેટલાક શાન્તિીનિકોને લઈને મદદ માટૅ આવી પહોંચ્યા. એ જ પ્રમાણે મુંબઈના શાન્તિસૈનિકો પણ સહાય કરવા આવી ગયા. જનતા પરિષદના પ્રમુખ શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક અને કોંગ્રેસના નેતા શ્રી. મેરારજીભાઈ દેસાઈએ કોમી એકતા, પ્રેમ, અને શાન્તિની સ્થાપના માટે ઉપવાસ કરીને વાતાવરણને નિર્મળ કરવામાં સહાય કરી. હજારો લોકોને જાન-માલ અને ઘરની ભારે હાનિ થઈ છે. ઈશ્વરકૃપાથી હવે પરિસ્થિતિ ધીરે ધીરે શાન્ત થઈ રહી છે. ખરેખર દિલમાં એટલી અભ્યર્થના છે. સબકો સન્મતિ દે ભગવાન !' તા. ૨-૧૦-૧૯૬૯ સાવિત્રી વ્યાસ, એમ. એ. બી. એ.
to