________________
તા. ૧૬-૧૦-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૪૩
-
--
--
-
--
અને આદર્શવાદીઓને કઠેર બનાવી દે છે. સુજનતા અલેપ કરી નાંખે છે. એક જાણીતા નાટયકારે ગાંધીવાદી માનસનું આ જાતનું દર્શને પોતાના નાટકમાં કરાવ્યું છે. એમાં એક સેળ સત્તર વર્ષની આશ્રામવાસી છોકરી પોતાની આપવીતી કહે છે. “એક વાર મને ભજીયા ખાવાનું મન થયું! એ પાપ બદલ સજા થઈ. મારી સાથે ત્રણ દિવસ સુધી કોઈ કરતાં કોઈ બોલ્યું નહીં. અને પછી મારા ગળામાં એક પાટિયું લટકાવ્યું - “મને ભજીયા ખાવાનું મન થયું હતું. મારાથી અક્ષમ્ય ભૂલ થઈ.” અને એ પાટીયું ગળામાં બાંધી હું આ8ામમાં બધાની સામે જઈ ક્ષમા માગી આવી.” આવી નિર્દયતા વ્રતને નામે હોય? હોઈ શકે! કારણ, દ્રવ્ય કે દારૂને નશા હોય એનાથી પણ અદમ્ય નશે આદર્શવાદીને આદર્શને ચડે છે! બાપુને એ કયાં નહોતે ચડય? દ. આફ્રિકામાં બાને ઘરની બહાર કાઢવા નિકળેલા જ ને! પણ બાએ એવી કઠોરતો બાજુમાં કે બાપુના આશ્રમમાં ના આવવા દીધી.
બાપુને આગ્રહ હતો. આશ્રમમાં પાકે એ બધાંએ ખાવું. એક વોર અશ્રિમમાં કેળાના વેલા ફાલ્યા ફલ્યા ને ફળ્યાં. થયું ! પછી તે સવાર સાંજ કેળાનું શાક થાય. વઘાર તો ઠીક પણ મીઠું મરી નાંખ્યા વગર એ ‘બાફ’ બાપુ પોતે બધાંને પિરસે અને એમને રાજી કરવા બધાં ખાઈ જાય. પણ આમ તો બધાં એનાથી નંગ થઈ ગયેલા! છતાં બેલે કે? એવી બાબતોમાં નાનાં છોકરાઓ વધારે નિખાલસ હોય–આશ્રમની છોકરીઓએ ‘કેળાનો ગરબે” રો. એ ગાતા હતા તે બા સાંભળી ગયાં. પોતે વચ્ચે બેસી બરાબર હસી હસીને એ સાંભળો. અને સાંજે પ્રાર્થના પછી બાપુને કહ્યું, “છોકરીઓએ નવ ગરબો બહુ સરસ તૈયાર કર્યો છે.”
બા આમ દગો રમે! છોકરીઓને થયું હશે! પણ બાપુ આગ્રહ કરે અને બા ચડાવે-છોકરીઓએ નવ ગરબો ગાઈ બતાડયો! - આ તો મારી ઠેકડી કરો છો ?” બાપુએ હસીને પૂછયું. “ તા. કરે જ ને! બધાને વાયુ થાય છે તમારા કેળાથી. સંભળાવે તે ખરાજને ?”
“તે પછી શું કહેવું છે તમારે ?” “કાલથી હું શોક કરીશ. વઘારીને.”
“કઈ નહીં ખાય. બધાને બાફેલું ભાવે છે. બબ્બે વાર લઈને ખાય છે!”
“એ તે તમે નારાજ ના થાવ એટલે! કાલથી જો જો...”
બીજે દિવસે અધું શાક બફાયું. અધું બાએ વઘાર્યું. વઘારેલું શોક જોતજોતામાં સફાચટ થઈ ગયું. ધીમે ધીમે વઘારનું તપેલું મેટું થતું ગયું - બાફેલું શાક બે જ ભાણામાં દેખાતું - બાપુના અને બના!
વ્રતને નિશ્ચય હોય. જુલમ ના હોય !
બા ગયા. મહાદેવભાઈ અને બાના ગયા પછી જાણે બાપુને ડાબે - જમણા - બંને હાથ જ ગયા. પણ આ જૂના જમાનાના માણસે. પોતાની લાગણીઓ શબ્દમાં મૂકતા એમને ના ફાવે! બાની ચિતા ઠરી ગઈ. બાપુ અંદર આવી ભીંતને અડી બેસી રહ્યા હતા.
મા વિહોણી પુત્રી અંદર આવી. એ હંમેશા બા પાસે અતી. આજે પિતે એકલી છે—હવે એકલાં જ રહેવાનું...એ ચેધાર આંસૂએ રડી પડી. બાપુ એ જોતાં હતાં.
અહીં મારી પાસે આવ. તારી પથારી અહીં કર. હું પ્રયત્ન કરું મને બા થતા આવડે તો !”
જગવંદ્ય થઈ ચૂકેલા એ મહાત્માને “બા” થવાની ઝંખના હતી! બાને આપેલી એ શ્રદ્ધાંજલી હતી. એ આખરી કેલ પૂરો કરી બતાવ્યો બાપુએ!
૧૯૪૭ માં ઑગસ્ટની ૧૫ મી તારીખે ભારત સ્વતંત્ર થયું. અમે રેશની કરી. મિષ્ટાન્ન બનાવ્યા. આનંદથી ઘેલાં ઘેલાં થઈ ગયા! તે વખતે બાપુ કયાં હતા? એ દિલ્હીમાં નહોતા. એમણે ન ફરકાવ્યો ધ્વજ - ન શોભાવ્યું રાજયનું સિંહાસન કે ન આપ્યું ભાષણ! એ હતો કયાં? ચાર ચાર દાયકા સુધી આઝાદીના જંગના એ સૂત્રધાર હતા. એ જંગ પૂરો થયો ત્યારે એ ક્યાં હશે? શું કરતા હશે? કેટલીક વાર એ પ્રશ્ન મનમાં આવતા. થોડાક દિવસ પહેલા મને જવાબ મળ્યો. બાપુનું એ છાયાચિત્ર છે.-ઊંચા ઊંચા ઝાડના થડ આજુબાજુ છે. ચિત્રમાં તાળીઓ કે પાંદડાની હરીયાળી દેખા દેતી નથી. એ થડોની
વચ્ચે બાપુ ઊભા છે. કાયા ધણી સૂકાઈ ગઈ છે. પાંસળા ગણી લેવાય એવા સ્પષ્ટ દેખાય છે. માત્ર એક પાતડી પહેરેલી છે. આંખે ઊંડી ગઈ છે. વિશાળ ભાલપ્રદેશ પર વિષાદની ઘેરી અસર બતાવતી કરચલી પડી છે. ... એમની સામે ઊભી છે એક અઢાર વીસ વર્ષની કન્યા - એના શરીર પર ફાટલા તૂટેલા ચંથરા - બાપુના શરીર પર છે ... એટલા જ-છે .. અને સ્ત્રી પાસે જે કાંઈ સાચવી રાખવા જેવું હોય છે એ બધું જ લૂંટાઈ ગયું છે! એ ક્ષણે-કોઈ પણ પુરુષ માટે એ સ્ત્રીના મનમાં માત્ર ધૃણા જ હોય - તિરસ્કાર હોય - એ ક્ષણે - એ બહેને વિશ્વાસથી બાપુના ખભા પર માથું મૂકયું છે ! બાપુ - બાપુ મટી બા બન્યા છે! એ ફેટા નીચે તારીખ છે ૧૪ ઑગસ્ટ ૧૯૪૭!
બા માટે એક છેલ્લી વાત. સ્ત્રીના જીવનની સફળતા એના અંતે સંતાનના સંસ્કારોથી મપાય ! બાના સંતાને - બાની મહત્તા બતાવી શકે ખરા? - આ સંદર્ભમાં બાના મોટા દીકરા હરીલાલભાઈ વિશે વાત થાય. મોટા માણના સંતાન મેટા નથી થતા એમ એક સિદ્ધાંત રૂપે કહેવાય છે. જાણનારા જાણે છે કે એ પુત્ર બા બાપુને છોડીને ચાલ્યા ગયા હતા. નાનપણમાં એમને પિતાને ભણવાનું મન હતું. ત્યારે ચિલાચાલુ શિક્ષણમાં બાપુ માનતા નહોતા. એ ઉપરથી મતભેદની શરૂઆત થઈ. પછી તો એ દીક્રાને કમનશીબે એ ઘરભંગ થયા. અને કાંઈ જુદી જ દિશા તરફ વળ્યા. બાપુના દરેકેદરેક સિદ્ધાંત તેડવા માટે જે જાણે અવતાર લીધે હોય એવી રીતે જીવન વીતાવ્યું. બા-બાપુના ગૃહસંસારની એ કરુણતા હતી.
૧૯૩૦માં એમના સાર્વજનિક જીવનમાં પણ એક્લતાના અનુભવ થતો હતો. હરિજનેને વિભકત મતદાર સંઘે મળેલા તે બાપુએ ઉપવાસ આદરી એમની પાસેથી જાણે ખૂંચવી લીધેલા! એટલે એ લાડકા હરિજને પણ રોષે ભરાયેલા. રાષ્ટ્રીય સભામાં રાત ને દિવસ જીવ સાટેનો સહકાર આપનારા સહકારીએ હતા. પણ દેશની આઝાદી જેવો માટે પ્રશ્ન બાજુ પર મૂકી આ હરિજન ઉદ્ધારનું નવું તૂત” બાપુ કાઢી બેઠા એટલે એ બધાં પણ નારાજ થયા હતા. પારકી સરકાર સાથે લડવું એ બરાબર, પણ હરિજનને અપનાવવા એટલે પોતાની મા બહેન સાથે જ વિગ્રહ ઊભું થાય ને! અંતેવાસીઓ પણ ખસી જવા માગતા હતા. ત્યારે બાપુ દેશને ખૂણે-ખાંચરે જઈ પહોંચેલા. હરિજને માટે ફાળો ભેગા કરે. હરિજન વિશે ભાષણ કરે. સાથે બા હતા. આશ્રમના થોડા સાથીઓ હતા. ગાડીમાં ત્રીજા વર્ગના ડબામાં મુસાફરી ચાલતી. ગડી દરેક સ્ટેશને ઊભી રાખવી પડતી. કારણે પાસેના માણસેએ ભલે ત્યજી દીધા હોય પણ સામાન્ય માણસે બાપુના દર્શન માટે તલસતા હતા. રાત હોય કે દિવરા - સ્ટેશને લેકેની ઠઠ જામતી, ‘મહાત્મા ગાંધી કી જય” બેલાતી. ડબાની બારીમાંથી ડાર્ક બહાર કાઢી બાપુ દર્શન આપતા. બે શબ્દ બોલતા પણ ખરા. હરિજને માટે ઝોળી સામે ધરતા. લોકે ભાવથી એ બાપુની ઝોળી ભરી દેતા. ફલફળથી બે ભરાઈ જતો.
એક સ્ટેશને ‘મહાત્મા ગાંધી કી જય’ સાથે બીજો પણ એક અવાજ જુદો તરી આવ્યો. “માતા કસ્તુરબા કી જય” આ વળી કૅણ હશે? બા કોઈ દિવસ બહાર ના આવે પણ બારીમાંથી એ પણ ઊઠીને જોવા લાગ્યા. ... શરીર સાવ સુકાઈ ગયેલું... આંખે ઊંડી ઊતરી ગયેલી - વાળ ધોળા થઈ ગયેલા એવા એક ભાઈ એક મોસંબી લઈ ગિરદીમાંથી બા પાસે ધસી આવ્યા. બાને એ મોસંબી ધરી કહે:
બા! આ હું તારે માટે લાવ્યો છું.” - આ હતા હરીલાલભાઈ– બાના બા બાપુને છોડી ગયેલા એ પુત્ર!
તું અહીં રહે છે?:' બાએ પૂછયું.
“હા, બા. પણ આ તું ખાશે ને? હું તારા માટે લાવ્યો છું!” હરલાલ ભાઈએ કરગરીને કહ્યું.'
બાપુ બાજુમાં ઊભા હતા. એમણે પૂછયું :
મારે માટે શું લાવ્યો ભાઈ ?”
“તમારે માટે લાવનારા ઘણાં છે!”પુત્રે કહ્યું. “બા આ માત્ર તારે માટે જ છે! અને તમને એટલું જ કહુ : તમે આટલા મોટા