________________
૧૩૮
પ્રમુદ્ધ જીવન
-મૈં બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરોહણુકથા ૩ ધા
(તા. ૧૬–૯૬૯ના અંકથી અનુસંધાન)
[તા. ૨૬-૭-'૬૯ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલી સભામાં કુમારી ઉષા ભટ્ટના અનુભવનિવેદન બાદ ગંગાત્રી બાજુએ આવેલા રૂદ્રūરા નામના શિખર ઉપર આરોહણ કરવા માટે યોજવામાં આવેલી મંડળીમાંના એક ભાઈ રાજેન્દ્ર દેસાઈએ જે નિવેદન અથવા તો પેાતાને થયેલા અનુભવાનું બ્યાન કર્યું હતું તેને ભાઈ રાજેન્દ્ર પોતે જ વિસ્તારીને લખી આપ્યું છે તે હવે નીચે રજૂ કરવામાં આવે છે.
તા. ૧૬-૧૦-૬૯
આ પર્વતારોહણ ઉત્તર કાશીમાં આવેલી નહેરુ પર્વતારોહણ સંસ્થા તરફથી એક બેઝીક કાર્સ તરીકે ગાઠવવામાં આવ્યું હતું. આ સંસ્થા તરફથી આવાં આયોજનો અવારનવાર ગાઠવવામાં આવે છે. એ સંસ્થાના લેફ્ટેનન્ટ કર્નલ જોશી પ્રિન્સિપાલ છે અને મેજર સૂતસિંહ વાઈસ પ્રિન્સિપાલ છે. આ બન્ને પ્રથમ કક્ષાના અનુભવી પર્વતારોહકો છે. મેજર સૂરતસિંહ પ્રસ્તુત આરોહકમંડળીના આગેવાન હતા. આ કોર્સ તા. ૫ મી જૂનથી તા. ૩ જી જુલાઈ સુધી ગેાઠવવામાં આવ્યો હતો અને તેમાં સાલ્જરો, સિપાઈ, અને વિદ્યાર્થીઓ – એમ કુલ ૩૨ જણાએ ભાગ લીધા હતા. આ પ્રમાણે એડવાન્સ કાસીંઝ પણ આ જ સંસ્થા તરફથી ગેઠવવામાં આવે છે. પર્વતારોહણની તાલીમ એટલે શું તેની આ નીચેના વર્ણન ઉપરથી ઝાંખી થાય છે. પરમાનંદ
પર્વતામાં ફરવું એ મારે માટે નવો અનુભવ ન હતા. પાંચ વર્ષની ઉંમરથી માતાપિતા સાથે લગભગ દર વર્ષે હિમાલયમાં રખડવાનો લહાવો મળતા રહેતો, પણ એ રખડવાના ફકત બે જ હેતુ હતા. પ્રથમ તે નવી જગ્યાઓ જોવાને અને બીજો આનંદમાં રજાઓ પસાર કરવાના. પણ આ વર્ષે જયારે મારુ' હિમાલયમાં જવાનું નક્કી થયું ત્યારે તેના હેતુ પર્વતો જોડે વધારે પરિચિત થવાના હતા અનૅ એ હેતુ બે રીતે સાધવાનો હતા; એક તે, પર્વત પર કેવી રીતે ચડવું એ શીખીને, અને બીજું, પર્વતામાં લાંબા ગાળા સુધી રહીને. જો કે પર્વતારોહણના આ મારો પહેલા અનુભવ ન હતા અને છેલ્લાં પાંચ વર્ષથી હું આ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા આવ્યો છું પણ હિમાલયમાં આ જાતના મારો પ્રથમ અનુભવ હતો. અને આ કારણે મે ઉત્તર કાશીમાં આવેલા ‘Nehru Institute of Mountaineering દ્વારા યોજાતી પ્રાથમિક તાલીગ (Basic course) માં ભાગ લેવાનું નક્કી કર્યું. મારી સાથે મારી કૅલેજના ત્રણ મિત્ર પણ હતા.
ઉત્તર કાશી, ગંગાત્રીના રસ્તે, ઋષિકેશથી ૯૫ માઈલ દૂર આવેલું છે. અમે મુંબઈથી ૧ લી જૂને ઊપડયા અને ૪થી જૂને સાંજે ઉત્તર કાશી પહોંચ્યા. ત્યાં અમે બધાં મળીને ૩૨ જણા હતાં જેમાંના લગભગ ૧૨ વિદ્યાર્થીઓ હતા અને બાકીના U. P. Police, Military, Border Security Force dat Defence Ministry તરફથી આવેલા હતા. તાલીમની શરૂઆતમાં અમે પાંચ દિવસ ઉત્તર કાશીમાં રહ્યા. અહીં અમને પર્વતારોહણથી થેડા ઘણા પરિચિત કરવામાં આવ્યા. એક દિવસ પર્વતારોહણની તાલીમ આપવામાં આવી. એ ઉપરાંત ઘેાડા ઘણા વ્યાખ્યાન આપવામાં આવ્યા જેમાં Equipment Terminology, Mountain Rescue વગેરેથી થોડા વધારે પરિચિત કરવામાં આવ્યા, ઉત્તર કાશી છેાડવાને આગલે દિવસે અમને બધાને જરૂરી Equipment આપવામાં આવી. દરેકને Ruck Sack, Ice-axe, Sleeping Bag, Air Mattress, Wind-Proof Suit, Feather Jacket, Climbing Trousers, Stockings and Socks, Canvass Gloves વગેરે આપવામાં આવ્યા. એ ઉપરાંત અમે અમારી ખાવાની સાધનસામગ્રીઓ (Tins, Dehydrated Food) વગેરે Pack કર્યાં.
બીજે દિવસે સવારે છ વાગ્યાની બસમાં અમે હરસીલ જવા નીકળ્યા. હરસીલ ઉત્તરકાશીથી ૬૬ માઈલ દૂર છે-ગંગોત્રીના
રસ્તે અનેં ૮૪૦૦ ફ્ ટની ઊંચાઈએ આવેલું છે. અહીં અમે બે દિવસ રહ્યા, જેમાં અમને Rock-Climbing ની તાલીમ આપવામાં આવી. એ ઉપરાંત અમને Mountaineering History of India અને Camp-Site Selection પર Lectures આપવામાં આવ્યા.
અહીંથી અમારું ચાલવાનું શરૂ થતું હતું. અમે ત્રીજે દિવસે સવારે સાત વાગ્યે અહીંથી અમારા પગપાળા પ્રયાણનો પ્રારંભ કર્યો. દરેકની પાસે લગભગ ૩૦થી ૩૫ રતલ વજન હતું અને અમારે તે દિવસે સેાળ માઈલ કાપવાના હતા. શરૂઆતમાં તે બધા તાજા હોવાને કારણે અમે બે કલાકમાં સાત માઈલ કાપી નાંખ્યા, પણ પછી જેમ ચઢાઈ વધતી ગઈ તેમ બધાના જુસ્સા આછા થતા ગયા. બપોરે ૧૨ વાગ્યે જ્યારે બધા ઠીક ઠીક થાકેલાં હતા ત્યારે લગભગ એક હજાર ફ ્ ટની સીધી ચઢાઈ અમારે કરવી પડી. આ છેલ્લી ચઢાઈ ઘણી જ આક૨ી હતી, પણ સારા નસીબે એ પૂરી થઈ ને તરત જ અમને આરામ કરવાનું કહેવામાં આવ્યું. થેડી વારમાં અમને બપારનું જમવાનું પણ ત્યાં જ આપવામાં આવ્યું. ખાવાની ચીજાની Quality ધીરે ધીરે એટલી ખરાબ થઈ ગઈ હતી કે જો કકડીને ભૂખ ન લાગી હાય તો ખાવાનું મેાઢામાં કેવી રીતે મૂકવું એ મેાટો પ્રશ્ન થતા. બધા એવા થાકેલા હતા કે ખાવાને બદલે આરામ કરવાની ઈચ્છા બહુ થતી હતી. આ જગ્યાનું નામ ભૈરવધારી હતું અને એની ઊંચાઈ લગભગ ૯૫૦૦ ફુટ હતી. આ વખતે અમે એવા તો પરસેવાથી રેબઝેબ થઈ ગયેલાં કે થોડો પણ પવન આવતા ત્યારે બરફ જેવા મીઠા લાગતા.
બપોરે બે વાગે પાછા ઉપડવાનો હૂકમ મળ્યો. સારા નસીબે અહીંથી ગંગેત્રી સુધી ખાસ કોઈ ચઢાઈ નહોતી. પણ હજુ પહેલાનો થાક ઊતર્યાં નહાતા અને થોડી વારમાં ફરીથી ખભા દુ:ખવાના શરૂ થઈ ગયા. ફકત છ જ માઈલ કાપવાના છે એ વિચારે ઘેાડી શાંતિ અનુભવાતી હતી. જેમ તેમ કરતા પાંચ માઈલ તે કાપ્યા. ત્યાં થોડો અમને આરામ આપવામાં આવ્યા. હવે તેા બધા એવા થાકેલા હતા કે બેઠા પછી ફરી વાર ઊભા થવાનું મન નહોતું થતું અને હવે છેલ્લા એક માઈલ કાપતાં જે અનુભવ થયા તે વિષે ત્યારે અમને ખબર નહોતી કે એ અનુભવ ફરી ફરીને થવાનો હતા. દરેક વળાંકે મને લાગતું કે આ છેલ્લા વળાંક છે, પણ એક વળાંક પછી બીજો વળાંક તે ઊભા જ હોય. જેમતેમ કરતાં છ વાગ્યે ગંગાત્રી પહોંચ્યા અને ત્યાંના ડાક—બંગલામાં અમે ધામા નાખ્યા, અમે પહોંચ્યા ત્યારે અમારે માટે ચા અને નાસ્તા તૈયાર હતા; એટલે એને ન્યાય આપીને બધા Air Mattressમાં હવા ભરવા બેઠા. ઘેડી વારમાં મોટા ભાગના બધા Sleeping Bagની અંદર ભરાઈ ગયા અને સાંજે ૮ વાગે જમવાની સીસેપ્ટી વાગી ત્યારે મહામહેનતે બહાર નીકળ્યા, ખાવાનું જેમતેમ પતાવીને ગરમ પાણીએ થાળી, વાટકો ધાઈને પાછા અમે Sleeping Bagમાં ભરાયા અને Night Milkની રાહ જોવા માંડયા. લગભગ ૯-૩૦ વાગે અમનૅ ગરમાગરમ કોકો મળ્યો, એ પીને ગ્લાસ ધાવાની ચિંતા કર્યા વગર બધાએ લંબાવ્યું.
હિમાલયની હવાની એક ખૂબી છે; અને એ છે, થાક ઉતારી દેવાની. માણસ ગમે તેટલા થાક્યા હાય પણ બીજે દિવસે સવારે પાછા ભારમાં ભારે કામ કરવા તૈયાર થઈ શકે છે.
બીજે દિવસે સવારે સાત વાગ્યામાં અમારી તાલીમ શરૂ થતી હતી. તે દિવસે મારે Rock-Climbing તથા Acclimatisation માટે ઊંચે જવાનું હતું. અમે લગભગ ૧૫૦૦ ફીટ સુધી ચડયા અને ત્યાં જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ ગયા અને દોરડા બાંધીને Rock-Climbjng માટે સજ્જ થઈ ગયા, ત્યાં અમને Flora & Fauna વિષે Vice-Principal તરફથી Lecture આપવામાં આવ્યું. તે દિવસે જ્યારે પાછા નીચે ઊતર્યા ત્યારે મને થોડો