SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ત, ૧-૧૦-૧૯ ગશુઈ જીવન ૧૬૧ એક જ સ્વરમાં કહેતા આવ્યા છે, તે તે પ્રમાણેની કસેટી વડે પુરવાર થવું જોઈતું હતું. પણ તે પુરવાર નથી થઈ શકતું તેનું શું કરવું? જે વાત બુદ્ધિગમ્ય નથી, એક અથવા બીજી રીતે સ્પષ્ટ નથી, સંશયવાળી છે, તેના વિષે તે પ્રાચીન આચાર્યોના શબ્દોમાં “તત્વ તે માત્ર કેવળી પરમાત્મા જ જાણે છે,” એમ કહીને છૂટી જઈ શકાય છે. પણ જે વાત બુદ્ધિગમ્ય છે, પ્રત્યક્ષથી પ્રમાણિત છે, પૃથ્વી પર જેને ટેલિવિઝન પર લાખ લોકોએ પોતાની આંખેથી જોઈ છે, લાખે. અખબારમાં જેની સ્પષ્ટ છબીઓ છપાઈ છે, રશિયા અને અમેરિકા જેવા પરસ્પર વિરોધી રાષ્ટ્રોએ સરકારી કક્ષાએ જેને ધન્યવાદપૂર્વક સ્વીકાર કર્યો છે, ઈંગ્લેન્ડ જેવા બીજા દેશેએ પણ પિતાની વેધશાળાઓમાં ચંદ્રયાત્રાનાં જે દક્ષે પ્રત્યક્ષ જોયા છે અને તે દી સાચા હોવાની જાહેરાત કરી છે–તેવી વાતને ‘હવે fજનો વિત્તિ ' કહીને કેવી રીતે જૂઠી માની શકાય? અબજો ડૉલર ખર્ચીને અને પોતાના અનેક યશસ્વી વૈજ્ઞાનિકોના જાનનું જોખમ ખેડીને પણ શું આ લોકો અસત્ય માન્યતાઓને પ્રચાર કરી રહ્યા છે? અને દુનિયાને બેવકૂફ બનાવી રહ્યા છે? એમ કરવામાં ભલા એમને શું સ્વાર્થ રહ્યો છે? આ બાજુ આટલા મોટા બનાવને કોરો દંભ કહે અને બીજી બાજુ તથાકથિત આગને અક્ષરેઅક્ષર સાચે માનવ, તે વસ્તુત: શ્રદ્ધાના અતિરેકનું વિચિત્ર પરિણામ માત્ર છે. પ્રત્યક્ષ જલી રહેલી જવાલાના સંબંધમાં એમ કહેવું કે “અહા હા! કેવી શીતળ છે! કારણકે શાસ્ત્રોમાં અગ્નિને શીતળ કહ્યો છે–એ કેવું હાસ્યાસ્પદ છે! આ વિશે કોઈ એમ પ્રશ્ન કરે કે, “અગ્નિ કયાં શીતળ છે? પ્રત્યક્ષ પ્રમાણથી જોઈ લે, સ્પર્શ કરે તે હાથ દાઝી જાય છે.” શાસ્ત્રવાદી એને ખુલાસે એમ કરે કે “તમે શું જાણે? તમે અલ્પ બુદ્ધિ છે, તત્ત્વ તે કેવળીપ્રભુ જ જાણે છે!” આ કેવો તર્ક અને કેવું સમાધાન? શું આવું સમાધાન આજના પ્રબુદ્ધ માનવીની પ્રબુદ્ધ પ્રજ્ઞાને સ્વીકાર્ય બની શકશે? અને તથાકથિત શાસ્ત્રો અને તેના પ્રવચનકાર પ્રત્યે એની આસ્થા ટકી શકશે ખરી? પ્રમાણિત થયેલી હકીકતોને મુકત મને સ્વીકાર કરવામાં જ જૈન દર્શનનું ગૌરવ છે. જૈન ધર્મ શબ્દને નહીં, ભાવને ધર્મ છે; તે આગ્રહના નહીં પણ અનાગ્રહના અથવા સત્યાગ્રહના પક્ષમાં છે. તે એકમાત્ર સત્યને ઉપાસક છે.—પછી ભલે તે સત્ય ગમે તેના તરફથી પ્રાપ્ત થતું હોય. સત્યના સ્વીકારમાં પોતાનું કે પારકું કાંઈ નથી. આપણે આજસુધીમાં હજારો વાર પ્રવચન મંચ પરથી ઘોષણાએ કરી છે કે, “જે સત્ય છે તે મારું છે. જે મારું છે તે સત્ય નથી.” જોધપુરમાં સંયુકત ચાતુર્માસ વખતે શાસ્ત્રચર્ચા ચાલતી હતી. આપને યાદ હશે, અને તે લિપીબદ્ધ પણ થયેલું છે કે જ્યારે ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના કાર્યસિદ્ધિહેતુ કરવાવાળા નક્ષત્રભોજન વિષે માંસ-પ્રકરણ પર વિચારવિનિમય થયો, ત્યારે પંડિત સમર્થમલજી મહારાજે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું - “હું આ કથનને જિનવાણી માનતા નથી,” તે સમયે આપ સૌએ આ મૂળ પાઠને જિનવાણી માનવાને ઈનકાર કર્યો હતો. હું પૂછું છું કે શા માટે ઈનકાર કર્યો હતો? એ તે મૂળ સૂત્રને પાઠ હતો - ભાષ્ય, સૂણી, ટીકા વિગેરેના પાઠ ન હતું. ત્યારે શાસ્ત્રની શ્રદ્ધાને ખ્યાલ કેમ કર્યો નહિ? ત્યારે તત્વ તો કેવળી જ જાણે છે' એ સૂત્રને સહારો કેમ લીધે નહિ? જિનવાણીના અનંત અનંત આશય કેમ લક્ષમાં લીધાં નહિ? માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ જ નહિ પરંતુ ત્યારે તો શ્રાધ્ધય ઉપાધ્યાયજી શ્રી ગણેશીલાલજી મહારાજ, પૂજ્ય હસ્તિમલજી મહારાજ, પંડિત સમર્થમલજી મહારાજ આદિ આપ સૌ મહાનુભાવોએ ઉપાંગ સૂત્ર, મૂળ સૂત્ર અને છેદ સૂત્ર વગેરે આગમાને સ્વત: પ્રમાણની કક્ષામાંથી પરત: પ્રમાણની કક્ષામાં મૂકી દીધાં હતાં. પરત: પ્રમાણને અર્થ એમ થયો કે તેને વિદ્વાનોએ રચેલા રામાયણ આદિ સાધારણ ગ્રંથની શ્રેણીમાં મૂકી દીધાં ! આપે તેને ભગવાને કહેલાં આગમ માન્યાં નહિ. હું સમજી શકતો નથી કે ત્યારે શાસ્ત્રોના પ્રતિ અખંડ શ્રદ્ધાને અવાજ શા માટે જોરદાર કરવામાં આવ્યો નહિ? અને હવે મારા પ્રવચન-લેખ પર જ શા માટે શ્રદ્ધાની વાત ગૂંજવા લાગી? ચંદ્રપ્રજ્ઞપ્તિનું આ માંસ પ્રકરણ જે સત્ય ન હતું તે આ ચંદ્રલોક વિગેરેનું વર્ણન પણ કયાં સત્ય છે? મેં તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણિત સત્યનું સમર્થન કર્યું છે, બીજું કાંઈ પણ નહિ. સત્ય લાંબા સમય સુધી – અને આજના બૌદ્ધિક યુગમાં તો ખાસ કરીને - છૂપું રહી શકતું નથી. મને ખાતરી છે કે જે લોકોની સમક્ષ યર્થાથતાની ખરેખર સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવે તો તેથી જૈનદર્શનનું ગૌરવ ઘટશે તે નહીં, બલ્ક વધશે જ. ભગવાન મહાવીરની સાથે આપણે કહેવાતા આગમના અક્ષરેઅક્ષરને જે સંબંધ જોડી દીધું છે, તે આપણી ભૂલ છે. આ રીતે કલ્પિત અને અહીંથી તહીંથી ભેગાં કરેલાં વર્ણનથી ભગવાન મહાવીર અને તેમના સત્યના આગ્રહી જૈન દર્શનનું ગૌરવ ઝાંખું પડે છે, પ્રજજવલિત થતું નથી. હું બીજું કાંઈ માંગતો નથી. હું તો માત્ર ભગવાન મહાવીરના પ્રત્યે સાચી અને નિર્ભેળ શ્રદ્ધા માગું છું. આ આગમ અને ગ્રંથ સુરક્ષિત રહે. એમાં કાપકૂપની મને અપેક્ષા નથી. હું એવા વિચારને નથી. પ્રાચીન કાળના જનમાનસની માન્યતાઓના વર્ણનનું ઐતિહાસિક મહત્વ છે. તેને એમ જ નાશ કરવો એ કોઈ સારી વાત નથી. જૂના વખતના લોકો ચંદ્ર વગેરે દૂરના દશ્યના સંબંધમાં શું વિચારતા હતા ને શું અભિપ્રાય ધરાવતા હતા તેને એ વર્ણન પરથી આપણને ખ્યાલ આવે છે. પ્રસ્તુત ચર્ચામાં મારું તો માત્ર એટલું જ કહેવું હતું કે આગમામાં લખેલા શબ્દેશબ્દને ભગવાનનું ભાખેલું માની લેવામાં ન આવે. આપણે જો એટલું માત્ર સ્પષ્ટ કરી લઈએ તો ભગવાનના વચનના નામ પરથી ઘણો મોટો વ્યર્થને ભાર ઊતરી જાય. ' હું શું કહેવા માગું છું તે મેં આ પત્રમાં સંક્ષેપથી પણ સ્પષ્ટ રીતે લખ્યું છે. સમય અને સ્વાથ્ય અનુકૂળ હશે તે ભવિષ્યમાં પણ પ્રસંગોચિત વધુ વિવરણ કરી શકીશ. “ચુનૌતી’ (પડકાર)ના લેખથી એટલું તો બન્યું કે સમાજના નવા-જૂના વિચારોમાં એક પ્રભ તે પેદા થયો છે. પ્રસ્તુત લેખની એટલી પણ ફળશ્રુતિ શું ઓછી છે? આપે લખ્યું કે મારે મારા વ્યકિતગત વિચારો જાહેર પ્રજા સમક્ષ રજૂ ન કરવા જોઈએ. પણ એવું કેમ બની શકે? એવું દૂધમાં ને દહીંમાં પગ રાખવાનું કામ મારા અંતરને સ્વીકાર્ય નથી. ઍપલ ૮ નો બનાવ બને ત્યારે સમાજમાં ખળભળાટ પેદા થશે અને અહીંના સ્થાનિક લોકોએ મને પૂછયું અને બહારથી કેટલાંક પત્રો પણ આવ્યા કે આપણી માન્યતાએ સત્યની કસેટી પર કેમ ખરી પુરવાર થતી નથી? તે વખતે મેં એક પ્રવચનમાં શાસ્ત્ર અને ગ્રંથની ભેદરેખા બતાવતાં વિસ્તારપૂર્વક કહ્યું હતું કે “આપણી આ માન્યતાઓ જેન સાહિત્યમાં પાછળથી ઉમેરવામાં આવી છે. ભગવાન મહાવીર કે જે અધ્યાત્મ જાગરણના ઉપદેશક હતા, તેઓ પ્રસ્તુત ગ્રંથોના પણ ઉપદેશક હોઈ ન શકે. આપ્ત મહાપુરુષ એવી વાત કેમ કહી શકે કે જે પ્રમાણથી સાબિત થઈ શકે તેવી ન હોય?” પ્રસ્તુત પ્રવચન વિવાદગ્રસ્ત સ્થિતિના નિરસન માટે યોગ્ય લેખવામાં આવ્યું અને અમર ભારતી'માં પ્રગટ કરવામાં આવ્યું. બહારથી એટલા બધા પત્રો આવી રહ્યા હતા કે દરેકને અલગ અલગ કયાં સુધી સમજાવી શકું? અને જ્યારે સમાધાન કરવા બેઠો ત્યારે મારાથી એમ તે કેમ જ બને કે મનમાં કાંઈ હોય અને બહાર હું કાંઈ જુદું જ કહું? સત્ય સત્ય છે, એને બે મેઢાં હોઈ ન શકે. અને જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય ત્યારે મૌન બેસી રહેવું એ પણ કેમ બને ? - અનુવાદકો: મૂળ હિન્દી: નિરુબહેન સુબોધભાઈ શાહ ઉપાધ્યાય અમરમુનિ સુબોધભાઈ એમ. શાહ તંત્રી નેાંધ:–મને લાગે છે કે આ બધી ગૂંચનું મૂળ કોઈ પણ વ્યકિત વિશેષમાં અપાયેલી તથાકથિત સર્વજ્ઞત્વને લગતી માન્યતામાં
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy