________________
૧૩૦
પ્રભુ જીવન
'શું શાસ્ત્રાને પડકારી શકાય છે?—એક સ્પષ્ટીકરણ 卐
સત્ય સત્ય હૈ, સદા સત્ય હૈ,
ઉસમેં નયા પુરાના કયા ? જબ ભી પ્રગટ સત્ય કી સ્થિતિ હો, સ્વીકૃતિ સે કતરાના કયા ?
સત્ય સત્ય હૈ, જહાં કહીંભી
મિલે, ઉસે અપનાના હૈ. સ્વ-પર-પક્ષ સે મુકત સત્યકી, નિર્ભય જ્યોતિ જલાના હૈ. —ઉપાધ્યાય અમરમુનિ
( ૧૯૬૯ ના ફેબ્રુઆરી માસના ‘અમર ભારતી' ના અંકમાં “કયા શાસ્ત્રો કો ચુનૌતી દી જા સકતી હૈ” એ મથાળા નીચે ઉપાધ્યાય શ્રી અમરમુનિનું એક પ્રભાવશાળી પ્રવચન પ્રગટ થયેલું. તેના સંક્ષિપ્ત અનુવાદ ‘પ્રબુદ્ધ જીવન'ના મે ૧૬ મી તથા જૂન ૧ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ પ્રવચને જૈન વિદ્વાનો અને વિચારકોમાં એક મેટો ઉહાપોહ પેદા કરેલા. ઘેાડા સમય પહેલાં એક મુનિવરે પત્ર દ્વારા પ્રસ્તુત પ્રવચન સંબંધમાં પેાતાની મૂંઝવણ પ્રગટ કરેલી. ઉપાધ્યાયશ્રીએ તા. ૧૪-૭-૬૯ના રોજ એક વિસ્તૃત ઉત્તર લખીને તે મુનિશ્રીના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરેલા. તેમાંના કેટલાક ઉપયોગી ભાગ તારવીને અમર ભારતીના ઑગસ્ટ માસના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે. તેના અનુવાદ પ્રબુદ્ધ જીવન'ના વાચકો માટે શ્રી સુબાધભાઈ તથા સૌ. નિરુબહેને કરી આપ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
હું ચંદ્રપ્રજ્ઞપ્તિ. ઈત્યાદિ કેટલાંક ગ્રંથોને માત્ર ગ્રંથ માનું છું. હું એને આગમ અથવા શાસ્ર લેખતા નથી. આ તે કેવી ભગવાનની વાણી ! કેવા વીતરાગના ઉપદેશ ! જેમાં કયાંય પણ આત્માને જાગૃત કરતા કોઈ આધ્યાત્મિક રણકાર જ નહિ! આ કેવું શાસ્ત્ર, જે અથથી ઈતિ સુધી ભૂંગાળ - ખગાળ સંબંધી ભૌતિક વર્ણનાથી ભરપુર હોય ! અને આ વર્ણન પણ તથ્યથી જોજનો દૂર! આવા લાંબાં લાંબાં વર્ણને આજના વિજ્ઞાનના પ્રત્યક્ષ પ્રકાશમાં અર્થહીન સાબિત થઈ રહ્યા છે તો એને ભગવાનના વચન કેમ માની શકાય?
તા. ૧-૧૦-૬૯
... એક વાત સ્પષ્ટ છે કે મને કહેવાતાં આગમ ગ્રંથો વિષે લોકોની શ્રાદ્ધા સચવાઈ રહે એમાં કશે રસ નથી. હું ભગવાન મહાવીર અને તેમના યથાર્થ પ્રવકતા રૂપ આપ્તત્વની પ્રત્યે શ્રદ્ધા રાખું છું અને તે શ્રદ્ધાની સુરક્ષા માટે પ્રયત્નશીલ છું. આજે આ કહેવાતાં શાસ્ત્રોના નામે શ્રદ્ધાના જે કોલાહલ મચી રહ્યો છે તેમાં સત્યના આગ્રહ કરતાં સાંપ્રદાયિક માન્યતાઓના આગ્રહના સૂર વધારે પ્રધાન છે, પરંતુ એનું કોઈ સારું પરિણામ આવવાનું નથી. શાસ્ત્રોના ગૌરવની રક્ષા કરવાની આતુરતામાં આપણે ભગવાન મહાવીરના દિવ્ય ગૌરવ વિષે આજના શિક્ષિત જનસમાજમાં અશ્રાદ્ધા જ ફેલાવીશું. જો આપણે આપણી વર્તમાન વિચારધારા નહીં બદલીએ । નજીકના ભવિષ્યમાં શું થશે તે જોવું જ રહ્યું. સાંપ્રદાયિક વિચારણાના પક્ષમાં ભલે કોઈ ગમે તે કહે, સાંભળે અથવા વતે પરંતુ એક વાત સો ટકા સાચી છે કે પ્રસ્તુત શાસ્રના અક્ષરે અક્ષર ભગવાને કહેલા છે, એમાં કાનામાત્રના પણ ફેરફાર થયો નથી, તેમ જ આજુબાજુની પ્રચલિત માન્યતાઓને આની ઉપર કા પણ પ્રભાવ પડયો નથી—એવું વલણ કોઈ પણ તટસ્થ ચિંતકના અંતરાત્માને કયારેય પણ સ્વીકાર્ય ન હોઈ શકે. જો આપણે સમયના વ્હેણ સાથે બદલાતાં જઈએ, પ્રત્યક્ષ પ્રમાણાથી પુરવાર થયેલા સત્યના સ્વીકાર કરીએ, જની કલ્પિત વાતોથી આપણી જાતને
મુકત કરીએ અને એ રીતે વિચારોની દુનિયામાં ભગવાન મહાવીરના સત્ય—આધારિત ગૌરવની અમર જ્યોતિને પ્રગટાવીએ તો તે આપણા પેાતાના જ હિતમાં છે. આપ માનો કે ન માને, આ શાસ્ત્રોને કારણે જનામુદાયમાં ચાલતી આવેલી શ્રદ્ધા ડગમગી રહી છે. આજના બુદ્ધિશાળી વર્ગ પૂછી રહ્યો છે કે શું આ જ ભગવાનની વાણી છે? તો પછી ભગવાન આપ્ત પુરુષ કેમ કહેવાય? મુકત આત્મા તો યથાર્થના જાણકાર અને યથાર્થના કહેનાર હોવા જોઈએ, જ્યારે ઉપરોકત વર્ણનામાં કઈ યથાર્થતા છે? કોઈ બતાવે તો ખરું! પોતાની પિપુડી વગાડવાવાળા છાપાઓમાં અરસપરસ વિરોધી, પ્રમાણહીન, મન ફાવે તેવાં લખાણો લખવા માત્રથી તે ચથાર્થતા સાબિત થઈ શકતી નથી! તાજેતરમાં “જિનવાણી”માં સુપ્રસિદ્ધ આગમજ્ઞ મુનિરાજ શ્રી. હસ્તિમલજી મહારાજે ભૂગોળ-ખગાળ સંબંધી માન્યતાઆના વિષે, ભૌતિક ચંદ્ર સૂર્ય ઈત્યાદિને વિષે, બહારના સ્કૂલ આકાશથી આગળ વધીને ચિદાકાશની વાત કરી છે અને એ વાતને આધ્યાત્મિકતાની તરફેણમાં ઘટાવી છે. પરંતુ માત્ર વાતો કરવાથી તા કશું વળતું નથી. ! તેઓ પોતાની બે ચાર વાર્તાને પુરવાર તા કરી બતાવે? ચન્દ્રયાનને ઊંચકી રહેલા પેલા ચંદ્રના હજારો હાથી, ઘેાડા, બળદ, સિંહ ઈત્યાદિનું ચિદાકાશમાંઅર્થાત અંતર્જગતમાં— કયાં અને શું સ્થાન છે? એનો આધ્યાત્મિક અર્થ શે! છે?
આ હાથી ઘોડા ચંદ્રલાકમાં આધ્યાત્મિક શી રીતે બની જાય છે? કોઈપણ વિદ્રાન પુરુષ બુદ્ધિપૂર્વકની દલીલ દ્વારા આ વાતનો સ્પષ્ટ ખુલાસા કરી તે બતાવે! હજારો વરસોથી એકમેકથી ચઢિયાતા મહાન શ્રુતધર આચાર્યો ઉપરોકત વર્ણન વાંચતા આવ્યા છે અને એનો અર્થ પણ જે આજે પ્રચલિત છે તે જ પ્રમાણે તેઓ બધા કરતાં આવ્યા છે. જો એમાં આધ્યાત્મિકતાના અંશ થોડોક પણ હોત, તો કોઈ ને કોઈ વ્યાખ્યાનકાર એ વિષે કઈક તો લખત ને ? પરંતુ કોઈએ કશું પણ એ વિષે લખ્યું નથી! હજી પણ શું બગડયું છે? આજે પણ આધ્યાત્મિકતાના દાવા કરવાવાળા - પછી તે ભલે કોઈ પણ હાય - આધ્યાત્મિક અર્થ તો કરી બતાવે ! જો એની વાત સુસંગત અને સત્ય હશે તે તેના સ્વીકાર કરવામાં, મને તો શું, કોઈને પણ વાંધો ન હોઈ શકે. પરંતુ આધારરહિત કલ્પનાનું જાળુ. વણવામાત્રથી સમાજની સમક્ષ પડેલા સળગતા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે આ વિવાદાસ્પદ શાસ્ત્રોના અક્ષરે અક્ષરને ભગવાનની વાણી માની લેવાથી કોઈ પણ પ્રશ્નનું સુયોગ્ય સમાધાન મળવાનું નથી. જો એ રીતે સમાધાન મળતું હોય તો મેળવી બતાવા. હું વિચારચર્ચા માટે તૈયાર છું. અને જો સત્ય મારા મંતવ્યથી વિરુદ્ધ સાબિત થાય તે હું નમ્રપણે મારી ભૂલ સુધારવા માટે પણ તૈયાર છું.
10
તેમણે (શ્રી હસ્તીમલજી મહારાજે લખ્યું છે કે આગમના એકએક અક્ષરમાં અનંતાનંત આશય છે. પરંતુ વિનમ્રભાવે પ્રશ્ન કરૂં છું કે ક્યા આગમ ? અને એ આગમના અનંત અનંત આશય પણ કયા અને કેવા? માત્ર કુશળ પ્રવચનો કરવાથી તો સમાધાન થતું નથી. એક જમાના હતા કે જ્યારે કેટલાક લોકોના મનનું કંઈક સમાધાન રહસ્યવાદની આ ઘેષણાઓ દ્વારા થતું હતું, પરંતુ હવે થઈ શકે તેમ નથી. અને એ અનંતાનંત આશય અથવા રહસ્ય કઈ નહિ તો એમાનાં મુખ્ય મુખ્ય બે ચાર આશય ત—પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ હોવા ન જ જોઈએ. તથાકથિત આગમાના અનંતાનંત આશયામાં ભૂગાળ—ખગાળ સંબંધી પણ એક આશય છે કે જેના વિષે પ્રાચીનકાળથી આજ સુધી અનેક બહુશ્રુત ટીકાકારો આ