________________
તા. ૧-૧૦-૧૯
પ્રભુશ્ર્વ જીવન
સાફ કરતા ઝાડુવાળાને હસ્તે અનાવરણ કરવાના હતા, જયારે બીજો મત હતો કે આ અનાવરણવિધિ મુખ્ય પ્રધાનના હસ્તે કરાવવી. “આ મતભેદને અંતે છેવટે સભાએ બહુમતીએ નિર્ણય લીધા કે ગાંધીજીનું તૈલચિત્ર મૂકવું નહિ.”
ઉપરના લખાણના સંવાદદાતાએ ભલે કટાક્ષમાં ઉપરનું મથાળું આપ્યું હોય, પરંતુ ગાંધીજીનું તૈલચિત્ર જ ન મૂકવાનો નિર્ણય કરવામાં બાપુની જે ઉપેક્ષા કરાઈ છે તેથી તો આપણે જ આપણી જાતને ‘બિચારા આપણે કહેવું રહ્યું.
જયારે ભારતના વડા પ્રધાનને હોદ્દો ધરાવતી વ્યકિત પણ આત્માના અવાજને ખેાટી રીતે મૂલવે અનેં અલગ અલગ સંજો" ગોમાં પોતાના જ લાભને લક્ષમાં રાખીને તેના જુદા જુદા સમયે જુદા જુદા અર્થા કરે અને એવી ખોટી વિચારસરણીમાં પ્રજાના પ્રતિનિધિઓને અને પ્રજાને ખેંચવાનો પ્રયત્ન કરે અને તે ઉપરાંત પાતાના સાથી પ્રધાનના દસ વર્ષના ઈન્કમટેકસના રીટર્ન નહિ ભરવાના હિમાલય જેવા જબરજસ્ત શિક્ષાત્મક ગુનાને પણ સાવ હળવી રીતે અને બાલીશ લાગે એવા લૂલો બચાવ કરે ત્યારે એમ નથી લાગતું કે ગાંધીનું નામ લેવાનો પણ અધિકાર આપણે ખાઈ બેઠા છીએ ? કર્યા સાથીની હિમાલય જેવી ભૂલને તે ભૂલ ન ગણાય એમ મનાવવા પ્રયત્ન કરતા અપણા વડા પ્રધાન અને કયાં એક નજીવી ભૂલને પણ હિમાલય જેવી ભૂલ ગણીને તેનું પ્રાયશ્ચિત કરતા ગાંધીજી?
અત્યારે જયારે ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે લાખાને ખર્ચે ગાંધીને નામે જે ઢગલાબંધ કાર્યક્રમો, ભાષણો, પ્રદર્શન, સ્પેશલ ટ્રેન વિ. યોજાઈ રહ્યું છે અને એના જ આયોજકો જાહેરમાં જે ગેરવર્તન ચલાવી રહ્યા છે તેને ક્યાંય મેળ મળે તેમ છે ખરો ? આ રીતની ગાંધી શતાબ્દીની ઉજવણી કરીને તો આપણે ગાંધીને છેતરવામાં હદ જ ઓળંગી ગયા છીએ, એટલું જ નહિ પણ આપણી જાતને પણ છેતરી રહ્યા છીએ ! આ કારણે ‘બિચારા બાપુ’ એવું મથાળું આપવાને બદલે “ બિચારા આપણે” એમ કહેવું જ પ્રસ્તુત ગણાશે.
શાન્તિલાલ ટી. શેઠ
પૂજ્ય બા—બાપુ શતાબ્દી રેટિયાગ્રહ
છેલ્લાં સાતેક વર્ષથી શાળામાં એક અનેખી પ્રવૃત્તિ ચાલી રહી છે. કામ શોધતી કોઈ પણ બહેનને રેંટિયા દ્વારા કામ આપવામાં આવે છે અને તેને માસિક રૂ. ૩૦ મળી રહે એવી ગણતરી રાખી છે; સાથે સાથે પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થી શીફ્ટ પદ્ધતિને કારણે અર્ધો દિવસ ફાજલ પાડી શકે છે તેમને માટે ઉદ્યોગવર્ગ ચાલે છે અને તેમાં ત્રણ કલાકના માસિક રૂ. ૧૦ તેમને મળે એવી ગણતરી છે. આથી તેમને ફી, ચાપડીઓ અને બીજા ખર્ચમાં મદદ મળી રહે છે. વેકેશનામાં આ વર્ગના લાભ ઘણા લેતા હોય છે.
આ વર્ષના વેકેશનમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ગના લાભ લીધા હતા અને રૂ. ૧૧૦૯ કતામણદ્વારા મેળવ્યા હતા. એમાં એક વિદ્યાર્થી રૂ. ૨૮ કમાયેલ જ્યારે બીજાએ રૂ. ૨૬ મેળવ્યા હતા. બીજાઓએ પણ સારી રકમ મેળવી છે.
આ ઉપરાંત, શાળાના કુમારમંદિરના ઉદ્યોગવર્ગ અને માધ્યમિક શાળાના ઉદ્યોગવર્ગ તે. ચાલે જ છે,
આ બધા ચઉદ્યોગવર્ગો હાલ શાળાના મધ્યખંડમાં ચાલી રહ્યા છે, પરંતુ હવે આ પ્રવૃત્તિ એટલી વિકસી છે કે આ બસે જેટલી સંખ્યાના કાર્યકરો માટે ખાસ ઉદ્યોગગૃહની જરૂર ઊભી થઈ છે.
શતાબ્દીના આ વર્ષમાં જ જ્યાં સતત રેટિયા ચાલે અને તે
૨૯
પણ રેંટિયાના કામ દ્રારા મળેલી રકમમાંથી જ બંધાય એવું રેંટિયાગૃહ જો ઊભું કરી શકાય તે રેંટિયાનું ખરૂ સ્મારક બની રહે. આનાથી ભવ્ય બીજું શું હોઈ શકે?
૩૫ વર્ષથી આપણે પૂ. બાપુની જન્મ-જ્યંતી રેંટિયા—બારસ તરીકે ઊજવીએ છીએ. આ શતાબ્દીની ઉજવણી રેટિયાગૃહની રચના કરી રેટિયા બારસના ખરા ઉદ્દેશને મૂર્તિમંત સ્વરૂપ આપીએ.
આવા બાંધવા ધારેલ રેંટિયાગૃહનું બાંધકામ ૨૦૦૦ ચે. ફૂટનું થાય. આ વિશાળ ખંડમાં ૨૦૦૨’ટિયા ચાલશે. તે માટે રૂપિયા ૨૫ થી ૩૦ હજાર જોઈશે.
આ રકમ મેળવવાના પ્રથમ પગલા તરીકે શતાબ્દીના વર્ષમાં મેં કાંટેલ સૂતરનું શ્રમમૂલ્ય આપું છું, જે રૂ. ૧૭૦ જેટલું થાય છે. આ ઉપરાંત, શ્રી જમનાદાસભાઈ આહ્યાએ આ વર્ષમાં કાંતેલ રૂ. ૧૨૦ ની કિંમતનું સૂતર આપ્યું છે. આ સિવાય, કુમાર મંદિરના ગયા બે વર્ષના ભ્રામના રૂ. ૨૫૦૦ અને શિક્ષકો-કાર્યકરોના શ્રામના રૂા. ૧૦૦૦ થઈ કુલ રૂ. ૪૦૦૦ જેટલી રકમ તો થઈ જાય છે.
બાકીની રકમ કાંતનાર વર્ગ પાસેથી સૂતર દ્વારા મળે એવી અપેક્ષા રાખી છે. સહુકોઈ કાંતનાર, આમાં પેાતાનુંસૂતરદાન આપે અને અહીંના બાપુના સ્મૃતિસ્થાન સાથોસાથ સર્વ રચનાત્મક કાર્યના તેમનાં કાર્યોના મધ્યબિંદુરૂપ ચરખાકાર્ય માટેનું ચર્ષાગૃહ ઊભું કરવામાં પોતાનો શ્રામ-હિસ્સો આપે એવી ભલામણ છે.
આશા તો પૂરતી છે કે આને માટે જોઈતું સૂતર મળી રહેશે. દોઢ વર્ષ અગાઉ સૂતરદાનની યોજના “સૂતરને તાંતણે આરોગ્ય” એ માટે કરેલી, પણ તે સફળ ન થઈ તેનું દુ:ખ રહી ગયું છે. પણ તે નિષ્ફળતાનું કારણ પ્રયત્નનો અભાવ ગણાય. આ યોજના માટે પૂર્ણ પ્રયત્ન કરવા વિચારું છું. પ્રયત્ન છતાં જોઈતી રકમ નહીં મળે તો ખૂટતી રકમ માટે સૂતર ઉપરાંત કોઈ પણ કામ ઉપાર્જનના આશરો લેવાના રહેશે.
* આખા ભારતવર્ષ પાસે મારી આ માંગ છે. પૂરતી રકમ મળી જ રહેશે. એમ છતાં અધૂરી ૨કમ રહી જશે તે ઉપર કહ્યું તેમ બીજા કોઈ પણ શ્રમથી તે રકમ પૂરી કરવાની રહેશે.
૧૦૧ મી રેટિયા બારસના ૮૦ દિવસના કાર્યક્રમના પ્રારભ ૨૧ મી જુલાઈએ થાય છે અને તે જ દિવસે આ રેંટિયાગૃહનું ખાતમુહૂર્ત કરવાનું ધાર્યું છે. આ મકાનનું ઉદ્ઘાટન રેંટિયા બારસને
દિવસે થાય એવી ભાવના છે.
9
આગામી રેંટિયા બારસ સુધીના પર્વમાં આપણા સંયુકત પ્રયાસે આ કાર્ય પૂરું કરીએ.
રાષ્ટ્રીયશાળા, રાજકોટ.
તા. ૧૨-૭-’૬૯
નારણદાસ ખુ. ગાંધી ઉપરોક્ત નિવેદનને સવિશેષ સમર્થન
પૂજ્ય નારણદાસ ગાંધીના ઉપર આપેલ નિવેદનનું સમર્થન કરતાં શ્રી. જ્યપ્રકાશ નારાયણ, શ્રી. ઉછરંગરાય ન. ઢેબર, શી. સિદ્ધરાજ ઢઢ્ઢા, શ્રી. નારાયણ દેસાઈ, શ્રી. વિ. રામચંદ્રન, શ્રી. વિચિત્રનારાયણ શર્મા, શ્રી. રાધાકૃષ્ણ બજાજ, શ્રી કાન્તાબહેન શાહ વગેરે કેટલીએક સર્વોદયવાદી વિશિષ્ટ વ્યકિતઓ જણાવે છે કે, “શ્રી. નારણદાસ ગાંધીની આ ચરખા ઘરની યોજના અનોખી છે. તે ચરખાના કામનો મહિમા અને તેનાં મૂલ્યનું દર્શન કરાવે છે. તેના ઉદ્શ ઉચ્ચ છે. તેમાં સર્વોદયના સર્વ ખાદી કેન્દ્રો પૂરો સાથ આપે અવી અમારી ભલામણ છે.
“દરેક કેન્દ્ર પોતાના કાંતણક્ષેત્રમાંથી પ્રત્યેક વ્યકિત પાસેથી એક એક આંટી એકઠી કરીને સૂતર અથવા તેનું મૂલ્ય જલ્દિથી રાષ્ટ્રીયશાળા, રાજકોટ ઉપર મોકલી આપે એવી અમારી અપેક્ષા છે.
“આ યોજના સફળ બને એવી અમારી શુભકામના છે.”