SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૬૯ ખુ અહિંસાનું આચરણ શક્ય છે તે પણ સામૂહિક રીતે એટલું વ્યવહારિક નથી. ટોલ્સ્ટોયની સામે આ જ પ્રશ્ન આવીને ઊભા રહ્યો. બીજા ધમે જેણે અહિંસાને આચારધર્મમાં પ્રાધાન્ય આપ્યું છે, તેમાં પણ વ્યકિતગત આચરણ માટે જ તેનો વિચાર થયો છે. પરિણામે, વ્યકિતગત આચરણ અને સામૂહિક આચરણના ધેારણ જુદા રહ્યા છે અને જુદા હાય એમ માનવામાં આવ્યું છે. વ્યકિતગત આચરણમાં સત્ય અને અહિંસા સ્વીકારવામાં આવી, પણ સામૂહિક આચરણમાં તે વ્યવહારૂ નથી એમ માન્યું. પરિણામે વ્યકિત ખૂન કરે તો પાપ અથવા ગુને ગણાય, પણ યુદ્ધમાં, લાખોને સંહાર થાય તે દેશાભિમાન ગણાય, ગુણ લેખાય, તેની પ્રશંસા થાય. ગાંધીજીને વ્યકિતગત અને સામૂહિક આચરણના જુદા જુદા ધારણ સ્વીકાર્ય નથી. સત્ય અને અહિંસા આત્માના ગુણ છે. સામૂહિક વ્યવહારમાં જે અસત્ય અને હિંસા આચરે, તે વ્યકિતગત આચરણમાં સત્ય અને અહિંસાનું આચરણ કરી શકે તેમ બને નહિ. ગાંધીજીએ બતાવ્યું કે અહિંસાનું આચરણ સામૂહિક રીતે શકય છે એટલું જ નહિ પણ જરૂરનું છે, વ્યવહારિક છે. Gandhiji was a practical idealist અલબત્ત, સામૂહિક ક્ષેત્રે અહિંસાનું આચરણ, વ્યકિતગત જીવનમાં શકય છે તેટલી સૂક્ષ્મ રીતે શકય નથી, કેટલીક વધારે છૂટ મૂકવી પડે, પણ તેને નેવે ન મૂકાય, અશકય ન ગણાય. આ પ્રયોગ દુનિયા માટે નવે છે. ગાંધીજીને અહિંસક સમાજનું નિર્માણ કરવું હતું, તેને માર્ગ બતાવ્યા છે. તેમના બધા રચનાત્મક કાર્યક્રમ આવા અહિંસક સમાજની રચનાના નકશા છે. જીવન ૐ સન્તાની યે શ્રાદ્ધા જ્યાં ડગડગે છે! શતાબ્દીના જલસા, જુઓ ઝગઝગે છે! (2) સરેઆમ સળગે છે માનવ્યમાળા : ઊભાઊભા નાથા જો ભરતા ઉંચાળા: પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા ધસે સ્થળેસ્થળે એશિયાળા ધુમાડા : ગુનેગારને બે—ગુનાહ રગરગે છે ! શતાબ્દીના જલસે જુવો ઝગઝગે છે! (3) હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ છેાળા, ગવાતાં જયાં ભકિતભર્યે કંઠ ઘાળા, તે ‘મારો ’! ને ‘કાપો’ના ગોઝારા નાદે રહી ગાજી બેબાકળી આજે પાળા : ગુંથાયે છે ચકલાં : ફણી ફગફગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગમગે છે! (૪) હરિ—ઉર ભોંકાય છે આજ ભાલા : છે ગમગીન લાચાર અલ્લાહતાલા ; ૧૨૭ પણ સામૂહિક અહિંસાના આચરણમાં એક મેોટી મુશીબત રહેલી છે. માણસમાં લાભ છે, સ્વાર્થ છે, અશુભ વૃત્તિઓ છે, તેથી અનિષ્ટ આચરણ કરે છે. તેને કેમ પહોંચી વળવું? દુનિયાએ આજ સુધી એક જ માર્ગ જાણ્યો છે, Eye for eye and tooth for tooth—હિંસાનો સામનો હિંસાથી જ કર્યો છે. અલબત્ત, સમાજવ્યવસ્થામાં હિંસા ઓછી કરવા, સ્મૃતિ રચાઈ છે,કાયદાઓ યા છે, પોલીસ છે, લશ્કર છે પણ તે બધાને પાયે હિંસા છે. જગતમાં રહેલ અનિષ્ટ –Problem of evil–ને પહોંચીવળવાના સર્વા અહિંસક માર્ગ ગાંધીજીએ પ્રથમ વિચાર્યો છે અને કરી બતાવ્યો છે. ધર્મોએ, તેનાથી દૂર રહેવાનો, સંસારત્યાગ કે સન્યાસના માર્ગ, જોયા છે. ક્રાઈસ્ટે કહ્યું Resist not evil ગાંધીજીએ કહ્યું Resist evil અનિષ્ટને, અન્યાયન પ્રતિકાર કરો, પણ હિંસાથી-વેરઝેરથી નહિ, પણ અહિંસા, પ્રેમથી, પોતે સહન કરીને, બીજાના હૃદયને જીતી લઈને. દુનિયા માટે આ નવા માર્ગ છે. અહિંસક સમાજની રચનામાં, અન્યાય અને અનિષ્ટનો પ્રતિકાર, તેની સાથેના અસહકારથી અને સત્યાગ્રહથી કરવાનો રાહ ગાંધીજીએ જગતને ચીંધ્યો છે. મુંબઈ, તા. ૧૨-૯-૧૯૬૯ . (આકાશવાણીના સૌજન્યથી) અહિંસાનું આ નવું અને વ્યાપક સ્વરૂપ એ ગાંધીજીને દુનિયાને સંદેશ છે. વિજ્ઞાને સંહારના અકલ્પ્ય શસ્ત્રો સર્જ્ય છે. ભૌતિકતાની અને ભાગેાપભાગની સીમાએ પહોંચી રહ્યા છીએ ત્યારે વિનાશમાંથી બચવા માટે ગાંધીજીને અહિંસા અને સંયમના માર્ગ, માનવજાતે વિચારવાનો રહે છે. ચીમનલાલ ચકુભાઈ શાહ હરિ-ઉર ભેંકાય છે આજ ભાલા: ગમગીન લાચાર અલ્લાહતાલા ! જાણીતા સારસ્વત અને કવિ શ્રી કરસનદાસ માણેક હમણાં જ અમદાવાદ ગયા હતા અને રમખાણામાં ફસાઈ ગયા હતા. પૂરા બે દિવસ તો તેમને અમદાવાદ સ્ટેશને રોકાઈ રહેવું પડયું હતું. દિલ ભાંગીને ભૂક્કો થઈ જાય એવાં કેટકેટલાં દશ્યો એમણે જોયાં અને એમનો આત્મા ચિત્કાર પાડી ઊઠયો. એ ચિત્કાર એમણે નીચેના કાવ્યમાં શબ્દબદ્ધ કર્યો છે. આ કાવ્ય અમદાવાદ સ્ટેશન પર જ લખાયું છે.—તંત્રી શતાબ્દીના જલસા, જુઓ ઝગઝગે છે, ઉરે બૈર—વૃત્તિ, કરામાં છરા છે, પૈશાચી પગની ગતિમાં ત્વરા છે, અહિંસાના યોગીનું આસન હતું જ્યાં અરે તે જ આ રકત – છલતી ધરા છે, (<) આ આદમની એલાદ? બ્રહ્માની સૃષ્ટિ? કે શેતાને પકવ્યા કો' નિષ્ઠુર નિભાડા?— જેની તિરછી દગમાં ઝનૂન તગતગે છે! શતાબ્દીના જલસા જુવે ઝગઝગે છે! (4) (6) Ź છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છે: જગન્નાથ ના કર્યાંય ગોત્યા જડે છે : ૨ આઝાન દઈ દઈને બેજાન નાહક થયેલા તે મુલ્લાં બુલા લડથડે છે. રે ઝાંખપ છે આંખે, પસીના પગે છે! શતાબ્દીના જલસા, જુવો ઝગમગે છે ! (૬) પડયા બંધને બાપુના—પુણ્ય ખ્વાબે : થયાં મુકત શૈતાનરંગી શરાબા. ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની મસ્તીમાં વળા પડયા ઈન્કિલાબે ઈમારત જુઓ, પાયાથી ડગડગે છે! શતાબ્દીના જલસે, જુવો ઝગમગે છે! ઉપેક્ષિત બધે અન્તરાત્માનું આસન : નર્યા સ્વાર્થનું ચક્રવર્તી સિહાસન : અને રાષ્ટ્રપ્રીતિની અંધારી એથે ગંધરું ચાલે ઉંદરનું ઉપાસન ! ચેતન પે જડનું જ આસન જગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે! નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે ! મવાલી જ ખુલીસી પેફ લેફાલે : પરંતુ ઊઠાવી છે ગાંધીને નામે આવી ઘાર આંધી, તે આત્માને સાલે! કવિ ઉર રાખે, તેથી ધગધગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે! (e) હું જાણું છું કાં કોણ શું હસે છે: છતી આંખે અંધત્વ ધારી ધસે છે! કો'ચેતો, ન ચેતા, હુ તો ચેતવું છું: ગ્રસનારને અંતે ગ્રસ્તો ગ્રસે છે ! ચીચોડો અનાદિથી આ તો ચગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે! (૧૦) નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ : નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિત : બધે એક ઈન્સાનિયત રડતી, સૂરત અરે, એક કિરતારની થાતી ખંડિત. ધસે લાવા જલતો જેની રગરગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે! કરસનદાસ માણેક (જન્મભૂમિમાંથી સાભાર ઉદ્ભુત )
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy