________________
nr
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા : આભારનિવેદન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાનો જે કાર્યક્રમ ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૯-૬૯ ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે મુજબ તારીખ ૮-૯-૬૯ સામવારથી તા. ૧૬-૯-૬૯ મંગળવાર સુધીના કાર્યક્રમ કશા જ ફેરફાર સિવાય સુંદર અને સફળ રીતે પાર પડયો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાખ્યાનમાળા માટે ભારતીય વિદ્યાભવનના શીતલ સભાગૃહ પસંદ કરવામાં આવ્યા હતા. આમ તે નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન માન્યવર શ્રી, ગૌરીપ્રસાદ ઝાલાએ સ્વીકાર્યું હતું, પર ંતુ વચમાં તેઓશ્રીને બહારગામ જવાનું થતા એમનું સ્થાન પ્રાધ્યાપક ડૉ. રમણલાલ શાહ, જેઓ અમારી કારોબારીના એક સભ્ય પણ છે, તેઓએ શેાભાવ્યું હતું. શ્રી. ઝાલા સાહેબનાં અને ડૉ. શ્રી. રમણલાલ શાહનાં સુંદર માર્ગદર્શન અને આગળપાછળનાં વ્યાખ્યાનની વિદ્રતાભરી સમાલૅચના માટે અમે તેમના ખૂબ આભારી છીએ.
વ્યાખ્યાનમાળાનું પ્રથમ મંગલ પ્રવચન માન્યવર શ્રી. મેરારજીભાઈ દેસાઈનું હતું. રાજદ્રારી ક્ષેત્રે છેલ્લા બે મહિનામાં જે માટા બનાવા બન્યા તે પછી શ્રી મેરારજીભાઈ મુંબઈ પહેલી જ વાર આવતા હતાઅને એમના લાભ સૌ પ્રથમ આપણા સંઘને મળ્યા, એ આપણા સંઘનું પરમ સદ્ભાગ્ય ગણાય. તેઓશ્રીએ “મારા જીવનમાંથી હું શું શીખ્યો?” એ વિષય ઉપર પ્રેરક વાણીમાં ઉદ્બોધન કર્યું હતું. તેમના પ્રવચનમાં તેઓશ્રીએ સત્ય અને અહિંસાની તાત્ત્વિક છણાવટ કરી હતી. તેઓશ્રીનું સળંગ પ્રવચન ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી મેારારજીભાઈ દેસાઈના પ્રવચન માટે ભારતીય વિદ્યાભવનના હાલ ઘણા જ નાના પડયો હતો. અમને દુ:ખ છે કે ઘણા મિત્રને જગ્યાને અભાવે પાછા જવું પડયું હતું. આવા જ અનુભવ છેલ્લા ત્રણ દિવસેામાં પણ થયો હતો. બાકીના દિવસોમાં પણ સભાગૃહ સારું એવું ભરેલું રહેતું હતું. ઘણા શ્રોતામિત્રાનાં સૂચના છે કે, હવે ભવિષ્યમાં આથી મેાટા સભાગૃહના સંઘે વિચાર કરવા જોઈએ. સંધ દ્વારા વર્ષોથી ચાલતી વ્યાખ્યાનમાળાની કેટલી બધી ચાહના છે એની પ્રતીતિ આ સૂચનમાં આપણને થાય છે.
આ વખતની વ્યાખ્યાનમાળાના અઢારેય વ્યાખ્યાનોની પાછળ વકતાઓના પોતપોતાના વિષય માટેના ઊંડા અભ્યાસ અને પરિશ્રમ, તેમ જ દરેક વકતાની વિષયને રજૂ કરવાની પાતાની આગવી શૈલી શ્રોતાઓને મુગ્ધ કરી ગઈ. આ વખતે વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર આવનારાઓમાં મધર શેરીસા, પ્રાધ્યાપિકા નીરા દેસાઈ, મુનિશ્રી નગરાજજી, પ્રાધ્યાપક સુરેશ દલાલ તથા શ્રી શાહુ મેઢક હતા. આમાં કરુણામૂર્તિ - સેવાની દેવી અને સાધ્વી સમા મધર ઘેરીસા કલકત્તાથી આવ્યા હતા. તેમનો પરિચય આ અગાઉના ‘પ્રબુદ્ધ જીવન’ માં કરાવવામાં આવ્યો છે. તેમણે માનવતાની વાત કરી કહ્યું, “આપણે સૌ એક પિતાના સંતાન છીએ. નિરાધારને સહારો આપવા એ આપણ સૌનું કર્તવ્ય છે. અમે ગરીબની સેવા કરતાં એમની જેમ જ રહીએ છીએ. અમે બે સાડીથી વધારે સખી પણ રાખતા નથી. અમારું જીવન અત્યંત સાદું હાય છે. પરિગ્રહ અમારું આજીવન વ્રત હોય છે. અમારા કાર્યમાં અમે તમારી પાસેથી હૃદય અને સહકાર માંગીએ છીએ. અમે પૈસા માંગતા નથી. (We want your heart and hands) મધર થેરીસાની સાદી અંગ્રેજીભાષી વાણી સૌના હ્રદયસોંસરી ઊતરી ગઈ.
અમારા નિયંત્રણને માન આપીને બહારગામથી આવનાર અન્ય વકતાઓ હતા—માન્યવર શ્રી મેરારજીભાઈ દેસાઈ દિલ્હીથી, પ્રાધ્યાપક દલસુખ માલવણીયા, આચાર્ય યશવંત શુકલ તથા ફાધર
તા. ૧-૧૦-૧
વાલેસ અમદાવાદથી અને શ્રી રહિત મહેતા તથા શ્રીમતી શ્રીદેવી મહેતા બનારસથી. જ્યારે રમણલાલ સી. શાહ, કવિવર કરસનદાસ માણેક, પ્રાધ્યાપિકા નીરા દેસાઈ, મુનિશ્રી નગરાજજી, શ્રીમતી મૃણાલિની દેસાઈ, પ્રાધ્યાપિકા શ્રીમતી હર્ષિદા પંડિત, પ્રાધ્યાપક સુરેશ દલાલ, શ્રી શાહુ મેડિક, શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્થાનિક વકતાઓ હતા.
છેલ્લા બે ત્રણ વર્ષથી વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસનું આકર્પણ શ્રોતાઓને અસાધારણ રહેતું હાઈ આ વર્ષે પણ તેઓશ્રીના બે પ્રવચન યોજવામાં આવ્યા હતા. ફાધર વાલેસે ‘કુટુંબભાવના’ઉપર બેલતા અને એમનાં અનુભવનાં અત્યંત હૃદયસ્પર્શી દષ્ટાંતે ટાંકતા શ્રોતાઓ ગદ્ગદ્ થઈ ગયા હતા. - ‘ગાંધીજીને’ તેમણે સાચા દિલથી અંજલિ આપી હતી. ગુજરાતી ભાષા ઉપરનું તેઓશ્રીનું પ્રભુત્વ મેહક હતું. તેમને બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવી અનુભૂતિ સૌને થઈ હતી.
ગાંધી જન્મશતાબ્દીને લક્ષ્યમાં રાખી આ વર્ષની વ્યાખ્યાનમાળામાં ગાંધીજીના જીવનને સ્પર્શતા વિષયોનો વધારે ખ્યાલ રાખવામાં આવ્યો હતો. પ્રાધ્યાપક સુરેશ દલાલે કાવ્યમાં પ્રગટ થતાં ગાંધીજીના વ્યકિતત્વને જીવંત કરી દીધું હતું. અનેક કવિઓના કાવ્યો તેમણે સુંદર રીતે રજૂ કર્યા હતાં. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે ‘ગાંધીજી' ઉપર બાલતાં, ગાંધીજીના જીવનનું પ્રેરક બળ સત્ય અને અહિંસા શું છે એ એમની અસ્ખલિત અને પ્રેરક વાણીમાં સમજાવ્યું હતું. જ્યારે ફાધર વાલેસે ગાંધીજીના જીવનનાં નાનાં નાનાં પ્રસંગાને સજીવન કર્યાં હતાં.
જ્યારે ગાંધીજીના વિચાર કરીએ ત્યારે પૂ. કસ્તુરબાને તે કેમ જ ભૂલાય ? અને પૂ. કસ્તુરબાને જીવન્ત કર્યા શ્રીમતી મૃણાલિની બહેન દેસાઈએ એમની સંવેદનશીલ વાણીથી. શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઈક એવું હશે કે જેમની આંખ મૃણાલિનીબહેનને સાંભળતા ભીની ન થઈ હોય. તેમના પછીના વકતા શ્રીમતી હર્ષિદાબહેન પંડિતે મૃણાલિનીબહેનને એક પ્રખર વકતા કહ્યા અને એ કેટલું બધું ઉચિત હતું !
અન્ય વકતાઓએ પણ એમના વિષયોને પૂરેપૂરો ન્યાય આપ્યો હતો. વ્યાખ્યાનમાળાનું અંતિમ પ્રવચન શ્રીમતી શ્રીદેવી મહેતાનું હતું. આનંદધનજીનાં પદોનું અત્યંત સુંદર વિશ્લેષણ શ્રીદેવીબહેને સંકીર્તન રૂપે કર્યું હતું. શ્રીદેવીબહેન હળવું અને શાસ્ત્રીય બંને સુંદર રીતે ગાઈ શકે છે. તેમના ગળામાં મધુરતા પણ છે. આનંદધનજીનાં કેટલાક રસિક પદો જે આખરે તો આધ્યાત્મિક અનુભૂતિના જ પદો અને સ્તવન છે - તે તેમણે ગાયા એટલું જ નહિ એની સમાલોચના પણ કરી - તેમનું આ પ્રવચનસંકીર્તન લગભગ દોઢ કલાક ચાલ્યું હતું. તેમનાં પ્રવચનને અંતે રાષ્ટ્રગીત ગવાયું અને સૌ વિખરાયા ત્યારે પવનની લહરીમાં આનંદધનજીના પદની જાણીતી પંકિત “જાગી અનુભવ પ્રીત” કયાંય સુધી ગૂંજતી હતી.
વ્યાખ્યાનમાળાની શરૂઆત પ્રાર્થના અને ભજનથી થતી હતી. આ પ્રાર્થના અને ભજનમાં અમને શ્રીમતી આરતીબહેન મહેતા, ગુણવંતીબહેન શાહ, રમાબહેન ઝવેરી, શારદાબહેન શાહ, નિરુબહેન શાહ અને મંદાકિનીબહેન નાણાવટીના સુંદર સહકાર મળ્યો હતો. અમે એ બધાનો અંત:કરણથી આભાર માનીએ છીએ.
વ્યાખ્યાનમાળાના નવ દિવસનાં અઢાર વ્યાખ્યાનોને આપણે શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અઢાર અધ્યાયો સાથે સરખાવી શકીએ, અને આ અઢારે અધ્યાયોનું નિરૂપણ મુરબ્બી શ્રી ઝાલા— સાહેબ એમની વિદ્વતાભરી ક્લમે હવે પછી કરશે, એટલે
។