________________
તા. ૧-૧૦-૬૯
પ્રભુ ઈન
૧૨૩: :
૧
ગાફેલ આમ બેધ્યાન બનીને ફરે છે. તેથી આવા અકસ્માત થાય છે. એ વિશે ભવિષ્યમાં કાળજી રાખવી.
(સુરેશ જોષી) ગાંધીજીનું મૃત્યુ ઘણા કાવ્યોના જન્મમાં નિમિત્ત બને છે. “મળ્યો જયાં જય ગાવાને મૃત્યુ જે મહા કવિ ત્યાં હું તે કોણ ગાનાર?
(રમણ વકીલ)
“આજ નયને રડો, હૃદય ભાંગી પડો”
(મનસુખલાલ) (ઉમાશંકર)
રડો ન મુજ મૃત્યુ ને’
અહ ગાંધીઆધી સફર સહસા આમ અકળી રચી આંધી, શાંતિપ્રિય જન ને છાજે જ તમને.”
(સુન્દરમ ) મેટા ઘરને મોભ તૂટયો કે વહાણને કુવાથંભ? ફાટયો હાડને પહાડ હિમાલય કે આ કો ઘોર ભૂકંપ?
(સ્નેહરશ્મિ) કોણ રે દૂભ્યો ને કોણે વિધિયો
કલંકીએ કોણે કીધા ઘા? કોણ રે અપરાધી માનવ જાતને
જેને સુઝી અવળી મત આ? રુધિરે રંગાયે હરિને હસલે.
(બાલમુકુન્દ)
મલાયલય ભાષાના કવિ વલતેલે કહ્યું. “પરમ ધર્મ શીખવનાર એ નિ:સ્પૃહીને અમે ગુરુદક્ષિણા આપી - ગેળીઓની બંદૂકથી.”
માત્ર આપણા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આપણે માટે ગાંધીજી આપણા પાપની ઊંડી ખાઈમાં ઊતર્યા. ઈશ્વરે આપેલા બે હાથને ઉપયોગ એમણે આપણને સમજાવ્યો. આ હાથ કર્ન માટે છે અને પ્રભુ સામે જોડવા માટે છે. જેમણે આપણા જીવનને સ્વયમ, પ્રાર્થના જેવું, પાવન બનાવવા માટેનો પુરુષાર્થ આદર્યો - એમના પ્રત્યે જ આપણે ‘ટેપેસ્ટ’ના કેલીબાનની જેમ મુઠ્ઠી ઉગામી. તાપને હાલરડું ગવડાવવાની અને બોમ્બને પુષ્પ વૃષ્ટિ કરવાની એમણે દીક્ષા આપી હતી અને આપણે એમના અહિંસા-મંત્રમાંથી જ હિંસાના હથિયાર બનાવ્યા. આપણે સત્યાગ્રહીની સાથે સાથે સત્યાગ્રહી બનવાને બદલે હત્યાગ્રહી બન્યા. એક કાતિયાત્રાને આપણે શબયાત્રામાં ફેરવી નાખી. “માનવ સંસ્કૃતિએ પિતાના હાડપિંજરને ઈતિહાસની દીવાલ પર ટાંગી દીધું”
- (શંકર કુરૂપ - ચુનીલાલ મડિયા). આધુનિક અરણ્યમાં રહેતા મનુષ્ય પાસે વાધની તગતગતી આંખ છે, સિંહના લોહિયાળ નખ છે અને સાપના ઝેરીલા દાંત છે. અંગ્રેજ કવિ માયરોન એ’ હિગિન્સ ‘દેવ હત્યા’ નામના એમના કાવ્યમાં મૂગા ચિત્કાર કરી ઊઠે છે: “ઘળે દિવસે થઈ એમની હત્યા. એમનું માંસ ઉઘાડી કર્યું પ્રગટ. ઘવાયેલાં જનનાં ટોળાં એ વિલય પામતી ક્ષણમાં ઊમટયાં, તમે ઉરચર્યા : શબ્દ એક સંત્રસ્ત તણા –“હે રામ!' સહજ તમારી દંત પંકિતથી સર્ષો અને મુખમાં ઝળહળતું રત્ન થઈને બેઠો એ ઉદ્ગાર ગોઝારી એ ધરતી પર જ્યાં ઢળ્યાં, ત્યાં જ બૂઝાયાં... નિમિત્ત તે અપરાધ છતાં જે સિદ્ધ થયો તે પ્રેમ. હવે સૌ નિજ સંગે એનું મૃત્યુ લઈને પહોંચે નિજ આવાસે.
અને અહીં આ દૂરદૂરને નગર ફરેબી વસંત લથડે શાંત તમારા અસ્થિનાં ખંડેરોમાં.. અજબ તમારા જખમમાં ઊંડે ઊંડે એક સર્ય જલીને ભરમ થ... દરિયાઓ નિજ કપેલા આવાસે પાછા વળતા. ગોડસેએ તો ગાંધીજીના દેહને હણ્યો અને ફાંસીની સજા
પામે. પણ એના આત્માના હણનારાઓ માટે કોઈ મૃત્યુ ખરું કે નહિ?– એ નાગની ફેણ જેવો પ્રશ્ન ઉમાશંકર એમના એક કાવ્યમાં પૂછે છે. ગાંધીજીને તે આપણે “દંતકથાઓના રાજમહેલમાં ' મોકલી આપ્યા છે. ગાંધીજીના મૃત્યુ પછી જન્મેલા બાળકોએ ગાંધીજીને ન જોયું હોય એ સ્વાભાવિક છે પણ ગાંધી– જે યુગમાં જીવ્યા – એ યુગના માણસેએ પણ ખરેખર ગાંધીજીને જોયા જાણ્યા છે ખરા?– એ વાત પ્રિયકાન્ત મણિયાર એમના એક કાવ્યમાં કરે છે.
એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછયું “તમે ગાંધીજીને જોયા હતા?”, ત્યાં હું અચિંતે ને સહજ બેલી ગયો કે “હા” અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને અને બબડી ગયા‘ત્યારે અમે તે હીંચતા તા ઘોડિયામાં પેન-પાટી હૈ હજુ તે એકડાને ઘૂંટતા'તા રે અમે!' હું હવે કોને કહું કે’. ના તમે એ તે અમે ?'
ગાંધીજીના આદર્શને આપણે આરસની પ્રતિમામાં રૂપાંતર કર્યા છે. સર્વોદયને બાજુ પર મૂકી આપણે સંપ્રદાય રચ્યો છે. સંસ્કૃતિનું પાત્ર ગબાઈ ગયું છે. બાલમુકુન્દ કહે છે:
બુદ્ધ મેહમ્મદ, સોડૅટીસ ઈશુ ને ગાંધી આવ્યા ને ગયા મંત્રાંજલિ છાંટી
ને તેય આપણે તે કોરાકટ.” જે સ્વયં સત્યનું કાવ્ય અને કાવ્યનું સત્ય છે એવા ગાંધીજીના જીવનથી માંડીને મરણ સુધીના વિશાળ પટ પર કાવ્યનું આલેખન કરે એ આપણને હજી સુધી કોઈ કવિ મળે નથી. ટાગોર જો જીવતા હોત તો આપણે ટાગોર તરફ દષ્ટિ કરત
અને કવિતાનું કોઈ અપૂર્વ વિશ્વ કદાચ પામત. આપણા વિવેચક વિષણુપ્રસાદ ત્રિવેદી એટલે જ પડકાર કરે છે:
હું વિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષના ભારતના ઈંતિહાસ તો દસ મહાભારત લખાવે એવડે છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યા છે. એક ફ્રેંચ યુગલના વધ નિમિત્તે સાયરામ પ્રગટયું, લાખ લાખ કુંટુંબે દાઝી રહ્યાં છે તે કોઈ મહા કવિને કંઠ નહિ ખુલે?”
એલિયટન પદ્ય નાટક Murder in the cathedral માં બેકેટની હત્યા થાય છે. એમાં કોરસની ઉકિત હત્યાના વાતાવરણને ઊઠાવ આપે છે એવો ચિત્કાર આપણે ત્યાં તાર સ્વરે કેમ નથી પ્રગટય? આપણે તો એ કોરસની ઉકિતમાં જ આપણા હૃદયની વ્યથાને તાળો મેળવવાને રહ્યો ને !” વૈયકિતક દોષ તો ધોવાઈ શકે છે પણ આ તે જીવનની બહાર, કાળની બહાર, શાશ્વતિમાં આચરવામાં આવેલું અનિટ છે. એને કઈ રીતે ધાવું? એ કહે છે:
“હવાને સ્વચ્છ કરે, આકાશને સાફ કરો, એક પછી એક પથ્થરને ઉઠાવો અને તેને ધૂએ. આ ભૂમિ મેલી છે. આ પાણી મિલન છે. આપણા પ્રાણીઓ અને આપણે રકતથી છંટાયા છીએ. રકતની વર્ષાએ આખે આંધળી કરી નાખી છે. હવાને સ્વરછ કરશે, આકાશ સાફ કરો, પવનને ધોઈ નાખે, પથ્થર પરથી પથ્થર ને ઉઠાવે, હાથ પરથી ચામડીને ઉતારડો, પથ્થરને ધૂઓ, હાડકાને ધૂએ, બુદ્ધિને ધૂએ, આત્માને ધૂઓ- આ બધું ધૂએ, બધું જ ધૂઓ-
' આવા કોઈ પ્રાયશ્ચિતમાંથી કવિતા પ્રકટશે ખરી? હજી સુધી કેમ પ્રકટી નથી એ જ પ્રશ્ન છે. સંટ ન પર્સે કહ્યું હતું કે ‘જ્યારે ધર્મશાસ્ત્રોને નાશ થાય છે ત્યારે કવિતામાં ભગવાન વાસ કરે છે.” ધર્મશાસ્ત્રને નાશ કદી ન થાઓ અને આપણી કવિતામાં ગાંધીજીના વ્યકિતત્વનું કાવ્યમય ઐશ્વર્ય પ્રકટે એવી પ્રાર્થના સાથે વિરમું છું.
-પ્રા. સુરેશ દલાલ