________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૬૯
આ રજાને દિન હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમ: વ્યાખ્યાન કોઈ રાજનેતાનું - જવા દો ગ્રામ પર મૂક નવી રેકોર્ડ, આ જ બાપુને જન્મદિન ને રજા, કેટલે જલદી દિવસ વીતી ગયે, જેમ બાપુનું જીવન. રાજઘાટ ફૂલ એકલાં ઝૂરે સૌરભ કયાં છે?
(મુરલી ઠાકુર) આટલાં ફલો નીચે ને આટલે લાંબો સમય. ગાંધી કદી સૂત નતે.
(હસમુખ પાઠક) જેમણે જીવનની પ્રત્યેક પળને હિસાબ ચૂકવ્યા હતા. એમના જન્મ દિવસની આપણે રજાએ પાળીએ છીએ. સમગ્ર જનતાની દરિદ્રતાને ઓઢીને ફરતા ગાંધીજીનું વ્યકિતચિત્ર રાજેન્દ્ર શાહે આ રીતે દેર્યું છે. તારી કને આ કટિવસ્ત્ર, લાકડી અને સરતી ક્ષણના હિસાબને જે મેળ દે તે ઘડિયાળ, એટલું: તારે ન એથી અદકો પરિગ્રહ.” - ગાંધીજીના દેહનું અને એમના સ્વત્વનું શબ્દચિત્ર ન્હાનાલાલ, ઠાકોર, મેઘાણી, ઉમાશંકર, સુન્દરમ, માણેક, શ્રીધરાણી, બાલમુકુન્દ વગેરે પાસેથી મળતું રહ્યાં છે. “એ માનવ સળેકડું છે શું? સળેકડાથી કે રેખાપાતળુ એ કિરણ છે મહાસૂર્યનું
(ન્હાનાલાલ) “પામ્યા રત્ન સુરો પરિશ્રમ વડે ક્ષીરાબ્ધિ આખે મથી તે દાંડી તપે કણી લવણની ક્ષારાબ્ધિથી ઊંચકી.”
-રામપ્રસાદ બક્ષી
‘સત્યમ શિવમ સુન્દરમ' - આ ત્રણ એકમેક સાથે જાણે કે અનિવાર્યપણે સંકળાયા હોય એમ લાગે છે. ભારતમાં પણ એમ જ થયું. સત્યને પ્રકટ થવાની ઈચ્છા થઈ અને એણે જાણે કે ગાંધીજી પસંદ કર્યા. શિવતત્વ શ્રી અરવિંદ ઘોષ દ્રારા સાકાર થયું. અને સૌન્દર્યને પ્રકટ થવું હોય તે ટાગાર સિવાય એ પસંદ પણ કોને કરે? મહાપુરુષ પુસ્તકો રચવામાં નિમિત્ત બને છે અથવા રચે છે. અને પછી એ પુસ્તક મહાપુરુષોના જીવનના પર્યાય બની જાય છે. ગીતા- બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. એ વર્ણનને સાક્ષાત્કાર થાય છે ગાંધીજીમાં. ઉમાશંકરે તો ચાર પંકિતમાં ગાંધીજીનું અધ્યાત્મ અવતાર્યું : અજાતશત્રુ, સ્થિતપ્રજ્ઞ, સૌમ્ય ઝંખી રહ્યા બ્રહ્માચયે જ બ્રહ્મ, નિષ્કામ ચર્ચા નિરખી તમારી પ્રત્યક્ષ ગીતા જીવતી નિહાળી.
‘સકળ તીરથ જેના તનમાં રે'- એવું વૈષ્ણવજનનું પદ જેટલું નરસિંહનું નથી એટલું ગાંધીજીનું થઈ ગયું છે.
કૃષ્ણ અને ગાંધીજીના જીવનની ઘટનાને ઉમાશંકરે એકમેકને પડખે મૂકી – આ બન્ને સંભવામિ યુ અને એવા, કેવા અવતારી પુર્યો હતો એને અણસારો એમના એક સેનેટમાં આપે છે. In my begining there is my end, In my end, there is my begining. – એમ એકનું જીવન જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ નવજન્યને પ્રારંભ થાય છે. - કૃણ યમુનાને તટે જન્મ્યા, ભારતના યુદ્ધમાં નિ:શસ્ત્ર રહ્યો, અને સૌરાષ્ટ્રમાં પારધીના તીરે વીંધાયા. ગાંધીજી સૌરાષ્ટ્રમાં જન્મ્યો, ભારતના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહ્યા, યુદ્ધને અંતે લોકકલ્યાણના સૂત્રો અન્યને સોંપી, પતે દિગંબર રહી મિનિસ્ટરને પેશાક અન્યને પહેરાવી, યમુનાને તટે સ્વજનની ગેળી ઝીલી સમી ગયો.” કૃષ્ણ કરાગારમાં જન્મ્યા હતા તે આખું હિંદુસ્તાન તો આ અંગ્રેજોના સીતમના સળિયા પાછળ ક્યાં ન હતું? કૃષ્ણ પાસે સુદર્શન હતું : તો ગાંધીજી પાસે સુ-દર્શન હતું. એક મેહન હતો – તે બીજો મોહનદાસ હતો – એવા સ્થળ સમીકરણમાં ઉમાશંકર જેવા કલાકાર કવિ ન પડે એ સ્વાભાવિક છે. - હિંદી કવિ સુમિત્રાનંદન પતે અવતારની આ વાતને નિવેદનાત્મક રીતે જ કહી દીધી છે :
નવ્ય સંસ્કૃતિ-દૂત; દેવેનાં કરવાં કાર્ય, માનવ આત્મા ઉગારવાને આવ્યા તમે અનિવાર્ય ”
સુન્દરમ્ બુદ્ધ, ઈશુ અને ગાંધીજીને નિમિત્તે ‘ત્રિમૂર્તિ ” સેનેટ લખે છે. તે મરાઠી કવિ વિદા કરંદીકર ગાંધીજી “ જીવનમાં
બુદ્ધ જેવા અને મૃત્યુમાં ઈશુ જેવા છે' એમ કહી અંજલિ આપે છે.
સુરેશ જોશી કાવ્યને અનુભવ કરાવે એવા ગદ્ય ખંડમાં અવળા વાતા વાયરા એની સવળી વાગે ચેટ’ એ રીતે કહીનેએકી સાથે બુદ્ધ, ઈશુ, અને ગાંધીજીને ઉલ્લેખ કરે છે. “ત્ર અકસ્માત : બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયે; ઘરે એની વહુ ને દીકરા રાહ જુએ, પણ ધૂનમાં ને ધૂનમાં એ ઝાડ નીચે બેસી રહ્યો. ખાધા-પીધા વિના મરવા પડશે. કહે છે કે એક ભરવાડણે દયા લાવી દૂધ પાવું. હવે સ્થિતિ સુધારા પર છે. એનું નામ પૂછતાં ગૌતમ બુદ્ધ એમ કહે છે. લાગતાવળગતારો ઘટતી તપાસ કરી એ વ્યકિતને કબજે લઈ લે. સાંજને વખતે ટેકરી પર ઊભા કરેલા થાંભલા પર ચઢીને એક માણસ કશુંક જેવા ગયો. એ શું જોવા ગયો હતો તે વિશે કશી આધારભૂત માહિતી જાણવા મળી નથી. પણ અંધારામાં નીચે ઊતરવા જતાં એ ખીલામાં ભેરવા ને એ જ દશામાં મરણ પામે. એનું નામ ઈસુ એમ કહેવામાં આવે છે. પોલિસને સંબંધ વિશેની ખાતરી આપતાં મૃતદેહને કબજો સોંપવામાં આવશે. આ બે બંદૂકની ગેળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ “રામ રામ’ બબડતે ધૂની માણસ દેખતે છતાં ન દેખતે
એ ગળીના માર્ગમાં આડે આવવાથી ગળીના માર્ગમાં અંતરાય ઊભે થયે. એનું નામ મેહનદાસ હતું એમ કહેવાય છે. આવા
“જાતે વણિક પણ તપે નમ મહીંધ આ મૂતિ વીરરસની અથવા શું શાંતિની ?”
(ઠાકોર) એમના વિશેની આ સંદર્ભમાં એક ઉકિત યાદ આવે છે: He had the might of a dictater and a mind of a democrat.” “જવાળા મુખી એને કાળજે રે એની આંખમાં અમૃતધાર”
(મેઘાણી)
“પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી.”
(સુન્દરમ )
“પગમાં પુણયનું જેમ, ઉરે માનવતા વસી, દૌર્ય દંડે તનુ ધારી છે કે જય છે ધસી.
(માણેક)
દાહભરી આંખે માતાની તેનું તું આંસુ ટપકર્યું.”
(શ્રીધરાણી)
“કરુણા-જી રે એની આંખડી
રામની રટણા છે એને કંઠ.”
(બાલમુકુન્દ)
અંગે બધાં સંયમથી રસેલાં કંગાલની હાય થકી ભીજિલાં. લાંગાટીમાં કાય લઈ લપેટી ચાલે પ્રભુપ્રેરિત પ્રેમ મૂર્તિ.
( ઉમાશંકર)