________________
Regd. No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ”સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૧
મુંબઇ, ઓક્ટોબર ૧૬ ૧૯૬૯, બુધવાર પરદેશ માટે શિલિ’ગ ૧૫
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
કવિતામાંથી પ્રગટ થતું ગાંધીજીનું વ્યક્તિત્વ
માં
(સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૮ સપ્ટેમ્બર ૧૯૬૯ ના રોજ પ્રા. સુરેશ દલાલે કવિતામાંથી પ્રગટ થતું ગાંધીજીનું વ્યકિતત્વ” એ વિષય ઉપર એક સુંદર અને વિદ્નતાભર્યું પ્રવચન કર્યું હતું. ગાંધીજીની શતાબ્દીના ઉપલક્ષમાં ઊજવાઈ રહેલ આગામી સપ્તાહના સમયે આ પ્રવચન બરાબર સમુચિત થઈ પડશે એમ સમજીને તેની સળ'ગ નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. —-તંત્રી).
કવિતા પાસે આપણે એક જ અપેક્ષા લઈને જઈ શકીએ. કવિતામાંથી વિતા પ્રકટ થવી જોઈએ, બીજું કશું નહીં. જે આ જ હકીકત હોય તો પછી આજનો વિષય આપણને કયાં, કોની પાસે લઈ જશે? કવિતા પાસે કે ગાંધી તરફ
ગાંધીજી કઈ તરફ હતા? ગાંધીજી શું કોઈ એક તરફ હતા ખરા? એ તો ચેતરફ હતા; સત્ય, અહિંસા ને પ્રેમ શું એકતરફી હાઈ શકે? એ તો સર્વવ્યાપક. ગાંધીજીની આસપાસ કોઈ દીવાલ ચણી શકાય નહીં. ગાંધીવાદની પણ નહીં. જેમના શબ્દો આચાર થઈને જ ઊભા રહેતા એવા નિષ્કામ કર્મયોગી વાણી વર્ણવી - શકે? શકશે ખરી?
“છા આપતા મૌન તણા મહારથી”
(સુન્દરમ્ ) એમને વર્ણવવા માટે આપણી વાણીનો ગજ ટૂંકો નહીં પડે? મૌનના આવા સાન્નિધ્યમાં વાણી કદાચ ભેાંઠી પણ પડી જાય. જીવન અને સાહિત્ય વચ્ચે આમ તો આંખ અને સેાય જેટલું જ અંતર હાય છે. પણ ઘણી યે વાર એવું બને છે કે સૂત્ર પરોવાતું જ નથી. હાથમાં જ રહી જાય છે. કવિતા દ્વારા ગાંધીજીના વ્યકિતત્વને પામવાનો પ્રયત્ન વિરાટ આકાશનું પ્રતિબિંબ વહેતા જળમાં જોતા હોઈએ એના જેવા છે?
“યોગેશ્વર ગાંધી, ભારત ભાગ્યવિધાયક, શ્રદ્ધાવંત, સંયમી, સત્યભાષી, ત્યાગમૂર્તિ, તપધન યોગી, ક્રાન્તદષ્ટા, પુણ્યશ્ર્લેક, વૈષ્ણવજન, પારસમણિ, સતની શૂળીના શહીદ, સાચક્લા આતમવિદ્, દીચિ, નીલકંઠ, ભીષ્મ, ભારતનો આત્મા, વસુધૈવ કુટુમ્ નો મંત્ર આપનાર જગદ્‚રુ પ્રગટ મૂર્તિમન્ત અહિંસા, પ્રજાજીવનની કોઈ મહઘટનાનો અગ્નિપુરુષ” આ અને આવા બધાં સ્તુતિમૂલક શબ્દોના પથ્થરોમાંથી જે કવિતાની કૂંપળ ફૂટે છે એને જોવા જાણવામાં અત્યારે આપણને રસ છે.
કવિતામાંથી પ્રગટ થતાં ગાંધીજીના વ્યક્તિત્વની હું ઉદાહરણા આપ્યા વિના વાત કરું તે મારી આ બધી વાતો તમને નકશા ઉપર સમુદ્ર બતાવતો હોઉં એના જેવી લાગશે.
ગાંધીજીના જન્મ ક્યારે અને એમનું જન્મસ્થાન કર્યું એને જવાબ ઈતિહાસ - ભૂગાળના માણસો પોતાની રીતે આપશે. અને એ રીતે જ આપવા જોઈએ. પણ આપણા કવિ ઉમાશંકર આ વાતને કઈ રીતે મૂકે છે:
શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનુ પાક્ષિક મુખપત્ર છૂક નકલ ૪૦ પૈસા
“જન્મસ્થાન તમારું તે ન કોઈ નગરે, ગૃહે મૃદુ માનવ હૈયું તે જન્મસ્થાન તમારું છે.” ગાંધીજ્યંતિના દિવસના મહિમા કલેન્ડરની તારીખના ઘરમાં
૧ થી ૩૧ તારીખના ઘરમાં વસતા માણસે માટે જેવા હોય તેવા સ્થળ, કાળથી પર એવા કવિ માટે ન પણ હોય.
માર્ગમાં કંક પડયા
બાજુ
જન્મ
સૌને
નડયા.
મૂકયા ઊંચકી તે દર્દી નકી ગાંધી બાપુનો.
તિથિ ન જૉશે ટીપણે -
-
ગાંધીજયંતિ તે દિને ઉમાશંકર)
ગાંધીવિષયક કવિતામાંથી ગાંધીજીના વ્યક્તિત્વની સાથે સાથે કવિ અને કવિતાના માધ્યમ દ્વારા આપણી પ્રજાનું વ્યકિતત્વ પણ ન પ્રક્ટે તો જ નવાઈ! અંગત પ્રયોજનોથી દોડતા આપણા દિવસે વચ્ચે સરકારે જો અમુક વ્યવસ્થા ન કરી હોત તો આપણને બાપુના જનમદિન યાદ રહેત ખરો! એ પ્રશ્ન પ્રત્યેક માણસે પોતાને પૂછી જોવા જેવા છે. ‘બાપુનો જન્મદિન' નામના કાવ્યમાં હરીન્દ્ર દવે વ્યથાને કટાક્ષનું કલાત્મક રૂપ આપે છે.
આજ બાપુનો જનમદિન જયારથી સરકાર પાળે છે રજા ત્યારથી કેમે ય ભૂલાતો નથી. વાંચશું થાડા ગીતાના શ્લોક ? ‘વોઈસ ઑફ ઈન્ડિયા' જોવા જવું છે, કાં સમય રહેશે ?
ને ઉપવાસ?
ના ૨ે એમ દુભવ્યું જીવ
બાપુ તે કદી રાજી રહે ?
રાજઘાટ જશું?
“ચલા, સુંદર જગા છે, ટહેલ થોડું
અને બે ફ્ લબાપુની સમાધિ પર મુકી કર્તવ્યનિષ્ઠા તા બતાવીશું.
કર્યાં બિચારાએ સહન થોડું કર્યું બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે. પ્રાર્થનાના તો ન શબ્દો યાદ
પણ બાપુ સદા કહેતા હતા.
કે હૃદય જો પ્રાર્થનું હોય તો સાચી પ્રાર્થના,