________________
તા. ૧૬-૯-૧૯
સઘ
સધના કાર્યાલયનું કરવામાં આવેલુ સ્થળાન્તર ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું કાર્યાલય લગભગ ૩૦-૩૧ વર્ષથી મુંબઈ ખાતે ધનજી સ્ટ્રીટમાં આવેલા મકાનમાં હતું તે બદલીને ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ( સેન્ડહર્સ્ટ રોડ ) ઉપર વનિતા વિશ્રામની સામે, નજીકમાં આવેલા ટોપીવાળા મેન્શનમાં બીજે માળે, ચાલુ સપ્ટેમ્બર માસના પ્રારંભમાં ફેરવવામાં આવેલ છે. આ પ્રસંગના મહત્ત્વને ધ્યાનમાં લઈને ગોકુળ અષ્ટમી—તા. ૪ સપ્ટેમ્બર ગુરુવારના રોજ– સંઘની કાર્યવાહક સમિતિના કેટલાક સભ્યો સહકુટુંબ નવા કાર્યાલયમાં એકઠા થયા હતા.
અને જેમણે સંઘના મકાન
કુંડમાં જ્ઞ. ૫૦૦૧ નોંધાવ્યા છે એવા સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી દામજીભાઈની અપંગ પુત્રી ચિ. બહેન રેખાના હાથે કુંભની સ્થાપના કરાવવામાં આવી હતી અને અલ્પાહાર વડે હાજર રહેલા ભાઈ— બહેને નામેાઢાં મીઠાં કરવામાં આવ્યા હતા.
આ રીતે સંઘે સાંકડી જગ્યામાંથી એક વિશાળ અને જવા આવવામાં સૌને વધારે અનુકૂળ પડે તેવા સ્થળમાં પ્રવેશ કર્યો છે. સંધે પ્રાપ્ત કરેલ આખા માળનું ક્ષેત્રફળ આશરે ૧૭૦૦ ચારસ ફીટ છે
પ્રભુ જીવન
13
સંઘના નવા કાર્યાલયમાંચિ, બહેન રેખાના હાથે થઇ રહેલી કુ ભસ્થાપના
સમાચાર
અને તેમાં ૯૦૦ ચારસ ફીટ જેટલા વિશાળ સભાગૃહ થઈ શકે એવી સગવડ છે. આના અનુસંધાનમાં જણાવવાનું કે તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સાંજના સંઘની કાર્યવાહક સમિતિની એક ખાસ સભા સંઘના નવા કાર્યાલયમાં ભરવામાં આવી હતી. આ સભામાં, એક સભ્ય બહારગામ છે તે સિવાયના બધા જ સભ્યો ઉપસ્થિત થયા હતા અને સંઘની આ સિદ્ધિના કારણે સૌ કોઈ અત્યંત આનંદપ્રફ લ્લ દેખાતાં હતાં. આ પ્રસંગે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખે પોતપોતાનાં ટૂંકા પ્રવચનો દ્નારા સૌના આનંદને પ્રતિધ્વનિત કર્યો હતા, નવું કાર્યાલય નક્કી કરવામાં અસાધારણ જહેમત ઉઠાવનાર શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહના ખાસ આભાર માન્યો હતો અને આવું વિશાળ કાર્યાલય વસાવતાં અને તેને યાગ્ય રીતે વિકસાવવાનો નિર્ણય કરતાં સંઘે ઘણી મેાટી આર્થિક જવાબદારી ઉપાડી છે, જેને પહોંચી વળવા માટે સંઘે લાખ નહિ પણ સવા લાખ રૂપિયાની રકમ
એકઠી કરવાની રહેશે
૧૧૯
સંઘના નવા કાર્યાલયમાં કુંભસ્થાપના સમયે ઉપસ્થિત થયેલા સભ્યો
આ બાબત તરફ સર્વ સભ્યોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
નવી જગ્યામાં જે હાલ અથવા સભાગૃહ છે તેને અદ્યતન આકાર આપવા અને તે માટે ટેલિફોન, ધ્વનિવર્ધક યંત્ર, વગેરે જરૂરી બધી સામગ્રી વ સા વ વી—એ વા આ