________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૯-૧૯.
હું અમેરિકાના સમાજની વિવિધ ક્ષેત્રની વ્યકિતઓને મળે. જુર્કમાં રહ્યો ને ગામડામાં ય રહ્યો. લોકો પૂછે કે તમે ગામડામાં કેમ જાઓ છો? તમારે સંબંધ તે શહેરો સાથે જ છે. મેં તેમને કહ્યું કે, અમે તમારું અનાજ ખાઈએ છીએ. એ અનાજ કયાં ઊગે - છે, કોણ ઉગાડે છે, કેવી રીતે ઉગાડવામાં આવે છે? એવું લોકો મને પૂછશે તે હું શું જવાબ આપીશ? એટલા માટે જ હું ગામડામાં જવા માગું છું. હું અમેરિકી ખેડૂતના ઘેર બે દિવસ રહ્યો. તેઓ સાદા ને સરળ હતા. ભારતના ખેડૂત જેવી જ સરળતા મેં તેમનામાં જોઈ. તેમનું ખેતર ઘણું મોટું હતું. અમેરિકાની એક વિશેષતા છે. ત્યાં નાનીસૂની કોઈ વાત જ નથી. ત્યાં કરોડો ને અબજોની જ વાતે ચાલે છે. સરકારી ખર્ચ પણ કરો ને અબજોમાં હોય છે. તેથી ગોટાળા પણ કરોડો-અબજોમાં જ થાય છે. ત્યાં કરચોરી પણ કરે અબજોમાં થાય છે. અહીંયા કરચોરી થાય તેમ ત્યાં પણ થાય છે. કારણ કે ત્યાં પણ માણસ જ છે ને. ત્યાં મેટા માણસે જ એવું કરતા હોય છે. - હું જે ખેતરમાં રહેતો હતો તે ખેતર બે ભાઈઓ વચ્ચે ૫૫૦ થી ૬૦૦ એકરનું હતું. તેમની પાસે ખેતીનાં તમામ યાંત્રિક સાધન હતાં. ખેડૂતનું ઘર પણ ખેતરમાં જ હતું. ખેતીની સાથે પશુ- પાલને ને બીજા ઉદ્યોગે પણ તે ચલાવે છે. ત્યાં પ્રમાણિકતા છે. કામની કોઈ શરમ નથી. કોટપાટલૂન પહેરેલો અમેરિકન ખેડૂત ઢોરને નીરણ નાંખતા હોય છે. '' અમેરિકાની બીજી વિશેષતા એ છે કે ત્યાં છોકરા - છોકરીઓ ભણતર માટે માં - બાપ પર બોજો નાંખતા નથી. તેઓ રજાઓમાં કામ કરે છે. તેમાં પૈસાવાળાના દીકરા કે દીકરીઓ પણ ક્લાર્ક, વેઈટર્સ, વાસણો ધોવાનું ને બીજું મહેનતનું કામ કરી પૈસા કમાય છે. ત્યાં મહેનતનું કોઈ પણ કામ કરવામાં નાનપ મનાતી નથી. શ્રમનું મહત્ત્વ ગાંધીજી પણ ભાર દઈને સમજાવતા હતા. છતાં આપણે તે બાબે સેન્ટ્રલ ઊતરી સીધા બગ ઊંચકવા કુલીને શેધીએ છીએ. ત્યાં લોકે પિતાને સામાન પતે જ ઊંચકે છે.
ત્યાં પ્રમાણિકતા કેવી છે તેને એક દાખલો આપું. ખેડૂતના ઘરમાં ગેસનું જોડાણ હતું. મેં પૂછયું કે ગેસનું બીલ કેમ ભરો છે? તેમણે કહ્યું અહીં કોઈ ઈન્સ્પેકટર મીટર જોશ આવો જ નથી. દર મહિને હું જ મીટર જોઈ કંપનીને ફોન કરું છું. તે બીલ મેક્લી આપે છે, તે હું બેંકમાં ભરી દઉં છું. આવી રીતે ગેસકંપની ગ્રાહકો ઉપર રાંપૂર્ણ વિશ્વાસ મૂકે છે. - તમે જેનેએ, રસુધરાઈ ઉંદરો ન મારે એવી જે વાત કરી તે અંગે મારે એટલું જ કહેવાનું કે તમે પોતે જ કોઈ એવો કીમિયો બતાવો કે ઉંદરને માર્યા વિના જ તેમને ત્રાસ દૂર થઈ શકે, તો હું તમારો ખૂબ જ આભારી થઈશ.
અમેરિકામાં લેક ખાવાની ચીજોમાં ભેળસેળ નથી કરતા. શાકભાજી, દવા, વિગેરે ભેળસેળથી મુકત હોય છે. ત્યાં તેની સામેના કાયદા પણ કડક હોય છે. ઉપરાંત લોકો પણ જાગૃત હોય છે. ત્યાં દવા પર કેટલો નફે લે તે પણ કાયદા મારફત ઠરાવાયેલું હોય છે. હમણાં સ્કવીબ કંપની પર નફાખેરી માટે કેસ કરવામાં આવ્યો
' હતા. તેમાં ચૂકાદો કંપનીની વિરુદ્ધ જતાં કંપનીને ભારે દંડ થવા ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં તેણે કરેલાં વેચાણમાં વધારાનાં નાણાં પાછાં આપીને તેની રસીદે કૅર્ટમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
અમેરિકામાં પણ આપણી જેમ ઘણી સમસ્યાઓ છે. અમેરિકને શિષ્ટાચારમાં માનતા નથી. તેઓ સાદા, સરળ નાગરિકો છે. ત્યાં હમણાં હમણાં એક વસ્તુ સૌનું ધ્યાન ખેંચે છે. યુવક - યુવતીઓ લાંબાવાળ રાખે છે. ચૂસ્ત પેન્ટ અને શર્ટ કે જર્મીન પહેરી ફરતાં હોય છે. આમાં મધ્યમ વર્ગનાં ને પૈસાદારનાં છોકરા - છોકરીઓનો
સમાવેશ થાય છે. તેમને પહેરવેશ એટલે બધે એકસરખા હોય છે કે દૂરથી કઈ છોકો જાય છે કે છોકરી તે કહેવું મુશ્કેલ બને છે. ત્યાં મેટા મેટા ગેગલ્સ પહેરવાનો રિવાજ વધી પડે છે. તેમને જોતાં આપણને થાય છે કે આ તે માણસ છે કે શું? આપણે ત્યાં પણ આ બધું આવી રહ્યું છે.
અમેરિકાનો ટ્રાફીકને પ્રશ્ન પણ મુંબઈના જેવો જ વિક્ટ છે, જો કે મુંબઈમાં સ્થિતિ બે- ત્રણ વર્ષથી કંઈક સુધરી છે એમ મારું માનવું છે. ટ્રાફીકનું સંચાલને આર્થિક દષ્ટિએ હંમેશા પરવડતું નથી. ઘણા બસ-હડતાળવેળા કહેતા હતા કે તમે બસ-વહેવાર ન ચલાવી શકો તે તાતાવાળાઓને કેમ નથી આપી દેતા? પણ છેલ્લાં થોડાં વર્ષોમાં ન્યુ યૉર્ક ને શીકાગોને ટ્રાફીકવહેવાર પણ સુધરાઈએ લઈ લીધો છે. ટ્રાફીક–વહેવાર ખાનગી કંપની ભાડાં વધાર્યા વિના સરળતાથી ચલાવી શકે નહીં. ભાડાં ત્યાં એટલાં બધાં વધી ગયાં કે તેના કરતાં મોટર રાખવી પરવડે. દુનિયાના કોઈ પણ શહેરમાં એ સિદ્ધાંત સ્વીકારાય છે કે સરકાર શરૂઆતની મૂડી આપે છે અને ટ્રાફિક-સંસ્થા સંચાલનખર્ચ કાઢે છે. લંડનમાં તે સરકારે કાયદે જ ઘડકે છે કે બસ કે ટ્રેનને ૭૫ ટકા મૂડીખર્ચ સરકાર આપશે. સંસ્થાએ માત્ર સંચાલનખર્ચ કાઢવાનું રહેશે. એટલે જ ત્યાં ટ્રાફીક આથિક દષ્ટિએ પરવડે છે. બીજાં કેટલાંક શહેરોમાં વાહન-વહેવાર મફત છે. એ તો ઘણું મુશ્કેલ છે. અહીં આપણે
ત્યાં માત્ર ગીરદીના કલાકોમાં જ કમાણી રહે છે. બસવહેવારને બપોરે ને રાતે એટલી બધી આવક નથી, છતાં પગાર તે આપવો જ પડે છે. આ મુશ્કેલી છે. એટલે જ રાજ્ય અને કેન્દ્રની કપ્રિય સરકારે ટ્રાફીકમાં સુધરાઈને સહાય કરવાની જરૂર છે. અમારે રૂા. ૮૦ લાખને ઉતારવેરો ભરવાનું છે. અમે સરકારને કહ્યું છે કે અમે ભાડું વધારીને ઉતારૂવેરે નથી આપવાના. અમે સરકાર સામે ક્યાં સુધી ટકી શકીશું એ કહેવું મુશ્કેલ છે. આ ટેક્ષ અયોગ્ય અને અન્યાયી છે. તેને વસુલ કરતાં અમે છેક સુધી રોકીશું.
આપણે ત્યાં તો “નવાનાં પાણી મેભે જાય” એવી ઉલટી વાત ચાલે છે. હાઉસ રીપેર સેસના ખરડામાં પણ સરકાર સુધરાઈને એક કરોડ રૂપિયા ફાળવવા કહે છે. અમેરિકામાં મકાન સમારકામ કરનાર સંસ્થાને ૨/૩ ભાગની રકમ સરકાર આપે છે.
શીકાગોમાં હું એક મિટિંગમાં ગયું હતું. ત્યાં ૩૦૦ જેટલા ભારતીઓ એકઠા મળ્યા હતા. ૧૦-૧૫ વકતાઓએ એ વિષય પર વિચારો દર્શાવ્યા કે “અમેરિકામાં રહ્યા રહ્યા અમે ભારતને સહાયતા કેવી રીતે કરી શકીએ?” મેં પણ આ ચર્ચામાં ભાગ લીધે. મેં કહ્યું કે, હમણાં જે કંઈ થઈ રહ્યું છે તે સમુદ્રમંથન જેવું છે. તેમાંથી શરૂશરૂમાં ઝેર પણ નીકળશે. યુવાનેએ એ પચાવવું પડશે. એ પછી જ આબાદીનું અમૃત આપણે પ્રાપ્ત કરી શકીશું.
ઝંઝાવાતે વચ્ચે ય હું આશાવાદી છું. અંતે તે આપણા દેશ કટોકટી પાર કરી જશે.
પછી વર્તમાન રાજકારણી પરિસ્થિતિ અંગે અછડતો ઉલ્લેખ કરીને તેમણે પોતાનું પ્રવચન પૂરું કર્યું હતું. ત્યાર બાદ સંસ્થાના પ્રમુખ શ્રી. કાન્તિલાલ વોરાએ માનનીય મહેમાનનું ? લહાર વડે સ્વાગત કર્યું હતું. શ્રી. રમાકાન્ત જાનીએ પોતાના કટાક્ષયુકત મુકતકો અને કાવ્યો વડે સમ્મી.લત ભાઈ–બહેનોનું મનોરંજન કર્યું હતું. ત્યાર બાદ ભજન અને ત્યાર બાદ રમાકાન્ત જાનીની કૃતિઓની વિશેષ રજુઆત અને તે કારણે પ્રસન્નતા અનુભવતા ભાઈબહેનના આ મધુર મીલનનું રાત્રીના ૧૧ વાગ્યા લગભગ વિસર્જન કરવામાં આવ્યું હતું.
સંપાદક:
. - ચીમનલાલ જે. શાહ મંત્રી: જૈન સેશ્યલ ગૃપ