________________
પ્રદ જીવન
૧૧૭
તા. ૧૬-૯-૬૯
પ્રત્યે દર્શાવ્યો છે. છેદસૂત્ર તરીકે ગણાતા બૃહ -કલ્પસૂત્રના છે ગ્રન્થ પૈકી છઠ્ઠા ગ્રન્થનું બેતાલીસ પાનાનું પ્રાસ્તાવિક-વિવેચન કરતાં મહારાજશ્રી લખે છે કે “પ્રાચીન જૈન સાધુ- સાધ્વીએ, નિગ્રંથ - નિગ્રંથિણીએએ, ભિક્ષ-ભિક્ષુણીએ, યતિ-પતિનીઓએ-- પાખંડ - પાખંડિનીઓએ (અત્રે હું એમાં સંયતિ - સંયતિકાઓને ઉમેરું તે મને ક્ષમા આપવામાં આવશે), દુષ્કાળા દરમિયાન, આક્રમણ દરમિયાન, છિન્નભિન્ન દશામાં આવી ગયેલા આગમેની પુન:વ્યવસ્થા કરી, જાણે કે તે કામ કોઈ સાર્વભૌમ રાજ્યસત્તા કરતી હોય એમ, વૈર્યથી, દમામપૂર્વક, ગૌરવથી સંધનું શાસન ચલાવ્યું, છતાં દિગંબર સંઘે એવી માન્યતા સેવી કે, આગમ સર્વથા નાશ પામ્યાં છે, એટલે શ્વેતાંબરી આગને માન્ય થવા જોઈએ નહિ. પરિણામ એ આવ્યું કે, અત્યારે દિગંબર શ્રી. સંઘ સન્મુખ મૂળ પ્રથમ પુરુએ મૂકેલા સાહિત્યને એક શબ્દ પણ રહ્યો નથી; એક ગાથા - એક અક્ષર પણ નથી.” “આ વિચારથી દિગંબર શ્રી સંધે ઘણું ખાયું છે.” મહારાજશ્રીને આ અભિગમ સમગ્રપણે હૈયે ધરવા જેવું છે.
પૂજ્ય મહારાજશ્રીએ સાધુ-સાધ્વીઓના - શિક્ષણને તુલનાત્મક સંપ્રદાયવાદથી મુકત, શૂદ્ર ચર્ચાથી વિરકત રાખવા જે અનુરોધ કર્યો છે તેમાં એક બાબત ઉમેરવી જોઈએ. તે એકે શિક્ષણમાં અંગ્રેજી, જર્મન, ફ્રેંચ ભાષાનું શિક્ષણ આવશ્યક હોવું જોઈએ. વારાણસી મુકામે વિજ્યધર્મસૂરિએ કરેલી વ્યવસ્થામાં આ એક માટી ઊણપ રહી ગઈ હતી. તે યાદ રહે !
આ આખે ગ્રન્થ અપૂર્વ છે. એનું અવલોકન કરવું તે વિકટ છે. મારી કાર્યક્ષમતા, એ માટે, અતિ અધૂરી છે એમ હું માનું છું. મને ભય રહે છે કે, આ મારો પ્રયત્ન કોઈને અધૂરો લાગશે તે કોઈને યોગ્યતા વગરને લાગશે; કોઈ, વળી, તેને લાંબે ધારશે. ગમે તેમ, મેં આ પ્રયાસ મારા સુહૃદભાઈ શી. પરમાનંદભાઈ કાપડિયાના નિમંત્રણથી કર્યો છે. તે તૈયાર કરવામાં મારી પોતાની મહારાજશ્રી તરફની ભકિતભાવના અને મહારાજશ્રીને પિતાને મારા પ્રત્યેને આદરભાવ, તેમાંથી મને પ્રેરણા મળી છે. 'પ્રબુદ્ધ જીવન’ મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર છે. - જૈન વિઘા હવે માત્ર ભારત - લક્ષી નથી, એ તે હવે વિશ્વ-વિદ્યાલક્ષી થઈ ગઈ છે. એનું સ્વવે એવું વ્યાપક સ્થાન ધરાવવાની યેગ્યતાવાળું છે. પ્રાચીન સમયના ધુરંધર આચાર્યોએ એ વિઘાને સર્વલક્ષી આગવી બનાવી છે. પરમપૂજય મહારાજશ્રી પુણ્યવિજયજીને પ્રયાસ એવો જ-વિશ્વલક્ષી છે. આંતરદેશીય અને વિદેશીય વિદ્વાનોની અભિવાદનાએ એ સિદ્ધ કરી બતાવે છે. ઈચ્છીએ કે મહારાજશ્રી ચિરાયુ રહે, અને અપ્રતિહત આરોગ્યમાં રહી ભારતને અને વિશ્વને અર્પત વિરલ સેવા આપે !
કેશવલાલ હિમતરામ કામદાર આગામી ૧૯૭૧ માં થનારી વસતિ–ગણતરી
અને જેનો આગામી ૧૯૭૧ ની સાલમાં ભારતની સમસ્ત પ્રજાની ભારત સરકાર તરફથી ગણતરી થવાની છે. ગઈ વસતિગણતરીમાં સાધારણ રીતે ધારવામાં આવતું હતું તે કરતાં જેનેની ઘણી ઓછી સંખ્યા નોંધાણી છે. આના કારણ રૂપે એમ અનુમાન કરવામાં આવે છે કે એવા ઘણા જૈને હતા કે જેમણે પોતે જૈન છે એ બાબત પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી અને હિન્દુ, વાણિયા, દશા શ્રીમાળી એવાં ભળતા નામે પિતાને લગતી નોંધ કરાવી હતી. જૈન સમાજ ભારતનું એક સ્વતંત્ર અને મહત્ત્વનું ઘટક છે અને તેના માથે અનેક મંદિર, તીર્થો વગેરે સંભાળવાની જવાબદારી છે. વળી ૧૯૭૪માં ભગવાન મહાવીરનું ૨૫૦મું નિર્વાણ વર્ષ ઊજવવામાં આવનાર છે. આ બાબતે ધ્યાનમાં લઈને પ્રત્યેક જૈન બંધુ યા ભગિનીને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે કે તેમણે આગામી વસતિપત્રકમાં માત્ર 'જૈન' તરીકે પોતાનું નામ નોંધાવવું. પરમાનંદ
ડૉ. શાન્તિ પટેલના અમેરિકાના
પ્રવાસનાં સંસ્મરણે જ જૈન સેશિયલ ગ્રુપ આયોજિત એક સભામાં પ્રારંભે જૈન સેશ્યલ ગ્રુપના મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહે સૌને ઑગસ્ટની ૧૪મી તારીખે સ્વાતંત્ર્ય - દિનની પૂર્વ સંધ્યાએ - આવકારી સમરંભના અતિથિવિશેષ અને મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના કેંગ્રેસ પક્ષના આગેવાન ડે. શાન્તિ પટેલને પરિશ્ય આપ્યો હતો.
સમારંભમાં રમૂજ ને ટાક્ષયુકત ગીતે રજૂ કરનાર “ગપ્પી ઉપનામધારી કવિ શ્રી. રમેશાંત જાનીને પણ તેમણે પરિચય આપ્યો હતે. - ત્યાર બાદ અતિથિવિશેષ ડા, શાન્તિ પટેલે પ્રવચન કરતાં તાજેતરમાં તેમણે કરેલા અમેરિકાના પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો નીચે મુજબ રજુ કર્યા હતા:
અમેરિકન લેકશાહીની ઢબ આપણા દેશ કરતાં જુદી છે. ત્યાંની રાજકીય પરિસ્થિતિ આપણા કરતાં જુદી છે. ત્યાંની કેંગ્રેસમાં, સુધરાઈમાં પણ પાર્ટીએ છે પણ પાર્ટી સીસ્ટમ નથી. આપણે ત્યાં બ્રિટિશ પદ્ધતિ અનુસાર પાર્ટી સીસ્ટમ છે. આપણા દેશના પ્રશ્ન જુદા છે તેથી આપણી પદ્ધતિ જ મહત્ત્વની છે.
આમ છતાં પ્રત્યેક પદ્ધતિને અભ્યાસ કરવ, જ્ઞાન મેળવવું, એ દષ્ટિએ મેં ત્યાંની પદ્ધતિને અનુભવ લેવાનું વિચાર્યું.
અમેરિકામાં પક્ષે છે. જેમકે રીપબ્લીકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી. પણ ત્યાં પાર્ટીવાર વૉટિંગ નથી. ત્યાં કેંગ્રેસમાં – જેમ આપણે સંસદ છે તેમ ત્યાં કેંગ્રેસ છે - દરેક સભ્યને મત - સ્વાતંત્ર છે. પિતાના પક્ષને જ મત આપવાની ડીસીપ્લીને ત્યાં નથી. આવું જ મત - સ્વાતંત્રય ત્યાંની ચૂંટણી વેળા પણ છે.
અમેરિકન નાનાં શહેર ની સુધરાઈની ચૂંટણી બિનપક્ષીય ધોરણે થાય છે. પણ મેટાં શહેરોમાં વિવિધ વર્ગોના ધોરણે ઉમેદવારી થાય છે. દા. ત. જમીનદારો, દુકાનદારો, દારૂ વેચનાર એમ વિવિધ વર્ગોના ઉમેદવારે ગમે તે પક્ષના હોય છે. પણ આવા વર્ગોમાં ઘર્ષણ તે અનિવાર્ય હોય જ છે. ત્યાંની લોકશાહી જુદા પ્રકારની છે જે ઈંગ્લેન્ડ, યુરોપ કે ભારતમાં ય નથી. તેમને આપણી પાર્ટીવ્યવસ્થા જોઈ આશ્ચર્ય થાય છે. ઘણા એવા પણ મને મળ્યા જેમણે કહ્યું કે, “તમારી (ભારતની) પદ્ધતિ ઘણી સારી છે. અહીં (અમેરિકામાં) તે કોઈ પર અંકુશ જ નથી. સૌ મન ફાવે તેમ વર્તે છે. પક્ષની કોઈ નીતિ કે સિદ્ધાંત નથી કે શિસ્ત પણ નથી. કેવળ રીપબ્લીકન કે ડેમોક્રેટીક એમ પક્ષની છાપ જ મારી આપવામાં આવે છે.”
અમેરિકામાં મેયરને લોકો સીધી ચૂંટણીથી જ ચૂંટે છે. એટલે ત્યાંના મેયરની સત્તા પણ અમર્યાદિત હોય છે. પાણી, રસ્તાઓ વિગેરે ઉપરાંત અનેક ખાતાંઓ તેમની પાસે છે, જે આપણે ત્યાંના
મ્યુનિસિપલ કમિશનર પાસે પણ નથી. ત્યાં સુધરાઈની નીતિ ઠરાવવવાની જવાબદારી મેયર પાસે છે. ત્યાં પોલીસ ખાતું પણ મેયરના હાથ નીચે છે. એર-પાર્ટ અને ગાદીને વહીવટ પણ મેયરના હાથમાં જ છે. એટલે ત્યાં મેયરનું અનેખું સ્થાન છે. એમ કહેવાય છે કે ન્યુયોર્ક શહેરના મેયરનું સ્થાન પ્રમુખ નિકસનના સ્થાન પછીનું છે. આ ઉપરથી મેયરના સ્થાનના મહત્વને ખ્યાલ આવી શકશે.
હમણાં અમેરિકી ચંદ્રવીરો ચંદ્રની યાત્રા કરીને પાછા ફર્યા. ચંદ્રના સ્વરૂપ અંગેની અનેક કલ્પનાઓને તેમણે ખેટી પાડી. આપણે ત્યાં એવી ધાર્મિક માન્યતા છે કે જીવતે માનવી ચંદ્રકમાં જઈ શકે જ નહીં. પણ અમેરિકા આવા કોઈ વહેમમાં માનતું નથી. એ તે આર્થિક, સામાજિક ને વૈજ્ઞાનિક દષ્ટિએ પ્રગતિશીલ દેશ છે.