________________
-૬૯
T 2.
કાર
13,
શન,
1,
પ્રભુ જીવંત
પેાતાની વિશિષ્ટ શૈલીથી પ્રસ્તુત શિખરઆરોહણના અનુભવા રજૂ કર્યાં હતા તેને સાંભળીને પણ સૌએ પ્રસન્નતા અનુભવી હતી. (આ અનુભવને ભાઈ રાજેન્દ્ર દેસાઈએ સવિસ્તર લખી આપ્યાં છે. જે ‘પ્રબુદ્ધ જીવન'ના હવે પછીના અંકમાં સ્વતંત્ર લેખ તરીકે પ્રગટ કરવામાં આવશે. તંત્રી) પ્રમુખના ઉપસંહાર
ત્યારબાદ સંઘના અધ્યક્ષ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું હતું કે “દુનિયા એવી છે; કે કાં તો માનવી તેમાંથી કાવ્ય બનાવે છે કાં તો પથ્થર. બે પર્વતારોહક ના અનુભવા આપણે સાંભળ્યા. એના પરથી મને એ વાતનું રહસ્ય સમજાઈ ગયું કે લોકો આદર્શવાદી સાહિત્ય ને વાસ્તવાદી સાહિત્ય એમ બે અલગ વર્ગો શા માટે બનાવે છે. એક એક વાત કરી તો બીજાએ બીજી વાત કરી. એકે કાવ્ય અને તત્ત્વજ્ઞાનની વાત કરી તે બીજાએ મુશીબતોનું વર્ણન કર્યું.
કુમારસંભવમાં મેં કાલીદાસે કરેલું હિમાલયનું વર્ણન વાંચ્યું. હતું: “અત્યુત્તરસ્યાઁ દિશિ વર્તમાન હિમાલયે નામ નગાધિરાજ !” પશ્ચિમ જર્મન કવિ ગટે તેના ગામની બહાર ગયા ન હતા. છતાં જગતના પ્રત્યેક ભાગથી તે માહિતગાર હતા. તે મહાન ભૂગાળવેત્તા હતો. તેમ આ બે વ્યાખ્યાન સાંભળી મેં પણ જાણે કે હિમાલયનાં શિખરો ચઢી આવ્યાનો આનંદ લીધા. હું હવે બધાં ય વર્ણન કરી શકીશ.
ઘણા સમય પહેલાંની વાત છે. રેસકાર્સના એક કેસ હું લડતા હતા. રેસના ઘેાડાના માલિક કહે કે એક વાર તમે રેસકોર્સ પર આવા એટલે કેસની વિગતો સમજાઈ જશે. મે' કહ્યું, ‘હું રેસકોર્સમાં આવ્યા વિના જ આ કેસ લડીશ ને જીતી આપીશ. ૩૫ દિવસ કેસ ચાલ્યો ને હું તેમાં જીત્યો, પણ હજી સુધી હું કયારેય રેસમાં ગયા નથી.
એમ જ કાકાસાહેબનો હિમાલયનો પ્રવાસ વાંચીને આ પ્રવચના સાંભળ્યા પછી મને લાગે છે કે હું પણ હિમાલયનો પ્રવાસ કરી આવ્યો છું.
આજના અનુભવ પરથી એક પ્રશ્ન ઊઠે છે કે ચંદ્ર પર જઈ આવેલ નીલ આર્મસ્ટ્કંગ ચંદ્રના કાવ્યની વાત કરશે કે તેના ખડકોની? ત્યાર બાદ બન્ને પર્વતારોહકોનું ચંદનના હારથી સન્માન કરવામાં આવ્યું અને અલ્પાહાર સાથે સન્માન સમારંભ વિસર્જિત કરવામાં આવ્યો. અપૂર્ણ. તા. ક. ઉષા ભટ્ટના બીજાં ત્રણ સાથી બહેનોનાં નામ આગળ આપવામાં આવ્યા છે તે આ રીતે સુધારીને વાંચવા : લીડર : ડોલી શહેર, ડૉ. રણકા સ્વામી અને ડૉ. રીટા પટેલ.
હિમશિખર હનુમાન ટીમ્બાના આરેાહક કુ. ઉષા ભટ્ટ
7
*
૧૧૫
પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદના ગ્રંથ અવલાકન
*
( આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી જેઓ હાલ મુંબઈ ખાતે વાલકેશ્વર જૈન મંદિરની બાજુએ આવેલ ઉપાાયમાં સ્થિર થઈને ચાતુર્માસ વ્યતીત કરી રહેલ છે તેઓ આ પહેલાં છેલ્લાં બે વર્ષ વડોદરા ખાતે સ્થિરવાસ કરીને રહેલા, તે દરમિયાન તેમના દીક્ષાપર્યાયને સાઠ વર્ષ પૂરાં થયાં હતાં તે નિમિત્તને લક્ષમાં લઈને તેમની સ્મૃતિને કાયમ કરવાના હેતુથી પૂજ્ય મુનિશ્રી પુણ્ય વિજયજી અભિવાદના ગ્રંથ' એ શિર્ષક એક પ્રશસ્તિગ્રંથ બહાર પાડવામાં આવેલા, જેના સંપાદકો હતા સ્વ. પૂજ્યશ્રી રમણિક વિજ્યજી, શ્રી ભાગીલાલ જે. સાંડેસરા, શ્રી ઉષાકાન્ત પ્રેમાનન્દ શાહ, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, તથા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. આ ગ્રંથનું પ્રાપ્તિસ્થાન છે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગાવાળિયા ટેંક રોડ, મુંબઈ-૨૬. અને તેની કિંમત જ્ઞ. ૧૫ રાખવામાં આવી છે. આ ગ્રંથનું વડોદરાનિવાસી નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હિંમતરાય કામદાર એમ. એ. એ પ્રબુદ્ધ જીવન' માટે અવલોકન લખી મોકલ્યું છે જે નીચે આપવામાં આવે છે.
આ પ્રસંગે મુનિશ્રી પુણ્યવિજયજીના આજ સુધીના જીવનચરિત્રની વિગતા આપવામાં આવે તો અસ્થાને નહિ ગણાય. તેમનું વતન કપડવંજ, સંસારી નામ મણિલાલ, પિતાનું નામ દોશી ડાહ્યાભાઈ, માતાનું નામ માણેકબહેન, વિક્રમ સંવત ૧૯૫૨ના કાર્તિક શુદ પાંચમે તેમના જન્મ, એટલે આજે તેમની ઉંમર ૭૩ વર્ષની લેખાય. નાની ઉમ્મરે તેમના પિતાશ્રી વિદેહ થયેલા. વિક્રમ સંવત ૧૯૬૫ના માહ વદ પાંચમના રોજ એટલે કે -૧૩ વર્ષની વયે તેમણે જૈન શ્વે. મૂ. સંપ્રદાયની દીક્ષા લીધી અને મણિલાલને બદલે તેઓ પુણ્યવિજય તરીકે ઓળખાવા લાગ્યા. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિ ચતુરવિજયજીના તેઓ શિષ્ય બન્યા. તે જ અરસામાં બે દિવસ બાદ તેમનાં માનુશ્રીએ પણ દીક્ષા લીધેલી, જેઓ પોતાના પુત્રની ચરમ સીમાએ પહોંચેલી . જ્ઞાનાપાસના અને ખ્યાતિ નજરે નિહાળીને વિ. સં. ૨૦૨૨માં સ્વર્ગવાસી બન્યાં, મુનિ પુણ્યવિજયજીમાં ૧૫-૧૭ વર્ષની ઉંમરથી શાસ્રસંશાધનના કાર્યમાં રસજાગૃતિ પેદા થઈ અને તેને લગતી તેમની પ્રતિભા ઉત્તરોત્તર ખીલતી ગઈ. આવી ઉત્કટ વિઘાસાધનામાં પંડિત સુખલાલજી જેવા મહાન દર્શનશાસ્ત્રી તેમને વિદ્યાગુરુ તરીકે સાંપડયા. મુનશ્રીની શાસ્રાવગાહનની દષ્ટિ વિશદ, વિશાળ અને સત્યશોધક બની ગઈ. અન્ય ધર્મગ્રન્થોનું પણ તેમણે અધ્યયન કર્યું. તેમની વિદ્રત્તાની સૌરભ દેશ વિદેશના વિદ્રાનો અને જિજ્ઞાસુઆમાં પ્રસરી રહી.
તેઓ જૈન શાસ્ત્રોાના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમોના તો પારગામી વિદ્રાન છે; બૃહત ્, કલ્પસૂત્ર (છભાગ), વસુદેવ હિંડી (બે ભાગ ), કહાચરણ કોસે, અંગ વિજજા, આખ્યાનક મણિ કોષ, કલ્પસૂત્ર, નંદિસૂત્ર ચૂર્ણિ તથા ટીકા, ખંભાત, પાટણ તથા જેસલમેરના ગ્રંથભંડારોની સૂચિ વગેરે અનેક પ્રાચીન, અઘરા, સંખ્યાબંધ ગ્રંથા તેમના હાથે સંપાદિત, સંશોધિત તથા પ્રકાશિત થયેલા જોવા મળે છે. આમ તેમની અનેકવિધ સંશોધનાત્મક પ્રવૃત્તિઓની આ ટૂંકી નોંધમાં વિગતો આપવી મુશ્કેલ છે.
તેઓની ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૦ મા અધિવેશનના ઈતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકેની અને ઑલ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના ૨૧મા અધિવેશનના પ્રમુખ તરીકેની વરણી તેમ જ પી. એચ. ડી. ના મહાનિબંધના પરીક્ષક તરીકેની નિમણૂક – આ બધું મુનિશ્રીની વ્યાપક અને સર્વમાન્ય · વિદ્રત્તાની