________________
પ્રબુદ્ધ જીવન
સ
થાય છે. અમારી સાથે હવે માત્ર બે જ મજૂરો હતા. અમે તેમને પણ આગળ વધવામાં મદદ કરી. બરફમાં સ્ટેપ - કટિંગ વેળા પણ હિમાલયમાં નમ્રતાના ભાવે આગળ વધા” નું સૂત્ર ધ્યાનમાં રાખવું પડે છે. જરાયે ખિજાઈને કે કંટાળીને જોરથી કુહાડી મારે તો તમારા પગ પાસેથી જ ઍવેલન્ચને - બરફ તૂટી પડવાને - સંભવ છે. એટલે ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી પડે છે. વાદળ ઉપર આવતાં જતાં હતાં. * ૧૨- ૨૦ વાગે અમે શિખર પર પહોંચ્યાં, ઘણાં થાકી ગયાં હતાં. શ્વાસ લેવા મથતાં મથતાં સૌ બેસી ગયાં. એ વેળા અમને આનંદ મનાવાને ય ખ્યાલ ન રહ્યો. હવામાં જીવન છે. થોડી ક્ષણના આરામ પછી નવું જીવન આવ્યું. ''
હનુમાન ટીંબા પર ત્રણ એકસપીડીઝન આવી હતી. જાપાનીઝ, અમેરિકન, અને ઈન્ડિયન વીમન. અમે જાપાનીઝ ફલેગ ઉતારી ઈન્ડિયન ફલેગ મૂક્યો. કાજ, ચેલેટ મૂક્યાં. એવી માન્યતા છે કે હિમાલયના શિખર પર દેવો વસે છે તેમને નૈવેદ્યરૂપે કંઈ ને કંઈ મૂકવું જોઈએ.
ત્યાંથી આજુબાજુના અમે ફેટા લીધા. જેથી ત્યાં કેવી સુંદરતા હતી તેને ફોટા પરથી ખ્યાલ આવે. અને બીજું નીચે ઉતર્યા પછી . કોઈ પૂછે કે તમે હનુમાન ટિંબા શિખરે જઈ આવ્યાં તેની સાબિતી શી? તે તે વેળા બતાવી શકાય.
હિમાલયનાં શિખરો જોવાથી તેની વિશાળતાને ખ્યાલ આવે છે. ત્યાંથી અમે જોયું કે આજુબાજુ એથીયે ઊંચા શિખરો હતાં. અને ઊંચા ઊંચા શિખરોની હારમાળા દૂર દૂર ફેલાયેલી છે. હિમાલય જાણે એટલે બધે વિશાળ છે કે તે મર્યાદિત માણસની આંખની મર્યાદામાં બંધાવાની ના પાડે છે. એવા એ વિશાળ હિમાલયમાં એક નાનકડું શિખરને તેના ઉપર અમે નાનકડાં માનવી. એ પરથી તે જાણે એમ કહેતે હતું કે તમે કોઈ મોટું કામ કર્યું જ નથી. તે શકય નથી. આટલું કર્યા પછી પણ અમને એવો અનુભવ થયો.
આસપાસ આકાશને ચેલેન્જ કરતાં શિખરે હતાં તે આકાશ સાથે એવાં તે ભળી જાય છે કે તે પણ અવકાશી જણાય છે. શિખર દેખાતાં જ નથી. એટલી ઊંચાઈએ એ માનવીને ગર્વ ક્યાંથી રહે? હિમાલય જાણે કે અમને શીખામણ દેતે હતું કે, તમે બહુ નાનાં માણસે છે. તમારા જીવનમાં આ બધાં શિખરો સર કરવો સંભવિત નથી. તમારી આ તો હજી શરૂઆત છે.
આવી ધન્ય ક્ષણો વીતાવી નગાધિરાજને માનવંદના કરી
અમે નીચે ઉતરવા માંડયાં. ઉપર જવું તો મુશ્કેલ હોય જ છે, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમથી વિરુદ્ધ જવાનું હોય છે, પણ નીચે ઊતરવું એથીયે વધુ મુશ્કેલ હોય છે. સ્નોફોલ શરૂ થઈ ચૂકયો હતો. આપણી આગળની વસ્તુઓ ન જોઈ શકાય તેવું વાતાવરણ હતું. ઘણીવાર ગોગલ્સમાં ને કાપડમાં બરફ ઘૂસી જતો હતો. ચઢતી વખતે જ શકિત ખૂટી જાય છે. એટલે પાછા ફરતી વેળા કેવળ મને બળ ઉપર જ આધાર રાખવાનો હોય છે. કોઈ બેસી જવાનું કહે તો બેસી જઈએ એવી અમારી સૌની સ્થિતિ હતી. ઉતરતી વેળા બેલેન્સ સાચવવાનું મુશ્કેલ હોય છે. એટલે જ ઘણી એક્સપીડીશન્સ ઊતરતી વેળા જ ફેઈલ જાય છે. વળી જેમ આપણને ઓછા કિક્ષજને નહીં રહેવાની ટેવ હોય છે તેમ વધુ ઓકિસજને નહીં રહેવાની ટેવથી પણ નીચે ઉતરતાં મુશ્કેલી નડે છે.
પણ બધી મુશ્કેલીઓ પાર કરી અમે ફરી ૧૬ હજાર ફીટ પરની અમારી બેઝ પર આવ્યાં. તા. ૧૮, ૧૯, ૨૦ મીએ અમે બીજાં ૧૮,૫૦૦ થી ૧૭,૦૦૦ ફ,ટનાં બીજાં ત્રણ શિખરો પણ ચઢી આવ્યા..
આમ અમે મહિલાઓની પહેલી ટુકડીને લઈને સફળ પર્વતારહણ કરી આવ્યાં તેથી વ્યકિતગત આનંદ તે થયે જ, પણ ગુજરાતની બહેનનાં ગૌરવમાં કાંઈક વધારો કરવામાં અમે નિમિત્તારૂપ બન્યાં તેને એથી યે વધુ આનંદ થયો. અન્ય પર્વતારોહક ભાઈ રાજેન્દ્ર દેસાઈને
આવકાર અને અભિનંદન - આ રીતે ઉષાબહેને હનુમાન ટીમ્બાના શિખર ઉપરના ભવ્ય આરહણની કથા કાવ્યાત્મક શૈલીમાં બહુ સુન્દર રીતે રજૂ કરી. તેમનું નિરૂપણ લગભગ ક્લાક - સવા કલાક સુધી ચાલ્યું. ત્યાર બાદ આ પ્રસંગે, મુંબઈ ખાતે પવાઈ સરોવર બાજુએ આવેલા ઈન્ડિયન. ઈન્સ્ટિીટયૂટ ઑફ ટેકનોલોજીના પાંચમાં વર્ષમાં પ્રવેશ પામેલ ચિ. રાજેન્દ્ર દેસાઈ ગયા જૂન મહિના દરમિયાન જ ગંગોત્રી બાજૂએ આવેલ ૧૯૧૦૦ ફીટની ઊંચાઈએ આવેલ રુદ્રઘેરા નામના શિખર ઉપર ઉત્તરકાશીમાં આવેલ “નહેર પર્વતારોહણ ઈન્સ્ટિીટયૂટ” તરફથી યોજવામાં આવેલ ૩૨ જણાની એક ટુકડી સાથે સફળ આરહણ કરી આવેલ. તેને હાજર રહેવાનું અને પોતાના અનુભવો રજૂ કરવાનું ખાસ નિમંત્રણ આપવામાં આવેલું. તેને શ્રી. પરમાનંદભાઈએ પરિચય કરાવ્યો અને તેને રસંધ તરફથી હાર્દિક આવકાર આપ્યો અને ત્યારબાદ ચિ. ભાઈ રાજેન્દ્ર પણ
:
હિમશિખર રૂદ્રરાના આરેહક શ્રી રાજેન્દ્ર દેસાઈ.
કુમારી ઉષા ભટ્ટને સાંભળતા શ્રેતા સમુદાય