________________
તા. ૧૬-૯-૬૯
પ્રબુદ્ધ જીવન
Hi બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરેહણકથા–૨
:
(ગતાંકથી અનુસંધાન) - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૬-૭-૬૯ ના રોજ મળેલી સભામાં હનુમાન ટીમ્બાના શિખર ઉપરના રહણની વિશેષ વિગતે રજુ કરતાં કુમારી ઉષા ભટ્ટે જણાવ્યું કે
બીજે દિવસે પાંચ વાગે અમે ઊઠયાં–આખી રાત વાદળ ગર્યાં હતાં. થોડી વાર જ જાણે અમે ઊંઘ કાઢી હોય તેમ લાગ્યું. હિમાલયની મને સૌથી વધુ ગમતી ચાર વાત છે. તે છે તેની પવિત્ર ત્રતા, તેની શાંતિ, તેની સફેદી ને તેની ચમક, આનું આકર્ષણ મને એટલું બધું છે કે હિમાલયમાં હંમેશ રહેવાને લહાવો મળે તો હું તે ખાવા તૈયાર નથી. અસ્ટ્રાવાયોલેટ કિરણો લાઈટ કલરની સફે દીમાં મળે છે ત્યારે તે સફેદીને વધુ સફેદ બનાવે છે, તેને પોષે છે.
ક્લાપીએ કહ્યું છે કે “જે પેષતું એ મારનું શું કમ નથી એ કુદરતી?” એમ આ જ કિરણો જો આપણી આંખમાં જાય તે સ્નો- બ્લાઈન્ડનેસ આવી જવાનો સંભવ છે. હિમાલયની ગરમી પણ આ કિરણોથી છે. આ જ કિરણો હિમાલયને અલૌકિક બનાવે છે, જ્યારે તમને અપંગ બનાવે છે.
પાંચ વાગે સૂરજનાં કિરણે આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. હિમાલયમાં કિરણો પહેલાં આવે છે; સૂરજ પછી ઊગે છે. સૂરજ ઉગે એટલે નવું વાતાવરણ ફેલાઈ ગયું. આખી સીનેરી સેનેરી બની ગઈ. એટલે બધો સેનેરી રંગ જોવા મળે છે કે તેને અલૌકિક જ કહી શકાય. તે પ્રેરક ને તાકાતવાન તેમ જ સમર્થ રંગ છે. શ્રી મધરના કહેવા પ્રમાણેને તે ‘સુપર નેચરલ કલર’ હતા. શિખરમાંથી કિરણે આવતાં હતાં. જાણે કે સૂરજના હજાર હાથ ન હોય. હિમાલયમાં જ આ ભવ્ય દર્શન જોવા મળે છે. વાદળાં હવે હાલતાં ચાલતાં થયાં હતાં. જાણે કે નાનાં બાળકો આળસ મરડીને ઊઠતાં ન હોય! બાળકો જેવાં નિર્દોષ ને રમતિયાળ તે આગળ ને આગળ ચાલતાં જ લાગતાં હતાં. કિરણેમાંથી તેઓ રંગ પસંદ કરતાં. લાલ, સોનેરી, લીલાં એમ વિવિધ રંગનાં હતાં. તે કોઈ જેમના તેમજ સફેદ રંગનાં રહેતાં હતાં. થોડાંક તમારા મિત્રો જેવાં તમારી આસપાસ જ રહેતાં હતાં. હવા પણ જાણે કે તમને વાસ્થલ્ય કરતી હતી. વાદળ તમારી આસપાસ આવી ગેલ કરતાં હતાં. - સોનેરી વાદળાંની એ નવી સોનેરી દુનિયા જ હતી. જેમાં પ્રાણ ધબકતો હતો. આ વાતાવરણનું સૌન્દર્ય, તેની ભવ્યતા પેન્સિલ કે પેપર વડે વર્ણવી શકાય તેમ જ નથી. એ તે અનુભવથી સમજાય તેવી અલૌકિક દુનિયા હતી.
આપણે ઊંચા સ્તર ઉપર હોઈએ છતાંયે આપણને અભિમાન ન થાય. ઉલટો આત્માને આનંદ થાય. નવી જના માટે શકિત આવે.
એમ કરતાં અમે ૧૪ હજાર ફીટથી આગળ વધી ૧૬ હજાર ફીટની ઊંચાઈએ પહોંચ્યાં. બપોરે ૧૨ વાગ્યા હતા. ત્યાંથી અમારું ધ્યેય-શિખર હનુમાન ટિંબા દેખાયું. અમે આરામ લેતાં જ હતાં. નવી નવી આબેહવાથી એકલેમેટાઈઝ થઈ જતાં હતાં.
બાર વાગ્યા પછી અમે જ્યારે આગળ વધવા માંડયાં ત્યારે કુદરતે અમને ફરી ચૅલેજ ફેંકી. આપણે એમ માનીએ છીએ કે હિમાલયમાં આપણે શાંતિ માટે જઈએ. પણ હિમાલય પાસે શાંતિની ખેજ માટે જનારે તેની રૂદ્રતાનું પણ દર્શન કરવું જ પડે છે. સૌંદર્યનું દર્શન જીવન પ્રકટાવી શકે. હિમાલય પાસે અભિમાનપૂર્વક જાય તે કદીયે આગળ ન વધી શકે. તેની સમક્ષ તે હંમેશાં વિનમ્રભાવે જવું જોઈએ. તે જ તમે સફળ થાવ.
તેફાન શરૂ થયું. બાળક જેવાં લાગતાં વાદળો મોટા થયાં ને મેટાં થયેલાં બાળકો જૂની પેઢીનાં વડીલે સાથે સંઘર્ષ કરે છે તેમ તે
પણ સૈદ્ધાંતિક સંઘર્ષ કરવા માંડયાં. સૂરજનાં કિરણેથી વાદળો ઉપર ચડે છે. પછી બરફ ને ‘ફેલ” પડે છે. ૧૨ વાગ્યા પછી તેફાન શરૂ થયું. આ બ્લિઝાર્ડ–બરફનું તોફાન હતું. આ વેળા વીજળી ચમકતી હતી. અહીં વીજળી બહુ ખતરનાક હોય છે. કારણ કે તે લોખંડની પ્રત્યેક ચીજવસ્તુમાંથી પસાર થઈ શકે છે. અમારી પાસેના સામાનમાં ઘણુ લખંડ હતું. ટ્રેપેન્ડના ખીલા જ લેખંડના હતા. રૂમ - ફૂમ લોખંડની હતી, માથાની પીન લોખંડની હતી. એટલે શેક લાગવાને સંભવ ઘણો હતો. અમને થયું કે હવે શું થશે ?
પરીક્ષા આપ્યા પછી પરિણામ વેળા બીક લાગે તેવી લાગણી થઈ. ધ્યેયસિદ્ધિની પરીક્ષા અમે આપી ચૂક્યાં હતાં. હવે પરિણામ જ બાકી હતું. અમને થતું હતું કે કેટલે અંશે પાર પડીશું? અમને ઉધ નહોતી આવતી. થનું કે હવામાન સારું થાય તો ઉપર ચડીએ. કોઈ પણ શાણા માણસ સ્ને-ફોલ થયા બાદ શિખર ઉપર ચઢવા ન જાય. પણ સાહસિકો શાણી નથી હોતા. રાતે એક વાગે તેફાન શાંત થયું. અમે એ દરમિયાન કોન્ફોરેશનમાંથી રેશન કાઢવા તે ખેલ્યું. તે અમારા આશ્ચર્ય વચ્ચે જણાયું તેમાં કેવળ પઆ જ હતાં. તેમાં જે દવાઓ હતી તે પણ ‘આઉટ ઑફ ડેઈટ' હની. તે ખાઈએ તો સાજા થવાને બદલે વધુ બીમાર થવાને જ સંભવ હતા. હવે અમને અમારા અનાજની યાદ આવી, જે અમે બેઝ-કૅમ્પ પર છોડીને આવ્યાં હતાં. અમારી પાસે દૂધને જ પણ ઓછા હતો. કારણ, એવી ગણતરી હતી કે દૂધ માત્ર ચહા માટે જ જોઈશે. પણ એક્લા પૌંઆ શેમાં ખવાય? વધુ માખણ કે વધુ મીઠું પણ નહીં ખાવાની દાકતરની સૂચના હતી. એટલે અમે એટલી ઊંચાઈએ કેવળ ચહા ને ફૂટનાં ટીન પર જ જીવ્યાં. હવે અમે જલ્દી આગળ વધ્યાં. કારણ, એક વધુ દિવસ બગાડીએ તે શકિત વધુ બગડે ને અનાજ ખલાસ થઈ જાય તેને યે ડર લાગ્યો.
રાતે બે વાગે અમે બહાર આવ્યાં. એકબીજાને શુભેચ્છા આપી. આ નાજુક ક્ષણ હતી. મરણની તૈયારી કરવાની હતી. અમે સૌ મરણના સામનાની તૈયારી કરી નીકળ્યાં. આંખ ભીની થઈ. મારી નજર સહેજ નીચી ગઈ. રખેને કોઈ મારી આંખના પાણીને નબળાઈ ગણી લે. ત્યાં હિમાલયની ચમક જોઈ. તેણે મને ઘણી હિંમત આપી. અને અમે આગળ વધ્યાં.
સૂરજ ઊગે છે, ત્યારે ત્યાં એટલું બધું સરસ વાતાવરણ ઊભું થાય છે કે માણસને તે જોવા ને માણવા કહે છે. એવું એ ધન્ય દક્ય હોય છે. આ વેળા અમને અમારાં વડીલો યાદ આવ્યાં. અહીં કઈ સ્વજન નહોતાં કે આ વેળા તેમને પગે લાગીને આશીર્વાદ લઈ શકીએ. અમને સહેજ ખટક્યું કે, આજે અમારી સાથે કોઈ નથી. પણ વળી શ્રાદ્ધા જાગી કે સૌની શુભેચ્છાઓ ને આશીર્વાદ અમારી સાથે જ હતાં. સૂરજદાદા જાણે કે એ સૌની શુભેચ્છાઓ ને આશીર્વાદોને ગુચ્છ લઈને આવ્યા હોય એવી લાગણી અમે અનુભવી. અહીં સૂરજ સાથે આપણે હસીને વાત કરી શકતાં નથી. જ્યારે હિમાલયમાં આપણે હસીને વાત કરી શકીએ છીએ. | જિદગીને આ લ્હાવો છે. સૂરજ સાથેની મિત્રતા કરી અમે આગળ વધ્યાં.
નીચે વાદળ હલચલ કરતાં તે જોતાં હતાં. શિખર પર ચઢતાં ગ્લેસીયર્સ અને એવેલન્ચીસને ભય હતે. કેનિસ - આગળ વધેલો બરફ - પડે તો તે આખી ટીમ જ ખલાસ થઈ જાય. રસ્તામાં - બરફનો ભૂકો - પડયો હતે. તાજો જ બરફ પડયો હોવાથી પગમારવાથી જ તે ખસી જવો પણ આવો બરફ પડે ત્યારે બેલેન્સ જાળવવું મુશ્કેલ બને છે. એવેલન્ચીસ બે પ્રકારની હોય છે. એક તો ગરમીથી પીગળી બરફ તૂટે ત્યારે અને બીજી સ્ટેપ - કટિંગમાં ભૂલ
-