________________
૧૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૯
આ જ સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગની રીતિ-નીતિ દ્વારા વિશ્વશાંતિના માર્ગની પ્રશંસા કરી છે અને કરી રહ્યા છે. ભારત તેમ જ રશિયા આ વિશ્વની સૌથી મહાન શકિતઓ-આજે સહઅસ્તિત્વના સિદ્ધાંતના આધાર પર પરસ્પર અભિન્ન મિત્રો બન્યા છે, એટલું જ નહિ પણ સારાયે વિશ્વમાં શાંતિપૂર્ણ સહઅતિત્વ તેમ જ પારસ્પરિક સહયોગ દ્વારા શાંતિ તેમ જ મૈત્રી સ્થાપિત કરવાને માટે ઉત્સુક તેમ જ પ્રયત્નશીલ છે. આજનું સંમેલન પણ વિશ્વશાંતિ તેમ જ મૈત્રીને ચિરસ્થાયી બનાવવા તરફનું એક નક્કર પગલું છે.
જો આપણે વાસ્તવિક રીતે રાષ્ટ્ર-રાષ્ટ્રની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર પારસ્પરિક સહગ તેમ જ સહઅસ્તિત્વ દ્વારા વિશ્વશાંતિ સ્થાપિત કરવા ઈચ્છતા હોઈએ તે નીચે જણાવેલ શાંતિના સૂત્રોને મૂર્ત સ્વરૂપ આપવું ખાસ જરૂરી છે :
૧. અખંડતા: એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સીમાનું ઉલ્લંઘન ન કરે, તેની સ્વતંત્રતા તેમજ પ્રભુસત્તા (ખાસ સત્તા) પર આક્રમણ ન કરે, કોઈ જાતનું દબાણ ન કરે કે જેનાથી તેની અખંડિતતા પર સંકટ આવે.
૨. પ્રભુસત્તા (ખાસ સ): પ્રત્યેક રાષ્ટ્રની પિતાની ખાસ સત્તા છે. તેની ઈચ્છા વિરૂદ્ધ સ્વતંત્રતામાં કોઈ પગ પ્રકારની બહારની ડખલગીરી ન થવી જોઈએ.
૩. હસ્તક્ષેપ (ડખલગીરી) કોઈપણ દેશના આંતરિક તેમ જ બાહ્ય સંબંધમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે કે ડખલગીરી ન હોવી જોઈએ.
૪. સહઅસ્તિત્વ : પોતાના ભિનં સિદ્ધાંત તેમ જ માન્યતાઓને કારણે કોઈપણ દેશનું અસ્તિત્વ સમાપ્ત કરીને તેની ઉપર પિતાના સિદ્ધાંત તેમ જ વ્યવસ્થા લાદી દેવાના પ્રયત્ન ન કરવો જોઈએ. દરેકને સાથે તેમ જ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે.
૫. પારસ્પરિક સહગ : એકબીજાના રાષ્ટ્રવિકાસમાં સહયોગ સહકારની ભાવના હોય, એના વિકાસમાં બધાનો વિકાસ તેમ જ - એકનો નાશ સર્વને નાશ છે. આ પાંચ શાંતિ સૂત્રો છે—જેને આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે
તિ, ઢામણ સંસ્કૃતિ, તેમ જ ગણનેત્ર પ્રણાલીના પ્રાયોગિક વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવેલ તેમ જ આ દ્વારા શાંતિ અને મૈત્રી સ્થાપિત કરવામાં સફળતા પણ મળેલી.
જે ઉપરના આ પાંચ શાંતિસૂત્રોને સહઅસ્તિત્વનું અંગ માની લેવામાં આવે તે જગતની બધી જ ગુંચવણો સહેલાઈથી ઉકેલી શકાય એમ છે.
આજે આ પાંચ શાંતિસૂત્રોને પુન: પ્રાયોગિક વ્યવહારમાં લાવવાં આવશ્યક છે. સમય પણ આજ એ જ ઈચ્છે છે એટલે કે તે માટે સમય પાકી ગયો છે.
સમગ્ર વિશ્વમાં શાંતિ તેમ જ મૈત્રીમય વાતાવરણ પેદા કરવા માટે નિમ્નલિખિત પ્રસ્તાવ કરવા જોઈએ: - (૧) શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ આંતરરાષ્ટ્રીય પારસ્પરિક સહગ સ્થાપિત કરવા માટે “વિશ્વ નાગરિક સંધ ' નું નિર્માણ કરવામાં આવે તો વિશ્વની જનતાને પ્રેમસૂત્રમાં બાંધી શકાય. તેમ જ વિશ્વઐયના આદર્શને મૂર્ત કરી શકાય. વિશ્વની પ્રતિષ્ઠિત વ્યકિતઓને દરેક જગાએ જવાની સ્વતંત્રતા છે. પારપત્રનું સીમાબંધન ન હોવું જોઈએ.
(૨) જેવી રીતે રાજનૈતિક એકતા માટે “સંયુકત રાષ્ટ્ર સંઘ” તેમ જ સાંસ્કૃતિક અને શૈક્ષણિક એકતા માટે “યુનેસ્કો” જેવી મહાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, તેવી રીતે વિશ્વમાં શાંતિ, મૈત્રી, સહૃદયતા તથા માનવતાનું પવિત્ર વાતાવરણ પેદા કરવા માટે એક વિશ્વધર્મ સંસદ જેવી આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. આવી સંસ્થાની વિશ્વભરમાં અનેક શાખાઓ
હોય અને તેનું એક મુખ્ય કેન્દ્ર ભારતમાં છે. આ સંસ્થામાં બધાજ ધના તુલનાત્મક અભ્યાસની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને વિશ્વમાં સર્વધર્મ સમન્વય સ્થાપિત કરવા માટે પ્રેરણા મળી શકે. '
(૩) જગતમાં “અભય” નું વાતાવરણ ઊભું કરવા માટે નિઃશસ્ત્રીકરણના સિદ્ધાંતોને માન્ય રાખવામાં આવે, તેમ જ અણુશસ્ત્રના નિર્માણ પર અંકુશ મૂકી આમંત્રણ તેમ જ પ્રત્યાક્રમણની ભાવના નાબૂદ કરવામાં આવે. આ શકિતઓને ઉપયોગ રચનાત્મક કાર્યો માટે કરવો જોઈએ.
(૪) અહિંસાની ભાવનાને વ્યાપક બનાવવા માટે મુખ્ય સ્થાન પર અહિંસા-શોધપીઠો” ની સ્થાપના કરવામાં આવે. જ્યાં માંસાહારના સ્થાને સાત્ત્વિક શાકાહારને પ્રચાર કરવા માટે અહિંસાની ભાવનાના વિસ્તાર માટેના સાધનો પર અનુસંધાન કરવું જોઈએ. માનવી માનવી વચ્ચે જેવી રીતે સહૃદયતા છે તેવી સહૃદયતા પ્રાણી માત્ર, મૂક પશુ-પક્ષી સુધી ફેલાવવી જોઈએ.
સાથિયો! પ્રત્યેક રાષ્ટ્ર, જાતિ તેમ જ વ્યકિત તેમ જ બધાં શાંતિ અને એક્બીજાની મૈત્રી ઈચ્છે છે. છતાં પણ મિત્રતા કેમ સાધી શકાતી નથી? આનું મૂળ કારણ એ છે કે શાન્તિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ આંતરરાષ્ટ્રીય પારસ્પરિક સહયોગની ભાવનાપ્રતિ મેટા મેટા રાષ્ટ્રોના નેતાઓના હૃદયમાં તે કાર્ય માટેની અચળ શ્રદ્ધા નથી. જો આપણે વાસ્તવિક રીતે એક વિશ્વજાતિ, તેમજ વિશ્વ નાગરિકની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા ઈચ્છીએ છીએ તે સર્વ પ્રથમ તે બધાં જ રાષ્ટ્રોમાં સહ-અસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહ
ગની ભાવનામાં દઢ શ્રદ્ધા પેદા કરવી પડશે. સમ્યગ દષ્ટિ --સાચી શ્રદ્ધા ન હોવાના કારણે જ મેટા મોટા રાણેના નેતાઓ પણ સ્વીકૃત સિદ્ધાંતમાંથી ચલિત થઈ જાય છે. આ મહામાનવ મહાવીરે આવા સ્વીકૃત સિદ્ધ તો પર દઢ રહેવા માટે ચાર સાધન બતાવ્યા છે-જે સાધ્ય ને સિદ્ધિ માટે ઉપયોગી થઈ પડે છે.
(૧) સ્વીકૃત સિદ્ધાંતે પ્રતિ નિ:શંક રહે.
(૨) સ્વીકારેલા સિદ્ધાંતો સિવાય બીજા પ્રભમાં પડી બીજા સિદ્ધાંતોની આકાંક્ષા ન રાખે.
(૩) સ્વીકૃત સિદ્ધાંત માટે ફળની આશા ન રાખતા દઢતા રાખે.
(૪) સ્વીકૃત સિદ્ધાંતના પાલનમાં અમુક દષ્ટિ રાખે અથવા પૂર્વગ્રહોને, પરંપરાગત રૂઢિએને એક બાજુ પર રાખી સત્ય દષ્ટિ તેમ જ સત્યાગ્રહ પર જ ભાર મૂકે.
જે સ્વીકૃત સિદ્ધાંતના પાલનમાં નિઃશંકા, નિકાંક્ષા, નિવિચિકિત્સા તેમ જ અમુક દષ્ટિ આવી જાય તે વિશ્વાસ રાખવો જોઈએ કે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગને શાનિત-પથ અવશ્ય પ્રશંસા પામશે જ.
આવી રીતે જે જે રાષ્ટ્રો સહઅસ્તિત્વ તેમજ સહગના શાંતિ પ્રસ્તાવને સ્વીકાર કરી લે છે તેમણે નીચે પ્રમાણે સહાગ આપીને સહઅસ્તિત્વને પ્રત્યક્ષ પરિચય આપવો જોઈએ. અર્થાત તે નાના મોટા રાષ્ટ્રોને
૧. પ્રેત્સાહન આપવું–સહકાર આપવો.
૨. સ્થિરીકરણ-જે રાષ્ટ્ર વિચલિત થઈ જાય તેમને સહકાર આપી સ્થિર કરવી.
૩. વાત્સલ્યનેહ, સદ્ભાવ દ્વારા રાષ્ટ્રવિકાસમાં સહગ આપ તેમ જ તેના પ્રતિ વિશ્વસાત્સલ્યને પરિચય આપો.
૪. પ્રભાવના–સહઅસ્તિત્વ તેમ જ સહગના સિદ્ધાંતને યશસ્વી તેમ જ પ્રભાવશાળી બનાવવા માટે સંયુકત પ્રયત્ન કરવો.
જો આજે આ સંમેલનમાં આપણે સહઅસ્તિત્વ તેમ જ સહગની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનો નિષ્ઠાપૂર્વક નિશ્ચય કરી લીધે હોય તો વિશ્વમાં ‘સર્વોદય’ને સૂર્ય અવશ્ય ઊગશે અને
(અનુસંધાન ૧૨૦ મા પાને)