________________
તા. ૧૬-૯-૯
એ જ ધર્મ. આપણી સંસ્કૃતિ અને બીજી બધી સંસ્કૃતિઓમાં આ ફરક છે. એથી જ આપણી સંસ્કૃતિ પર મારી આસ્થા વધી છે. એ જ આ દેશને ટકાવી રહી છે. બીજી સંસ્કૃતિઓમાં ભાગ મુખ્ય છે, જ્યારે આપણે ત્યાં ત્યાગ એ મુખ્ય છે. બીજી સંસ્કૃતિમાં સંતપ એ જરૂરી છે, આપણી સંસ્કૃતિમાં અસંતષ છે પણ તેને અંતર સાથે—પોતાની આન્તરિક શકિત સાથે જોડયા છે, અંતરથી અસંતોષ રાખી અંતરની ત્રુટિઓ શોધી કાઢી દૂર કરવામાં આવે છે, એટલે સુંદર કાર્યો થાય છે. એથી બાહ્ય સ્થિતિથી અસંતોષ નથી શકે. અંતરની ત્રુટિની ચિન્તા રહે તે બીજાની અદેખાઈ કે દેખાદેખી
નહીં રહે.
પ્રબુદ્ધ અન
બીજી સંસ્કૃતિ આ પાયાની વાત ભૂલી જાય છે. મેળવવાની અદેખાઈ વધે છે, તેથી હુમલા થાય છે, પરિણામે ખરાબી થાય છે. દુનિયાની અન્ય દેશની તવારીખ જોશે તે! જે જે દેશ નાશ પામ્યા તે ધન અને સત્તાની ટોચે પહોંચીને નાશ પામ્યા છે. ફ઼િકાના દેશે। નાશ નથી પામ્યા, કારણ કે તે ગરીબ છે. વૈભવ વધ્યો કે ધર્મની ભાવના લુપ્ત થઈ. લાભ, લાલચ, એશઆરામ સાંભરે છે.
એટલે જ ગરીબીના મહીમા માનવામાં આવ્યો છે. હું ગમે તેમ રહું, બીજાને માનવધર્મ બતાવું, એ પોતાની જાતનો જ વિચાર ન કરતાં બીજાના સુખમાં પેાતાને સુખી માને, બીજાને સુખ આપવામાં અગવડ ન માને, બીજાને હજારનું નુકસાન થતું હોય અને મને એક રૂપિયાનું નુકસાન જતું હોય તો તે નહીં પણ મને એક હજાર રૂપિયાનું નુકસાન જાય તે પણ બીજાને એક રૂપિયો બચાવું. સત્ય, અહિંસા આ જ છે, પરીક્ષા અહીં જ થાય છે.
હું એક વાર આબુ ગયો હતા. ત્યારે હું મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી હતો. મે ખેડૂતાને રંજાડતાં પશુઓને ઠાર કરવાના બંદૂકના પરવાના તેમને આપ્યા હતા. આબુમાં કેટલાક જૈનીએ તેને વિરોધ કર્યો. મને કહ્યું તમે જીવ - હિસા માટે પરવાના કેમ દીધા? મે કહ્યું જાનવરો ખેડૂતોને પાક બગાડે છે, તેમને નુકસાન થાય છે તે કેણ ભરશે? તમે ભરી આપશા? તેઓ કહેવા લાગ્યા, એ તે કેમ બને ? ઉદ્યોગપતિઓમાં ઘણા જૈન હોય છે. ઝવેરીઓ માટે ભાગે જૈન જ હાય છે. તેઓ જે મેાતીના વેપાર કરે છે, એ મેાતી કર્યાંથી આવે છે? માછલીને મારીને જ મેતી કાઢવામાં આવે છે. મિલામાં ચરબી વપરાય છે, એ ચરબી પણ જાનવરોને મારીને જ કાઢવામાં આવે છે. છતાં તમે ધંધા બંધ કરતા નથી. તો શું આપણે કોઈનું ગળુ કાપીએ નહીં તે જ અહિંસા. તમારે માટે બીજા હિંસા કરે તે તમને ચાલે છે? કોઈને નુકસાન ન થાય ત્યાં સુધી અહિંસા માટે ધર્મની આમ વાતો કરવાને બદલે ધર્મનું આચરણ કરે. ગીતા વાંચી, અગાઉ પણ વાંચતા હતા, પણ હવે સમજાણુ કે આચરણ વિના તે વાંચવાનો અર્થ નથી. પોતે ડાહ્યો થઈ બીજાને ભૂંડો કહે એ તો ધર્મ ચૂકવા જેવું છે. હું સમજ્યું કે,
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रुयात् सत्यमप्रियं !
પહેલાં હું આ નહોતા માનતા. હું માનતો કે સત્ય તે કડવું જ હોય. પણ ૧૯૫૨ માં મને એ સમજાયું. ૫૬ વર્ષે હું સમજ્યો કે એ મારું ઘમંડ હતું. ત્યાં સુધી મેં ઘણાને કડવું કહી દુભવ્યા. જો કે આજે યે નથી દૂભવતા એવુંનથી. પણ મને એમ સમજાયું કે ઋષિમુનિઓએ આ સૂત્ર અનુભવથી કહ્યું છે. એમના કરતાં ય શું હું વધુ ડાહ્યો છું? સત્ય કહીએ તે કડવું જ હાય એમ કેમ કહી શકાય. સત્ય હોય તો અપ્રિય કેમ થઈ શકે? માણસ બીજાની સાંભળેલી વાત ઊંડાણમાં ઊતર્યા સિવાય એમને એમ અન્યને કરે તો જ અપ્રિય લાગે, અર્ધસત્ય હોય તો જ અપ્રિય લાગે, ઘણીવાર જોયેલું હાય ને સાચું કહીએ તો ય અપ્રિય લાગે છે. ત્યારે એમ સમજવું કે એમ કહેવાની સાથે આપણા અણગમા અંદર ભળ્યા છે. એથી ભાષાને કલુષિત કરી છે, એટલે સામા માણસને ગુસ્સા આવે છે.
એવું પણ હવે બને છે કે જેમને મારા તરફ અણગમા હતા તેમને સત્ય કહ્યું તે યે તેમને ખોટું ન લાગ્યું.
આજે શીખવાનું એ જ છે કે માણસે કોઈના વિષે અણગમો ન રાખવા જોઈએ. 'પ્રેમથી વર્તવું જોઈએ. અણગમા ન હોય તો પ્રેમ પેદા થાય. એથી જ ઘણી સફળતા મળે છે એ મે જોયું છે. ધર્મ એવું આચરણ બતાવે એવી પ્રજા આપણે બનીએ એ જ પ્રાર્થના, મોરારજી દેસાઈ
>
૧૧
સર્વધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ
(ગતાંક્થી અનુસંધાન)
ભાગાની ઈચ્છાને કારણે જ માનવીમાં સંગ્રહવૃત્તિ પેદા થાય છે. ભગવાન મહાવીરે અપરિગ્રહને બે રૂપમાં અભિવ્યકિત આપી: એક તો વસ્તુઓનું પરિમાણ અથવા માત્રા અને બીજું ભાગાની ઈચ્છા પર નિયંત્રણ. જ્યારે માનવીની ભોગેચ્છા ઘટતી જાય છે ત્યારે વિશ્વના અસીમ સાધનોને પોતાના સુખોપભોગ માટે રાખવાની લાલસા રાખતા નથી. જેટલી જરૂરત તેટલા જ સંગ્રહ. આવશ્યકતા રૂપ સંયમની આસ્થાને સુદઢ કરવા માટે મહાવીરે એક વાર કહ્યું હતું કે—જે જરૂરતથી વધારેના સંગ્રહ કરે છે તે એક પ્રકારની ચારી કરે છે અર્થાત્ આવશ્યકતાથી અધિક સંગ્રહ કરવાવાળા સમાજની ચોરી જ કરે છે. મહાવીરના આ અપરિગ્રહ - દર્શને સમાજશુદ્ધિની ક્રિયાને બળવાન બનાવી.સમાજમાં પરિગ્રહની જગાએ ત્યાગની ભાવના પ્રતિષ્ઠિત થઈ. જનતાની નિષ્ઠા ભાગામાંથી હઠીને ત્યાગ તરફ વળી. ત્યાગની નિષ્ઠા તેમ જ તપની પ્રતિષ્ઠા જ સમાજની પવિત્રતા તેમ જ શ્રેષ્ઠતાનું પ્રમાણ છે.
માકર્સ તેમ જ લેનિને સમાજસંશાધનની અપેક્ષા એ એક એવા સમાજની રચના પર ભાર મૂકયો કે જેમાં એક પણ દુષણ ન હોય. દુષણો પેદા કરવાનો અવકાશ જ ન રહે. સમાજવ્યવસ્થાની દષ્ટિએ માર્કસ તેમ જ લેનિનની આ સૈદ્ધાન્તિક પ્રક્રિયા ઠીક છે, પરંતુ માનવ સમાજ પર જબરદસ્તીથી લાદી દેવી ન જોઈએ-હૃદયમાંથી આપોઆપ પેદા થવી જોઈએ. માનવતાના વિકાસમાં ટાલ્સટોય, માર્કસ તથા લેનિનનું મહત્ત્વપૂર્ણ યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે
અંકિત છે.
મહાવીરની અહિંસા, અનેકાંત, તેમ જ અપરિગ્રહ પર નવીન દષ્ટિથી જો વિચારવામાં આવે તો ભારત તરફથી આ સમસ્યાના નિરાકરણના રસ્તો આજે પણ આપણને મળી શકે તેમ છે. મહાવીરે સમાજરચનાની અનેક તાત્કાલિક તેમ જ લાંબા સમયથી ઊભી થયેલી સમસ્યાઓનું જે અહિંસા તેમ જ અપરિગ્રહની વ્યાપક પ્રક્રિયા દ્રારા સમાધાન કર્યું છે તેના મૂળમાં માનવચેતનાની આંતરિક શુદ્ધિ તેમ જ પવિત્રતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી માનવના અંતરદ્ર દ્રોનું ક્ષણિક નહીં, પરંતુ શાશ્વત સમાધાન થયું હતું. આજે પણ આ પ્રક્રિયાના બળ ઉપર આપણે સમાજને ધનની ગુલામીમાંથી મુકત કરી તેમનામાં અપરિગ્રહની ભાવના પૈદા કરી શકીએ છીએ.
આ રીતે મહામાનવ ભગવાન મહાવીરે હિંસા—શકિતનું સંશાધન અહિંસા તેમ જ મૈત્રીની ભાવનાથી, ધનની કલુપતાનું પરિમાર્જન, અપરિગ્રહ તથા સંયમ તેમજ બૌદ્ધિક વિગ્રહનું સમાધાન અનેકાંત તેમ જ સ્યાદવાદની દષ્ટિથી કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. અહિંસા, અપરિગ્રહ તેમ જ અનેકાંતની ઉપલબ્ધિ મહાવીરના ધર્મની મહાન સિદ્ધિ છે.
ભારતીય સંસ્કૃતિ પ્રારંભથી જ વિશ્વશાંતિને માટે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગની ઉદ્ઘોષણા કરતી આવી છે. સ્વતંત્ર ભારતની રાજનીતિનો મૂળ આધાર પણ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયાગની ભાવના જ છે. ભારતના પ્રાચીન ઋષિઓએ, ભગવાન મહાવીર તેમ જ મહાત્મા બુદ્ધે પણ આ જ જીવનસંદેશ આપ્યો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ આ સિદ્ધાંતને જીવનમાં ઉતારી, વિશ્વને માર્ગદર્શન આપ્યું. ભારતના સ્વર્ગવાસી પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી તેમ જ વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પણ