________________
પ્રબુદ્ધ જીવન
૧૩૦
તેનામાં બુદ્ધિ છે. તે પેાતાને માટે લાભકારક શું છે તે જાણે છે. પશુ એ વિચારતું નથી. પશુ એકબીજાને ભરખી જાય છે, તેથી સૌના નાશ થાય છે. એમતા માણસ કરતાં પશુમાં વધારે શકિત છે. ગાયમાં માણસથી વધારે શકિત છે, પણ તે એ સમજતી નથી. તેના પર માણસ બુદ્ધિથી અંકુશ રાખે છે, તે માણસે તેને મળેલી બુદ્ધિશકિતના સદુપયોગ કરવો જોઈએ.
ધર્મ એટલે ધર્મના ગુણધર્મો – હેતુ આ જ છે. દુનિયા ઘણી વિશાળ છે. વિશ્વ અનંત છે. વિજ્ઞાને હવે તે એની ખાતરી પણ કરાવી દીધી છે. પૃથ્વીના જેવા ને તેથી મોટા સૂર્યમંડળમાં કરોડો ગ્રહો છે, અગણિત તારા છે. બીજેય આપણા જેવી વસતિ નહિ હાય એમ માનવા કારણ નથી. આપણને ઘમંડ ઘણા છે કે આપણે જ છીએ. બીજાઓ પણ છે એ વિચારવું જોઈએ. બીજા નથી એ વિચારીએ તે જ મુશ્કેલી આવે. ધર્મ શીખવે છે માણસ મનુષ્યધર્મ પાળે. આજ બધા ધર્મની શીખામણના હેતુ એક જ છે. અનેક દેશમાં, અનેક માણસોએ, અનૅક વિચારો દ્વારા એક જ વાત કરી છે. પયગંબરો, ધર્મગુરુઓ ને સંતો જેટલા થયા તેટલા આચાર – વિચાર જુદા છે. ધર્મના રસ્તા જુદા જુદા છે. પણ મૂળ વાત ભૂલવાની નથી. જન્મે ત્યારે બધા સરખા હોય છે. એક બાળક ભારતમાં જન્મે કે યુરોપમાં, કે પછી આફ્રિકામાં, તે જન્મ થાય ત્યારે એક જ રીતે રડે છે ને એક જ રીતે હસે છે. બધે જ જન્મતાંની સાથેના વહેવાર એકસરખા જ છે. ઊર્મિ, ભાવના એકસરખી હાય છે. પરિસ્થિતિ અનુસાર પછી રૂપ - રંગ જુદાં જુદાં થવા લાગે છે. જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે માનવી એ પછી ઘડાય છે. માણસ જુદી જુદી રીતે ચાલે પણ અંતે લક્ષ્ય એક જ હોય છે. મુંબઈથી દિલ્હી જનાર પછી પ્લેનમાં જાય, પગપાળા જાય, મોટરમાં જાય કે ટ્રેનમાં જાય, ગમે તેમાં જાય, જતી વખતે જુદા જુદા અનુભવ થાય છે. પણ દિલ્હી તો સૌને માટે એક જ છે. રસ્તે જનારા એક બીજા સાથે રસ્તા અંગે ઝગડે છે તેની જ મેાટી ગરબડ છે.
ધર્મ તો જ સમજાય જો આપણે બીજાના ધર્મનું સન્માન કરીએ. બીજાના પ્રત્યે સારી વૃત્તિ રાખીએ અને બીજાનું સન્માન આપણા જેટલું જ જાળવીએ. ધર્મ માનવીને વિનમ્રતા આપે છે.
અહીં જુદી જુદી જીવન - પદ્ધતિઓ છે. તેમાં ઘણી ક્ષતિઓ પણ છે. તેને છેડવા સતત પ્રયાસ કરીએ. મિત્ર તેમાં ઉપયોગી થઈ શકે. મિત્રની વાત માનીએ, માણસને અપનાવી લેવાની – વશ કરી લેવાની વાત તો જ બને.
જેમણે જીવનદર્શન કર્યું હોય, સત્ય સમજાયું હોય તે જ અનુભવની વાત કહી શકે. વળી તેઓ પણ પોતાની વાત માનવાનો આગ્રહ કરતા નથી, સામે કહેવા જતા નથી. તેમને આપણે સમજીએ છીએ એ અધૂરૂં, પૂરું સમજતાયે નથી. ધર્મ કે શીખામણ આપવાની નથી હોતી. હું જીવનમાંથી જે સમજ્યા તે અહીં મૂકવા ઈચ્છું છું. જીવનમાંથી હું શું શું શીખ્યો? જે શીખ્યો તે જ અહીં મૂકું છું.
તેવા જ.
મેં જીવન ઘડવાની કોશીશ કરી છે, પૂરું ઘડાયું નથી. અંતિમ સત્ય શું છે તેનું પૂરેપૂરું મને ભાન થયું નથી. પણ જે માનું છું તે દઢતાથી માનું છું. તેમ છતાં કયારેક સંસ્કારોની દુર્બળતા આડુંઅવળુ કરાવી દે છે. જેવા તમે કાચા-પાકા છે. હું છું. પણ ચાર એટલે ચાર જ. નાના ચાર ને મોટો ચાર એવા ભેદ ન હોઈ શકે. નાના ચાર રૂપિયા – બે રૂપિયા ચારે તો મોટો ચાર લાખો રૂપિયા ચારે. મોટાની હિંમત વધુ. કોઈ ઓછું સમજે છે, કોઈ આછું પાળે, ધર્મપાલનમાં સમભાવ રાખવા જોઈએ, એ આ દેશની માટી વાત છે. એમાં ખાટું દેશાભિમાન નથી. દુનિયાના કોઈ પણ દેશ કરતાં આપણા દેશમાં સત્યદર્શન કરનારા માણસા વધુ થયા છે. એટલે જ આ દેશ ને સંસ્કૃતિ ટકી રહી છે. આપણા આદર્શો નીચા નથી પણ વર્તન નીચું ઊતર્યું છે. આપણા આદર્શો આસમાન જેટલા ઊંચા છે ને વર્તન પાતાળ જેટલું નીચું છે.
તા. ૧૬-૯-૬૯
ધર્મની વ્યાખ્યા આપવા નિષ્ફળ પ્રયાસ થયા છે. આપણી સંસ્કૃતિના પ્રાણ તેના નાશ નથી થયો. આછા ભણેલા વધુ સાવધાન રહે છે. વધુ ભણેલા ગાફેલ રહે છે. ડાહ્યો ત્રણ જગાએ ખરડાય એમ કરે છે. પગે કશું ચોંટેલું જણાય તા ભણેલા માણસ તે હાથે લેશે ને શું છે તે સૂંઘશે, એટલે પગ, હાથ ને નાક ત્રણે ખરડાશે, જ્યારે અભણ હશે તે પગે કંઈ ચોંટેલું જણાય તે પગ ઘસીને આગળ વધશે, માણસ પૈસા મેળવે, વિદ્રાન બને તેમ પ્રપંચે વધે છે, એટલે વિદ્રાન ન થવું, પૈસા ન મેળવવા, ગરીબ રહેવું એમ નથી. પેાતે ગરીબી પસંદ કરે એ જુદી વાત છે. જેમ ગાંધીજીએ સ્વેચ્છાએ ગરીબી પસંદ કરી હતી. ગાંધીજી કહેતા કે પેટ ખાલી હોય એના ઈશ્વર રોટલા છે, પણ સ્વેચ્છાએ ગરીબી ભાગવે તે તેને ઉપવાસમાંય ઉપાસના જણાય. પરાણે ધર્મ ન કરાવાય.
ધર્મને યાદ કરી. કર્તવ્ય કરીએ એમાં જ સંપૂર્ણ ધર્મ છે. એ દેશની જરૂરિયાત છે. આજે તો પૈસાને, સત્તાને ધર્મ માની લેવામાં આવ્યો છે. એટલે જ્યાં પૈસા હોય, સત્તા હોય ત્યાં જ આકર્ષણ થાય છે. આ જ દેશમાં નહીં, બધે જ આવું ચાલે છે.
ધર્મે શીખવ્યું છે કે કર્તવ્ય કરો. ધર્મ, અર્થ, કામ ને મેાક્ષ એ ચાર મુકિતના માર્ગ છે. એટલે પહેલા ધર્મ સાધે, પછી અર્થપ્રાપ્તિ કરો. અર્થ પણ ધર્મ દ્રારા પ્રાપ્ત થાય. કામ પણ ધર્મને માર્ગે જ પ્રાપ્ત થાય. એમ થાય તો મેાક્ષ મળે છે એ સ્વાભાવિક છે. આમાં ધર્મ પહેલા લેવાના છે. પણ આપણે ત્યાં લોકો ઉપર નીચે સગવડ અનુસાર વર્તે છે. આપણે ત્યાં ઊલટો ક્રમ ચાલે છે. કામ ને અર્થ પહેલાં કરવામાં આવે છે પછી ધર્મ આચરાય છે અને મેાક્ષના સવાલ તે રહેતા જ નથી. ધર્મ આચરે તે જ મેાક્ષ મળે એ વાત લુપ્ત થઈ જાય તે દેશનું કલ્યાણ નથી.
આપણે સાંભળીએ ભલે, પણ કરીએ નહીં. એ તે એમ જ ચાલ્યા કરે, એમ માની લેવાય છે. પણ જો સાચું પહેલાં માને ત કયારેક કરે ને ? ઈશ્વરમાં માને તે સત્યમાં માને. અસત્યમાં માને તેને હું અધર્મી કહીશ. જેમ માને એમ કરો તો જ માન્યતા સાચી જાણવી. વિચાર કર્યા વિના બીજાનું સાંભળી કંઈ ન કરીએ એથી તે ડૂબી જવાય.
આપણે જે કઈ સાંભળીએ છીએ તેમાં કંઈ નવી વાત નથી. મહાત્મા ગાંધી પણ કહેતા, મારી પાસે કોઈ નવી વાત નથી. સંસ્કૃતિનું તત્ત્વ છે તે જ માનું છું.
ધર્મમાં કાંઈ નવું નથી. આ દેશમાં વિજ્ઞાને નવી દષ્ટિ આપી છે. પણ વિજ્ઞાન સાથે ધર્મ ન હાય ! શકિત દૈવીને બદલે પાશવી બનશે. એટલા માટે જ આપણા બાપદાદાઓ અનધિકૃતને વિદ્યા આપતા નહોતા. જે સદુપયોગ કરી શકે તેને જ વિદ્યા અપાય.
આપણી ગુરુ પરંપરામાં ગુરુ, વિદ્યા આપવા અગાઉ શિષ્યની આકરી કસોટી કરતા, અત્યારે તે તરત જ ચેલે બનાવી લેવાય છે. જો. ચેલાની ગુરુએ બરાબર કોટી કરી હાય તેમ તે આગળ જાય જ. આજે તે ભણીએ છીએ પણ પરીક્ષા અઘરી હોય તે બૂમરાણ થાય છે. સગવડિયું, સહેલું ખાળવાની વૃત્તિ વધી રહી છે. પરીક્ષા એટલા માટે લેવાય છે કે છેવટે તેણે કેટલું જ્ઞાન મેળવ્યું છે તે જાણવા માટે. તેનાથી કંટાળીને આપણે આપણી જાતને ઠગીએ છીએ. બીજાના ઠગવા જનાર પેાતાની જાતને જ ઠગે છે. પણ એ સમજાય કયારે? પોતાના ધર્મ સમજીએ ત્યારે
ભાગ્ય જેવી વસ્તુ નથી. ધર્મ આ કહે છે. સાચી ભાવના હોય તે આમ કેમ ન બને. ધર્મ પ્રવર્તાવ્યો તેમણે સાચી રીત બતાવી છે. શિષ્યો, મુખિયા, મહ તા બધાએ ધર્મની ભાવના પૂરી હતી, પણ બધા મારું માનેં, સાંભળે તે જ મારું રાજ ચાલે એમ સમજી તેમણે નિયમે બનાવ્યા. ક્રમે ક્રમે તે જડ થઈ ગયા એટલે આપત્તિધર્મ કાઢ્યો! આપત્તિ-ધર્મ એ મેટું દૂષણ છે. આપત્તિમાં જો ધર્મ કામ ન આવે તે તે ધર્મ શા કામની?
તુલસીદાસજીએ કહ્યું છે કે :
ધર્મ તો કરવી એ તે
“ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી, આપત્તિકાળ પરખીએ ચારી."
પ્રાણના ભાગે ય આચરવા જોઈએ, મંદિર જવું, પૂજા સાધન છે, સાધ્ય નથી. પોતાનું સાચું દર્શન કરાવે