________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
આબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ`સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૦
મુંબઇ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૯, મંગળવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી પરમાનંદકુવરજી કાપડિયા
મારા જીવનમાંથી હું શું શીખ્યા ?
(આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું તા. ૮મી સપ્ટેમ્બરના જ માન્યવર શ્રી મેારારજીભાઈનું પહેલું વ્યાખ્યાન હતું. દિલ્હીનાં તેમનાં રોકાણા આડે તેમને વ્યાખ્યાનવિષય, કાર્યક્રમ પ્રગટ કરવામાં આવ્યો ત્યાં સુધીમાં, નક્કી થઈ શકતો નહોતા. તેઓ નિયત કાર્યક્રમ મુજબ વખતસર વ્યાખ્યાન સભામાં પધાર્યા હતા અને અમને પૂછ્યું કે : “ હું શેના ઉપર બાલું?” અમે સૂચવ્યું કે આજે, આજ સુધીના આપના જીવન અનુભવના નીચોડરૂપ કાંઈક કહેા. તેમણે આ અમારી સૂચના ઝીલી અને ધર્મવિચારને આગળ રાખીને પૂરા એક ક્લાક સુધી તેમણે જે ! પ્રવચન કર્યું તેની નોંધ નીચે પ્રગટ કરતાં હું ખૂબ પ્રસન્નતા હૂઁ . ભવું છું. પરમાનંદ) એ આનંદની વાત છે કે ના રીતે પર્યુષણના વ્યાખ્યાનોમા એકઠા મળે છે. હું પણ અગાઉ વ્યાખ્યાનમાળામાં બે વાર આવી ગયો છું. દર વખતે પરમાનંદભાઈ આગ્રહ કરે છે, પણ દર વખતે શકય નથી બનતું. વળી દર વર્ષે કંઈ નવું કહેવાનું પણ હતું નથી. માનવીને કંઈ નવું સાંભળવા જોઈએ છે. નવું નવું સાંભળવાના સૌને શાખ હોય છે, પણ તેટલા નવું નવું કરવાના શાખ હોતો નથી, નવું સાંભળીએ તો જૂનું ન કરવું પડે, એવા ઘણા લોકોના મત હાય છે.
- '
જીવનમાં શું કરવું જોઈએ, એમ ઘણા પૂછે છે. પોતે શું કરવું જોઈએ તે પેાતાની જાતને પૂછીને જ નક્કી કરવું જોઈએ. જે સાચાં મૂલ્યો લાગે તે કરવું જોઈએ. તેની કિંમત ચૂકવવા પણ આપણે તૈયાર રહેવું જોઈએ. કારણ, મફતની વસ્તુ મળે પણ તે નકામી હોય છે, તેથી કાંઈ વળે નહીં. માણસે લેવાની વાત જ કરવી જોઈએ અને દેવાની વાત ન જ કરવી જોઈએ એવું તો બને જ નહીં. માણસે કર્મનું ફળ તો ભાગવવું જ જોઈએ.
જો આવું ઋણ ચૂકવવાનું કોઈને ન મળે તે તેનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ. જે પાતાપું ઋણ ચૂકવતા નથી તેને લેાકી દેવાળિયો કહે છે. તમે એને તો પસંદ નહિ જ કરો, એટલે આપણે આપણી જવાબદારી સમજવાની છે.
જે ૠણ કરીને ભરતા નથી તે પાતાના પાયાને જ દગો દે છે. જે સમજે છે તે આવા દગા ન દે.
શ્રી મુ’ખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૫૦ પૈસા
આ બધું કેમ થાય છે? એ વિચારવું જોઈએ, વિચારીએ તા રસ્તો જરૂર મળે. તમારે કયા રસ્તે લેવો તે વિચારવાનું છે. પોતાનો રસ્તે જે ખાળી કાઢે છે તે જ મનુષ્ય છે. મન જેને દોરવે છે તે જ મનુષ્ય, માટે પોતાના રસ્તે પોતે જ પસંદ કરવા જોઈએ. વળી તમે બીજાને રસ્તે પૂછવા જશે! તે ભયજનક પણ છે. ઘણા સલાહ તો લે છે, પણ પોતાને ગમે તેવી સલાહને જ અનુસરે છે. અને જો તેમાંયે કંઈ પ્રતિકૂળ થયું તે દોષ બીજાના કાઢે છે. પણ તમે સલાહ પૂછીને તે રસ્તે વળ્યા ત્યારથી તે રસ્તો તમારો જ થાય છે.
હંમેશ માણસ ગમતી સલાહ આપનાર પાસે જાય છે, કોઈ અણુગમતી સલાહ આપનાર પાસે જતા નથી.
બધાં એક માર્ગ બતાવે ધર્મનો માર્ગ બતાવે તો ધર્મના વાડા થાય. સલાહ આપનારાઓએ વાડાબંધી કરી અધર્મ કર્યો છે, એમાંથી બચવાના રસ્તા તે ધર્મ છે.
આજના જમાનામાં પ્રશ્ન સામ્યવાદ કે બિન–સામ્યવાદના નથી. તે મારો મત બીજી રીતે મૂકું તે ધર્મ અને અધર્મનો પ્રશ્ન છે. ધર્મની વાત ગમતી નથી. અધર્મની વાત સાંભળવી ગમે છે. એમાં જોખમ છે. આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિએ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ધર્મની ભાવના લુપ્ત થશે તે હજારો વર્ષનાં જીવનનાં મૂલ્યો છે એ ખતમ થઈ જશે, એવા ભય રહે છે. આ અંગે આપણે વિચારવાની જરૂર છે.
દરેક પાતે વિચાર કરે ત્યારે પેાતાને ગમતું જ શેાધે છે. બીજાને ખુશ કરવા પણ તે પોતાની જ વાત કરે છે. બીજાને ઘેર જમનાર માણસ આગ્રહ કરતાં વધારે જમે છે અને પછી કંઈક થાય ત્યારે બચાવમાં કહે છે કે ‘તમે વધારે આગ્રહ કર્યો એટલે મેં ખાધું. પત હકીકતે તેવું નથી. તેને ગમતી ચીજ હતી માટે તેણે ખાધું હોય છે. થાળીમાં પથરા પીરસ્યા હોત ને આગ્રહ કર્યો હોત કે ખાવ ને ખાવ, તો તેણે તે ખાધું હોત કે? સેવા કરે છે એમ જયારે કોઈ કહે તે તેમાં તે કંઈ ઉપકાર નથી કરતા. પોતાના મનની શાંતિ માટે તેઓ તેમ કરતા હાય છે. તે તેમને ગમતી વાત હોય છે.
ધર્મ શીખવે છે કે જે કરવાનું કર્તવ્ય હોય તે કામ ગમે તેટલું કઠણ હાય, અપ્રિય હાય તો પણ તે ગમે છે તે રીતે કરીએ તો જ પાર ઊતરી શકીએ અને ફાયદો મળે.
ધર્મની અનેક વ્યાખ્યા જોઈ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી એવા અનેક ધર્મ છે. એમાંય વળી ફાંટા છે શિયા ને સુન્ની, રોમન કેથોલિક ને પ્રોટેસ્ટન્ટ, બુદ્ધ, શીખ વિગેરે ધર્મ માણસ માણસ વચ્ચે તાદાત્મ્ય સાધવાનું બળ બનવાને લીધે તેને વાડાબંધીથી અલગ અલગ કરે છે.
જૈન ધર્મમાં સ્યાદ્વાદ છે. આ વાદ દરેક ધર્મમાં છે. બધા ધર્મમાં મૂળતત્વ એક જ છે, અને એ જ ધર્મ છે, તેમાં ડખલ ન કરો. ગીતામાં કહ્યું છે કે:~
“સ્વધર્મે નિઘનં શ્રેય:, પરધર્મા ભયાવહ.”
બીજાના ધર્મ સારો હાય છતાં તે અપનાવવાથી બીજાના ધર્મ મુજબ ચાલવું પડશે. એથી બેમાંથી એકેયનું પાલન થઈ નહિ શકે, કારણ કે તમે બીજો ધર્મ જાણતા નથી એથી નાશ થવાનો સંભવ છે. આ અર્થ પોતાના માટે લાગુ પાડીએ. એમાં ઝઘડો શા માટે? મારો ધર્મ અન્યને પોતાના ધર્મપાલનમાં મદદ કરે એ જ અપેક્ષા હોવી જોઈએ. એ પણ એવી મદદ કરે એ અપેક્ષિત છે.
માનવ અને પશુમાં ફરક છે. માણસ ધર્મ-અધર્મ વિચારે છે.