SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૯ - 1 અવસાન-ધની ઔપચારિક અવાસ્તવિક્તા : મેં મારા કેટલાક મિત્રોને ચેતવણી આપી રાખી છે કે, જો અને જયારે મારા વિષે મૃત્યુનેધ લખવાને અવસર તમને પ્રાપ્ત થાય અને શકય છે કે એ દુ :ખદ અને અનિવાર્ય ઘટના બન્યા પછી તેમનામાંના કેટલાકને માટે એ અવસર ફરજના રૂપમાં પ્રાપ્ત થાય તો તેમણે કદાપિ “અમને ખેટ, કદી પૂરી શકવાની નથી.” અથવા એમના ચાલી જવાથી સમાજમાં મોટું શૂન્ય પેદા થયું છે.” વગેરે પ્રકારનાં વાળે વાપરવા નહીં, એટલું જ નહીં, મારા વિશેની લાંબી બિરદાવલીને અંતે “પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી આશા વ્યકત કરવા વિશે પણ મેં એમને સાવધાન કર્યા છે. વાસ્તવમાં, કોઈની ખેટ વણપૂરાયેલી રહેતી જ નથી. જગતને કેમ ચાલ્યા જ કરે છે. જીવનને ચક્ર અવિરતપણે ફર્યા જ કરે છે, સમય આગળ ને આગળ વહો જ જાય છે. માણસ પોતાની અનિવાર્યતા વિષેને ભ્રમ અમુક અંશે સ્વાભાવિક મને વૈજ્ઞાનિક અહંતાને કારણે અને અમુક અંશે પિતાની જાત અને કાર્યોની વ્યાજબી ઠરાવવાના હેતુથી સેવે છે. પરંતુ હકીકતમાં તો ‘ફલાણાભાઈના ૮૯ વર્ષની ઉંમરે અવસાન થવાથી ન પૂરાય એવી ખોટ પડી છે.' એવી બુલંદ ઘોષણા કરનારી પ્રત્યેક વ્યકિત પિતાની કામમાં એવી રીતે પરોવાઈ જાય છે કે જાણે પેલા અનિવાર્ય મહાપુરુષ કદી જમ્યા જ ન હતા. પણ આ બધાને કોઈ ઉપાય નથી. સમય ‘આખરી અંજામ આણનાર છે. માટે જ એને 'કાળ' કહ્યો છે. સંસ્કૃતમાં જેને મૃત્યુના પર્યાયરૂપ ગણવામાં આવે છે. ગીતામાં કૃષ્ણે કહ્યું છે કે, “હું જ સંહાર છે. અને તેમ છતાં, સમય ઘાને રૂઝવવાનું કામ પણ કરે છે. સમયના વહેણ સાથે આપણા પ્રિયજનોને આપણે ભૂલતા જઈએ છીએ અને તેમની યાદ પણ ધીરે ધીરે ઝાંખી પડતી જાય છે. પરંતુ આપણા દેશમાં છે, જ્યારે કોઈ રાજકારણી, “મહાપુરુષ” અવસાન પામે છે, ત્યારે આધ્યાત્મિકપણાની એક પરાકાષ્ઠા સર્જાય છે. અલબત્ત, આપણા આ પ્રાચીન દેશમાં રાજકારણનાં પંડિતની તે અનોખી જમાત છે. જે લોકો મરનાર વ્યકિતને છેક હમણાં સુધી ભાંડતા હતાં, જેને ઉઘાડે છે:ગે તક્ષાધુ, રૂશ્વતખાર, અને ઊંટવૈદ જેવો કહેતા હતા, જેને તે જ લોકો તે વ્યકિતના મૃત્યુ બાદ એકાએક તેમના વિશે અહોભાવની લાગણીથી ઊભરાઈ જાય છે અને તેને તે ‘સ્વર્ગવાસી આત્મા” તરીકે માનપૂર્વક ઓળખાવે છે અને તેને ખોટે ખેટી અંજલિ આપવા લાગી જાય છે. મરનારમાં કદીયે ન હતા એવા અનેક ગણો અને સગુણ તેઓ ચોક્કસપણે શોધી કાઢતા હોય છે. આ કોકે કહ્યું છે કે, જે લોકો પોતાની કબરમાંથી ઊભા થઈને કબરના પથ્થર પર પોતાના વિશે શું ગુણગાન લખેલા છે તે વાંચી શકવાને સમર્થ થઈ શકે તે ઘણાને ખચિત જ એમ લાગવાનો સંભવ છે કે તેઓને ભૂલથી બીજા કોઈની કબરમાં સૂવાડવામાં આવ્યા છે. જો કે હિંદુઓને આ લાગુ પડી શકે એવું નથી. પરંતુ ‘નેતાઓ'ના વિષયમાં તે યશોગાનથી ઊભરાતી મૃત્યુનો ખુશા- મતથી લખેલા તંત્રીલેખે અને શોકાતુર અંજલિઓના કારણે ઉપરની હકીકત બરાબર લાગુ પડી શકે છે. આત્માને લાગેવળગે છે ત્યાં સુધી જે આત્મા જેવું કાંઈ હોય તો - મને લાગે છે કે જો સ્વર્ગમાં ન્યાય મળતો હશે (અહીં પૃથ્વી પર તે નથી મળતો.) તો અહીં કરેલા સત્કાર્યોને બદલે જરૂર ત્યાં મળશે. છાપાઓમાં લેખો લખવાથી કે જાહેર સભાઓ કરીને ભાવભર્યા ઠરાવો કરવા માત્રથી ઈશ્વરને રીઝવી શકાવાને નથી. જ્યારે કોઈ નેતા અવસાન પામે છે અને જ્યારે આપણે આખો દેશ કે જે બીજા પ્રસંગમાં એક થવા તૈયાર હોતા નથી તેના પર શેકનું પ્રચંડ મોજું સર્વત્ર ફરી વળે છે ત્યારે આમાં એકાદ અપવાદ રૂપ હોય છે. “ઓલ ઈન્ડિયા રેડીઓ’ દિવંગત આત્મા જે કોઈ પહેલા વર્ગને નેતા અથવા પ્રધાન ન હોય–પછી તે પાંચ પૈકીના એક હોય કે પંચાવન પૈકીને એક ઑલ ઈન્ડિયા રેડી ટૂંકું ને ટચ કહી દેશે: “આજે શ્રી અમુક અમુક સ્થળે અવસાન થયું છે.” મરનાર જો કોઈ બહુ જ મોટે અમલદાર હોય તે જ રેડીએને સમીક્ષક કહેશે: “અમે જાહેર કરતાં દુ:ખ અનુભવીએ છીએ કે..”બીજી ઘટના અંગે તે કોઈ પણ જાતની દિલગીરી દર્શાવવામાં આવતી જ નથી. જેનું સંભવિત કારણ એમ હોઈ શકે કે કાં તે જેઓ હોદ્દા પર કે સત્તા પર હોય તેવાઓને જ મૃત્યુ માટે સત્તાવાર ખેદ પ્રદર્શિત કરવામાં આવતો હોય. અને કહ્યું તે પછી એવા કિસ્સાઓમાં માત્ર ઑલ ઈન્ડિયા રેડીઓને જ ખેદ થતા હોય. મારું એવું નમ્ર સૂચન છે કે ક્યારે કયારેક આપણું સત્તાવાર તંત્ર સામાજિક કાર્યકરો, લોકારો, વિજ્ઞાનીઓ, વિદ્વાન લેખકો અને કેટલાક સપ્રામાણિક ઉદ્યોગપતિઓનાં મૃત્યુ માટે પણ ખેદ જાહેર કરે અને અંદરોઅંદર સંતાકુકડી રમતાં રાજકારણી પંડિતે માટે જ માત્ર પિતાને શોક ને બતાવે. આ નાગાશાકી અને હીરોશીમાના બનાવોના કારણે જાપાનના લોકો ન તો ગાંડા બની ગયા કે ન તો તેમણે લોકોમાં સામૂહિક ધૃણા પેદા કરી. તેમણે તો તદૃન નવું જાપાન ઊભું કર્યું, જે આજે જગતના તમામ શકિતશાળી અને વિકસિત દેશમાં ત્રીજો નંબર ધરાવે છે. આપણે પ્રતીકમાં રાચવાનું અને છાપાની પાછળ દેડવાનું છોડી દેવું પડશે. આપણે આપણી ગમગીનીઓને જીવ બાળ્યા વિના પચાવવાનું અને જીવનની તડકીછાંયડીને હિંમતપૂર્વકનો સામને કરવાનું શીખવું પડશે. ભૂતકાળની ગૌરવગાથાઓમાં રાચવાને બદલે જેની આપણે પ્રશંસા કરીએ તેની સફળતામાંથી પ્રેરણા મેળવવી પડશે અને તેની ભૂલોમાંથી આપણે પાઠ શીખવે જોઈશે અને તે જ ન રાંધાય એવી ફટ સાધી શકાશે અને ન પૂરાય એવી ખોટ પૂરી શકાશે. અનુવાદક મૂળ અંગ્રેજીમાં: શી સાધભાઈ એમ. શાહ શ્રી ગગનવિહારી મહેતાં શુભ જ “શુદ્ધ પ્રતિ જવા સેતુ છે ( શ્રી ત્રિભુવનદાસ વીરજીભાઈ હેમાણી તરફથી “શુભ' અને “શુદ્ધ' વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરતે સ્વ. વાડીલાલ મોતીલાલ શાહના લખાણમાંથી ઉદ્ભૂત કરેલ ફકરો નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) “ગૃહસ્થ’ અને ‘ત્યાગી' એવા બે ભેદ વિકાસણીની જરૂરિયાત તરીકે ભલે પાડવા પડે, પણ આત્મામાં એવા કોઈ ભેદ નથી અને દેહધારી આત્માને કાંઈ નહિ અને કાંઈ કરવું તે પડતું જે હોય છે. ત્યાગી કે જ્ઞાની કે ધર્માત્મા થયા એટલે ક્રિયા માત્ર કરવાની ન રહી એવું માની બેઠેલાઓ કુદરતને સમજતા નથી. એક ગૃહસ્થ વા ત્યાગી જેણે આત્મવિકાસને માર્ગ સ્વીકાર્યો હોય તેણે પ્રથમ તો ‘લાગણીઓને “અશુભ'માંથી ખેંચી ‘શુભમાં લાવવી જોઈએ અને પછી ‘શુભ’ ‘અશુભ'થી પર એવા શુદ્ધમાં–નિશ્ચય'માં સ્થિર થવું જોઈએ. આ ક્રમે છે. બીજાની દયા ખાવી એટલે સુધી કે દોષિતની પણ દયા ખાવી એ " “શભરના અનુયાયીને માટે આવશ્યક છે. શુભ (દયા, માં, પરેપકાર)માં લાંબી મુસાફરી કર્યા બાદ જ તે શુદ્ધમાં દાખલ થાય છે, જ્યાં તેનું હૃદય એ ભૂમિકાના કોઈ ખાસ પ્રકારના પહાડી વાતાવરણને લીધે એવું બને છે કે એને કોઈ ચીજ કે બનાવ અસર જ કરી શકે નહિ. ત્યાં પછી કોઈની દયા ખાવાનું કે લાગણી ધરાવવાનું રહેતું જ નથી. ધ્યાનમાં રહે કે એ “ઊંચી’ સ્થિતિ છે, પણ મધ્યમ સ્થિતિમાં થઈને આગળ મુસાફરી કરવાને પરિણામે જ એ સ્થિતિ ઉદ્ભવે છે. ખૂણે ગેખી રાખે છે. ‘શુભ'માં થઈને જવાથી જ શુદ્ધ” ને પહોંચાય છે એ વાતને ભૂલી “શુભ’ને બલાત્કારથી દાબી દેવાય તે પરિણામ એ આવે કે વ્યકિતને આત્મ વિકાસ જ અટકી પડે અને તે એક “રાક્ષસ બને! સને ૧૯૨૧, જૂન -વા. મ. શાહ માયિક: શ્રી મુંબઈ ગ્ન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાસન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ-4, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબ~1.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy