SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૬૯ પ્રભુ વિરાટ ભાવના આપોઆપ પેદા થાય છે. આ મહાન માનવધર્મ એટલા સીધા સાદા છે કે, તેને એક જ વાક્ય–‘આત્મવત સર્વ ભૂતેષુ 'માં પ્રગટ કરી શકાય છે. ભગવાન મહાવીર સમતા, શાંતિ, શ્રમશીલતાને પેાતાનું ધ્યેય બનાવીને ‘શ્રામણ ’બન્યા હતા અને તેમની શ્રમણસંસ્કૃતિના મૂળ મંત્ર પણ સહઅસ્તિત્વ અને વિશ્વશાંતિ હતા. આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, માનવતા અને સમાનતાના પ્રખર સ્વરવાહક, અહિંસક સમાજક્રાંતિના અગ્રદૂત મહામાનવ મહાવીરે આધ્યાત્મિકતાના આધાર અહિંસા, અનેકાન્ત તેમ જ અપરિગ્રહ દ્વારા ‘જીવા અને જીવવા ઘો 'ના જીવનસંદેશ આપ્યો હતો. મહામાનવ મહાવીરે માનવધર્મનું સ્વરૂપ બતાવતાં સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી કે, ‘ધમ્મા મંગલ મુકિકઠું, અહિંસા સંયમે તવા. ’ ‘જે ધર્મ અહિંસા, સંયમ અને તપપ્રધાન હોય છે તે સર્વદા વિશ્વકલ્યાણકારીમંગલમય જ હોય. તેમના સમગ્ર જીવન અને ઉપદેશના સાર, ‘આચારમાં સંપૂર્ણ અહિંસા અને વિચારમાં અનેકાતવાદ' હતો. અહિંસા દ્વારા વિશ્વશાંતિ અને અનેકાન્ત દ્વારા વિશ્વમૈત્રીના મૂળ મંત્ર આપ્યો હતો. શ્રી મહાવીરે જીવનની સમતા તેમ જ શાંતિ માટે અહિંસાના ત્રણ રૂપ બતાવ્યાં છે: સમાનતા, પ્રેમ અને સેવા. સમાનતા : દરેક પ્રાણીને આત્મતુલ્ય સમજો, એ જ સામાજિક ભાવનાનો મૂલાધાર છે. તેમના ઉદ્ ઘોષ એ હતો કે ‘સૌ પ્રાણીઓને પોતાની જિંદગી વહાલી છે. સૌને સુખ સારૂ લાગે છે, દુ:ખ બૂરું લાગે છે. વધુ સૌને અપ્રિય છે અને જીવન પ્રિય છે. સૌ પ્રાણીઓ જીવવા ઈચ્છે છે, માટે કોઈ પ્રાણીની હિંસા ન કરો. ( આચારાંગ સૂત્ર) ‘જેને તું મારવા ઈચ્છે છે તે તું જ છે.’ ‘જેને તું પરિતાપ આપવા ઈચ્છે છે, તે તું જ છે.’ પ્રેમ: જે વ્યકિત નિકટ પરિચયમાં આવે છે તેની સાથે વિગ્રહ કે વિરોધ ન કર. પ્રત્યેક વ્યકિતને પોતાને બંધુ સમજ અને તેના પ્રત્યે મૈત્રીભાવનાનો, વિશ્વવાત્સલ્યનો વિકાસ કર. મિત્તિમે સવ્વ ભૂએસુ ' સૌ પ્રત્યે મારો મૈત્રીભાવ છે—આ પ્રેમનો સંદેશ છે. સેવા : સામાજિક સંબંધાની મધુરતા તથા આનંદના મૂળ સ્રોત છે. જ્યાં બે વ્યકિતઓમાં પરસ્પર સહયોગ નહિ, ત્યાં સામાજિક સંબંધ કેટલા દિવસ ટકે? સેવાના ક્ષેત્રમાં મહાવીરે જે સૌથી મેટી વાત કહી તે આ હતી, કે મારી ઉપાસના કરતાં પણ અધિક મહાન છે, કોઈ વૃદ્ધ, રોગી અને અસહાય મનુષ્ય અને પ્રાણીની સેવા! સેવા વડે વ્યકિત, સાધનાનું ઉચ્ચતમ પદ-તીર્થંકરત્વને પામી શકે છે. અહિંસાની આ ત્રિવેણી અહંકારની કલુપતાને ધૂએ છે, પ્રેમ અને મૈત્રીની મધુરતા વહાવે છે અને સેવા-સહયોગને ફળદ્રુપ બનાવીને સર્વામુખી વિશ્વકલ્યાણની ભાવના પેદા કરે છે. વાસ્તવમાં ‘અહિંસા ’ જીવનસંસ્કૃતિના પ્રાણ છે. માનવીય ચિંતનનું નવનીત છે. સમતા અને માનવતાનો મૂલાધાર છે. જ્ઞાનને સાર છે. વૈરથી વૈર શાન્ત થતું નથી, પણ વૈરભાવનું શમન કરવાથી જ મૈત્રીભાવના પેદા થાય છે. વસ્તુત: સર્વ ભૂત હિતકારી અહિંસા ભગવતી છે. એટલા માટે અહિંસાને પરમ બ્રહ્મ રૂપ કહી છે. જો વિશ્વના નાગરિક દ્વારા મહાવીર પ્રરૂપિત અહિંસાને જીવનમાં ઉતારવામાં આવે તો વિષમતા સમતા રૂપે પરિવર્તિત થઈ જાય અને વિશ્વશાંતિ સ્થપાય. ભગવાન મહાવીરનું બીજું ઋણ ‘અનેકાન્ત દષ્ટિ' છે. અને કાન્ત દષ્ટિ યા સ્યાદવાદક કથનશૈલી પણ વૈચારિક અહિંસાની જ એક પ્રણાલી છે. સહિષ્ણુતા–સમન્વયદર્શિતા તેમ જ ઉદારતા અનેકાન્ત પ્રકટ સ્વરૂપ છે. પારસ્પરિક વિવાદોને મિટાવીને, વિશ્વમૈત્રી સ્થાપવાની એક વ્યવહારિક પ્રક્રિયા છે. ‘જે સત્ય છે તે જીવન મારું છે અને બીજાની સાચી વાત પણ સ્વીકાર્ય અને સાચી હોઈ શકે છે. '—જો આ અનેકાન્તને જીવનદષ્ટિમાં અપનાવવામાં આવે, તો વિશ્વના બધા વૈચારિક ન્દ્રો જ સમાપ્ત થઈ શકે છે. અનાગ્રહવૃત્તિ અને મધ્યસ્થ બુદ્ધિના સમન્વય જ ‘અનેકાન્ત’ કે સ્યાદૃાદ છે. વિચારોના સમન્વય તથા પારસ્પરિક સહયોગ દ્વારા આપસના ઝગડા પતાવવા માટે અનેકાન્ત સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વમૈત્રી સ્થાપવામાં તે ખૂબ સારો ભાગ ભજવી શકે છે. વિચારવાયુના રોગથી પીડિત માનવ સમાજને આરોગ્ય આપનાર આ એક અમોઘ આપધ છે. જો સ્યાદવાદ, અનેકાન્ત દષ્ટિનો સામાજિક તેમજ રાજકીય પ્રશ્ન હલ કરવામાં ઉપયોગ કરવામાં આવે તો વિશ્વનું ખેંચાખેંચીવાળુ વાતાવરણ સમાપ્ત થઈ, તેને સ્થાને મૈત્રી અને શાન્તિની સ્થિતિ પેદા થઈ જાય. ભગવાન મહાવીરના જીવનના ત્રીજો સ્વર છે—અપરિગ્રહ. આસકિત જ જીવનના ઉપહાસનું મૂળ છે. આજે માનવસમાજ સ્વાર્થ, આશા, તૃષ્ણામાં એવી રીતે ગુંચવાઈ ગયો છે કે માનવીને પેાતાના કર્તવ્યનું ભાન પણ નથી રહ્યું. એનું કારણ એ જ છે કે એક બાજુ ધનના ઢગલા છે તો બીજી બાજુ ભૂખમરો તેમ જ ગરિબીથી માનવી બેચેન બની રહ્યો છે. /2 સમાજના દુ:ખદરિદ્રતાનું મૂળ સામાજિક વિષમતા જ છે. આ સામાજિક વિષમતાને દૂર કરવા માટે સમાજના નિક તેમ જ શ્રીમંત વર્ગને શ્રી મહાવીરે સર્વપ્રથમ એ જ ઉપદેશ આપ્યો હતો કે, ‘ઈચ્છાઓને કાબુમાં રાખો, ભાગ ભોગવવાની લાલસા પર સંયમ રાખો, અઢળક સંપત્તિ તેમ જ અગણિત દાસદાસી જે તમારી સેવામાં છે તેમને મુકત કરો--કાં તો તેનું વિસર્જન કરો અથવા તે તેનું ઉચિત પ્રમાણમાં પરિણામ કરો. અનુવાદક : કપિલા ટી. શાહ, ગરીબી જાતે તો કોઈ સમસ્યા છે જ નહિ, પરંતુ અમીરોએ તેને એક સમસ્યા બનાવી દીધી છે. ખાડો જાતે કોઈ મહત્વના નથી, પરંતુ પહાડોની અસીમ ઉંચાઈઓને કારણે જ ધરતી પર અનેક જગાએ ખાડા પેદા થયા છે. પહાડો તૂટે તો આપોઆપ ખાડા પૂરાઈ જાય તેવી જ રીતે સંર્પીત્તનું વિસર્જન થતાં આપાઆપ ગરીબી દૂર થઈ જાય. ૧૦ વિષયસૂચિ સાંપ્રત રાજકરણના પ્રવાહો પ્રકીર્ણ નોંધ: રાજકરણી આંધીનું પરમાનંદ તત્કાળ નિવારણ, રાષ્ટ્રભકત રાવસાહેબ પટવર્ધનનું દુ:ખદ અવસાન, દાનવીર શ્રીમાન નાનજીભાઈ કાળીદાસનો સ્વર્ગવાસ, શ્રી ચન્દ્રકાન્ત વેરાનું દુ:ખદ અવસાન, પ્રાધ્યાપક શ્રી. ગૌરીશંકર અલાને અભિનંદન, શ્રી બાબુભાઈ જી. શાહના નવા અનુદાન માટે હાર્દિક અભિનંદન, નવા નિમાયલા જે. પી. આ, સંઘના મકાન ફંડ અંગે પ્રાર્થનાનો પ્રભાવ અમારી વાત તમે જેવા છે તેવા જ રહેવાનું છે. બે યુવાન પર્વતારોહકોની રામાંચક આરોહણકથા સર્વ ધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ અવસાનનોંધની ઔપચારિક અવાસ્તવિકતા ‘શુભ’જ ‘શુદ્ધ’ તરફ જવાના સેતુ છે . . મૂળ હિંદી અપૂર્ણ શ્રી શાંતિલાલ વનમાળી શેઠ. ચીમનલાલ ચકુભાઈ શાહ શાન્તિલાલ વનમાળી શેઠ ગગનવિહારી મહેતા વા. મા. શાહ ૯૫ ૯૮ અનુ. ડૉ. કેશવલાલ એમ. શાહ ૧૦૦ મંત્રીએ; મુંબઈ જૈન યુવક સંઘ ૧૦૧ જેમ્સ ડીલેટ ડ્રીમેન ૧૦૧ ૧૦૪ ૧૦૬ * ૧૦૮ ૧૦૮
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy