________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧૯
ઝગારક (માસ્કા)માં રુસના સર્વ ધર્મ-પ્રતિનિધિઓના આંતરરાષ્ટ્રીય સહયાગ તથા શાંતિ માટે આાજિત સર્વ ધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ
૧૦૬
[રશિયામાં તા. ૧-૭-૬૯ થી તા. ૪-૭-૬૯ સુધી ધર્મ પરિષદ’ યોજાયેલ હતી. તેમાં ખં. મુનિ શ્રી. સુશીલકુમારજીના પ્રતિનિધિ તરીકે શ્રી. . ભા. શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સના માનમંત્રી શ્રી. શાંતિલાલ વનમાળી શેઠ, ઝગેારક—મેસ્કો ગયા હતા. ત્યાં તેમણે આપેલ ભાષણ અત્રે આપેલ છે. – તંત્રી ]
માનનીય અધ્યક્ષ મહોદય,
વિશ્વશાંતિના પ્રબળ સમર્થક પ્રતિનિધિગણ તથા શાન્તિપ્રિય સાથીઓ,
સર્વ પ્રથમ હું આ સંમેલનના આયોજકોને હાર્દિક અભિનંદન આપું છું કે, જેમણે માનવતાવાદી માકર્સ, ટોલ્સટોય અને લેનિનની કર્મભૂમિ—આ સેવિયેટ સંઘ-માં માનવતાના મૂલ્યાંકન કરવાની અમને તક આપી છે.
મને આ બાબતનું ગૌરવ છે કે, આજે હું એક એવા મહાન પ્રાચીન જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જે ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીરનું પ્રાણતત્ત્વ તેમ જ જીવન મંત્ર જ — ‘સમતા સર્વભૂતેષુ' સર્વ જીવા પ્રતિ સામ્ય ભાવ રહ્યો છે અને જેણે સહઅસ્તિત્વ, પરસ્પર સહયોગ દ્વારા વિશ્વને શાંતિ અને મૈત્રીના જીવનસંદેશ આપ્યો છે. શ્રી મહાવીર અહિંસામૂલક સામ્યવાદ સિદ્ધાન્તના મુખ્ય ઉદ્ઘોષક, પ્રબળ સમર્થક, પ્રરૂપક અને પ્રહરી હતા.
આજે જે સહઅસ્તિત્વ તેમ જ શાંતિની પવિત્ર ભાવનાથી આ સંમેલન યોજ્યું છે એ જ વિશ્વશાંતિ અને વિશ્વમૈત્રી સ્થાપવાના મહાન ઉદ્દેશથી ભારતીય સમન્વય સાંસ્કૃતિના પ્રખર સ્વરવાહક તેજસ્વી જૈન સંત મુનિશ્રી સુશીલકુમારજી મહારાજની પ્રેરણાથી ભારતમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા વગેરે સ્થળોએ ત્રણ વિશ્વધર્મ સંમેલન સફળતાપૂર્વક થયા છે. તે પૈકી દિલ્હી સંમેલનમાં તો આપને ત્યાંના ત્રણ મહાનુભાવા–પ્રતિનિધિઓ-એ ભાગ લીધા હતા, એ સંતોષનો વિષય છે. મુનિશ્રી સુશીલકુમારજી મ. પેાતાની પરંપરાની મર્યાદાનુસાર અહિં સાક્ષાત હાજર રહી શકયા નથી, છતાં વિશ્વધર્મ સંમેલન દ્વારા વિશ્વશાંતિ અને મૈત્રી સ્થાપિત થઈ શકે છે એવા તેમને વિશ્વાસ છે. તેઓએ આ સંમેલનની સફળતા માટે પોતાની શુભ કામનાઓ માકલી છે અને આગામી ફેબ્રુઆરી ૧૯૭૦ માં દિલ્હીમાં મળનારા ચેાથા વિશ્વધર્મ સંમેલનમાં સંમિલિત થવા માટે સપ્રેમ આમંત્રણ મોકલ્યું છે. આજે તેમના જ એક પ્રતિનિધિરૂપે આ પવિત્ર શાંતિયજ્ઞમાં સંમિલિત થવામાં હું ગૌરવ અનુભવું છું.
એમેટા સૌભાગ્યની વાત છે કે, આપણે આ શાંતિયજ્ઞનું મંગલાચરણ એવા શુભ અવસરે કરી રહ્યા છીએ કે જ્યારે અહિંસક સમાજક્રાન્તિના અગ્રદૂત શ્રી મહાવીરની ૨૫ મી નિર્વાણ શતાબ્દી, અહિંસાના મહાન પ્રયોગવીર મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી તેમજ માનવતાવાદી મહાન નેતા લેનિનની શતાબ્દિ ઉજવી રહ્યા છીએ.
વિશ્વશાંતિના પુરસ્કર્તા આ મહાપુરુષોના જીવનમાંથી પવિત્ર પ્રેરણા મેળવીને માનવસમાજને એક વિશ્વકુટુમ્બના રૂપમાં અખંડ બનાવવાના સતસંપ કરે, એ જ તેમના પ્રત્યેની સાચી શ્રાદ્ધાંજલિ હશે.
વિશ્વના બધા રાષ્ટ્રો શાંતિ અને મૈત્રી ઈચ્છે છે, કારણ કે પ્રત્યેક રાષ્ટ્ર તેમ જ વ્યકિત, હિંસાના દુષ્પરિણામેથી ભયાક્રાન્ત છે. હિંસક ક્રાન્તિનો યુગ સમાપ્ત થયા છે. હિંસા, વૈમનસ્ય, વિદુધની જગ્યાએ આજે અહિંસા અને વિજ્ઞાનના સમન્વયનો અને સમતા તથા શાંતિને યુગ આવી રહ્યો છે. આ આવનાર અહિંસાયુગનું એ આહ્વાન છે કે, વિષમતા તથા વિસંવાદિતાથી દૂર રહીને, સમતા—શાન્તિ તથા કામતાના આધાર બનીને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તથા પારસ્પરિક સહયોગ વડૅ સમગ્ર વિશ્વમાં શાંતિ અને મૈત્રીનું મધુર વાતાવરણ પેદા કરે,
વર્તમાન યુગમાં બે પ્રયોગ ચાલી રહ્યા છે: એક અણુનોઅસ્રના તથા યુદ્ધના અને બીજો પ્રયોગ સહઅસ્તિત્વ, પારસ્પારિક સહયોગ અને શાંતિનો. એક ભૌતિક છે, બીજો આધ્યાત્મિક છે. એક મારક છે, બીજો તારક છે; એક મૃત્યુ છે, બીજો જીવન છે; એક વિષપ્રયોગ છે, બીજો અમૃતપ્રયોગ છે.
સહઅસ્તિત્વ તથા પારસ્પરિક સહયોગને એ નાદ છે કે:આવે, આપણે બધા મળીને ચાલીએ, મળીને બેસીએ, મળીને વિચારીએ, મળીને પ્રશ્નો ઉકેલીએ, ખભેખભા મિલાવીને સૌ કલ્યાણના માર્ગ પર આગળ વધતા જઈએ અર્થાત આપણે માનવા હળીમળીને રહીએ. પરસ્પર વિચારોમાં ભેદ હોય તે કોઈ ભય નહિ. કાર્ય કરવાની પદ્ધતિ જુદી હોય તો કોઈ હરકત નહિ, વિચારવાની સૂઝ અલગ હોય તો કોઈ ડર નહિ, કેમકે સૌનાં શરીર ભલે જુદાં હોય, પરંતુ મન સૌનું એક છે. આપણા સુખદુ:ખ એકબીજાના સુખદુ:ખ છે. આપણી સમસ્યાઓ સમાન છે, કેમકે આપણે બધા માનવ છીએ અને માનવ એક સાથે રહી શકે છે–વિખરાઈને નહિ, બગડીને નહિ.
જે અણુઅસ્ત્ર કે યુદ્ધમાં વિશ્વાસ કરે છે તે ભૌતિક શકિતના પૂજારી છે. તે પેાતાની જીવનયાત્રા અણુઅસ પર ચલાવી રહ્યો છે, પરંતુ જે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગમાં વિશ્વાસ કરે છે તે આધ્યાત્મવાદી છે. પશ્ચિમી રાષ્ટ્ર અધિક ભૌતિકવાદી છે, જ્યારે પૂર્વના રાષ્ટ્રો આધ્યાત્મવાદી છે. એક દેહ પર શાસન કરી રહેલ છે અને બીજો દેહી પર. એક તીર-તલવાર પર વિશ્વાસ રાખે છે અને બીજો માનવના અંતરમનમાં, માનવના સહજ સ્વાભાવિક સ્નેહશીલતામાં. એક મુક્કો ઉગામીને સામે આવે છે અને બીજો મળવા માટે પ્યારના, શાંતિના તથા મૈત્રીના હાથ લંબાવે છે.
આખરે જીવનધર્મ શું છે? સર્વ પ્રતિ મંગલ ભાવના, કામના. સૌના સુખમાં સુખ—બુદ્ધિ અને દુ:ખમાં દુ:ખ—બુદ્ધિ, સમતા— યોગની, સર્વોદયની આ વિરાટ અને પવિત્ર ભાવનાને “ધર્મ”ના નામથી સંબોધવામાં આવે છે. અહિંસા, સંયમ અને તપમૂલક મંગલધર્મના પાલનથી જ વિશ્વકલ્યાણ સંભવિત છે.
બધા ધર્મો કેવળ માનવ–માનવ વચ્ચે જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણીઓ પ્રતિ સ્નેહ–સદ્ભાવ, મૈત્રીભાવ, ગુણીજના પ્રતિ પ્રમાદભાવ, દુ:ખી પ્રાણીઓ પ્રતિ ક ણાભાવ તેમ જ દુશ્મન પ્રતિ માધ્યસ્થ્યભાવ સ્થાપવા મથે છે. જે ધર્મ ૨ગભેદ, વર્ણભેદ કે ક્ષેત્રભેદને લઈ માનવ માનવ વચ્ચે ફાટ પાડે છે, તિરસ્કાર, નફરત પેદા કરે છે તે ખરી રીતે ધર્મ નથી, તે તે કેવળ ધર્મભ્રમ છે. મનુષ્ય એટલા માટે ધર્મનું પાલન કરે છે કે સાચા અર્થમાં ‘માનવ ' બને. માનવતા જ ધર્મની આધારશીલા છે. જ્યાં માનવતા કે સર્વોદયની ભાવના નથી, ત્યાં ‘ધર્મત્વ’ નથી. જ્યારે માનવતાના જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે પ્રત્યેક માનવ આ ધ્યેયલક્ષી બની જાય છે કે, ‘હું સર્વ પ્રથમ માનવ છું, હું મારા માનવધર્મ સમજું અને માનવસમાજના ક્લ્યાણ માટે જીવું, આ મારૂં પહેલું કર્તવ્ય છે. કારણ કે, બધા ધર્મો મહાન છે, પરંતુ માનવધર્મ તે તેનાથી પણ મહાનતમ છે. જ્યારે માનવધર્મના જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે પોતાના માનેલા રાષ્ટ્ર, સમાજ તથા ધર્મના સીમા—બંધન તૂટી જાય છે અને ‘વસુધૈવ કુટુંમ્બક ’ની