________________
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧૯
તરફથી કરવામાં આવેલી સખાવતને નિર્દેશ કરવામાં આવ્યો હતો. શ્રી બાબુભાઈએ ૨ા બહુમાન અંગે મંડળનો આભાર માનતાં, જો આ મંડળ પરદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને લોન આપવાની કોઈ યોજના ઊભી કરે તે તેના મંગળ પ્રસ્થાન તરીકે રૂા. ૫૦૦૦ની રકમ આપવાની ઈચ્છા દર્શાવી હતી. આવી ઉદારતાભરી પહેલ કરવા માટે શ્રી બાબુભાઈને ધન્યવાદ ઘટે છે અને પ્રસ્તુત સંસ્થા બાબુભાઈના આ પડકારને ઝીલી લઈને ઉપર જણાવ્યા મુજબની યોજના હાથ ધરશે એવી આશા રાખવામાં આવે છે. નવા નિમાયેલા જે.પી.ઓ
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર તરફથી પહેલાંના પણ આ વર્ષે ચાલુ રહેલા અને નવા નિમાયેલા જે. પી.ઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં એટલાં બધાં પરિચિત નામે છે કે કોને ઉલ્લેખ કરે અને કોને ઉલ્લેખ ન કરવો એની તારવણી મુશ્કેલ છે. ભારત સરકાર તરફથી અપાતા પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ઈલકાબે અને જે. પી. ની નિમણુંકમાં બહુ મોટો તફાવત છે. સરકારી ઈલ્કાબે કેવળ અમુક વ્યકિતઓનું સન્માન કરવાના અને તેમને સવિશેષ પ્રતિષ્ઠા આપવાના હેતુથી આપવામાં આવે છે. જે. પી. પાછળ પણ અમુક પસંદ કરાયેલી વ્યકિતને સમાજ સમક્ષ આગળ ધરવાને હેતુ હોય છે, પણ એવી જે. પી. તરીકે નિમણુંક પામેલી વ્યકિતના માથે ઘણી મોટી જવાબદારી રહેલી હોય છે. અનેક ખતપત્રો અને મહત્ત્વનાં લખાણો ઉપર સહી કરનારની પ્રમાણભૂતતાની ખાત્રી આપવાનું કામ તે ઉપર સહી સિક્કો કરનાર જે. પી. નું છે. અને આ કામ જે. પી. માં સાવધાનપણું અને ઉચ્ચ કક્ષાની પ્રમાણીકતાની–આજે જ્યારે ચોતરફ લાંચ રૂશ્વતનું સામ્રાજય ફેલાઈ રહ્યું છે–ત્યારે ખાસ અપેક્ષા રાખે છે. આ જે. પી. એ એક પ્રકારના સમાજસેવકો છે અને તેમણે પોતાની ફરજ ધર્મનિષ્ઠાપૂર્વક બજાવવાની છે.
નવા નિમાયેલા જે. પી.એમાં બે નામનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. એક તે શ્રી ગીજુભાઈ ઉમિયાશંકર મહેતા. તેઓ એક તેજસ્વી યુવાન છે અને જૈન જૈનેતર અનેક સંસ્થાઓની કાર્યવાહી સાથે જોડાયેલા છે. સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના મંત્રી છે. છે. મુંબઈ જેન યુવક સંઘના મકાન ફંડમાં તેમણે રૂા. ૧૫૦૧ ની રકમ નોંધાવી છે. બીજું નામ સ્વ. મેઘજી ભણવાળા શ્રી મણિભાઈ વીરચંદ. તેમણે સંધના મકાન ફડમાં રૂા ૧૦૦૧ નોંધાવ્યા છે. તેઓ પણ એક સેવાભાવી સજજન છે. તે બન્ને મિત્રોને આ પ્રસંગે હાર્દિક અભિનંદન આપતાં આનંદ અનુભવું છું. સંઘના મકાન ફંડ અંગે - મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા પ્રબુદ્ધ જીવનના વાંચકોને સંઘના મકાનફંડ અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનુરોધ કરવામાં આવે છે. એક લાખ રૂપિયાની રકમ મેળવવાને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સંઘ સાથે સંબંધ ધરાવતા એવા ઘણા મિત્રો તેમ જ પ્રશંસકો છે, જેઓ મનમાં ધારે તો આ લક્ષ્યાંકને બહુ ઓછા સમયમાં પૂરો કરી શકે. જરૂર છે. પ્રત્યક્ષ સંપર્ક સાધવાની. મારી અનિયમિત બનતી જતી શારીરિક પરિસ્થિતિ અને ઘટતી જતી ગતિક્ષમતાને કારણે મનની ઈચ્છા અને ધારણા. મુજબ આ બધા મિત્રોને પ્રત્યક્ષ મળવાનું શક્ય નથી અને તેથી તેમને વિનમ્ર પ્રાર્થના કે આ નેધ દ્વારા તેમને પ્રત્યક્ષ મળ્યો છું એમ ગણીને મારા માટે એક પ્રકારના મીશનરૂપ બનેલા આ કાર્યમાંઆ અપીલમાં-પિતાને ઉદાર હાથ લંબાવે અને સંઘ અંગેના પ્રસ્તુત લક્ષ્યને પહોંચી શકયાને સંતોષ મને અર્પણ કરે.
પરમાનંદ
૧ પ્રાર્થનાને પ્રભાવ છે
દુનિયા ધારે એ કરતાં ઘણી વધારે બાબતે પ્રાર્થનાથી નિર્માણ કરી શકાય છે.”—ટેનીસના
(“Perform miracles”માં સંગ્રહિત થયેલી એક ઘટનાને અનુવાદ)
આ એક સત્ય ઘટના છે. “તારી ઈચ્છા મુજબ થાઓ” એ પ્રકારની પ્રાર્થનામાં રહેલ ગૂઢ તત્ત્વનું શું એ પરિણામ હતું? કેલીફેનિયામાં આવેલા એક નાના શહેરના ચર્ચમાં કામ કરતા એક પાદરી ર્ડો. એન. બી, રિમથના ઘરમાં આ ઘટના બની હતી. '
આ ડૉ. સ્મિથ પિતાના ડ્રોઈંગ રૂમમાં નીસરણી ઉપર ચઢી દીવાના ઝુમ્મરને ગોઠવતા હતા. એ સમયે નાતાલના તહેવાર હોવાથી પિતાના બાળક માટે આવેલી અવનવી ભેટે તેઓ ખૂબ આનંદપૂર્વક નીચે જોઈ રહ્યા હતા. આ બધી ભેટમાં ખાસ કરીને એક નવી બાઈસીકલ હતી. ત્યાં તે એકાએક ઉપરના ખંડમાંથી કોઈ પણ જાતની ચેતવણી વગર અચાનક અવાજો સંભળાવા લાગ્યા. એટલે તુરત જ ડૅ. સ્મિથ પોતાનું કામ છોડીને ઉપર દોડી ગયા. પોતાના પપ્પાને જોતાં જ તેમને દશ વર્ષના બાળક બોલી ઊઠશે. “પપ્પા ! પપ્પા ! મારાથી શ્વાસ લઈ શકાતું નથી.” પપ્પાએ જોયું તે, ઘૂંટણ ઉપર પિતાનું માથું મૂકી શ્વાસ લેવા માટે પિતાને બાળક વલખા મારી રહ્યો હતે. તરત જ તેની માતાએ પોતાના પુત્રને પિતાના ખભા ઉપર ઉંચકી લીધો. તેને હલાવ્યો, તેની પીઠ ઉપર માલીશ કરવા લાગી અને દર્દના જોસમાં તરફડીઆ મારતાં તેને ધીરજ આપી.
આવું કટોકટીભર્યું દશ્ય જોઈ ડે. મિથ તરત જ પિતાના ફેમિલી ઑક્ટરને ટેલિફોન કરવા માટે દોડી ગયા. પણ અંગવશાત ડૉકટર ઘરમાં હતા નહિ. તે મને મન બોલી ઊઠયો, “ઓ ઈશ્વર ! હવે શું કરું? મારા વ્હાલયા બાળકનું શું થશે?” તરત જ તેઓ સજાગ બન્યા અને બીજા વેંકટરને તેમણે ટેલિફોન કર્યો. એ પણ ન મળ્યા. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. પણ અશિના એક તંતુએ ફરી તેમનામાં હિંમત આપી અને મને મને ભગવાનને પ્રાર્થના કરી. “હે ઈશ્વર ! મારા બધા જ પ્રયત્ન ચાલુ છે. તું મારા બાળકને મરવા ના દે!” અને તરત જ ત્રીજા ડૉકટરને ફોન કર્યો, એ પણ ન મળ્યા. ચોથા ડોકટરને ફોન કર્યો એ પણ ન મળ્યા. ધર્મગુરુ હૈં. સ્મિથની જાણે કટી ન થતી હોય એવી વિક્ટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ને તેઓ મને મન અકળાઈ ઊઠયા કે હવે હું શું કરું? ત્યાં તે ઉપરથી માતાને ગભરાયેલે અવાજ આવ્યું કે “જલદી ટૅકટરને બેલા, નહિતર આપણું બાળક મરી જશે. ઈશ્વરને ખાતર તમે જલદી કરો—જલ્દી કરો!”
ડે, સ્મિથે શહેરના લગભગ બધા ઑક્ટરોને ટેલિફોન ક્ય પણ વ્ય. છેવટે ખૂબ કંટાળીને ઘણાં માઈલ દૂર હોલીવૂડમાં એાળખીતા કટરને ટેલિફેનમાં સંપર્ક સાધ્યો અને ડેટર મળ્યા. ડૉક્ટરે બીમાર પુત્રને ટ્રેલિફેન ઉપર લાવવા કહ્યું. ટેલિફોન ઉપર દરદીને અવાજ સાંભળીને ડૉકટરે ડે. સ્મિથને કહ્યું કે “તમારા બાળકની મૂઠી વળી ગઈ છે? આંગળીઓ ભૂરી થઈ ગઈ છે? શરીરની ચામડી ફિક્કી થઈ ગઈ છે?” વગેરે. . સ્મિથે તરત જ જવાબ આખે કે “હા-હા તમે જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે બધાં જ ચિહને મારા બાળકમાં છે” હેલીવૂડના ડોકટરે નિદાન કરી તરત જ જવાબ આપ્યો કે “તમારા પુત્રને ‘સ્વરપેટી' (Larynx) ઉપર સેજો આવી ગયું છે. અને એને જીવ બચાવવા માટે તરત નસ્તર Opration કરાવવાની જરૂર છે. જેટલું બને તેટલું જલદી કોઈ પણ શરજનને બોલાવો અને વગર વિલંબે નસ્તર મૂકાવો.” અને તરત જ ટેલિફોન બંધ થઈ ગયો. ડૉ. સ્મિથ ગભરાઈ ગયા કે “ઈવર મારા પુત્રને શા માટે
(અનુસંધાન ૧૦૩ મા પાને)