________________
.
તા. ૧-૯-૨૯
પ્રબુદ્ધ જીવન
૭
છે કે ઈન્દિરાજીએ કેંગ્રેસને તોડી છે, જયારે બીજી દષ્ટિ એવી છે કે તેમણે કેંગ્રેસને સબળ અને કપ્રિય બનાવી છે.
રેડીની પસંદગી ચાર આગેવાનોએ કરી હતી. ૫૦ વિરુદ્ધ ૫ જણા હોય તો શિસ્તભંગ થયો કહેવાય પણ જ્યાં ૫૦ વિરુદ્ધ ૩૫ જણા હોય તે કોની સામે શિસ્તનાં પગલાં લેવા? આજે હવે નિજલિગપ્પા કહે છે કે ૧૯૭૨ સુધી ઈન્દિરા વડા પ્રધાનપદે રહેશે એમ હું ખાત્રી આપતા નથી. હું શિસ્તથી બંધાયો છું. પણ ઈન્દિરાગાંધીનું સંસદમાં જેર છે. તેમનું સંસ્થામાં અત્યારે જોર નથી. મહારાષ્ટ્રમાં ૨૦૨ માંથી ૨૦૧ વિધાનસભ્યએ ફેંગ્રેસને જ મત આપે હતો. છતાં તેઓ ઈન્દિરા સામે શિસ્તનાં પગલાં લેવા ના પાડે છે, શા માટે? આવા મહાન પ્રસંગોએ ઉદારતાપૂર્વક કામ લેવું જોઈએ. ભાવિને વિચાર કરવો જોઈએ. શિરતનો અમલ કરવા જતાં દેશનું ભાવિ જોખમાય. ઈન્દિરાજી સામ્યવાદી હતા તે પછી ૧૯૭૨ સુધી તેમને વડા પ્રધાન રાખવાની ખાત્રી શા માટે આપી અને પછી. એકાએક કેમ ફરી ગયા? - કોંગ્રેસના આગેવાને પરિસ્થિતિ સમજી કામ લેશે તો દેશનું હિત થશે. લડશે તે પછી આ દેશને ભગવાન જ બાચાવે. રાજસ્થાન આંધ ને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાને પગલાં લેવાની ના પાડે છે... તે પછી પગલાં કોણ ભરશે? ચાર જણા? શિસ્તનાં પગલાં લેવાં છે, કેવાં લેવાં છે તે વિશે પણ એકમતી નથી.
તેમનું પગલું વખોડી કાઢવું (Condemn her action ખેદ વ્યકત કરવો (Regret her action) કે, પછી અમે તેમને ઠપકો આપીએ છીએ.' ( Repriman d) એમ કહીને વાત પૂરી થશે. પણ કંઈક તો કરવું જ પડશે. શિસ્તભંગ છે જ.
પણ એક વાત તે ચોક્કસ છે કે ગિરિ દેશને ખાડામાં નહીં નાંખે કે રેડી આવતે તો દેશ એકદમ ઊંચે આવી જતે એમ પણ નથી. આ તે બધી સત્તાની સાઠમારી છે. લોકશાહી સમાજવાદના ધ્યેયને બનતી ત્વરાથી અમલી બનાવે એ પક્ષ જ પ્રજાને સાથ મેળવશે. Socialism without Democracy is CommunisismDemocracy without Socialism is Supporting Capitalism.
કેંગ્રેસમાં અત્યારે સંઘર્ષ છે તે માત્ર વ્યકિતઓને કે સત્તા માટે જ નથી. વિચારસરણીને ઊંડો મતભેદ છે. સિન્ડીકેટના સભ્યો Conservative છે. ચવ્હાણ તેમાંથી નીકળી ગયા. કામરાજ કોઈ કારણે ફસાઈ ગયા. પાટીલ - કિંજલિગપ્પા વિગેરે કેંગ્રેસના ધ્યેયને ત્વરિત અમલી બનાવી શકે તેમ નથી. પ્રજાની નાડ તેઓ જાણતા નથી. નવી નેતાગીરી તૈયાર થાય છે. ઈન્દિરા ગાંધીએ તેની આગેવાની લીધી છે. કેટલે દરજજે તે સફળ થશે તે જોવાનું રહે છે.
આપણે સૌએ ખુલ્લું મન રાખવું. જે થાય તે બુદ્ધિપૂર્વક સમજવા પ્રયત્ન કરવો. છાપાના અહેવાલો કે, Slogans થી ખેંચાઈ ન જવું. ઈન્દિરાજી ખાટું કરતા હોય તો તેમની સાથે રહી તેને વિરોધ કરી રોકવા. પણ લડવાથી તો કેંગ્રેસ તૂટી જશે. બેમાંથી એકે નહીં ફાવે. પછી બીજા પક્ષોના સહકાર વિના કોઈ સરકાર નહીં રચી શકે. દા. ત. સિન્ડીકેટ પક્ષે ૨૫૧ સભ્યો હોય અને ઈન્દિરાજીના પક્ષે ૧૮૦ સભ્યો હોય તે પણ સિન્ડીકેટને સરકાર રચવા સ્વતંત્ર અને જનસંઘને સહકાર લેવો જ પડશે. ત્યારે ઈન્દિરાજી કહી શકે કે જએ, અમે કહેતા જ હતા ને એ લોકોએ કાવત્રું કર્યું હતું. અને ઈન્દિરાજી સરકાર રચવા ડાબેરી જાને સહકાર લેશે તો પણ સિડીકેટવાળા કહેશે “અમે તે પહેલેથી જ કહેતા હતા કે એ સામ્યવાદીના ટેકેદાર છે.”
આમ પરિસ્થિતિ ખૂબ ગૂંચવણભરી છે. જોઈએ કારોબારી તેમાંથી કેવી રીતે માર્ગ કાઢે છે.
- પૂરક નોંધ આ વ્યાખ્યાન થયા પછી, ૨૫ મી તારીખે કેંગ્રેસ વર્કંગ કમિટિની બેઠક મળી. બન્ને પક્ષે, આખરી લડી લેવા પૂર્ણ તૈયારી કરી હતી. કેંગ્રેસમાં ભાગલા પડશે એમ લાગતું હતું. કોઈ પક્ષ નમનું મૂકવા તૈયાર જણાતું ન હતું. દેશ અને દુનિયા આ બેઠકના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહી હતી. અંતે જે પ્રસ્તાવ થયો તેથી, પ્રજાએ એકંદરે રાહતની લાગણી અનુભવી, બન્ને પક્ષના
લડવૈયાઓ નિરાશ થયા, વડા પ્રધાનને સંપૂર્ણ વિજ્ય થયો, સિન્ડીકેટે શરણાગતિ સ્વીકારી, અને એકતા અને શિસ્તને ઉપદેશ અપાયો. પ્રસ્તાવ સર્વાનુમતે જાહેર થયો પણ શ્રી મેરારજીભાઈએ પાછળથી ખુલાસે કર્યો કે પોતે મત આપ્યું નથી. એક રીતે, સિન્ડીકેટે, વાસ્તવિકતા પીછાની, નમતું મૂકયું તેમાં શાણપણ છે. દેશભરમાંથી વડાપ્રધાનને જે ટેકો મળી રહ્યો હતો તે જોતાં તેમની સામે કોઈ પગલા લેવાત તો સિન્ડીકેટના સભ્યો ઉખેડાઈ જત. શ્રી. પાટીલ જેવાએ પણ પિતાનું વલણ બદલાવ્યું. સૌથી વધારે નિરાશ થી. કામરાજ અને શ્રી મોરારજીભાઈ થયા. પણ જે થયું છે તે દેશના હિતમાં થયું છે. કેંગ્રેસમાં ભંગાણ પડયું હોત તે તે વડાપ્રધાનને ડાબેરી પક્ષોને સાથ વધારે મેળવો રહેતા અને અનિચ્છાએ પણ તે તરફ ખેંચાવું પડત. તે જ પ્રમાણે સિન્ડીકેટના સભ્યોને સ્વતંત્ર અને જનસંઘ સાથે સીધી અથવા આડકતરી રીતે કંઈક સમજતી કરવી પડત. હવે વડાપ્રધાન કેંગ્રેસ - જેવી છે તેવી - ના બળ ઉપર જ 'મક્કમ રહી શકશે. વર્કિંગ કમિટિને પ્રસ્તાવ વડાપ્રધાનનું વિશિષ્ટ સ્થાન અને મહત્ત્વ સ્વીકારે છે. ઐતિહાસિક કારણેએ, કેંગ્રેસ પ્રમુખ વિશિષ્ટ સ્થાન ભાગવતા હતા. હવે, બીજા રાજકીય પક્ષમાં હોય છે તેમ, Parliamentry Wing and Organisational
Wing પરસ્પરના પૂરક છે અને દરેક પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે એ હકીકતને સ્વીકાર થશે.વડા પ્રધાને પ્રશ્ન કર્યો હતો “Who rules Elected representutives of the People or a few party bosses ? આનો જવાબ મળી ગયું. આચાર્ય કપલાણી અને બાબુ પરસેરામદાસ ટન્ડન, કેંગ્રેસ પ્રમુખ હતા ત્યારે નેહરૂને આ જ કાંઈક સંઘર્ષ થયો હતે પણ નેહરૂના પ્રભાવશાળી વ્યકિતત્વને કારણે બને કેંગ્રેસ પ્રમુખને જવું પડેલું અને સંઘર્ષ આટલી હદે ન ગયો. વર્તમાન કેંગ્રેસ નેતાઓને શ્રીમતી ઈન્દિરા ગાંધી પ્રત્યે એ આદર નથી તેમ જ શ્રીમતી ઈન્દિરા ગાંધી આટલી હદે લડી શકે છે અથવા એવી લડતમાં સફળ થાય તેવી તેમની માન્યતા ન હતી. પ્રજામાં ઈન્દિરા ગાંધીના સાચા સ્થાનનું તેમને માપ ન હતું તેમ પિતે પ્રજાહદયથી કેટલા દૂર ગયા છે તેનું ભાન ન હતું. આ વિજય ઈન્દિરા ગાંધીનો નથી પણ પ્રજાબળને છે. કેંગ્રેસના વર્તમાન વયોવૃદ્ધ નેતાઓ પ્રજાની નાડ જાણતા નથી એ દેખાઈ આવે છે.
ખરી રીતે, આઝાદી પછી, કૅસ, વિવિધ અને કેટલાક દરજજે વિરોધી વિચારસરણી ધરાવતા જૂથને શંભુમેળો રહી છે. tિ is a Coalition, જુદી દિશામાં ખેંચાતા બળે લાંબા વખત સાથે ટકી ન શકે. ઈન્દિરા ગાંધીએ કેંગ્રેસને તેના જાહેર કરાયેલા ધ્યેય - લોકશાહી સમાજવાદ - પ્રત્યે વેગથી ખેંચી છે. આ ધ્યેયની સિદ્ધિ અર્થે કોંગ્રેસે જોઈતા પ્રયત્ન કર્યા નથી અને જરૂરી ઝડપથી પગલાં લીધાં નથી તેથી પ્રજાને વિશ્વાસ ઊઠી ગયો હતો. નવી અને યુવાન પેઢી સાથે કેંગ્રેસનો સંપર્ક તૂટી ગયું હતું. એની દિશા હવે કાઈક નક્કી થઈ છે તેમ કહેવાય. ઈન્દિરાગાંધી એ દિશામાં વેગપૂર્વક નહિ જઈ શકે તો તે પણ ટકી નહિ શકે. - ઈન્દિરાગાંધીનું વલણ, એક રીતે કેંગ્રેસને સબળ બનાવશે, જો કેંગ્રેસના આંતરિક બળે તેમને રૂકાવટ નહિ કરે તે. એકતાને આ ઠરાવ યુદ્ધવિરામ છે કે સાચી એકતા છે તે ઉપર ભાવિન આધાર છે. સીન્ડીકેટના સભ્યો, પ્રજાના માનસના આ દર્શન પછી, પિતાનું વલણ બદલાવે અને ઈન્દિરા ગાંધીને સક્રિય ટેકો આપી, કોંગ્રેસની એકતા દઢ કરે તે દેશના હિતમાં છે. પણ માત્ર lie low ની નીતિ હશે તે અસ્થિરતા ચાલુ રહેશે. It was a clash of personalities and fierce struggle for power but it was also, and more so, a search for right principles and policies and it is the latter which is more important.
આ સંઘર્ષમાં પ્રજાએ સક્રિય ભાગ ભજવ્યો છે અને પ્રજામતને પ્રભાવ પડયો છે. People are involved in this movement. ઈન્દિરાગાંધીએ સાવધાની અને ગંભીરતાથી કામ લેવું રહેશે. ૨૭–૮–૧૯૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ