SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ') પ્રમુખ જીવન તા. ૧-૯-૬૯ તેથી રવાભાવિક રીતે ઈન્દિરાજી અને મેરારજીભાઈ વચ્ચે અંતર રહ્યું અને વધતું ગયું. વચગાળાની ચૂંટણીઓ આવી. તેમાં કેંગ્રેસને વધારે ધકકો પહેરો. બંગાળ, પંજાબ, બિહાર, વિગેરે રાજ્યમાં કેંગ્રેસ હારી. સત્તા માટેની ખેંચાતાણી સાથે, વિચાર મતભેદ હતા તે ઊંડા થયા. એક તરફ પાટીલ-નિજલિંગપ્પા જેવા વિચારના આગેવાન હતા, બીજી તરફ ઈન્દિરા ગાંધી, અને અધિરા બનેલા યુવાનો. ડાબેરી, જમણેરી, મધ્યસ્થી–લોકશાહી સમાજવાદનું ધ્યેય વર્ષો પહેલાં સ્વીકાર્યું પણ તેના અમલ માટે બહુ ઓછા અસરકારક પગલા લેવાયા અને પ્રજામાં ડાબેરી પક્ષનું જોર વધતું ગયું. ઈન્દિરા ગાંધીને એમ લાગ્યું કે કોંગ્રેસની પ્રતિષ્ઠા (Image) સુધારવી હોય તો આર્થિક ક્ષેત્રે કાંઈક વેગપૂર્વકના પગલા ભરવા પડશે. દા. ત. બેન્કોનું રાષ્ટ્રીયકરણ, મોરારજીભાઈએ સામાજીક અંકુશેને માર્ગ કાઢો. તેમને ધીમેથી પૂરી તૈયારી કરી પગલા ભરવા હતા. ફરીદાબાદના મહાસમિતિના અધિવેશનમાં કોંગ્રેસની આર્થિક નીતિ વિષે ત્રણ દિવસ ચર્ચા થઈ. છતાં કંઈ નિર્ણય ન થઈ શકો અને બેંગ્લોર પર છોડ્યું. સાદિકઅલી અને સુબ્રહ્મણ્યમને ઠરાવ ઘડવાનું સોંપવામાં આવ્યું હતું. પહેલે દિવસે કારોબારીમાં ઈન્દિરાજી હાજર નહોતાં. તેમણે મેકલેલી આર્થિક કાર્યક્રમની નોંધ ત્યાં કયાંથી આવી એ જ એક પ્રશ્ન છે. આ નોંધથી ઘણો ખળભળાટ મચી ગયો. બીજા ઘણા પણ આથી વિરુદ્ધ પડયા. અંતે ચવ્હાણને નવો ઠરાવ ઘડવાનું સોંપવામાં આવ્યું અને આશ્ચર્યની વાત એ છે કે આ ઠરાવ કે જેમાં ઈન્દિરાજીની નોંધ સ્વીકારવામાં આવી તે સર્વાનુમતે મંજૂર થયો. મહાસમિતિએ સર્વાનુમતે આ આર્થિક કાર્યક્રમ મંજૂર કર્યો. શું તેને અમલ કરવાની ભાવના હતી? કદાચ મનમાં એમ હશે કે હમણા ભલેને કાર્યક્રમ મંજૂર થાય પણ તેનો અમલ તે નાણાં મંત્રીના હાથમાં છે. જોયું જશે. ફરીદાબાદ પછી, બેંગ્લોરમાં બીજો અગત્યને પ્રશ્ન આવી ઊભો રહ્યો હતો. ડે. ઝાકીર હુસેનના . અકસ્માતે અવસાનથી રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી કરવાની હતી. આ બાબતમાં ઈન્દિરાજીને સખત હાર મળી. આમ દેશના વડા - પ્રધાનને સંસ્થાના હાથે હાર મળી. આ એક બનાવે બીજા બધા બનાવાની પરંપરા સર્જી. રાષ્ટ્રપતિના પ્રશ્ન વિવિધ પક્ષો વચ્ચે એકમતી સ્થાપવા ઈન્દિરાજી દોઢ મહિનાથી પ્રયાસ કરતાં હતાં. સામાન્યપણે પ્રજાના મોટા ભાગને માન્ય હોય અને જેને માટે સૌ કોઈને આદર હોય તેવી. વ્યકિત રાષ્ટ્રપતિપદે હોવી જોઈએ. પણ હાઈકમાન્ડ પોતાના મતમાં દઢ હતા. એટલે પાર્લામેન્ટરી બોર્ડમાં મતદાન થયું. રેડી પસંદ થયા. : એ પછીના એક અઠવાડિયામાં મહત્ત્વના બનાવો બન્યા. તા. ૧૪ મીએ ઈન્દિરાજી બેંગ્લોરથી દિલ્હી આવ્યાં. તેમને પોતાની હારનો આઘાત લાગ્યો હતો. એટલે તેમણે કંઈક ધડાકો કરવાનું નક્કી - કર્યું. તેમણે પહેલું પગલું રાષ્ટ્રપતિની જાહેરાતની સાથે સાથે જ મેરારજીભાઈને પત્ર મળે એ રીતે તેમની પાસેથી નાણાંખાતું લઈ લીધું. જે રીતે નાણાંખાનું લેવાયું તેથી અપમાન ગણી મોરારજીભાઈએ સ્વાભાવિક રીતે જ રાજીનામું આપ્યું. તેમાં તેઓ વાજબી જ હતા. પછી ઈન્દિરાજીને ઘણાંઓએ રસમજાવ્યાં પણ તેઓ ન માન્યાં. આવું અપમાન થયા પછી તેઓ બીજું ખાતું લે તે પણ અશકય હતું. ઈન્દિરાજીએ ખાતાની ફેરબદલી માટે એવી દલીલ કરી કે, આર્થિક કાર્યક્રમ તેમને તૈયાર કરેલ છે. માટે તેના અમલને માટે તેમણે જવાબદારી લેવી જ જોઈએ.’ આ જ વાત માનપૂર્વક થઈ શકી હોત. મોરારજીભાઈને મળી સમજાવ્યા હોત તો તે ના પાડતે એમ માનવાને કારણ નથી. પણ એક કામ થઈ ગયા પછી તેના ટેકામાં હજાર દલીલો થઈ શકે. આથી તંગદિલી વધી. રાષ્ટ્રપતિના પ્રશ્ન આવ્યો. ઈન્દિરાજીએ રેડીનું નામીનેશન ભર્યું. એટલી હદે વાતાવરણ કંઈક હળવું થયું અને પરિસ્થિતિ નહીં વણસે એવી આશા જાગી. - શો ગિરિ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. તેઓ સામ્યવાદી. છે તેમ કહેવું તેમને અન્યાય કરવા જેવું છે. આખી જિંદગી કોંગ્રેસમાં ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ કોંગ્રેસી ઉમેદવાર જ હતા. કદાચ રાષ્ટ્રપતિપદ માટે તેઓ કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. - રાષ્ટ્રપતિના પ્રશ્ન ઘણી ખટપટ થઈ. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વલણ બદલાવ્યું. તેમણે એ ખોટું કર્યું છે, જેને કોઈ બચાવ કરી શકાય તેમ નથી. આને માટે બહાનું આપ્યું કે કેંગ્રેસ અધ્યક્ષે સ્વતંત્ર ને જનસંઘની સાથે ચર્ચા વિચારણા કરી તેમને ઉથલાવી પાડવાની કોશીશ કરી હતી. તેની સામે શ્રી. નિજલિગપ્પાએ તેમને એવી ખાતરી આપી કે, “૧૯૭૨ સુધી તેઓ સલામત રહેશે.' શ્રીમતી ગાંધીએ કહ્યું કે, “તમારી ખાતરીની જરૂર નથી.” રાજદ્વારી નેતાઓ દરેક વેળા એમ કહેતા હોય છે કે અમે તે દેશના ભલા માટે જ કરીએ છીએ. પિતાને સ્વાર્થ પણ તેમના વર્તનનું કારણ હોય છે. બે કોનું રાષ્ટ્રીયકરણ એ પ્રમાણમાં નાનું પગલું છે. ક્રાંસ, ઈટલી, બેજીયમ, બર્મા, ઈન્ડોનેશિયા બધે જ બકોનું રાષ્ટ્રીયકરણ થયું છે. તેમાંથી કયાંય સામ્યવાદ આવ્યો નથી. મુકતમતદાનની વાતને પણ બચાવ ન થઈ શકે. ૧૯૭૨ સુધી એકતા રાખી હોત તો સારું હતું. હું પણ રેડી જ ચૂંટાઈ આવશે તેમ માનતો હતો. પણ પરિણામ ઉપરથી જણાય છે કે રેડીની પસંદગી થોડીક વ્યકિતઓની જ હતી અને કેંગ્રેસમાં બહુમાન્ય ન હતી. હવે આ ચૂંટણી સંસ્થા તોડવા માટે નિમિત્ત બની એમ લોકો કહેશે. જગજીવનરામ અને ફખરૂદ્દીને મુકતમતદાનની માગણી કરી. તેની પાછળ ઈન્દિરાજીનું દેશમાંના પરિબળનું માપ હતું. જો કે આ મેટું સાહસ હતું. રેડી ચૂંટાયા હોત તે પોતે કદાચ ઉખડી જાત અથવા મોટી ઉથલપાથલ થાત. પણ પક્ષદ્રોહ સફળ થશે. એટલે હવે તે પક્ષદ્રોહ મટી જાય છે. ઈંગ્લીશ કહેવત પ્રમાણે (Treason is " treas n if it fails, it ceases to be treason if it succeeds. ગિરિની ચૂંટણીના દિવસે હું વિહ્વળ હતો. મને થયું કે દેશનું હવે શું થશે. પશ્ન એ ઊઠતો હતો કે, ઈન્દિરાજીએ આટલું મોટું ' સાહસ કોના જોર પર કર્યું? તેમની પરિબળેની ચકાસણી સાચી નીકળી - ભૂહરચનાની કાબેલિયત પુરવાર થઈ. હાઈકમાન્ડને કેંગ્રેસજનોના મનની જાણ નહતી. બધા જ વિરોધપક્ષોએ ગિરિને ટેકો આપ્યો–સ્વતંત્ર અને જનસંઘ સિવાય. જો કે ગિરિ સામ્યવાદી નથી. હા, કામદાર નેતા હોવાને કારણે તેઓ ઉદ્દામવાદીઓ તરફના જરૂર છે. તેમ જ ઈન્દિરાજી પણ ડાબેરી છે, સામ્યવાદી નથી. તેમને તે ૧૯૭૨ ની ચૂંટણીની તૈયારી કરવી છે. તેમણે રાષ્ટ્રીયકરણનું પગલું ભરીને કેંગ્રેસને પ્રાણવાન બનાવી છે. ઈન્દિરાજીએ કહ્યું કે, “કેંગ્રેસે સમાજવાદની વાતો જ કરી છે. હું અમલ કરું છું.” ૧૬માંથી ૧૧ રાજ્યોમાં ગિરિને બહુમતી મળી છે. પાર્લામેન્ટમાં પણ ગિરિને ૩૫૯ મત અને રેડીને ૨૬૮ મત મળ્યા છે. અત્યારે હવે વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થઈ છે. તે જોખમી પણ છે. પણ આવું કોઈક દિવસે તો બનવાનું જ હતું. ૧૯૭૨ માં આવું બનતે તે વહેલાં બન્યું છે. વયોવૃદ્ધ આગેવાનોને આમજનતા સાથે સંપર્ક રહ્યો નથી. એટલે હવે બહુ મોટા બનાવો બનશે તેવી આશંકા છે. ચિન્હો એવા છે કે ‘ઈન્દિરા ગાંધી પ્રજામાનસને આકર્ષતા રહેશે. લોકો પર પકડ મેળવવા પ્રજની. આંખે ચડે એવાં પગલા લેશે. કંઈક આગળ વધવું જોઈએ. પછી ભલે એથી દેશનું ભલું થાય કે નહીં. ક્રાંતિમાં કોઈ ને કોઈને બેગ તે લેવાવાને જ. ઈન્દિરાજી સામાન્ય જન-આમ જનતાનુંભલું કરવાની વાત કરે છે. એ નહીં થાય તે તે પણ ટકશે નહિ. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશમાં સ્થિર સરકાર રહેશે કે નહીં, એને આધાર કેંગ્રેસ પર જ છે. એક દષ્ટિ એવી
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy