SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૯ હું આશા રાખું છું કે શ્રી દલસુખભાઈએ પોતાના અનુભવ ઉપરથી કરેલ કથન એટલું સર્વવ્યાપક નહિ હોય. પણ એ હકીકત છે કે ભારતમાંથી વિદેશ જતા વિદ્યાર્થીએ સારા પ્રમાણમાં પાછા ફરતા નથી અથવા પાછા આવે છે તે અહીં ટકતા નથી આ એક ચિન્તાજનક સ્થિતિ છે. કેટલીક સંસ્થાઓ તરફથી હું દર વર્ષે લગભગ ૫૦ થી ૬૦ હજાર રૂપિયાની લેાન વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આપું છું. આવી રીતે લગભગ ૭૦૦ વિદ્યાર્થીએ ગયા છે. આ વિદ્યાર્થીઓમાં પણ હવે પાછા ન ફરવાવાળાની સંખ્યા વધતી જાય છે. અમેરિકા જતા વિદ્યાર્થીઓમાં એક હવા પેદા થઈછે કે ભારત પાછા જવામાં કાંઈ લાભ કે સાર નથી. મોંઘવારી બહુ છે, પગાર ઘણા ઓછા મળે છે, નોકરી મળતી નથી, યુનિવર્સિટી, સરકાર અથવા ઉદ્યોગપતિએનું વર્તન ભણેલાઓ પ્રત્યે સહાનુભૂતિભર્યું નથી, લાગવગશાહી બહુ છે વિગેરે. હમણાં જ એક વિદ્યાર્થીના મારા ઉપર પુત્ર હતો કે આવું બધું તેણે સાંભળ્યું છે અને સાચી હકીકત શું છે અને તેણે ભારત પાછા આવવું કે નહિ તે વિષે મારી સલાહ માગી હતી. આ કારણેામાં વજુદ નથી એમ તો ન જ કહેવાય. મોટો ખર્ચ કરી, મહેનત કરી, સારું જ્ઞાન અને અનુભવ મેળવી, વિદ્યાર્થી પાછે આવે અને બે – ત્રણ કે તેથી પણ વિશેષ વર્ષો સુધી તેને યાગ્ય નેકરી ન મળે, ઠીક રીતે રહી શકે એવા પગાર ન મળે, તેના પ્રત્યે આદર કે સહાનુભૂતિ ન હોય તે। તે નિરાશ થાય તેમાં આશ્ચર્ય નથી. લાગવગશાહીને કારણે તેના કરતાં ઓછી લાયકાતવાળા મેટા પગાર મેળવતા હોય અથવા તેના ઉપરી અધિકારી હોય ત્યારે તેના સ્વમાનને આઘાત લાગે તે સ્વાભાવિક છે. શ્રી દલસુખભાઈએ કહ્યું છે કે દેશભકિતથી ખેંચાઈ પાછા આવે ત્યારે પણ છેવટ રખડીને પાછા જાય છે. એશ – આરામની અપેક્ષા ન રાખવી એ ખરું. છતાં દેશભકતા અને નેતાઓ પણ એશ – આરામ ભાગવતા હોય તે આ ઉપદેશની બહુ અસર ન થાય, હવે વળી એમ થયું છે કે કેટલાક ત્યાં જ લગ્ન કરી નાખે છે અથવા ભારત પાછા આવી મહિનાબે મહિનામાં લગ્ન કરી, પત્નીને લઈને અમેરિકા જાય એટલે પાછા આવવાનું આકર્ષણ ઓછું થાય. તેમાં પણ પતિ - પત્ની બન્ને કમાતા થાય અને ત્યાં તે સરળ છે–તા ત્યાં રહી જવાની લાલચ વધારે થાય. મને એક બીજો પણ અનુભવ થયો છે. વિદ્યાર્થી જે દેશ જાય તેના પ્રત્યે તેનું આકર્ષણ થાય છે. અમેરિકા, બ્રિટન, જર્મની કે રશિયા ગયેલ વિદ્યાર્થીએ તે તે દેશના પ્રશંસક થાય છે અને ભારત સાથે સરખાવે ત્યારે ભારત પ્રત્યે આકર્ષણ રહેતું નથી. મને કેટલીક વખત આશ્ચર્ય થતું કે વિદેશી સરકાર, સંસ્થાઓ, ફાઉન્ડેશન્સ વિગેરે આપણા દેશના વિદ્યાર્થીઓને પોતાના દેશમાં અભ્યાસ અર્થે સારા પ્રમાણમાં સહાય કેમ કરે છે? શું આ માત્ર પરમાર્થ વૃત્તિ જ છે? અનુભવે મેં જોયું કે This is a very good investment. અમેરિકાથી અભ્યાસ કરી આવેલ વિદ્યાર્થી તે દેશના પક્ષપાતી થાય છે. આપણા દેશમાં અમેરિકાની કાંઈ ટીકા થાય તો તેનાર્થી સહન નથી થતી. અમેરિકન જીવનપદ્ધતિ, આર્થિક વ્યવસ્થા, રાજકારણી વલણ, બધાંના એ પક્ષપાતી બને છે. આ દેશમાં એક વર્ગશિક્ષિત આવી રીતે અમેરિકાના ટેકેદાર ઊભા થાય છે. કેટલેક દરજજે બીજા દેશે! વિષે પણ આવું બને છે. પણ અત્યારે મોટે ભાગે અમેરિકા માટે આ હકીકત છે. એવી જ રીતે સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળાની આવ” જા, Friendship Societies, Indo-British, Indo-Arab, Indo-Israel, Indo-German, Indo-Sovietઆ બધી સંસ્થાએ આવા પ્રકારનાં માધ્યમ છે– આવી સંસ્થાઓ મારફતે જે ભારતવાસીઓને લાભ થાય તે તે તે દેશના પ્રશંસક બને છે. પણ આ વિષયાન્તર થયો. આના ઉપાય શું? કેટલાક એવા મતના છે કે વિદ્યાર્થીઓને વિદેશમાકલવા જ નહિ. તે ભારતીય મટી જાય છે, તેના સંસ્કારો પલટાઈ જાય છે, તે ભારતના ટીકાકાર અથવા વગેાવનાર થાય છે અને અંતે ભારતને, તેમાં લાભ કરતાં હાનિ વધારે છે. હું હજી આ મતના નથી. એક તો આપણે બધાને જતા અટકાવી શકીશું નહિ. તેમ કરવું યોગ્ય પણ નથી. ભારતમાં અત્યારે શિક્ષણનું જે ધારણ છે અને સાધના છે તે, ખાસ કરી વિજ્ઞાન અને Technologyના ક્ષેત્રે ઘણા પર્યાપ્ત છે અને દેશના યુવકોને એવા જ્ઞાનથી વંચિત રાખીને લાભ કરતાં હાનિ વધારે છે. ભારતીય સંસ્કાર વિદેશ જઈને જ ગુમાવીએ છીએ તેમ નથી. દેશમાં પણ શું ચાલી રહ્યું છે? દુનિયાભરમાં જે પવન વાય છે તેનાથી બચવા માટે, યુવકોને વિદેશ ન મોકલવા તે ઉપાય નથી, પણ ૧૯૧ સાચા સંસ્કાર તેનામાં સિંચવા તે છે. આપણા દેશમાં રહેલ યુવકયુવતીઓમાં પણ કેટલું પરિવર્તન થઈ રહ્યું છે? ભારતીય સંસ્કાર કે સંસ્કૃતિ વાડાબંધીથી નહિ બચે. આપણા જીવનમાં તે ઊડાં ઊતર્યા હશે અને તેની સમજણ અને કીંમત હશે તો જ ઉગતી પેઢીમાં તે ટકશે. હું એવી આશા રાખું કે આપણે ત્યાં શિક્ષણનું ધેારણ અને સાધના એટલાં વિકસે કે વિદ્યાર્થીઓને વિદેશ મેાકલવાની જરૂર ન રહે. બીજું, ખરેખર લાયકાત ન હોય એવાઓને મેકલવા નહિ. અહીં જે વિષયોનું શિક્ષણ ઉપલબ્ધ ન હોય તેવા શિક્ષણ માટે જ મેાકલવા. બીજું, જે કારણેાએ વિદ્યાર્થીઓને વિદેશ રોકાઈ જવાનું મન થાય છે તે કારણેા દર કરવા પ્રયત્નો કરવા. તેમને લાયક નાકરી મળે, યોગ્ય પગાર મળે, તેમને આદર થાય, સ્વમાન સચવાય એવી પરિસ્થિતિ થવી જોઈએ. યુનિવર્સિટી, સરકાર, ઉદ્યોગપતિઓ અને સમાજ બધાંએ આવું વાતાવરણ સર્જવામાં ફાળા આપવાના રહે છે. આપણે આ બાબતમાં સજાગ છીયે પણ સક્રિય પગલાં લેવાયા નથી. આવાં શિક્ષિતા માટે સરકારે પગારનું લઘુતમ Minimum ધેારણ નક્કી કરવું જોઈએ અને એવા પગાર તેમને મળે તેની ઉઘોગાને ફરજ પાડવી જોઈએ, શિક્ષિતોનું Exploitation થવું ન જોઈએ. અત્યારે મોટી કંપનીમાં ટોચના અધિકારીઓને મોટા પગારો મળે છે ઘણાં વધારે પડતા, જ્યારે બીજા વર્ગોનાં પગારનું ધારણ ઘણું નીચું છે. There is great disparity, ઘણી અસમાનતા છે, જેને કારણે ભારે અસંતોષ થાય છે. જીવનધારણમાં પણ ઘણી અસમાનતા છે. પૈસાવાળા થયા છે પૂરા એશઆરામમાં રહે છે, જ્યારે શિક્ષિતને રહેવાલાયક જગ્યા પણ નથી મળતી. નેતાઓએ આ બાબતમાં સારાં ઉદાહરણે પૂરાં પાડયાં નથી. આ અસમાનતા ઝડપથી ઘટવી જોઈએ. આ બધું કહ્યા પછી પણ, એ સ્વીકારવું રહ્યું કે આ પરિસ્થિતિ પલટાતાં સમય જશે. તે દરમ્યાન શું? મારો એક દૃઢ મત છે. કાંઈક વધારે પૈસા કમાવા અથવા વધારે સુખ - સગવડનાં સાધના મેળવવા માટે જ કોઈ વ્યકિત પોતાનું વતન, પેાતાના કુટુમ્બ કબીલા ત્યજી કાયમ માટે પરદેશી થાય એ કલ્પના મને અસહ્ય છે. પરદેશ રહી તે ત્યાં પણ વિદેશી જ રહેવાના. સાત પેઢી સુધી પણ ત્યાંના સમાજનું અંગ તે નિહ બની શકે. પઢી દર પેઢી વિદેશમાં વસેલ હિન્દીઓના આજે જે હાલ છે તે તેમના અને તેમના કુટુમ્બના થવાના. સુખ મેળવવા જ જો ભારત છેાડી વિદેશમાં કાયમ વસવાટ કરતા હોય તે, સુખી નહિ જ થવાના એમ હું માનું છું. સુખ કોને કહેવું? હું માનું છું કે ભારતમાં મુશ્કેલીઓ હાય, પૂરી સુખ–સગવડ ન હોય, તો પણ આવા વિદ્યાર્થીઓ કાયમ માટે પેાતાનું વતન છેડે તેમાં તેમનું કલ્યાણ નથી. જીવનધારણના બહુ ઊંચા ખ્યાલ કદાચ છેડવા પડે. સાદાઈ અપનાવવી પડે. અત્યારના વાતાવરણમાં આમ કરવું સહેલું નથી, પણ બીજો ઉપાય નથી. ઘેાડા સમય માટે, અભ્યાસ પૂરો કરી, અનુભવ મેળવવા અથવા થોડી રકમ અહીં આવતા પહેલાં ભેગી કરવા વિદ્યાર્થી ત્યાં કામ કરે તેમાં કાંઈ વાંધા ન હાય, પણ પોતાના સંતાનને કાયમ માટે ગુમાવવા કોઈ માબાપ કે સમાજ ઈચ્છે નહિ, તેમ થાય તેનાં કરતાં આવું શિક્ષણ નથી જૉઈનું એવી લાગણી પેદા થશે. મારો બીજો પણ અનુભવ છે. આવા ઘણા વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે. તેમને શરૂઆતમાં મુશ્કેલીઓ પડી છે, પણ અંતે ઠીક ઠીક થાળે પડયા છે, કેટલાક સારું કમાય છે, સારા ઉદ્યોગા ઉભા કરી શકયા છે અને અંતે દુ:ખી નથી થયા. અધીરા થવાની જરૂર નથી. થોડો વખત અપમાનજનક સ્થિતિ લાગે, મુંઝવણ થાય, ભીડથી રહેવું પડે, તા પણ છેવટે પ્રમાણમાં અસંતોષકારક નહિં એવું સ્થાન મળી રહેશે. થોડી હિંમત પણ જોઈશે. મેટાં શહેરોમાં જ રહેવાની લાલચ છેાડી, નાના ઉદ્યોગેામાં પડવું પડશે. સરકારે પણ ઘણી યોજનાએ કરી છે. તેના અમલમાં વિલંબ થાય છે, લાગવગ છે, અમલદારશાહી છે, બધું ખરુ, પણ એક પ્રમાણિક પ્રયત્ન પણ છે. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ આ બધું જાણવું જોઈએ, સમજવું જોઈએ, અત્યારે વિપરીત હવા પેદા થઈ છે, તેને પલટાવવી જોઈએ. જે વિદ્યાર્થીઓને વિદેશ મોકલીએ તેમને આ બધું સમજણપૂર્વક કહેવું જોઈએ. પછી કેટલાક ખોટા રૂપિયા નીકળે તા. તેમનું નસીબ ! ૭-૧-૧૯૬૯ ચીમનલાલ ચકુભાઈ શાહ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy