________________
૯૪
૧)
પ્રબુદ્ધ જીવન
તો કાગળ ઉપર ઘણી યોજનાઓ બને છે. પણ ઘણીખરી કાગળ ઉપર જ રહે છે. કેંગ્રેસ સત્તા પર આવવા છતાં મેં આવું બન્યા જ કરે છે. ટ્રસ્ટીશીપની ચર્ચા વેળા ગાંધીજીએ, ટ્રસ્ટી કેમ બનાવવા ? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે લોકોને સમજાવશું, તેમની સેવા કરશું, તેમની વાત સમજશું. એક એક કદમ ઉઠાવશું. એકદમ કોઈ ટ્રસ્ટી નહીં બને – સિવાય કે કોઈ સાધુસંતના પ્રભાવથી એકાએક કોઈનું જીવનપરિવર્તન થાય. વિનોબા કહે છે કે આપણું. આ કામ આંદોલનનું નહીં, આરોહણનું છે. એક એક પગલું ઉપર ને ઉપર આગળ ચઢવું છે, આ ગાંધીજીની ટેકનિક છે. તેઓ જે કંઈ કાર્યક્રમ રાખે તે સરળ રાખતા, એક નાનું છોકરું પણ તે કાર્યક્રમ પાર પાડી શકે. તેઓ બધાંને સાથે રાખતા હતા. છતાં બધાં સમક્ષ વિચાર પૂરેપૂરો રજૂ કરતા. પણ રીત સરળ રહેતી. એટલે ટ્રસ્ટીશીપની હાંસી ઉડાડનારાઓ પણ તેમની સાથે ચાલી શકયા. પંડિત મેાતીલાલ નહેરુ અને ચિત્તરંજનદાસ જેવા ઉચ્ચ કક્ષાના લોકોને પણ તેમણે સાથે લીધા, તેમનામાં ઈશ્વરી તાકાત હતી.
નિર્મળ બેઝે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે ગાંધીજીને પૂછ્યું હતું કે માનસપરિવર્તન કે હૃદયપરિવર્તન કેટલા વખત કરશે, અને છતાંય તેમાં સફળ નહીં થાવ તે શું કરશે?
ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું કે મારો દઢ વિશ્વાસ મનુષ્ય ઉપર છે. જો મનુષ્યમાં, માનવતામાં વિશ્વાસ ન હાય તો અહિંસાની વાત છેાડી દેવી જોઈએ. માનવીને સુધારવાની વાત પણ છેડી દેવી જોઈએ.
લોકશાહીને આધાર પણ માનવીના વિશ્વાસ પર જ છે. માનવીની વિચારશકિત હૃદયની સહાનુભૂતિ હોય તે જ લાકશાહી, ટકી શકે. દા. ત. અપક્ષને એકવાર ૨૫ ટકા મત મળે છે ને બીજીવાર ૫૫ ટકા મળે છે. એમ કેમ? 5 પક્ષે લોકોને પેાતાની વાત સમજાવી. ગાંધીજીનું પણ સમજાવટ જ મુખ્ય સાધન હતું. વિચારપરિવર્તન માનવીનું ન થાય તે શું પશુનું થાય ? વિચારશકિત મનુષ્યમાં જ છે. ગાંધીજી આ વાતમાં માનતા. એટલે જ તેમણે લોકોની સેવા કરવાના હેતુથી લેાક સેવક સંઘની રચનાની હિમાયત કરી હતી. કારણ, રોવાની સાથે કોઈ વિચાર સમજાવવા માંડે તો તેની તરફ સહાનુભૂતિ પ્રકટે. લોકો કહે, ‘ હશે, સેવા કરે છે ને, તેની વાત સાંભળવી તે જોઈએ. આમ વિચાર પર શ્રદ્ધા જામે. નિ:સ્વાર્થંભાવે સેવા કરવાથી શ્રદ્ધા જાગે છે. ગાંધીજીએ કહ્યું હતું કે ઘણાને હું મારી વાત સમજાવી શકું અને જો ઘેાડા ઘણા બાકી રહે તે તેમને સમુજાવવા હું હંમેશ મથ્યા જ રહીશ એમ ન માનતા. મારી પાસે અહિંસા ને અસહકારનું અમેઘ શસ્ત્ર છે, તે સાધનનો ઉપયોગ કરીશ. આને Moral Goertion કહી શકાય. કસ્તુરબા ઉપર અને તેમના પોતાના ઉપર પણ તેમણે ઘણીવાર એના ઉપયોગ કર્યો છે.
3
તો ગાંધીજીએ ત્રણ વાત કરી : (૧) માનવી પર વિશ્વાસ (Faith in man) (૨) સેવા અને સમજાવટ (Service and persuation (૩) અસહકાર (Non–Cooperation). આ અસહકાર તે ‘બંગાળ બંધ’કે ‘મુંબઈ બંધ' નહીં. આવા અસહકાર કરવાવાળા પોતે જ કષ્ટ ભાગવશે. એથી જેમનું પરિવર્તન લાવવું છે તેના પર અસર
પડશે.
શ્રી કૃષ્ણદાસ જાજા (જેમને આપણે ‘જાજુજી’ના નામે આળખતા હતા) સાથે મે મુંબઈમાં થોડું સંપત્તિદાનનું કામ કર્યું છે. એ અંગેના ફોર્મમાં લખ્યું હતું કે મારી સંપત્તિને હું ટ્રસ્ટી છું એમ સમજી હું મારી આવકના વર્ષના પાંચમા ભાગ દાનમાં આપીશ. પણ આ દાન પાછળના વિચાર ન ટક્યા, કેવળ ફાળાના રૂપે દાન જ બાકી રહ્યું. હું તાતા, બિરલા, અરવિંદભાઈ, ખટાઉ બધાને મળ્યા હતા. તેમાંથી કોઈએ એવું નથી કહ્યું કે અમારા ઉદ્યોગ અમારા છે. સૌએ ટ્રસ્ટીશીપને વિચાર સ્વીકાર્યો. બે જણાએ પાતાની આમદાનીના છઠ્ઠો ભાગ ત્રણ વર્ષ માટે સંપત્તિદાનમાં આપ્યો. એટલે હું આ વિચારને અવ્યવહારિક નથી માનતા.
12
તા. ૧૬-૮--૧૯ માલિકી ગ્રામસભાની રહેશે. વ્યવહારિક માલિકી ૮૫ ટકા તેની જ રહેશે. તેને વેચવાના કે મેારગેજ રાખવાના હક્ક નહિ રહે. તે માત્ર ગ્રામસભાને ગણાતિયો બની રહે છે; માલિકી છેાડી એવી જાહેરાત કરે છે, એમાં ઘણા ભાગે નાના ખેડૂતા છે. એક ગામમાં તે ગામના મેટા ખેડૂતે પહેલી સહી કરી. પછી બીજા બધાએએ કરી.
આજે તે માર્કસવાદી સૌથી Radical લોકો છે. તેઓ પણ આ વિચારને માને છે. છતાં તેઓ એમ નથી કહેતા કે અમારી સત્તા થશે તે ગ્રામસભાને કાયદાથી જમીનને અધિકાર સોંપીશું. તો તે તેમને વેટ મળે જ નહીં ને. કિસાન તે કહેશે કે “વાટ પણ લેશે ને જમીન પણ લેશે ?” સમાજવાદ ને સામ્યવાદ બન્ને માને છે કે ઉત્પાદનનાં સાધન સમાજનાં હોવા જોઈએ. છતાં યે ભારતના મેટા ભાગના ખેડૂતો પોતાની જમીનના માલિક છે. નાંબુદ્રીપાદ પણ જમીનસુધારણા નથી કરી શકયા. કારણ તેમના મેરચામાં બધા જ પક્ષા ડાબેરી નથી. મુસ્લીમ લીગ ડાબેરી નથી. પણ જયોતી બસુ ને અજય બાબુના મોરચા તો બધા જ ડાબેરી પક્ષોને છે. તેઓ શું કરે છે? કારખાનાં ઉદ્યોગ લેવા ધેરો ઘાલવાના છે? પણ તે તો ઘણાં થાડાં છે. તેઓ ક્રાંતિકારી સુધારા નહીં કરી શકે. ગ્રામદાન એથીયે આગળ જાય છે. લાખા કિસાનોએ પોતાની જમીનની માલિકી છેાડી છે. તેમાં મજૂરો છે ને બીજા પણ હશે.
બીજા ક્ષેત્રમાં જુઓ તે અત્યાર સુધીમાં ૯૬ હજાર ગ્રામદાન થયાં છે. ગ્રામદાનમાં ગામની ઓછામાં ઓછી ૭૫ ટકા વસતીએ ભાગ લીધા. કુટુંબને વડો ગ્રામદાનના ફોર્મમાં સહી કરે છે. તેમાં એક વાત ટ્રસ્ટીશીપની છે. જે વ્યકિત ગ્રામદાનમાં ભાગ લે છે તે તેની જમીનની માલિકી ગ્રામસભાને સોંપી દે છે. તે કેવળ કાયદાની દષ્ટિએ આ સમર્પણ કરે છે. કાયદામાં આ જમીનની
આ બધું સમજાવટથી જ થયું ને? એક જિલ્લામાં આમ થવાથી હવા પેદા થાય છે. લોકો ગ્રામદાન માટે સામેથી આવે છે. હજી સુધી પહેલું પગથિયું છે. હજી પ્રાપ્તિ થઈ છે તેની પુષ્ટિ અને ગ્રામવિકાસ થવાં બાકી છે.
પંચાયતી રાજ તે Eyewash છે. નાનો એકમ અત્યારે સ્ટેટ છે. બિહારમાં ૩૧ મી મે સુધીમાં સમસ્ત રાજ્યનું દાન થશે. ગ્રામદાની. ગામામાં જ્યાં જ્યાં આામા ને એવી બીજી રચનાત્મક સંસ્થાઓ છે ત્યાં ગ્રામદાનની પુષ્ટિ ચાલે છે.
આપણામાં જ અવિશ્વાસ રહે છે. મનુષ્યમાં આ શકિત ન હાત તે। શું થાત? આ શકિત ઘણી છૂપી હોય છે. સર્વોદય માટે સૌથી મહત્ત્વનો વિચાર ટ્રસ્ટીશીપનો વિચાર છે.
અમદાવાદની ૨૬ મિલા બંધ છે. ત્યાં જો એક મિલના મજૂરો વિચારે કે ટ્રસ્ટીશીપના વિચાર સ્વીકારીએ, સરકાર પણ સહાય કરે અને મિલ ચલાવવા આપે તો આ તા ગાંધીજીના દેશ છે. ગામડાંએમાંથી આ વિચાર ફેલાશે. બિહારનાં ૮૦ ટકા ગામા ગ્રામદાનમાં આવશે. પછી બીજાં ય આવશે. ગાંધીવિચારમાં ગ્રામ સ્વરાજ પાયા છે.
મુંબઈમાં ઘણી વાર આ પ્રશ્ન વિચાર્યો છે. તમારામાંથી કોઈને પ્રેરણા હોય તો આ કામ ઉપાડો, વિચાર કરો. સામ્યવાદ કે સમાજવાદ ઉત્પાદન કેમ થશે, તેના જવાબ નથી આપી શકયા. મારા વિચારે યુગોસ્લાવિયાએ આ તરફ વધુ કામ કર્યું છે. Public sectorમાં શું છે? નફો દેશને મળે, એટલું જ છે. નવું મૂલ્ય નથી, નવું હૈયું નથી. ગાંધીજીને મન ઉદ્યોગ એક કોમ્યુનીટી (પરિવાર) બને તે હતા, આ કોમ્યુનીટી સ્વાર્થ માટે નહીં, સમાજની સેવા માટે હાય. મૂડીદાર, મજુરો ને સ્ટાફ કુટુંબની જેમ નફો વહેંચી લે. લેનીનની ફેકટરી-સેવિયેત, વીલેજ સેવિયેતની કલ્પના આ જ હતી. પણ તે ખતમ થઈ. માએ કોશીશ કરી, તેમાં સફળ ન થયો.
કમાણી વધુમાં વધુ મળે ને કામ ઓછામાં આછું કરવું એવી વૃત્તિ આજે જોર પકડતી જાય છે. આ વૃત્તિ ઘાતક છે. સામ્યવાદી રાજમાં વધુમાં વધુ કામ કરવું પડશે ને ઓછામાં ઓછાથી નિભાવી લેવું પડશે. રશિયાના સંક્રાંતિકાળમાં તેમણે શું શું નથી કર્યું?
દુર્ગાપુર, રાઉડકેલા, ચિત્તરંજનમાં સામ્યવાદ દેશના માટે છે તે નથી વિચારાતું. કોઈ પદ્ધતિ એવી નથી કે કામ કેવી રીતે ગેાઠવવું. તેના કોઈ જવાબ નથી. ગુલામી કે ટોળાશાહીને જમાનેતેમાં કામ કેમ થતું હતું. પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝ, કમ્યુનીઝમ, સાશ્યાલીઝમને તેનો ઉકેલ નથી મળ્યો, ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં કદાચ આના ઉકેલ મળે. અમેરિકાના કેટલાક દાખલા છે. મુંબઈમાં તેના પર વિચારી કંઈક કરવું જોઈએ.-જયપ્રકાશ નારાયણ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવા સ ંધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાાન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ.
સુપ્રચુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખા ૧.