________________
તા. ૧૬-૮-૯
પ્રબુદ્ધ જીવન
કિ
ગાંધીજી અને સર્વોદય
મi
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસન્ન વ્યાખ્યાનમાળામાં તા. ૧૧-૪-૬૯ના રોજ અપાયેલું વ્યાખ્યાન.)
હું માનું છું કે ગાંધી શતાબ્દી વર્ષ મનાવવામાં એ ઉચિત છે કે આપણે ગાંધીજીના વિચારો ધ્યાનમાં લઈએ અને આચરવા , પ્રયાસ કરીએ. | ‘સર્વોદય’ એ પ્રાચીન સાહિત્યને, ખાસ કરીને જૈન સાહિત્યને શબ્દ છે. ગાંધીજીએ તેને નવે, આજના જમાનાને અનુરૂપ અર્થ આપ્યો.
દુનિયાના ક્રાંત દષ્ટાઓએ ભવિષ્યને પિતાની રીતે ભાખ્યું છે. તેમણે સમાજનું પરિવર્તન કર્યા પછીના નવા સમાજની કલ્પના કરી છે. ભાવિના સમાજ અંગે ઘણા મતભેદો પ્રવર્તે છે. કોઈ સમાજવાદી તો કોઈ સામ્યવાદી સમાજની કલ્પના આગળ ધરે છે. પરંતુ ગાંધીજીને આવી કોઈ કલ્પના રૂચિ નહીં એથી તેમણે ન જ શબ્દ ઘડ, એ શબ્દ કે જે તેમના નવા સમાજના ચિત્ર સાથે બંધ બેસે.
સામ્યવાદમાં સમાજના અમુક વર્ગોનાં હિતે જ સર્વોચ્ચ ગણાયા છે. દા. ત. શ્રમજીવી વર્ગ ખેતરો ને કારખાનામાં કામ કરનાર વર્ગ. એવો જ સમાજવાદ પણ છે. પણ ગાંધીજીને કેવળ શ્રમજીવીએના જ હિતની ચિન્તા હતી એવું ન હતું. તેમને તે સૌના હિતની, સૌના કલ્યાણની ચિન્તા હતી. એવો સમાજ રચવે હતા કે જેમાં સૌનું કલ્યાણ થાય. સર્વોદયને આ જ શબ્દાર્થ છે. તેમણે એટલા માટે જ કહ્યું કે તેમને માનવીમાં જ, માનવતામાં જ વિશ્વાસ છે. કેવળ શ્રમજીવી જ માનવ નથી, બધાય છે. મનુષ્યમાત્રનું કલ્યાણ થવું જોઈએ. પણ કલ્યાણ કરવું, હિત સાધવું એટલે શું? એવે પ્રશ્ન ઊઠે છે. સર્વોદયને હસનારા એમ કહે છે કે સર્વોદયમાં તે કોટયાધીશનું ય ભલું ગાંધીજીએ ઈચ્છયું છે. સાથે સાથે તેમની પેઢીએમાં ને કારખાનામાં કામ કરનારાનું ય ભલું ઈચ્છયું છે. આમ આ વાત એકબીજાથી વિરુદ્ધ છે, એમ બને જ કેમ? ગાંધીજીએ વિચારકોની સામે આમ એક સમસ્યા મૂકી.
- દુનિયાના લોકતાંત્રિક સમાજવાદના પ્રયાસોની વાત જોઈએ તે ઘણા દેશોના આવા પક્ષેએ હવે એમ કહેવું શરૂ કર્યું છે કે સમાજવાદમાં સૌનું હિત છે; કેવળ મજૂરોનું જ નહીં. કારણ કે તે બધા પ્રશ્નોને ચૂંટણીમાં બધા લોકોને ટેકે જોઈએ છે, માત્ર મજૂરોને જ નહીં. કારણ કે કોઈ પણ સમાજવાદી પક્ષ કેવળ શ્રમજીવીઓની મદદથી જ ચૂંટણી જીતી ન શકે. વકીલ, દાકતર, સેલ્સમેન, પત્રકારો વિગેરે વર્ગના લોકોને ટેકો પણ તેમના માટે જરૂરી છે. પશ્ચિમની વિકાસશીલ સંસ્કૃતિમાં આ મધ્યમવર્ગ ઘણો મોટો છે. એવા પણ દેશ છે કે જ્યાં ખેતરોમાં મજૂરી કરવાવાળા ઓછા છે. ખેતી યાંત્રિક ઓજારોથી થાય છે. ખેડૂતો હકકીતમાં મેટા મોટા જમીનદારે હોય છે; ખેડૂતે જ મૂડીદારો પણ હોય છે. એટલે કેવળ મજુરોના ટેકાથી ચૂંટણી ન જીતી શકાય. એટલે સમાજવાદી રાજયના સમાજવાદથી સૌનું ભલું થશે એમ કહે છે.
ગાંધીજીએ સૌનું ભલું કરવાની વાત કરી ત્યારે તેઓ અન્યાયી, પાપી, દુરાચારી, હત્યારાની ભલાઈ પણ ઈચ્છતા હતા. તેઓ તે માનવમાત્રનું ભલુ ઈચ્છતા હતા. પણ તેને અર્થ એ ન થાય કે પાપી પાપ કરતે રહે, અન્યાયી અન્યાય કરતે રહે, હત્યારો હત્યા કરતે રહે, તેમાં તેમનું ભલું છે એમ નથી સમજવાનું. હત્યારાને ફાંસી આપવાથી તેનું શું ભલું થાય? Tooth for tooth and eye for eye.ની પુરાણી સંસ્કૃતિ હવે હલકી ગણાય છે. હવે તો હત્યારાને માનસિક ઈલાજ કરવો જોઈએ, એવી વાતે થવા માંડી છે. કેટલાક દેશોમાં આવો ઈલાજ થાય છે પણ ખરો. પણ કમનસીબે આપણે ઘણી બાબતમાં હજી પાછળ છીએ.'
કરોડપતિનું ય ભલું કેમ થાય?તે માટે સર્વોદય વિચારને સ્પષ્ટ સમજવું જોઈએ. ગાંધીજી માનતા હતા કે સંપત્તિ, ધન જેની પાસે હોય તે એમ માને કે “તે તેને માલિક છે' તે વિચાર મિથ્યા છે; અનૈતિક છે. કોઈની પાસે જમીન, પેઢી કે કારખાનું હોય તે કોઈની પાસે વિઘા કે શ્રમની શકિત હોય, સા હોય. પણ જે કંઈ હોય તેને તે માલિક નથી. આ સર્વોદયને પાયાનો વિચાર છે. ગાંધીજીએ માલિકીની જગાએ નવો શબ્દ આપ્યો. આ શબ્દ સમાજવાદ કે સામ્યવાદમાં ય નહોતે. તે શબ્દ છે ટ્રસ્ટી–ખાતેદાર–અમાનતદારઆપણી પાસે જે કંઈ છે તે ટ્રસ્ટ છે; તેના માલિક ઈશ્વર છે. તેનું આપેલું છે. ઈશ્વરની સંપત્તિનું વ્યકિત એ વ્યવહારૂ રૂપ છે. મહારાષ્ટ્રની કે કેવળ ભારતની જ નહીં સમસ્ત માનવ સમાજની સંપત્તિ માટે તેમને આ મત હતો. તેમણે રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કર્યું, પરંતુ તેઓ આ દેશના કામને માનવ સમાજના સંગઠ્ઠનના પાયાનું કામ ગણતા હતા. વ્યવહારિક દષ્ટિએ આપણી પાસે જે કંઈ છે તે સમાજનું છે, એટલે તે સમાજની સેવામાં લગાડવું જોઈએ.. અમારામાંના ઘણા તેમને આ વિચાર અંગે વારંવાર એકના એક સવાલો પૂછતા. તેઓ કદીયે જવાબ આપતા થાકતા નહીં. તેઓ તે અંગ્રેજોને પણ કહેતા કે સામ્રાજય એક ટ્રસ્ટ છે; એમ સમજીને રાજ્ય કરો. રાજાઓને પણ કહેતા કે રાજ્યના તમે ટ્રસ્ટી છે. પ્રજાનું હિત કરો. ભરતે જેમ રામના ટ્રસ્ટી બનીને રાજ કર્યું તેમ તમે રાજ કરો. જમીનદારો, તાલુકદારો મૂડીદારો ને મજૂર – સૌને તેમણે આ વાત કરી, એ જ તેમની કલ્પના હતી. તેઓ આ રીતે એક કડીદ્રારા સૌનું હિત સાધતા હતા.
હું જ્યારે માકર્સવાદી હતા ત્યારે મેં Why Socialism? નામે એક પુસ્તક લખ્યું હતું. તેમાં મેં ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું જોરદાર ખંડન કર્યું હતું. તેથી સામ્યવાદી બિરાદરો ઘણા ખુશ થયા હતા.
એક વાત છે. ટ્રસ્ટી કઈ કેવી રીતે બને? ટ્રસ્ટી બનાવવાની રીત શી? મજૂરો ને આમ જનતાની સંખ્યા એટલી બધી છે કે તેઓ રાજ લે, તે ચલાવી શકે તેમ છે. તે પછી આ ટ્રસ્ટીશીપ શા માટે? ગાંધીજી ટ્રસ્ટી બનશે? તેમના જવા પછી તેમના સુપુત્ર ટ્રસ્ટી બનશે કે? આવા બધા પ્રશ્ન તે વેળા લોકો ઉઠાવતા. પણ ગાંધીજીના ચિન્તનમાં વિચાર ને આચાર હતા. તેઓ Practical idealist (વ્યવહારૂ દા) હતા. વ્યવહારમાંથી જ તેમના આંદશે ઘડાયા હતા. વૈષ્ણવ ને જૈન ધર્મમાંથી જ તેઓ અહિંસા તરફ આપોઆપ વળ્યા હતા. જીવનની વિવિધ સમસ્યાઓમાં ફસાઈ, એકરૂપ થઈ, તેમાંથી પ્રગટ કરી, તેઓ મહાત્મા બન્યા હતા. તેમને રાજનીતિમાં પડવું નહોતું પણ ક્રમે ક્રમે તે રાજનીતિમાં આવી ગયા. નવી પરિસ્થિતિઓમાંથી નવા વિચારો જન્મ્યા છે. ગાંધીજીએ કોઈ એવી વાત નથી કહી કે જે વ્યવહારુ ન હોય. ટ્રસ્ટીશીપ ઉપર તેમણે ભાર દઈને કહ્યું છે. તેમને માનવીમાં વિશ્વાસ ન હોત તે આવી વાત જ ન કરત. સ્વરાજની લડતમાં અસ્પૃશ્યતાનિવારણ, મહિલા ઉદ્ધાર, શિસ્ત, અને બીજાં આંદોલનમાં પણ તેઓ ટ્રસ્ટીશીપની વાતો તે કરતા જ હતા. પણ મૂળ ધ્યાન બીજે હતું. જમનાલાલ બજાજ અર્ધા ટ્રસ્ટી તે બન્યા જ હતા. હૃદયથી તેમણે આ વાત સ્વીકારી હતી. વ્યવહારમાં પૂરું ઉતારવાનું બાકી રહ્યું હતું.
ગાંધીજી કયારેય કાલ્પનિક વાત ન કરતા. તેમને અમે સ્વરાજ પછી શું થશે, એવી વાત પૂછીએ તે તે તેઓ ટાળતા. એક વખત એક પગલું લેવામાં તેઓ માનતા. વિનોબા પણ એવી જ વાત કરે છે. પર્વત પર ચઢતાં આવો જ અનુભવ થાય છે, જેમ જેમ ઉપર ચઢીએ તેમ નવી નવી શિખર – ટૂંક દેખાય છે, એમ