________________
૯૨
પ્રભુ
જીવન
તા. ૧૬-૮-૬૯
કે બીનજરૂરી શંકાઓ અને સવાલ ઊભા કર્યા સિવાય, એ શકિત તેમ જ ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ટકાવી રાખવા જોઈએ. દિવ્યશકિતનું કાર્ય એ આંખે દેખી શકાય એવી વસ્તુ નથી. કયાંક એ આગળ વધતી લાગે છે તો કયાંક અટકી પણ જતી લાગે છે. છેવટે તો એ પ્રચંડ રીતે સિદ્ધિને પ્રગટ કરી એક અતિ ભવ્ય ને વિરાટ કામ કરી આપે છે. એકવાર અમારા ગુરુદેવે કહેલું, “માનવને બે પ્રકારનું જીવન મળે છે. એક પુરુષબીજથી અને બીજું ગુરુમંત્રથી. મંત્ર સાથે પૂર્ણ તાદામ્ય સધાય છે ત્યારે તેની પ્રભાવોત્પાદક અસરથી રેતસનું અભિસરણ, ઊર્ધ્વગામી બની પ્રાણશકિતમાં રૂપાન્તર પામે છે અને શરીર, પ્રાણ અને મનની શકિતઓને પુષ્ટ કરે છે. શકિતપાતમાં ગુરુ પોતાની પ્રાણશકિત (Life Force) ને શિષ્યમાં સંક્રાન્ત કરે છે ત્યારે શિષ્ય નવજીવન પામે છે, જેમાં ગુરુ તેના માતાપિતા બની રહે છે. આ રીતે ગુરુની પ્રેરણાથી જાગૃત થતી શિષ્યની શકિત ધીમે ધીમે વિકાસ પામી, જેમ એક બીજમાંથી છોડ કે વૃથા બની ફળફલ આપે છે તેમ આધ્યાત્મિક પૂર્ણતાને પામે છે. ખાતર કે બીજની ગુણવત્તા પ્રમાણે જેમ ઉત્પાદન થાય છે તેમ અહીં પણ ગુરુની યૌગિક સામર્મ પ્રમાણે જ શિષ્યને આંતરવિકાસ થઈ અંતિમ ધ્યેય સિદ્ધ થાય છે. કોઈ સંજોગોમાં શિષ્યની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા ડગમગશે તો એકવાર સક્રિય બની ચૂકેલી કુંડલિની શકિત પીછેહઠ તે નહીં કરે, પરંતુ આગળ પ્રગતિ થતી અટકી જશે. મહાન આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુ પ્રત્યે આદર અને ભકિત હોવાં જોઈએ એ ફરી ફરીને કહેવાનું છે. સાધક જ્યારે આત્મસાક્ષાત્કારની સર્વોચ્ચ દશા પ્રાપ્ત કરે છે ત્યારે પોતે ગુરુને સમકક્ષ બને છે.
આ રીતે આધ્યાત્મિકતાના એક નાના તણખામાંથી પ્રગટેલી મહાજવાલામાં અંધકાર અને અજ્ઞાનમાત્રને નાશ થાય છે. કુંડલિની જ્યારે સહસ્ત્રદલ ચક્રમાં પરમતત્વ સાથે મળી જાય છે ત્યારે અગ્નિ હોલવાતાં પાછળ જેમ રાખ રહે છે તેમ આ દેહ રહે છે; અને આ નવદ્ગારવાળા દેહમાં રહે છતાં પણ સાધક જીવન્મુકત દશા ભેગવતો હોય છે. આવી પરમેચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે સતત જાગૃત પુસ્પાઈ, સમર્પણ અને અભીપ્સા અત્યંત જરૂરી છે. આ તો જ યોગનાં અનિવાર્ય અંગ છે.
સાધનાની સમાપ્તિ માટે કાળની કોઈ નિશ્ચિત મર્યાદા બાંધી શકાતી નથી. શિવસંહિતામાં કહ્યું છે કે સારો ધ્યેયનિષ્ઠ સાધક ત્રણ, છ, નવ કે બાર વર્ષને અંતે પોતાની સાધના પૂર્ણ કરે છે. સાધકની યોગ્યતા તથા તેના પુરુષાર્થની તીવ્રતા પર પરિણામ અવલંબે છે. માણસના અહં કેન્દ્રિત વ્યકિતત્વને જડમૂળથી ઉખેડી, શરીરના એકે એક કોષમાં, અણ - પરમાણમાં ઊર્ધ્વને પ્રકાશ અને શાન્તિ સ્થાપિત કરવા માટે થોડો સમય તેમ લાગે છે જ. વામનમાંથી વિરાટ બનવાની ક્રિયા એક ચોક્કસ ગતિએ જ ચાલે છે. આ ગાળા દરમ્યાન સાધકને ઘણા ચિત્રવિચિત્ર અનુભવમાંથી પસાર થવું પડે છે. આખરે આ સાધના એક એવી પરાકાષ્ઠા પર પહોંચે છે કે જ્યાં બધા જ ભેદ ઓગળી જઈ સાધક આ સૃષ્ટિના સર્વ જીવે, સર્વ પદાર્થો સાથે ઐકય અનુભવે છે. જ્ઞાતા, શેય અને જ્ઞાન એક બની જાય છે અને આખું વિશ્વ એક સ્વપ્ન સમું લાગે છે. આને તુરીયલીલાસાધનાની ચેથી અવસ્થા – કહેવાય છે, જે જાગૃતિ નથી, નિદ્રા નથી તેમ સ્વપ્ન પણ નથી. બધાથી પર, અતિ પર એવી શૂન્યાવરથા છે.
તે આ છે કુંડલિની યોગની વિરાટ સિદ્ધિ, સાધનાની સિદ્ધિરૂપે નિપજતાં તેના ક્રિયાત્મક પરિણામમાં તેની સફળતા અને મહત્તા છે. સિદ્ધ ગુરુની દોરવણી હેઠળ આ સાધના થતી હોઈ તેને સિદ્ધિ યુગ પણ કહેવામાં આવે છે. સ્વામી મુકતાનંદ પરમહંસના માર્ગ- દર્શન નીચે આ યોગસાધના શ્રી ગુરુદેવ આશ્રામમાં ચાલે છે. ભલે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ન હોય કે એવી તેજસ્વી બુદ્ધિપ્રતિભા ન હોય, પરંતુ જેઓ દિલના સાચા, સીધા, સરળ, શ્રદ્ધાળુ ને નિષ્ઠાવાન છે તે જ આ માર્ગને પ્રવાસ સફળતાપૂર્વક ખેડી શકે છે. અનુવાદક
મૂળ અંગ્રેજી
સમાપ્ત સૌ.શારદાબહેન શાહ
પ્રતિભાબહેન ત્રિવેદી
ષક: પૂરક નોંધ શ્રી બહેન પ્રતિભાએ યોગસાધનાની પ્રક્રિયાના નિરૂપણમાં છે ચક્રો ( ક) નો નિર્દેશ કર્યો છે તે વિશે અહીં સંક્ષિપ્ત માહિતી આપી છે. યોગ એટલે કે ચિત્તવૃત્તિને નિરોધ: ચિત્તવૃત્તિના સંયમન માટે યુગનાં યમ, નિયમ વગેરે આઠ અંગો સારી રીતે જાણીતાં છે. અષ્ટાંગયોગની સાધનામાં ઉત્તરોત્તર સિદ્ધિ મળતી જાય તેમ તેમ પૃથ્વી, જળ વગેરે તત્વો ઉપર સિદ્ધિ મળે અને અનેક પ્રકારની શકિત પ્રાપ્ત થાય. પણ મૂળ લક્ષ્મ તો છે ચિત્તવૃત્તિના લય પછી ચિત્તના જ લયની ભૂમિકા પ્રાપ્ત કરવાનું, સબીજ સમાધિમાંથી નિર્બોજ સમાધિ પ્રાપ્ત કરવાનું, ઉન્મનીભાવમાંથી સમનીભાવ પ્રાપ્ત કરવાનું.
ઉપનિષદોને આધારે યોગસાધનામાં નાડીએ, હૃદય પુણ્ડરીક કે દહર વગેરે વિષેની પ્રક્રિયાઓ સ્વીકારાઈ અને કેટલાંયે યોગપ્રતિપાદક ઉપનિષદોમાં નાડીઓ, ચકો, ભૂમિકાઓ વગેરેનાં સવિસ્તર વર્ણન મળે છે. પાછળથી તે બૌદ્ધગ, જૈનયોગ, તાંત્રિકથાગ વગેરે ગપ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી અને સવિશેષ તે શિવ અને શકિતની ઉપાસનામાં સાધન તરીકે અનેક વિગતે અને વિશિષ્ટતાઓનું જટિલ શાસ્ત્ર બની ગયું. યોગર માં આપેલી નીચેની વિગતે જિજ્ઞાસુને ઉપગી નીવડશે : પરમ તત્વ બે છે - શિવ અને શકિત. શિવ જ્ઞાનરૂપ છે, પણ ક્રિયાશકિત વિનાની જ્ઞાનશકિત ભાગ્યે જ નજરે આવે છે. તેથી જ્ઞાનશકિત માટે ક્રિયાપ્રધાન શરીરની રચના કરાઈ છે. ચોવીશ તત્ત્વવાળી ક્રિયાશકિત પિતે અચેતન છે, પણ શિવરૂપ જ્ઞાનશકિતના સંપર્કથી ચેતનાવાળી બને છે. પ્રાણ વગેરે જેનાં રૂપ છે એવી આ શકિત છ ચક્રોના આઝાથે રહીને ઈચ્છા પ્રમાણે શાન્ત શિવ તને વશ કરે છે. તે છ ચકો છે: નામ
સ્થાન
- સ્વરૂપ દેવે ૧ મૂલાધારચક્ર અપાનપ્રદેશમાં ચતુર્દલ કુંડલિની અને
કાલાગ્નિદ્ર ૨ સ્વાધિષ્ઠાનચક્ર
થદલ આનન્દ-શકિત
કામાખ્યા ૩ મણિપુરચક્ર
નાભિમાં દશદલ ' બ્રહ્મા ૪ અનાહતી
હૃદયમાં દ્વાદશદલ ૫ વિશુદ્ધિચક કઠમાં છેડશદલ દ્ર ૬ આજ્ઞાચક્ર ભમરની વચ્ચે દ્વિદલ ઈશ્વર
આ છ ચક્રોથી ઉપર મસ્તકમાં સહસ્ત્રદલ કમળ છે, જેને બ્રહ્મરબ્ધ કહેવામાં આવે છે. તેમાં સદાશિવને વાસ છે.
શરીરમાં ૭૨૦૦૦ નાડી છે. તે બધી હૃદય સાથે જોડાયેલી છે; ત્યાંથી નાભિપ્રદેશમાં જઈને આખા શરીરમાં ફેલાયેલી છે. આ નાડીએમાંથી દશ નાડી પ્રધાન ગણાય છે, તેમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્મા આ ત્રણ નાડીઓનું વિશિષ્ટ મહત્ત્વ છે. કરોડરજજુમાં ડાબી બાજુએ ઈડા નામની નાડી છેક ડાબા નસકોરા સુધી પહોંચે છે; જમણી બાજુએ પિંગલા જમણા નસકોરા સાથે સંકળાયેલી છે: આ બંનેની વચ્ચે અને કરોડરજજુના અન્તર્ભાગમાં અત્યન્ત સૂક્ષ્મ સુષુણ્ણા નાડી છે. આ નાડી તાળવામાં થઈને મસ્તકમાં બ્રહ્મરબ્ધ સુધી પહોંચે છે.
આ સુષુણ્ણા સામાન્ય રીતે કરોડરજજુની નીચે સાપની પેઠે ગૂંચળું વળીને રહેલી હોવાથી તેને કુણ્ડલિની કહેવામાં આવે છે. આ કુંડલિનીને યોગસાધનાદ્વારા ઉત્થાપિત કરવામાં આવે - જાગ્રત કરવામાં આવે તે એ ઉપર જણાવેલાં ચક્રમાં ક્રમે ક્રમે ઉત્થાન પામીને અવનવી સિદ્ધિઓ આપતી રહે; પણ આ પ્રક્રિયાનું અન્તિમ લક્ષ્ય છે કુંડલિની નાડીનું સંપૂર્ણ ઉત્થાન અને બ્રહ્મરધમાં એ શકિતનું શિવ સાથે ક્રિયાશકિતનું જ્ઞાનશકિત સાથે-સાયુજ્ય.
ગૌરીપ્રસાદ મુ. ઝાલા
વિષ્ણુ