________________
તા. ૧૬-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
જીવન જીવો અને તેની ટેવ પડવાથી તે જીવન જરૂર મધુરું બની જશે.”
પિતાની વૃત્તિઓ અને ટેવ ઉપર મેળવેલા વિજયના પરિસામે જે તાકાત અને આત્મસંતોષનો અનુભવ થાય છે તેનું કોઈ રીતે વર્ણન થઈ શકે તેમ નથી.
માણસજાતની મોટામાં મોટી ભ્રમણા એ માન્યતામાં રહેલી છે કે જેમ આપણી પાસે વધારે સંપત્તિ હોય તેમ આપણે વધારે સુખી થઈએ અને પરિગ્રહની વિપુલતા દ્વારા જ આપણે જીવન સંપૂર્ણપણે માણી શકીએ.
- આધુનિક પરિબળો આજના સુંવાળા જીવનના યુગમાં ઘણાને માટે આત્મનિગ્રહ લગભગ અર્થવિનાને બની ગયો છે. આધુનિક વિજ્ઞાને પૂરી પાડેલી, સગવડોને લીધે સુખપ્રિય બનેલા આપણે આપણા પૂર્વજોનો જેસ્પીરીટ હતો, જે ભાવનાશીલતા હતી તે આપણે ગુમાવી બેઠા છીએ. મનમાં ઈચ્છા થઈ તે વિના નિભાવી લેવાની તાકાત આપણે ઈ બેઠા છીએ. અને એથી પણ વધારે ખરાબ, આપણે એમ માની બેઠા છીએ કે આપણો જન્મસિદ્ધ હક્ક છે કે આપણે કોઈ પણ વસ્તુ વિના ચલાવી લેવાનું હોય જ નહિ.
આમ છતાં પુરાતન કાળથી આપણે જોતા અનુભવતા આવ્યા છીએ કે જીવનમાં મહત્તમ ટોયની અપેક્ષા ધરાવતા લોકોએ આથી તદ્દન જુદી જ વિચારસરણી આગળ ધરી છે. રોમને ભેગવિલાસ અને તે પાછળની ઘેલછા જોઈને અને આવા સ્વાર્થી સ્વેચ્છાચારમાં એ મહારાજયનું ભાવી પતન નિહાળીને કવિવર હોરેસે લખ્યું હતું કે “જ્યાં સુધી માણસ ભેગવિલાસમાંથી ઉપરતિ તરફ ગમન નહિ કરે ત્યાં સુધી તેની ઉપર દેવે કદી પણ નુષ્ટમાન નહિ થાય.”
જેઓ ભૌતિક ઈચ્છાઓના ગુલામ બનેલા છે, જેઓ સુખ અને મેજમજાની મૂછમાં પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમના હાથમાં પિતાના જીવનના અને તૃપ્તિની માત્ર રાખ અને ધૂળ સિવાય બીજું કશું આવવાનું નથી. આમ છતાં આજે લાખ માણસોને માત્ર એક જ વિચાર – એક જ વૃત્તિ-ઘેરી વળેલી છે: “હું કેવી રીતે મોજ માણું ?” માત્ર દબાણ નીચે આ લોકો કામ કરે છે; મેજ- મજા એ જ જીવનને મુખ્ય વ્યવસાય બની બેઠે છે.
નવી જુવાન પેઢી ખાસ કરીને “A good life” “મેજમજાથી ભરેલું જીવન”—આ પ્રકારની ઘેલછાની બેગ બનેલી છે; માત- - પિતાને અધિકાર એક ઉપહાસની બાબત બની બેઠી છે; શિસ્ત આજે વિસારે પડેલો શબ્દ છે; આત્મસંયમ અસ્તિત્વમાં જ નથી.
આ અત્યન્ત વ્યથાગ્રસ્ત દુનિયાની મુકિત મોજશેખમાં, મિનરંજનમાં અને શરીરને ક્ષીણ કરતી પામર સુખસગવડમાં નથી. તે આપણ સર્વના હૃદયમાં અને નિશ્ચયશકિતમાં રહેલી છે. '
પિતાના ભલા કે બૂરા માટે ધારે તેવું જીવન જીવવાની તાકાત ધરાવતા માનવીએ પંચભૂતને નાચ્યા છે, સાગર અને આકાશ ઉપર વિજય પ્રાપ્ત કર્યા છે, અને જંગલના જાનવરોને પાળેલા પશુ જેવા બનાવી દીધા છે, પણ જ્યાં સીધી તેણે પિતાની જાતનું નિયંત્રણ સાધ્યું નથી ત્યાં સુધી તે સાચી મુકિત અને સાચા સુખને કદિ પણ જાણવાને કે માણવાને નથી. અનુવાદક :
મૂળ અંગ્રેજી પરમાનંદ
શ્રી એ. જે. કેંનિન સાંપ્રત રાજકારણું” શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૩ મી ઓગસ્ટ શનિવારે સાંજના છ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટીટ, મુંબઈ૩) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ‘સાંપ્રત રાજકારણ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈબહેને અને સંઘના સભ્યને હાર્દિક નિમંત્રણ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
કુંડલિની યોગ
(ગતાંકથી ચાલુ) આ સિવાય આ યોગસાધનાથી સાધકની શારીરિક, માનસિક અને બૌદ્ધિક અવસ્થામાં પણ પરિવર્તન આવે છે. દિવ્યશકિતના કાર્યથી શુદ્ધ બનેલો પ્રાણ શરીરને શુદ્ધ કરી તેને નવો જ ઘાટ આપે છે; શરીરમાં નવા રસ ઉત્પન્ન થઈ દેહને એક પ્રકારનું તેજ તથા લાલિત્ય બક્ષે છે; રોગો દૂર થાય છે અને શરીરના અવયની કામગીરી વ્યવસ્થિત બને છે. ભારે દવાઓ કે વૈદકીય સારવાર જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં આધ્યાત્મિક શકિત જાદુ જેવું કાર્ય કરી શરીરની કામગીરીમાં સમતુલા અને પૂર્ણતા લાવે છે. કેટલીક વાર આથી, તદન ઊલટું પણ બને છે. મરડો, ખાંસી કે શરદી જેવાં છાનાં દર્દોના હુમલા આવવાથી શરીરમાં ગડમથલ અને ઉપદ્રવ મચી જાય છે. પરંતુ સાધનામાં આવતા અંધકારના આવા ગાળા થડે સમય રહી સદાને માટે અદશ્ય થઈ જાય છે અને શરીર તંદુરસ્ત, ચપળ અને કાર્યક્ષમ બને છે. નકામી ચરબી દૂર થતાં શરીરનું વજન ઘટી જાય છે. આવી સ્થિતિમાં ઉગ્ર ઔષધો લેવાનું હિતકર તે નથી જ, છતાં અનિત વાર્ય પરિસ્થિતિમાં ગુરુની સલાહ લઈ ચાલવું એ ઈષ્ટ છે. સાધક પિતાના આહારવિહાર તેમ જ ટેમાં નિયમિત રહી શરીરની કાર્યક્ષમતા બરાબર જાળવી રાખે એની અમારા ગુરુદેવ સ્વામી મુકતાનંદ પરમહંસ અમારી પાસે ખાસ અપેક્ષા રાખે છે. તેઓ માને છે કે નિયમિતતા તથા ચક્કસાઈથી પ્રાણના કાર્યને ગતિ મળી આધ્યાત્મિક પ્રગતિ સરળ બને છે.
માનસિક પરિવર્તનમાં રાધકની ચેતના હરેક પ્રકારનાં દ્રો પૂર્વગ્રહો, સંઘર્ષો, ક્ષુદ્ર ઈચ્છાઓ તથા મહત્ત્વાકાંક્ષાઓથી મુકત બની સ્વચ્છ, નિર્મળ, સ્પષ્ટ અને સર્વગ્રાહી બને છે. ભૂતકાળ સ્વપ્ન સમા બની સરી પડે છે. જૂના રૂઢ સંસ્કારો, જડ ખ્યાલ, અહંપ્રધાન માન્યતાએ, સંકુચિત વ્યવહારો બધું જ કડડભૂસ કરતું જમીનદોસ્ત થઈ એક નવું, નિરાળું, તેજોમય વ્યકિતત્વ અસ્તિત્વમાં આવે છે. જીવન પ્રત્યેને તે સાધકને દષ્ટિકોણ એટલો બધો બદલાઈ જાય છે કે તેની અસર તેના નાનામોટા વ્યવહારોમાં, આદતમાં, કાર્યોમાં, અન્ય માનવીઓ સાથેના સંબંધમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જીવનનું મહત્ત્વ સમજાઈ જતાં તેની બધી જ ગડમથલ અને ઉપાધિઓને અંત આવી જઈ રાંજોગે પણ જાણે તેને સાનુકૂળ બની રહે છે.
બૌદ્ધિક પ્રગતિમાં સાધકની બુદ્ધિ આંતર જગતનાં ગહન અને ગૂઢ રહસ્યને અમવા સમર્થ અને શુદ્ધ બને છે. આ જગતની રચના પાછળ કાર્ય કરી રહેલા અગમ્ય તનું સત્ય તેને સમજાવા લાગે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે તેને કોઈ જ બાહ્ય બળ પર આધાર રાખ પડતો નથી; કોઈની પણ પાસે જવાની જરૂર રહેતી નથી. તેને જે જોઈએ છે કે તેને માટે જે કંઈ જરૂરી છે તે બધું જ પિતાના શુદ્ધ અંતરમાંથી આપોઆપ મળી રહે છે. પિતાને સતત દોરતી અને સાથ આપતી દિવ્યશકિતના રક્ષણ હેઠળ સાધક તદ્દન નિશ્ચિત બની જઈ મુકિતને શુદ્ધ અને સ્થિર આનંદ અનુભવે છે. વાસનારહિત બનેલી તેની ચેતના ઉચ્ચ કક્ષાની સ્મૃતિ, જ્ઞાન, શાન્તિ અને સામર્થ્યને ધારણ કરે છે. નૂતન જગતના આવા શુદ્ધ વાતાવરણમાં રહ્યા પછી, સ્વાર્થ, બનાવટ, જૂઠાણું, અહંકાર અને અંધકારથી ભરેલી પેલી પુરાણી દુનિયાની હવાથી સાધક ગુંગળામણ અનુભવે છે. આધ્યાત્મિકતા અને તેની શકયતાએ તે સાધકને માટે દૂર સુદૂરની કલ્પનાસૃષ્ટિ ન રહેતાં આ ધરતી પરના જીવનમાં જ પ્રતિપળે અનુભવવાથી વાસ્તવિકતા બની જાય છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે દિવ્યશકિતની કાર્યપદ્ધતિ અને તેની તીવ્રતા જુદા જુદા સાધકેમાં જુદી જુદી રહે છે. કેટલીક વાર સાધકને, એ શકિત સાથે પોતાને સંબંધ તૂટી ગયો હોય કે પોતે નહીં અહીંને કે નહીં ત્યાંને એવી ત્રિશંકુ જેવી સ્થિતિમાં હોય તેમ ભાસે છે. આવા ગાળામાં આવે ત્યારે જરા પણ નિરાશ થયા સિવાય