________________
પ્રભુ જીવન
तेन त्यक्तेन भुञ्जीथाः ।
ત્યાગાભિમુખ ન બના ત્યાં સુધી સાચી મુકિત કે સાચું સુખ નથી.
(એપ્રિલ માસના રીડર્સ ડાઈજેસ્ટમાંથી “Unless You Deny yourself ”એ મથાળા નીચે શ્રી એ. જે. ાનીને લખેલા લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે. . તંત્રી)
૯૦
આત્મનિગ્રહનુ
મહત્વ
લંડનમાં મેં' ડોકટર તરીકેના વ્યવસાય શરૂ કર્યા તે દરમિયાન મારા દર્દીઓમાં એક નિવૃત્ત શિક્ષક હતા.
જેને ઈલાજ થઈ ન શકે એવી કોઈ બિમારીથી તે પીડાતો હતો. પેડીંગ્ટનમાં રહેતા મજૂર વર્ગના કોઈ એક કુટુંબમાં તે રહેતા હતા. આ ગરીબ વૃદ્ધ આદમીમાં એવું કાંઈક હતું જેથી હું તેના વિષે પ્રભાવિત બન્યા હતા – કદાચ તેની શાન્ત, જાણે કે તેને કશી. ફરિયાદ કરવાની ન હોય એવી પ્રસન્નતા, જે તેના બેવડ વળી ગયેલી નાના કદની આકૃતિમાંથી અને તેની ચમકતી ભૂરી આંખોમાંથી નીતરતી દેખાતી હતી, કદાચ આ જ કારણને લીધે જરૂર હાય તે કરતાં પણ વધારે વખત તેની ખબર કાઢવા હું જતો હતો.
ઉનાળા આવ્યા ત્યારે કોઈ સમાજકલ્યાણલક્ષી સંસ્થા પાસેથી તેના માટે મેં ૨૦ પાઉન્ડ મેળવ્યા—એ હેતુથી કે ગુંગળાવી રહેલા શહેરી જીવનથી તે થોડો વખત છૂટો થાય અને દરિયા કિનારે એકાદ મહિના રાહત અનુભવે. તેને દરિયા બહુ ગમતા હતા તેની મને ખબર હતી. દશ દિવસ બાદ તે ગંદી પેડીંગ્ટન સ્ટ્રીટમાં થાકેલા અને નખાઈ ગયેલા દેખાતા એવા તેને એકાએક મળવાનું બન્યું. તેને જોઈને આશ્ચર્ય અનુભવતાં મેં તેને પૂછ્યું કે “ તું હજુ સુધી દરિયાકિનારે કેમ ગયા નથી ? ” તેણે જવાબ આપ્યો કે “હું એમ હવા ખાવા જાઉં તેના બદલે મારી લેન્ડલેડીનાં બે બાળકો જાય તે વધારે સારું એમ સમજીને તમારા આપેલા ૨૦ પાઉંડ મે એ બાળકોને આપીને ફરવા મેાકલ્યા છે. ” આ સાંભળીને તેને મે ઠપકો આપ્યો ત્યારે તે મને શાન્તિથી સાંભળી રહ્યો અને આખરે તેણે મને એક વિચિત્ર જવાબ આપ્યો.
તેણે કહ્યું : “ ડાકટર સાહેબ, અમુક વસ્તુ વિના ચલાવી લેવું તે ઘણી વાર વધારે સારૂ લાગે છે. ”
પંદરમા સૈકામાં થઈ ગયેલા પેાતાના મઠમાં કામ કરતા થામા એ. કેમ્પીસે નીચે મુજબ લખીને આ બાબતનું હાર્દ તારવી આપ્યું હતું. “ જયાં સુધી તું ત્યાગ—અભિમુખ નહિ બને ત્યાં સુધી તું પૂરી મુકિત પ્રાપ્ત કરી નહિ શકે,
આ રીતે આપણી જાતને શિસ્તપરાયણ બનાવવાની તાકાત પ્રાપ્ત કરવી તે જ સર્વ સદ્ગુણાનું મૂળ છે, સર્વ સ્વાતંત્ર્યનું ઉદ્ભવસ્થાન છે. નૈતિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે માણસે પોતાની વૃત્તિઓને કાબૂમાં લાવવી જરૂરી છે; ધર્મશાસ્ત્રોના શબ્દોમાં કહીએ તે તેણે અન્યનું નહિ પણ પેાતાની જાતનું શાસન કરવાનું છે.
જો આપણે આટલું જ સમજીએ કે આત્મનિગ્રહ સિવાય ચારિત્ર્યનું ઘડતર થઈ ન જ શકે અથવા તે કોઈ પણ મૂલ્યવાન સિદ્ધિ હાંસલ થઈ ન જ શકે! મહાન સિદ્ધિઓ અને ઉજજવલ જીવન–કારકિર્દીએ નિર્માણ કરવા માટે કડક આત્મસંયમ સિવાય બીજો કોઈ સહેલા માર્ગ છેજ નહિ. જાણીતા પીઆને—નિષ્ણાત પેડ્સ્કીએ અસાધારણ પુરુષાર્થથી ભરેલા પોતાના જીવનના સાર રજૂ કરતાં જણાવેલું કે “Before I was a master, I was a Slave. હું ઉન્નત્તિના શિખરે પહોંચ્યા તે પહેલાં ગુલામગીરીમાંથી હું પસાર થયા હતા. ”
*
આત્મવિજય એ જ માનવી તરીકેના પુરુષાર્થના પુરાવા છે. શિસ્તબદ્ધ માનવીએ એ બળ – એ તાકાત પ્રાપ્ત કરી હોય છે કે જે અંદરની સ્વાયત્તતામાંથી પેદા થાય છે. તેણે બે પ્રકારની
તા. ૧૬-૮-૬૯
મુકિતમાંથી એક પ્રકારની મુકિતને પસંદગી આપવાની હાય છે; એક ભ્રામક મુકિત જેમાં પોતાને જેમ ફાવે તેમ માણસ વર્તે છે અને બીજી સાચી મુકિત જેમાં પોતે જે કરવું ઘટે, વર્તવું ઘટે તે મુજબ વર્તવાની છૂટ તે અનુભવતા હોય છે.
હલ
આ સાચી મુકિત પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું ઘટે? જાણીતા ફીઝીસીસ્ટ નિકોલા ટેસ્લા આત્મનિગ્રહની સમસ્યા કરવા માટે બચપણથી કેવી રીતે વર્તે લા તે તેણે નીચેના શબ્દોમાં રજૂ કર્યું છે:
“ જયારે પણ મને ખાસ ગમે તેવી વસ્તુ મળતી દા. ત. કોઈ સરસ કેક અથવા તા ચોકલેટ, ત્યારે હું તે કોઈને આપી દેતા, જો કે તેમ કરતાં 'મારૂં મન જરૂર ખૂબ કોચવાતું. જ્યારે મને ન ગમે એવું કોઈ કામ સામે દેખાતું ત્યારે, મનનું વલણ બીજી બાજુએ ગમે તેટલું ખેંચતું હોય તો પણ, હું તે કામ કરી છૂટતા.
"
વિલિયમ જેમ્સે એક વાર લખ્યું છે કે “એ આદમી કરી વધારે દુ:ખી–કમનસીબ-બીજો કોઈ નથી કે જેના અનિશ્ચિતતા એ લગભગ સ્વભાવ બની ગયા હોય છે, અને જેને સીંગાર સળગાવતી વખતે, ચાના દરેક કપ પીતી વખતે, કયારે સૂવું અને કયારે ઊઠવું–આમ દરેક નાનું નાનું કાર્ય કરતી વખતે—આ બધી બાબતો માટે તેને વિચાર, વિચાર, અને વિચાર જ કરતા રહેવું પડે છે.
કુટેવાની પકડ
આપણ દરેકમાં કોઈને કોઈ નબળાઈઓ હોય છે; કાં તા આપણે બીડી વધારે પડતી પીતા હોઈએ છીએ, અથવા તો દારૂ વધારે પડતો લઈએ છીએ, અથવા તો રેડીઓ સાંભળવા પાછળ કલાકના કલાક ગુમાવતા હોઈએ છીએ. એ વધારાની સિગરેટ પીધા વિના અથવા તે બીજી યા ત્રીજી દારૂની પ્યાલી લીધા સિવાય ચલાવી લેવાથી આપણે શરૂઆત કરીએ. જો સિનેમા પાછળ આપણામાં ગાંડપણ હાય તા, કાંઈક કરવા લાયક ઉપયોગી કામ ન કર્યું હોય ત્યાં સુધી ફરીવાર સિનેમા જોવાનું આપણે મુલતવી રાખીએ.
જો હંમેશાં આપણે વધારે પડતું ખાતા હોઈએ તે એ બાબતમાં થોડો સંયમ નિયમ રૂપે આપણે સ્વીકારીએ. આ રીતે જો આપણે વધારે પડતા ખાનપાન કે ભાગવિલાસ પાછળ આપણા શરીરને દુરુપયોગ કરતાં અટકયા હોઈશું તો આપણે જરૂર વધારે સારા શારીરિક સ્વાસ્થ્યના અનુભવ કરતા હોઈશું અને એ રીતે આપણા આત્મનિગ્રહનું પહેલું વળતર પ્રાપ્ત થયાને આનંદ અનુભવતા હોઈશું.
આ માર્ગે એક વાર ચાલતા થયા બાદ, આપણા નૈતિક વર્તનને આપણે વધારે સઘન અને વધારે વિસ્તૃત બનાવતા થવું જોઈએ. દાંખલા તરીકે આપણી ફરજને વધારે નિષ્ઠાપૂર્વક અદા કરવાનો, સામેના લોકો આપણને ગમે તેટલા પજવે તો પણ તેમને કશું પણ નુકસાન નહિ કરવાના કે જરા પણ ઈજા નહિ પહોંચાડવાના, ગમે તેટલી ઉશ્કેરણી હાય તા પણ આપણા સ્વાભાવને કાબૂમાં રાખવાના આપણે નિશ્ચય કરવા જોઈએ.
નાની મુશ્કેલીઓ ઓળંગતાં ઓળંગતાં, સરવાળે માટી મુશ્કેલીએ આપણે સહેલાઈથી પાર કરતાં થઈશું. એક દિવસ આપણને માલૂમ પડશે કે આપણે અપ્રત્યક્ષ રીતે ખૂબ બળ કેળવ્યું છે અને જે ટેવાના કારણે આપણે આપણી જાતને ધિક્કારતા હતા તે દેવાના પાશમાંથી આપણે મુકત થયા છીએ, એપીક્ટેટસે કહ્યું છે કે સારું
૬
૪.