________________
પ્રબુદ્ધ જીલન
બેન્કનાં રાષ્ટ્રીયકરણના સવાલ મહત્ત્વનો સવાલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને માટે ઉમેદવારની પસંદગી પણ મહત્ત્વની વસ્તુ છે. પણ તેથી પણ મહત્ત્વની વસ્તુ છે આ બધા ફેંસલા આપણે કયા સાધના દ્વારા, કઈ પ્રવૃત્તિથી, કઈ ભાવનાથી કરવા માગીએ છીએ. મને લાગે છે કે નિર્ભયતા, ન્યૂનતમ જીવન ધારણ જેટલા જ મહત્ત્વના સવાલ. કોન્ગ્રેસમેન માટે પેાતાના સાથીઓ કે વિરોધી સાથે કામ લેવાની રીત છે. પૂંજીવાદ શીખવે છે કે મજૂરને દબાવીને જ કામ લઈ શકાય. એ જેમ સાચા માર્ગ નથી તેમ સામ્યવાદી શીખવે છે કે પૂંજીનું સાધન જેની પાસે છે તે ચાર જ છે તે પણ સાચા વિચાર નથી, કાગ્રેસમેન જે જાતની રાષ્ટ્રકક્રાંતિ લાવવા માંગે છે તેના સાધન વિષે અસ્પષ્ટ રહે તે પણ સાચા વ્યવહાર નથી.
કેંગ્રેસમેન નમ્રતાથી છતાં મક્કમપણે ન્યૂનતમ જીવનધારણ નિશ્ચિત સમયમાં લાવવાને માટે પુરુષાર્થ કરે, તેને માટે કાર્યક્રમ નેતૃત્વ પણ ઘડે અને પેાતાના પૂરતા પોતે પણ ઘડે. પૂ. ગાંધીજીએ આખા રચનાત્મક કાર્યક્રમ દેશની સામે મૂકયો છે તે તેના માટે જ છે, તેના રાહ નહીં તો તરતોફાનો કે ભાંગફોડનાં હશે, ન તે લાચારીપૂર્વક કોઈએક નેતા કે જૂથની કદમબેસી કરવાના હશે. આઝાદ ભારતના આઝાદમાનવી તરીકે જો તે કાર્યક્રમ અપનાવશે નહીં તો તે કાર્યક્રમમાં શું જાન પેદા થવાની છે? તેનામાં ગૃહસ્થાઈનું સૌજન્ય, વિવેક અને મર્યાદા હશે. સાથેસાથ દરદ્રિનારાયણના અર્થે તેનામાં એક બંડખાર તમન્ના હશે. તેનું બંડખારપણું અરાજકતાને પોષક નહિ હોય, ન તે નકસેલાઈટની હિંસાનું. તેનું બંડખારપણું, વિનમ્ર બલિદાનનું પોષક હશે. તે સમાજના શાંતિમય ઉત્થાનને ખાતર સમાજનું દુબળુ` અંગ હિંસાને માર્ગે જાય તે પહેલાં તેનામાં શાંતિમય સાધનામાં વિશ્વાસ જાગૃત કરવા માટે શાન્તિમય કાર્યક્રમ ઉઠાવવા તૈયાર રહેશે; અને સમાજના શાંતિમય ઉત્થાનને ખાતર સમાજનું દુબળુ` અંગ ભૂંસાઈ જાય તેના કરતાં પોતાની જાતને ભૂંસી નાંખવા તૈયાર રહેશે અને જરૂર પડે હેમાઈ જવા પણ તૈયાર રહેશે. આવતાં દશ વર્ષ નક્કી કરશે કે કૉંગ્રેસમેનને એશીપંચાશી વર્ષમાં જે નેતૃત્વ પ્રાપ્ત થયું છે અને જેને માટે તેઓ ગૌરવ લઈ રહ્યા છે તે નેતૃત્વને લાયક છે કે નહિ?
ભારતમાં કહે કે એશિયામાં કહેા, લાકશાહીની દષ્ટિએ સમાજજીવન યોજવાના આ પ્રથમ પ્રરુષાર્થ છે તે છેલ્લા ન બને તે જોવાની પ્રત્યેક કોંગ્રેસમેનની જવાબદારી છે.
કૉંગ્રેસમેનનું કર્તવ્ય આ દષ્ટિએ સ્પષ્ટ છે. તે નિર્ભયતા કેળવે, મૂલ્ય વિષે સ્પષ્ટતા કેળવે, દઢતાથી તેનું અનુશીલન કરવાની ટેવ કેળવે, અને શુદ્ધ સાધન વિષે જાગૃત બની પોતાની જાતને અને કાગ્રેસને ફરીથી વ્યકિતત્વનિષ્ઠા અને જૂથબંધીથી પર અને વ્યકિતગત અને જૂથમહેચ્છાથી પર બનાવવા માટે ચેાક્કસ કાર્યક્રમ પાર પાડવા માટે પેાતાની સર્વશકિત લગાવે. ઉ. ન. ઢેબર
ચંદ્ર ઉતરાણ પછી શુ?
એક કલ્પનાચિત્ર
માનવીએ ચંદ્રને તો સર કરી લીધા છે. તેણે ચંદ્ર પર પાડેલાં થોડાં પગલાં તે સમસ્ત માનવજાત માટે એક અત્યન્ત ગૌરવપ્રદ ઘટના છે. પરંતુ માનવીસ્વભાવ પર નજર નાખતાં જણાય છે કે આટલાથી તેને સંતોષ થવાના નથી. તે આગળ ને આગળ ધપતા જ રહેવાના છે. તો હવે અપેાલા-૧૧ પછી શું તેને આપણે વિચાર કરીએ.
4
તા. ૧૬-૮
પર માનવી લાંબા પ્રવાસ ખેડી શકશે. તે છતાં આ બધા પ્રયત્નમાં અવકાશયાત્રી (Astronauts) ત્રણ કે ચાર દિવસથી વધારે વખત ચંદ્ર પર નહીં, રહે. વધારે વખત રહેવા માટે થોડા સમયની રાહ જોવી પડશે. પણ આપણે એમ માની શકીએ કે ૧૯૮૦ સુધીમાં ચંદ્ર પર માનવવસાહત થઈ ગઈ હશે. આવતા પચાસ વર્ષમાં તે કદાચ ચંદ્ર, પૃથ્વી વચ્ચે વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હશે. કદાચ આપણામાંના કોઈ એક કામધંધા માટે ચંદ્રનો પ્રવાસ ખેડીને પણ આવ્યો હશે ! .
અપેાલા—૧૧ પછી બીજા આઠ નવ અપેાલા મોકલવાની તૈયારી અમેરિકા કરી રહ્યું છે. દરેક વખતે જુદા જુદા સ્થળે ચંદ્ર ઉપર ઉતરાણ કરવામાં આવશે. ચંદ્રની સપાટી પર ચાલવાના સમય પણ વધારવામાં આવશે. હવે પછીનાં બે-ત્રણ અંતિમ ઍપેલા ઉતરાણે દરમિયાન તે એક નાનુંસરખું વાહન પણ માકલવામાં આવશે. તેના પર બેસી અવકાશયાત્રી (Astronaut) ચંદ્રની સપાટી
પણ માત્ર ચંદ્રથી માનવીની જ્ઞાનભુખ સંતોષાવાની નથી. પૃથ્વીના બે પડોશીઓ છે–શુક્ર અને મંગળ. શુક્ર કદમાં આપણી પૃથ્વી જેટલા જ છે અને મંગળ થોડો નાનો છે. અત્યાર સુધી અમેરિકા અને રશિયા બંન્નેએ કેટલાક માનવરહિત અવકાશયાના શુક્ર અને મંગળ પર મેાકલ્યાં છે. રશિયાએ તે શુક્ર પર તેના એક યાનને પેરેશૂટ દ્રારા ઉતાર્યું પણ છે. આવતાં વર્ષોમાં અમેરિકા આ બન્ને ગ્રહો ઉપર આ પ્રકારના માનવરહિત અવકાશયાના ઉતારવાનું છે. તેનાથી આ ગ્રહો વિષે ઘણી માહિતી મળશે અને પછી તે ઉપર થનારા માનવ ઉતરાણ માટે તે રસ્તા કરી આપશે.
આ સાહસેામાં એક વાત વિચારવા જેવી છે. ચંદ્રપર પહોંચાં બે, ત્રણ દિવસ લાગે છે. મંગળ કે શુક્ર પર પહોંચતાં ચાર કે પાંચ મહિના લાગશે. આ રીતે બીજા ગ્રહો માટે સમય ઉત્તરોત્તર વધતા જશે. સૂર્યમાળાના છેલ્લા ગ્રહ પ્લુટો પર પહોંચતાં કેટલાંક વર્ષો નીકળી જશે.
આપણા બ્રહ્માંડમાં સૂર્યમાળા તો રેતીના એક કણ જેવડી ગણી શકાય. પૃથ્વીથી નજીકમાં નજીકના તારા L-centauri જા પ્રકાશ વર્ષ દૂર છે. પ્રકાશ વર્ષ એટલે દરેક સેકંડે ૧,૮૬,૦૦૦ માઈલ પ્રવાસ કરતા પ્રકાશને એક વર્ષ લાગે તેટલું અંતર. આપણા અત્યારના રોકેટથી આ અંતર કાંપવાનું માનવીની એક જિંદગીમાં શકય નથી. પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. અત્યારે હજી પ્રાથમિક કક્ષામાં રહેલા Photon Rockets માં આ પ્રવાસ કરવાની શકિત છે. તે રાકેટથી ધીરેધીરે ગતિ વધારતાં આપણે લગભગ પ્રકાશની ગતિ સુધી પહોંચી શકીએ. વળી તે પ્રકારના રાકેટમાં બળતણનું પણ વજન અત્યારના પ્રવાહી બળતણ કરતા ઘણું ઓછું હોય છે. આ પ્રકારના રોકેટથી કદાચ આપણે નજીકના તારાઓના પ્રવાસ ખેડી શકીએ.
આ પ્રકારના પ્રવાસની એક બહુ જ આશ્ચર્યજનક અસર થાય છે. આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે જેમ આપણી ગતી વધતી જાય તેમ સમય પાછા પડતા જાય. એનો અર્થ એમ કે આ પ્રકારના લગભગ પ્રકાશની ગતિએ જતા રાકેટમાં આપણૅ દસ વર્ષ પ્રવાસ કરીએ તો પૃથ્વી પર એ અરસામાં બે હજાર વર્ષ વીતી ગયા હોય!
બીજી એક આવી જ રસપ્રદ વાત Suspende Animation (સુષુપ્તાવસ્થા) ને લગતી છે. રીંછ, દેડકાં, ખીસકોલી વગેરે પ્રાણીઓ આ જાતની અવસ્થામાં મહિનાઓ સુધી ખાધાપીધા વગર પડી રહે છે. આ અવસ્થા જે માનવી પર લાવી શકાય તો આવી લાંબી સફરમાં ઘણા ફાયદા થાય. ખાસ કરીને તેથી ખાધાખોરાકીની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય. વળી આવી લાંબી સફરમાં આવતા કંટાળા પણ નાબૂદ કરી શકાય.
આ બધું અત્યારે કદાચ પરિકથા જેવું લાગે. પણ ચંદ્ર પર ઉતરાણ પણ પચાસ વર્ષ પહેલાં પરિકથા · જેવું જ લાગતું હતું ને ? અશોક બાઘાણી,
સંઘ સમાયાર
તા. ૨૬ મી જુલાઈના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ સૌ, કંચનબહેન એલીવર દેસાઈની મંત્રીએ ૮ સંઘની કાર્યવાહક સમિતિમાં નિમણૂક કરી છે.