________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧e
છે. જે નામ બેલાય છે તેમાં બહુ ખેંચતાણ થવાનો સંભવ નથી.
પાયાને સવાલ એ છે કે, કોંગ્રેસ રહેશે કે, તૂટશે? For their own survival, both groups will avoid a show-down, so far as possible ,floruil 24259122 Chieil એકેય પક્ષ નીકળશે નહિ, કોણ કોને હાંકી કાઢે છે તે જ સવાલ છે. કેંગ્રેસ સંસ્થાને કબજો જેની પાસે રહે તે જથની હજી એકંદરે સરસાઈ રહે. દેશવ્યાપી Organisation છે. સ્પર્ધા કરે એ બીજો કોઈ સબળ પક્ષ નથી. હજી જુની પ્રતિષ્ઠા છે. ઈન્દિરા ગાંધી હવે Organisation માં પિતાની સરસાઈ મેળવવા પ્રયત્ન કરશે. પણ હવે પછીના બનાવે શું પરિણામ લાવશે તે કહેવું મુશ્કેલ છે. ૧૯૭૨ માં થવાનું છે તે અત્યારે થાય. ઈન્દિરા ગાંધી કેટલા વેગથી આગળ જવા માગે છે અને પોતાનું કેટલું બળ માને છે તે ઉપર આધાર છે. બેન્કોના રાષ્ટ્રીયકરણ પછી શું? હવે ત્યાં અટકાય નહિ.
પણ આ બધામાં દેશનું શું? આપણું શું? બેંકોના રાષ્ટ્રીયકરાગથી કોઈ ચમત્કાર થવાનું નથી. કાન્સ, ઈટલી, બેરમાં અને બીજા દેશમાં બે કોનું રાષ્ટ્રયકરણ થયું છે. તેથી કોઈ ક્રાન્તિ થઈ નથી.
અત્યારે કેંગ્રેસ તૂટે તે રાજસત્તા કોના હાથમાં આવશે? કેંગ્રેસના આગેવાને, પોતાના માન - અપમાન કે સત્તાસ્થાનને વિચાર બાજુએ મૂકી દેશના હિતને સર્વોપરિ ગણી, સ્થિરતા ટકાવશે ? દેશમાં હિંસાના બળે જોર કરી રહ્યાં છે. પ્રજાની ધીરજ ખૂટી . ગરીબાઈ, અસમાનતા, ભૂખમરો બેકારી, મેઘવારી – આ ભીષણ પરિસ્થિતિ માટે તાત્કાલિક અને પ્રજાહૃદયને સ્પર્શે એવી રીતે, અસરકારક પગલાં નહિ લેવાય તે, કોઈ ટકવાના નથી અને અરાજકતા. બધાને ભરખી જશે. સ્થાપિત હિતોને નિડરતાથી પડકારવામાં નહિ આવે તે જની પ્રતિષ્ઠા ઉપર કોઈ નભી શકે તેમ નથી. સ્થાપિત હિતેને પંપાળવામાં આવશે અથવા તેને બચાવ કરવામાં આવશે અથવા સુફીયાણી દલીલથી તેને નિભાવવામાં આવશે તે પ્રજા સહન કરવાની નથી. ભૂગર્ભમાં જે બળે કામ કરી રહ્યાં છે તે સમજીયે તે આપણે ખરી રીતે જવાળામુખી ઉપર બેઠા છીએ. પછી લોકશાહી અને Rule of Law બધી વાતે રહેવાની છે. ઈન્દિરા ગાંધી દેશને સામ્યવાદ તરફ ઘસડી જાય છે કે મેસ્કોની અસર નીચે છે એ બધી વાતોથી વાસ્તવિકતા ઢંકાતી નથી. જમણેરી બળા કે પક્ષે, સ્થાપિત હિતોને રક્ષણ આપે છે. એવા પ કે વ્યકિતઓ કવાના નથી. પાટિલ અને નિજલિગપ્પા જેવાના દિવસે પૂરા થયા છે. ચિંતામણ દેશમુખ જેવી પીઢ વ્યકિતએ કહ્યું છે:
"The events of the past couple of years have led me to conclude that a valid political choice can only be between the Extreme left and Left which is almost as extreme. I cannot see more than a transient success for a government which is now predominantly Right of Centre. I think the days of such a Government are numbered.'
છેલ્લાં બે વર્ષના બનાવથી હું એ નિર્ણય પર આવ્યો છું કે સ્થિર રાજતંત્ર માટે આપણી પસંદગી ઉદ્દામ ડાબેરી અથવા તેના જેવા જ લગભગ ડાબેરી તંત્ર વચ્ચે છે. મોટે ભાગે જમણેરી હોય તેવા રાજતંત્ર માટે ક્ષણિક સફળતા સિવાય વિશેષ ભવિષ્ય હું જોતું નથી. આવા (જમણેરી) રાજતંત્રના દિવસે ભરાઈ ચૂકયા છે.”
કોઈને ગમે કે ન ગમે, આમ જનતા માટે ભાગે ડાબેરી બળને જ ટેકો આપે છે, કારણ કે તેમાં જ તેમને પોતાનું ભવિષ્ય દેખાય છે. ઈન્દિરા ગાંધી આ સમજે છે. કાળબળ સામે કોઈ ટકી ન શકે. સવાલ એટલો જ છે કે સ્વેચ્છાએ કરશું કે બળજબરીથી કરવું પડશે. જુનો સવાલ છે. Will man voluntarily choose equality.? ૨૭-૭-૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ
સસ્તી પિષક વાનગીઓ (આ પુસ્તક જાણીતા કેળવણીકાર વવૃદ્ધ શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ તૈયાર કર્યું છે અને જ્યોતિસંધ, તિલક માર્ગ, અમદાવાદ - ૧. તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. તેની કિંમત રૂ. ૩ છે. તેનું ડે. એમ. એમ. ભમગરા તરફથી નીચે મુજબ અવલોકન કરવામાં આવ્યું છે.) આ વાનગીઓ સાથે આહારશાસ્ત્રનો સમન્વય કરનું આ એક અજોડ પુસ્તક છે. લેખકે નિ:શુલ્ક સેવા આપી છે અને પ્રકાશક સંસ્થાએ નફો કરવાની દાનત નથી રાખી. તેથી ૩૭૫ પાનાનું આ પુસ્તક કૃત ત્રણ રૂપિયામાં મળી શકે છે, જે માટે ઉભયને ધન્યવાદ.
લેખક મૂળે શિક્ષણ વ્યવસાયમાં નિવૃત્ત થયા પછી આહાર વિશે સંશોધનને શોખ જાગ્યાથી છેલ્લા એક દશકા ઉપરાંતથી મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં આહારશાસ્ત્રીઓ, નિસર્ગોપચારકો અને વૈદ્યોને સંપર્ક સાધી માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ શોધતા નથી, બલકે વહેવારુ અનુભવ મેળવવા રાંધણકળાના વર્ગોમાં પણ જોડાય છે. ૮૦ વર્ષની ઉંમરે આવી જ્ઞાનપિપાસા જવલ્લે જ જોવા મળે.
લેખક નિસર્ગોપચાર વિચારોથી વધુ રંગાયા છે એવી છાપ વાંચકને પડે છે. જો કે એ સાથે આયુર્વેદના ખ્યાલો પણ સંકળાયેલા છે. લેખક સાચું જ કહે છે કે, “માંદગીમાં મોટે ભાગે તે અયોગ્ય અથવા વધુ પડતે ખેરાક જ કારણભૂત હોય છે, જો કે કેટલીક વખત તેની સાથે યોગ્ય શ્રમ, વિશ્રાંતિ અને માનસિક શાંતિની ખામી પણ ઘણે અંશે દોષિત હોય છે.” તેમણે ઉપવાસની ભલામણ અમુક રોગોમાં કરી છે તે યોગ્ય છે, વળી ઉગ્ર રોગને દવાઓથી દબાવી દેવાને કારણે ક્રોનિક રોગો ઉભા થાય છે એ એમનું કથન પણ સાચું જ છે. આહાર અને આરોગ્ય વિષેની સાદી અને વૈજ્ઞાનિક માહિતીથી આ પુસ્તક ભરપુર છે. ' 1 વાનગીઓમાંની ઘણી યા શ્રી દવેએ પોતાના મિત્રો પાસેથી એકઠી કરી છે અને જે તે વાનગીઓને છેડે તેમણે તે મિત્રોનાં નામ આપ્યાં છે. ઘણી વાનગીઓ વિચિત્ર લાગે: દા. ત. (૧) ફણગાવેલા ઘઉંની સૂર્યના તાપે સૂકવેલી રોટલી, (૨) મસુર અને શક્કરીઆની દાળ, (૩) વધેલી રોટલીને ચેવડો વગેરે; પણ અવનવી વાનગીઓ આ પુસ્તકનું અને અંગ છે. અલબત્ત, જાણીતી અને માનીતી વાનગીઓ પણ આ પુસ્તકમાં આપી છે, જેવી કે રસગુલ્લા, માલપૂડા, કોપરાપાક, આઈસક્રીમ વગેરે, પરંતુ ખાંડને વજર્ય ગણી હોવાથી મોટે ભાગે ગેળને ઉપયોગ સૂચવવામાં આવ્યો છે. ખાંડથી આરોગ્યને–ખાસ કરીને દાંત, હાડકાં અને જ્ઞાનતંતુને-નુકસાન થાય છે એ હકીકત આપણે જાણવા છતાં ગણકારતા નથી, અને અનેક રોગના આપણે ભેગ બનીએ છીએ.
ફણગાવેલાં કઠોળની વાનગીઓ તેમજ આથાવાળી વાનગીઓ બાબત પણ અહીં સારી માહિતી અપાઈ છે, જે આહારશાસ્ત્રના કોઈ બીજાં પુસ્તકમાં જોવા ન મળે. ‘શ્ચરામાંથી કંચન’ પ્રકરણ પણ વાંચવા જેવું છે..
આપણે શ્રી દવેને આ ઉપયોગી પુસ્તક માટે અભિનંદન આપીએ અને પુસ્તકની અનેક આવૃત્તિઓ ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં થાય એવી શુભેચ્છા પાઠવીએ. મુંબઈ, તા. ૧૮-૭-૬૯
મ. ભમરા.
વિષય સૂચિ કુંડલીની યોગ
પ્રભાવતીબહેન ત્રિવેદી ૭૧ ગાંધીભકત નેહરુ
ઉછરંગરાય ઢેબર વિશ્વબંધુત્વનો નવતર સુધભાઈ એમ. શાહ પ્રયોગ : “એવીલ” માનવ ઈતિહાસનું અપૂર્વ પ્રકરણ - આલેખતા અમેરિકી અવકાશવીરો મનુભાઈ મહેતા બેંગલર પછી '
ચીમનલાલ ચકુભાઈ શાહ ૭૭ સસ્તી પિષક વાનગીએ . મ. ભમગરા
૭૮ વિજ્ઞાનવિરોધી ધાર્મિક માન્યતાઓને પડકાર
સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ ૭૯ ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ પર દષ્ટિપાત
વ્યાપારમાંથી પ્રસન્ન દાંપત્ય
મંત્રી, જૈન સેશ્યલ ૨.૫ ૮૧ હાઈકુ-સપ્તક.
હરીશ વ્યાસ ‘પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પત્રો