________________
તા. ૧-૮-૬૯
પ્રબુદ્ધ જીભન
એગલાર પછી–
કોંગ્રેસ મહાસમિતિના બે ગલાર અધિવેશનમાં જે કટોકી સર્જાઈ તે ત્યાર પછીના સપ્તાહમાં ઘેરી બની અને હજી વિશેષ ઘેરી બનશે તેવાં ચિહ્નો છે. કોંગ્રેસના ભાવિ સાથે કેટલેક દરજજે દેશનું ભાવિ સંકળાયેલું છે તેથી કૉંગ્રેસને આ આંતરવિગ્રહ દેશને માટે ભારે ચિન્તાનું કારણ છે. કૉંગ્રેસના આગેવાનામાં Naked Struggle for Power ઉઘાડી રીતે ચાલી રહ્યો છે. તેને કારણે કોંગ્રેસનું જે જૂથ સત્તા પર રહે અને જે પગલાં લે, તેની ઊંડી અસર સમરત દેશ અને પ્રત્યેક નાગરિકના જીવન ઉપર પડવાની. પરિણામે સત્તા મેળવવા અથવા જાળવી રાખવા મથતી વ્યકિતઓના જીવન પૂરતા જ આ પ્રશ્ન નથી. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન રહે કે બીજી કોઈ વ્યકિત, તે આપણા સૌને માટે વિચારણીય છે.
રાજકીય પુરુષો, જે વર્તન કરે છે તે પ્રજાહીત માટે કરે છે તેમ પોતે માને છે અને બીજાને તેમ મનાવવા પ્રયત્ન કરે છે. આ સાવ ખોટું નથી. પણ તે સાથે પોતાના સ્વાર્થ અને સાની આકાંક્ષા તેમના વર્તનનાં પ્રેરક બળ હોય છે તે પણ હકીકત છે. Public Cood and Private Interest એટલાં બધાં ગુંથાએલાં હોય છે કે, તેને જુદા પાડવાં અશક્ય છે. પરસ્પર આક્ષેપો થાય તેમાં સ્વાર્થનાં મૂળ શોધાય અને એથી પણ આક્ષેપ ઊંડા ઉતરે.
કૉંગ્રેસના વર્તમાન અગ્રણી નેતાઓ, લાંબા જાહેર જીવન અને દેશસેવાના દાવા કરી શકે છે. જવાહરલાલ નહેરૂ હતા ત્યાં સુધી તેમના સ્થાન માટે કોઈ પ્રતિસ્પર્ધી ન હતા. તેમના અવસાન પછી ઉચ્ચ સ્થાન માટે સત્તાના સંઘર્ષ કોંગ્રેસમાં શરૂ થયો, ત્રણ વખત વડા પ્રધાનની પસંદગી કરવાના પ્રસંગ આવ્યો. ત્રણે વખત મેારાજીભાઈએ તે સ્થાન માટે સકારણ પ્રયત્નો કર્યા અને ત્રણે વખત સફળ ન થયા. પહેલા બે પ્રસંગોમાં કામરાજે મુખ્ય ભાગ ભજવ્યો અને ત્રીજા પ્રસંગે – સને ૧૯૬૭ની ચૂંટણી પછી – ઈન્દિરા ગાંધીનું સ્થાન વધારે મજબૂત થયું હતું, એટલે બીજા સાથીઓના આગ્રહથી અને શિસ્ત ખાતર તેમણૅ નાયબ વડાપ્રધાનપદ સ્વીકાર્યું. પણ આગેવાનામાં અંતર વધતું રહ્યું. કેટલીક જૂથબંધી થઈ — Syndicate and Indicate –પણ ખરી રીતે દરેક પેાતાના માર્ગે પોતાની રમત રમી રહ્યા હતા. ખાસ કરી વયેવૃદ્ધ, પીઢ આગેવાન એમ માનતા હતા કે ઈન્દિરા ગાંધી તેમની આજ્ઞામાં રહેશે અથવા છેવટ અનુકૂળ રહેશે. પણ ઈન્દિરા ગાંધીએ નવું જ પોત પ્રકાશ્યું, જેણે આ આગેવાનોને આશ્ચર્ય પમાડયું અને અપમાનજનક લાગ્યું. ૧૯૬૭ની ચૂંટણી પછી કેંગ્રેસ આગેવાનાનું તેજ ઘટયું તેમ ઈન્દિરા ગાંધીની હિંમત વધી. વયોવૃદ્ધ આગેવાના અનુભવી અને પીઢ ખરા પણ યુવાન પેઢી સાથે અને આમ જનતા સાથે તેમનો સંપર્ક ઘણા આછા રહ્યો. સ્વેચ્છાએ નિવૃત્ત થવું અથવા પેાતાના સ્થાનનું સાચું ભાન હોવું તે હજી આપણાં જાહેર જીવનનું અંગ નથી.
પાર્લામેન્ટ કૉંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ સંસ્થા બે વચ્ચે સુમેળ રહેવા જોઈએ અને દરેકે પોતાની કાર્યમર્યાદા જાણવી જોઈએ. પાર્લામેન્ટ કૉંગ્રેસ પક્ષના નેતા ઈન્દિરા ગાંધી, પણ કોંગ્રેસ સંસ્થામાં તેમનું પીઠબળ ઓછું એટલે સંઘર્ષ વધતો રહ્યો. તેના ભડકો બેંગલેારમાં થયો અને અણધારી રીતે થયો. પછી તે બનાવાની શૃંખલાએ આ નાટકના સૂત્રધારોને પોતાના કેદી બનાવ્યા અને
ધડાકા થતા રહ્યા.
છંછેડાયેલા ઈન્દિરા ગાંધીએ એક નવું સ્વરૂપ બતાવ્યું. બેંગલેાર પછીના ૧૫ દિવસના બનાવાના કડીબદ્ધ ઈતિહાસ અત્યારે મળે તેમ નથી. આ શેતરંજમાં કોણે કયા દાવ ખેલ્યા તે અત્યારે અંધારામાં રહેશે. વર્તમાનપત્રો અને કહેવાતા જાણકારો અસંખ્ય વાતો
ete
અને અફવાઓ રજુ કરે છે. બનાવા એટલા વેગથી બન્યા છે કે બધા સ્તબ્ધ થઈ ગયા છે. અત્યારે એમ લાગે કે ઈન્દિરા ગાંધીના વિજ્ય થયો છે, પણ આ માત્ર યુદ્ધવિરામ છે. આ બધાનો અત્યારે તો ભાગ બન્યા મોરારજીભાઈ. તેનું કારણ છે, ઈન્દિરા ગાંધીની પ્રતિસ્પર્ધા કરે એવી મુખ્ય વ્યકિતને જ પહેલું નિશાન બનાવવી જોઈએ. મેારારજીભાઈ પાસેથી નાણાંખાતું જે રીતે લઈ લીધું તેમાં ભારોભાર અવિવેક છે તે વિષે કોઈ શંકા નથી. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે મારારજીભાઈને પૂછવાનો કોઈ અર્થ ન હતો; કારણ કે તેઓ કદિ રાષ્ટ્રીયકરણની વાત સ્વીકારત નહિ. મેરારજીભાઈએ કહ્યું કે મને પૂછ્યું હાત તે સ્વેચ્છાએ સ્વીકારત. પત્રવ્યવહારમાં તેમ જ જાહેર નિવેદનમાં ઈન્દિરા ગાંધીએ વિવેક જાળવ્યો છે. પણ મારારજીભાઈના કહેવા મુજબ ઈન્દિરા ગાંધીએ શ્રી ચન્દ્રભાણ ગુપ્તાને કહ્યું કે, મેરારજીભાઈ ઈન્દિરા ગાંધીને હઠાવવાનું કાવત્રું કરી રહ્યાં છે. ઈન્દિરા ગાંધીએ આ હકીકતના ઈન્કાર કર્યો છે.
એક વાત સ્પષ્ટ છે. બે’ગલેારમાં બન્ને પક્ષે ଝି રમત થઈ, તેનું આવું જ કાંઈક પરિણામ આવે. ઈન્દિરા ગાંધીની આર્થિક નીતિને લગતી નોંધ પહેલે દિવસે વર્કીંગ કમિટીમાં ખળભળાટ મચાવ્યો. બીજે દિવસે અચાનક પલ્ટો આવ્યો અને બધાએ તે સ્વીકારી એટલું જ નહિ પણ મેરારજીભાઈએ પોતે જ તે પ્રસ્તાવ રજુ કર્યો. તે પ્રસ્તાવ ઉપરના તેમનાં બે ભાષણા એમ બતાવે છે કે આ બાબતમાં તાત્કાલિક કાંઈ કરવાપણું નથી અને કાંઈ નવું નથી. ચવ્હાણે બીજું જ કહ્યું. દરેકને Reservations હતાં – ઈરાદાપૂર્વકના કદાચ નહિ, દરેકની સમજણ જુદી હતી. રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીમાં ઈન્દિરા ગાંધીને સખ્ત હાર મળી. બાજી ચવ્હાણના હાથમાં હતી, ચવ્હાણ બન્ને બાજુ પગ રાખે છે. ઈન્દિરા ગાંધી ઘા ખાઈ ગયા. બેંકનું તાત્કાલિક રાષ્ટ્રીયકરણ કરવાનું તેમનાં મનમાં પણ ન હતું, પણ સીન્ડીકેટ ફસાઈ ગઈ. આ નીતિ સર્વાનુમતે સ્વીકારાઈ હતી. ઈન્દિરા ગાંધીએ તેમને બરાબર પકડયા. સાપે છછુંદર ગળ્યા જેવું થયું. ઈન્દિરા ગાંધીએ ઘણી કુનેહપૂર્વક સાગઠાં ચલાવ્યાં. મોરારજીભાઈનું અપમાન કર્યું. તેના બદલામાં તેમના ‘સાથીઓ’ આકરૂં પગલું ભરશે એમ માનવામાં આવતું હતું. ચવ્હાણ રાજીનામું આપશે એમ કહેવાયું. ચવ્હાણે ફેરવી તોળ્યું. વર્કીંગ કમિટીએ નમનું મૂકયું. મારારજીભાઈ એકલા પડી ગયા.
બેંકાના રાષ્ટ્રીયકરણને દેખીતી રીતે દેશમાં ભારે આવકાર મળ્યો છે તે જોતાં, વયોવૃદ્ધ નેતાઓએ– Old guards –જુદી વ્યૂહરચના કરવી પડશે. કોંગ્રેસ પાર્લામેન્ટ પક્ષમાં ઈન્દિરા ગાંધી સામે અશ્વિાસની દરખાસ્ત હાલ શકય નથી.
રાષ્ટ્રપતિપદની બાબતમાં ઈન્દિરા ગાંધીએ નમતું મૂક્યું. સંજીવ રેડ્ડીને સ્વીકાર્યા અને તેમનું ઉમેદવારી પત્રક પણ પોતે ભર્યું. અહીં પણ કુનેહથી કામ લીધું. સંજીવ રેડ્ડી હારી જાય તે કોંગ્રેસને મોટો ફટકો પડે. કદાચ આ તબકકે ઈન્દિરા ગાંધીને આ પોષાય નહિ. સ્વતંત્ર પક્ષ, જનસંધ અને ભારતીય ક્રાંતિદળ – ત્રણ પક્ષાએ ચિંતામણ દેશમુખને ઊભા કર્યા છે. આથી સંજીવ રેડ્ડીને થોડો ધકકો પહોંચવા સંભવ છે. પણ આ પક્ષે શું ખરેખર દેશમુખને ટેકો આપવાના છે? રાજાજીએ સંજીવ રેડ્ડીને ટેકો આપવાનું કહ્યું છે. કોંગ્રેસના કટ્ટર વિરોધીએ આમ કેમ કર્યું? ઈન્દિરા ગાંધીને કફોડી સ્થતિમાં મૂકવા ? સંજીવ રેડ્ડીને ટેકો આપવામાં કોંગ્રેસ સભ્યો એકમત રહેશે? ખાનગી મતદાન છે, કાંઈક રમત રમાશે.
હવે વળી ઉપ-રાષ્ટ્રપતિ અને સ્પીકરની પણ પસંદગી કરવાની