________________
તા. ૧૬-૧-૬
પ્રમુખ જીવન
ચંદ્ર-પૃથ્વીનું વાસ્તવિક સ્વરૂપ અને જૈન ધર્મની પરંપરાગત માન્યતા
(તાજેતરના ચંદ્ર પરિભ્રમણના સંદર્ભમાં ચંદ્ર અને પૃથ્વીનું વાસ્તવિક સ્વરૂપ પાકેપાયે નક્કી થતાં તેને લાગતી જૈન ધર્મની પરંપરાગત માન્યતા અચૂકપણે ખોટી પડે છે. આ વૈજ્ઞાનિક તથ્ય હવે સ્વીકારી લેવાના અને જૂની માન્યતા સાચી હાવાનું પુરવાર કરવાનો આગ્રહ છોડી દેવાનો અનુરોધ કરતા શ્રી રતિલાલ મફાભાઈ શાહે તા. ૪-૧-૬૮ ના જૈનમાં પ્રગટ થયેલા તેમના લેખમાં જે સ્પષ્ટ અને નીડર રજૂઆત કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તે લેખમાંને જરૂરી ભાગ નીચે ઉદધૃત કરવામાં આવે છે. પરમાનંદ) જૈન ધર્મનું હા શરૂઆતમાં જૈનધર્મ સત્યલક્ષી છે, પર પરાલક્ષી નથી એવા અભિપ્રાય ઉપર ભાર મૂકીને જૈનધર્મનું હાર્દ સમજાવતાં તે જણાવે છે કે:
“જૈન ધર્મ એ કોઈ ચાલી આવતી રૂઢિજડતાઓ, જડ પરંપરાએ, બહપૂર્વગ્રહો કે ધાર્મિક અંધશ્રાદ્ધા પર રચાયેલા ધર્મ નથી, પણ ભગવાન મહાવીરે બાર બાર વર્ષ સુધી કુદરતમાં વિહરી, એનું ઊંડું અવલાકન કરી, એનાં રહસ્યો ઉકેલી પ્રત્યક્ષ અનુભવ મેળવી અને વિશ્વમાં બનતી ઘટનાઓ તથા જીવમાત્રને પ્રાપ્ત થતાં સુખ-દુ:ખો પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધી એક વૈજ્ઞાનિક ધર્મ આપ્યો હતો. અને એ માટે આપ્તપુરુષોનાં વચનોને તેમ જ ચાલી આવતી પરંપરાઓને પણ પોતાના અનુભવની કોટીએ કસી જોયા બાદ જ એ માન્ય રાખી હતી અને એમાં પણ અસત્ય લાગતાં તત્ત્વોને જડમૂળથી ઉખેડી ફેકી દેવાના તેમ જ ઉપયોગિતાની દષ્ટિએ એ કલ્યાણકારી તત્ત્વ બને એ રીતે એમાં ધરમૂળથી ફેરફાર કરવાના ભગીરથ પ્રયત્ન કર્યો હતા. મતલબમાં કે એમણે શીખવેલા ધર્મ એ એક વૈજ્ઞાનિક ધર્મ હતો, અને તેથી જ્યાં પસ્પર વિરોધ ઊભા થાય ત્યાં એમણે કોઈ પણ માન્ય પરંપરા-ધર્મશાસ્ત્રો કે પૂજ્ય વ્યકિતઓને નહીં પણ કેવળ સત્યને જ અનુસરવા પર ભાર મૂકયો હતો. અને એ માટે એમણે ‘રાચ્ચસ આણાએ ઉડ્ડિએ મેહાવી માર તરઈ” ~ સત્યની આજ્ઞાએ ચાલનારો બુદ્ધિમાન પુરુષ આ સંસારને તરી જાય છે – એવી સ્પષ્ટ વાત ઉચ્ચારી હતી, અને તેમાં પણ એટલે સુધી લખ્યું છે કે ‘સચ્ચ તુ ભયવ' છેવટ્ટે તે સત્ય એ જ પરમાત્મા છે.” અદ્યતન વૈજ્ઞાનિક સશૈાધનના
૧૯૫
સંદર્ભોમાં આપણું કર્તવ્ય
આ લેખમાં આગળ વધતાં આજના વિશ્વ અંગે મુનિ અભયસાગરજી જેવા કદાગ્રહી જૈન મુનિ જૈન ધર્મની જે પરપરાગત માન્યતાને આગળ ધરી રહેલ છે તે શું છે અને તે માન્યતાના અઘતન વૈજ્ઞાનિક ખગે!ળવિષયક સંશેધન સાથે જરા પણ મેળ બેસતા નહિ હોવાથી તેને લગતા આગ્રહ કેવા હાસ્યાપદ બની રહ્યો છે અને તેથી તે અંગે જવાબદાર વર્ગનું શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે એ તરફ જૈન પંડિત, મુનિએ અને આચાર્યોનું ધ્યાન ખેંચત તેઓ જણાવે છે કે:
“લગભગ સમતલ ભૂમિ પર પથરાયેલા અઢીીપ ૪૫ લાખ યોજન લાંબા ને તેટલા જ પહેાળા હાઈ અને મુનિશ્રી અભય સાગરજીના મતે ૧ યેજન = ૪૫૦૦ માઈલ હોય (૪૫૦૦૦૦૦ × ૪૫૦૦) તો વીસ અબજ પચીસ કરોડ માઈલ એને વ્યાસ થાય, જ્યારે આજની ગાળ પૃથ્વીને વ્યાસ ફકત પચીસ હજાર માઈલ લગભગને જ છે. આ તે અઢીટ્રીપ સુધીની જ વાત છે. પણ અઢીટ્રીપ ફરતો સમુદ્ર, એના ફરતા દ્રીપે, ફરી એના ક્રૂરતા સમુદ્રો, ફરી ટ્રીપે। અને સમુદ્રો ને તે પણ બમણા બમણા મળે એમ સ્વયંભુરમણ સુધીના પ્રદેશ પરાર્ધો × પર ઘા માઈલ જેટલેા.
થાય જે માનવબુદ્ધિમાં ઊતરે તેવી વાત છે? એ સિદ્ધ કરી શકાશે ખરૂ? શાસ્ત્રોમાં કહ્યું છે કે જંબુદ્રીપમાં મેટામાં મોટો દિવસ લગ્ભગ ૧૪ કલાકનો હોય છે, પણ ઈંગ્લૅન્ડમાં ૧૮ કલાકનો ને તેથી ઉત્તરમાં તેથી પણ મેટ્રો દિવસ થતાં ઉત્તર ધ્રુવમાં ૬ મહિનાના દિવસ થાય છે ને હામે ફસ્ટમાં તે ૨ મહિના સુધી સૂર્ય આથયમત જ નથી – એ મોતીચંદ ગિરધર કાપડિયા જેવા માનવંતા ચુસ્ત જૈન પ્રત્યક્ષ જોયેલી વાત તેમના ‘યુરોપના સંસ્મરણા’માં ઊતારી છે, એને આધાર શાસ્ત્રમાં છે ખરી? જંબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે ચંદ્ર એ ઈંદ્ર છે. એના વૈભવ સૂર્યથી પણ અધિક છે. એને સે’કડો રાણીઆ છે ને તેના વિમાનને ૬૪૦૦ દેવા ખંભે ઉપડી રાત દિવસ દોડયા કરે છે. પણ ચંદ્ર સુધી પહોંચેલા અમેરિકન વિમાન એપે'લે-૮એ ન જોયો કોઈ દેવ, ન જોયું વિમાન, ન જોયો ઈંદ્ર કે ન જોયું રાહુનું વિમાન (કારણ કે રાહુનું વિમાન પણ દેવાથી વહન થતું ચંદ્રના વિમાન સાથે જ ફકત ૪ આંગળ નીચે દોડતું આપણે માન્યું છે.) તેમ જ પૃથ્વી ઉપર ૪૫ કરોડ માઈલ ઊંચા ગણતો મેરૂપર્વત પણ નજરે ન ચડયો. ફકત નિર્જન - હવા વિનાની પૃથ્વી જ જોઈ અને તે પણ એની આજુબાજુ ૧૦ ચક્કરો લગાવીને, આથી આવી હાસ્યાસ્પદ લાગતી વાતે આજના જગતના ગળે કેવી રીતે ઊતારી શકાશે ? આ બધું વિચારવા જેવું નથી લાગતું? જોકે એથી થોડો વખત કુતર્કો લડાવીને પ્રશ્નને ગૂંચવી શકાય છે, પણ વૈજ્ઞાનિક સંશાધન આગળ વધતાં એ બધું કયાં સુધી ચાલશે? આજનું જગત પ્રત્યક્ષ વસ્તુને અવગણી હજારો વર્ષ પહેલા લખાયેલી વાતને સ્વીકારવા જેવું મુર્ખ હવે નથી રહ્યું એ તો આપણે સ્વીકારવું જ પડશે.
“અને આ પ્રશ્ન કંઈ આપણા એકલાના નથી. વૈદિકો સમેત જગતના સર્વે ધર્મની લગભગ આપણા જેવી જ માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય એની આજુબાજુ ફરે છે. છતાં આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં સૌથી પ્રથમ આર્યભટ્ટ જ પૃથ્વીના સૂર્યની આજુબજ ફરવાની વાત કરી હતી, છતાં વૈદિકોએ એના વિરોધ કર્યો જાણ્યો નથી. આપણી કરતાં વિશેષ આગ્રહી બની ખ્રિસ્તી પ્રજાએ નવસંશેાધક વિજ્ઞાનીઓ પર ભારે સિતમે ગુજાર્યા હતા, બ્રુનાને જીવતો બાળી મૂકયો. ગેલેલિયને હેડમાં પૂર્યો અને કોપરનિકસને બબ્બે વર્ષ સુધી હાથે પગે ખીલા ઠોકી એક સ્થંભ સાથે જડી દીધા હતો. ખાવું–પીવું–કુદરતી હાજતા પણ એ જ સ્થિતિમાં કરવાની હતી. છતાં એ વીર વિજ્ઞાનીએ જણાવેલું કે મારા પર ગમે તેટલા જુલ્મ થશે તે પણ જે સત્ય મને લાધ્યું છે એ હું છેડવાના નથી અને એક દિવસ એ સત્ય વિશ્વવ્યાપી બને જ છૂટકો છે,' અને આજે એની શૈધ વિશ્વવ્યાપી બની ગઈ છે, એટલું જ નહીં, એની શેાધને આગળ વધારનારા વિજ્ઞાનીઓને પેપ જેવા આશીર્વાદ પણ પાઠવે છે. અન્ય ધર્મોના પણ આ અંગે વિરોધ ઊઠ્યા હાય એ આપણે જાણતા નથી. વિશ્વમાં એક માત્ર આપણે જ આગ્રહી રહ્યા છીએ ને તેથી આપણે હાસ્યપાત્ર બનવા લાગ્યાં છીએ.
“એથી આશા રાખું છું કે, આ પ્રશ્ન પર પડદો પાડી જે રીતે ભાવી પ્રજાની ધર્મશ્રાદ્ધા અવિચળ રહે એ રીતે દ્રવ્યાનુયોગ અને જીવનસાધના માટે આચારધર્મ પર જ ભાર મૂકવામાં શાસનની સલામતી રહેલી છે. કથાનુયોગમાં તથા કેટલીક દાર્શનીક માન્યતાએમાં વિવેકદૃષ્ટિ રાખી યુગનુરૂપ ઘટતા ફેરફાર કરવાની જરૂર છે, અને ગણિતાનુયે અને યોગને વિષય માની ભદ્રબાહુ સ્વામી જેવા કોઈ યોગીશ્વર ન પાકે ત્યાંસુધી એ પ્રશ્નને ન સ્પર્શવામાં જ સાર છે.
“જો કે મેટું જુથ જમાવી બેઠેલા મુનિશ્રી મારા જેવા એક નાના માણસની વાત સ્વીકારશે એ માનવું વધારે પડતું છે. આમ · છતાં શાસનના રખવાળા, પંડિતો, મુનિઓ - આચાર્યો આ પ્રશ્ન લપેટી લેવા મુનિશ્રીને સમજાવે એવી વિનંતિ કરૂં છું કે જેથી આજના વિકસતા વિજ્ઞાનયુગમાં જૈનધર્મની હાંસી થતી અટકે તેમ જ વિદ્યાર્થીઓની ધર્મશ્રદ્ધાને પણ ઠેસ ન પહોંચે, શાસનદેવ સર્વને બુદ્ધિ આપે.”
સંકલન: પરમાનંદ