________________
૧૯૪
ગબુ
જીવન,
તા. ૧૬-૧-૧૯
પૃથ્વી તરફ ઉડવા માંડયું હતું. પરંતુ યંત્રે બરાબર ચાલતાં હતાં એટલે અવકાશયાનમાં જ ગોઠવવામાં આવેલાં સર્વિસ પ્રાપ
ઝન રિસસ્ટમનાં એંજિને બરાબર ૨૪૬ સેકન્ડ સુધી સળગાવવામાં આવ્યાં હતાં અને પરિણામે અવકાશયાનની ઝડપ કલાકના ૩,૬૪૦ માઈલની થઈ ગઈ હતી. ખ—ગતિના સિદ્ધાન્ત પ્રમાણે આ ગતિ અને ચન્દ્રના ગુરુત્ત્વાકર્ષણ વચ્ચે મેળ બેસી ગયો હતો અને અવકાશયાન ચન્દ્રની ફરતે ફરવા લાગ્યું હતું. ૭૦૪ ૧૯૬ માઈલની લંબ–ગાળાકાર એની કક્ષા હતી. આવી કક્ષામાં બે વાર પરિભ્રમણ કર્યા બાદ ફરી પેલાં એંજિને ૧૦ સેકન્ડ સળગાવવામાં આવ્યાં હતાં જેથી અવકાશયાનની કક્ષા ગોળાકાર થઈ ગઈ હતી. અવકાશયાન ચન્દ્રની સપાટીથી ૬૮ માઈલ ઊંચે ઊડતું હતું. દર બે કલાકે એક વાર ચન્દ્રની ફરતે ફરતું અવકાશયાન જ્યારે ૪૫ મિનિટ સુધી ચન્દ્રની પાછળ છુપાઈ જતું ત્યારે એની સાથેને રેડિયો સંપર્ક કપાઈ જતો અને પૃથ્વી પરનાં નિયામકોની ચિત્તા વધી જતી. હકીકતમાં ખાટું સંભળાવાને કારણે અવકાશયાનનું એન્જિન બીજી વખત ૧૦ સેકન્ડને બદલે ૬ જ સેકન્ડ સળગ્યુંએ ખ્યાલ જ્યારે પૃથ્વીના નિયામકોના મનમાં બંધાય ત્યારે તે એમના જીવ જ અદ્ધર થઈ ગયા હતા. સદ્ભાગ્યે આ ભય અસ્થાને હતો એવું પાછળથી જણાવ્યું હતું.
ચન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતાં – આવાં ૧૦ પરિભ્રમણ અવકાશયાત્રીઓએ કર્યા હતાં – તેમણે ચન્દ્ર પર જે પહાડે છે, જે ફૂડ છે, જે“સાગર” છે–તેનું નિરીક્ષણ કર્યું હતું. (ચન્દ્ર ઉપર કેટલાંક સપાટ મેદાને દેખાય છે તેને “સાગર” એવું નામ આપવામાં આવ્યાં છે. જો કે ચન્દ્રની સપાટી પર તો પાણી છે જ નહિ! ચન્દ્રના ગર્ભમાં હોય તે કોણ જાણે!) આ ઉપરાંત ચન્દ્ર ઉપર ઉતરાણ કરવા માટેનાં પાંચ સગવડભર્યા સ્થળો પણ તેમણે પસંદ કર્યા હતાં. જો કે એ સ્થળે પૃથ્વી પરથી કરાયેલા નિરીક્ષણ દ્વારા નક્કી કરાયેલાં સ્થળેથી ખાસ ભિન્ન નહેાતા.
- ચન્દ્રના ૧૦ પરિભ્રમણે પૂરાં કર્યા પછી ફરી, અવકાશયાનમાંનું એંજિન ૨૦૬ સેકન્ડ સુધી સળગાવવામાં આવ્યું હતું. પરિણામે યાનની ઝડપ કલાકના ૬૦૬૦ માઈલની થઈ ગઈ અને એ ચન્દ્રના ગુરુત્ત્વાકર્ષણની પકડમાંથી છટકી ગયું હતું. એ પછી ૫૭ કલાકે, પૃથ્વીનાં ગુરુત્ત્વાકર્ષણને કારણે દર સેકન્ડે ૩૨ ફીટ જેટલી વધતી જતી ઝડપથી પૃથ્વીના વાતાવરણ સુધી યાન પહોંચ્યું હતું. આ વખતે યાનની ઝડપ કલાકના ૨૪,૭૬૫ માઈલની હતી. આ ઝડપ હતી ત્યારે, યાનમાંનું રોકેટનું એન્જિન અવકાશમાં વામી દેવામાં આવ્યું હતું -- જો કે એ પહેલાં, વાતાવરણમાંના પ્રવેશ માટે યાનની સ્થિતિ જોઈએ. તે સ્થિતિએ એને ગેાવી દેવામાં આવ્યું હતું. થાન, વાત- વરણમાં કાટખૂણે તો ઊતરી શકે તેમ હતું જ, નહિ. એમ ઊતરે તે એ વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે બળી જાય. વળી એ, વાતાવરણથી સમાન્તર રહીને પણ ધીરે ધીરે ઊતરી શકે એમ હતું નહિ, કારણ એમ કરવા જતાં વાતાવરણની એવી થપાટ એને લાગે કે એ કયાં તે અવકાશમાં (સંભવત: સૂર્યની આજુબાજુ ફરવા માટે) ચાલી જાય અથવા તે પૃથ્વીની આજબાજ કરવા મંડે અને કક્ષા બદલવા માટે એજિન ન હોવાને કારણે એ રીતે કર્યા જ કરે. (આવી કોઈ સ્થિતિમાં બીજું અવકાશયાન મેક્લીને આ લોકોને બચાવી લેવાની વાત પણ રશિયામાં થઈ હતી) અવકાશયાત્રીઓને તે પા થી ૭ અંશના ખૂણે જ વાતાવરણમાં પ્રવેશ કરવાનું હતું અને તે પણ પૃથ્વીના ચૅક્કસ સ્થળે કે જેથી અવકાશયાન ૧,૫૦૦ માઈલ જેટલું સરનું સરનું નિર્ધારિત સ્થળે પડે. એપલ યાન બરાબર આ જ રીતે પડ્યું હતું - નિર્ધારિત સ્થળે અને નિર્ધારિત સમયે- એ ગણતરીની ચેકસાઈ બતાવે છે. આ ગણતરી અને આ ચોકસાઈ ગણનાયંત્રની (કોમ્યુટર્સની) શોધ ન થઈ હોત તે શકય જ નહોતી. હકીકતમાં તે ગણનાયંત્રની સહાય વિના અવકાશયાત્રા શકય જ નથી.
વાતાવરણમાં પુન: પ્રવેશ એ એક અત્યંત જોખમી પ્રક્રિયા છે. વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે યાન અત્યંત તપી જાય છેલગભગ ૫ હજાર અંશ ફેરનહીટ જેટલું – અને કોઈ પણ માણસ લગભગ ૫૦૦૦ ડિગ્રી ફેરનહીટ જેટલી ગરમી ક્ષણમાત્ર પણ સહન કરી શકે નહિ. એટલે યાનની ઉપર, ખાસ કરીને એના માં બાજુ ગરમીને ખાળવા માટેનું એક ખાસ પ્રકારનું અસ્તર ચઢાવવામાં આવ્યું હતું. કાચના રેસ, રેસીન, પ્લાસ્ટિક, વગેરેમાંથી આ અસ્તર બનાવવામાં આવે છે. આ અસ્તર ગરમ થાય પણ અંદર તે ગરમી ૭૦- ૭૨ ડિગ્રી ફેરનહિટ જેટલી જ રહે. ઍપલે ૮ ની સમગ્ર યાત્રા દરમિયાન યાનમાં ગરમી કેટલી રહે છે, એમાં હવાનું દબાણ કેટલું રહે છે તે જમીન પરના નિયામક કાયમ માપ્યા
કરતા હતા. વેઈસ ઓફ અમેરિકા ઉપરથી બ્રોડકાસ્ટ થયેલી રનીંગ , કોમેન્ટરીમાં પણ આ વિગતે વખતેવખત આપવામાં આવતી હતી. (આ રનીંગ કોમેંટરી પણ કોમ્યુનિકેશન સેટેલાઈટ સંદેશવાહક ઉપગ્રહ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.) ૨૪,૭૦૦થી ૨૪,૮૦૦ માઈલની ઝડપ, યાનનું લગભગ ૧૬ ટનનું વજન (૩,૧૦૦ ટન વજન સાથે અવકાશમાં
ડયું હતું, એમાંથી પૃથ્વી પર પાછું આવનારું યાન ૧૬ ટનનું એપાલે યાન જ હતું, બીજું બધું અવકાશમાં વામી દેવામાં આવ્યું હતું એ યાદ રાખવાની જરૂર છે.) અને વાતાવરણનું ઘર્ષણ – એ બધાંને કારણે જે ગરમી ઉત્પન્ન થઈ તે બધી અવકાશમાં વહી ગઈ હતી. આ ગરમી, શકિત – ઉર્જાના સંદર્ભમાં જોઈએ તે, તારાપુરના આણુ મથકમાં જે વીજળી ઉત્પન્ન થવાની છે તેના ચેથા ભાગ જેટલી લગભગ ૯૦ થી ૯૫ મેગાવેટ જેટલી હતી. અવકાશયાત્રાની કલ્પનાતીતતાને આ ઉપરથી ખ્યાલ આવી શકે છે.
ઍપલે-૮ પછી આવતા ફેબ્રુઆરીમાં ઍપેલે–૯ નું ઉડ્ડયન થવાનું છે. આ ઍપલે - ૯ માત્ર પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ ૧૧ દિવસ સુધી રહેશે અને ચન્દ્ર ઉપર ઊતરવા માટે કરવાની પ્રક્રિયાએની તાલીમ લેશે. એ પછી ઍપલે-૧૦ કે ઍપલે - ૧૧ ના ઊયન દ્વારા ચન્દ્ર ઉપર માણસ ઉતારવામાં આવશે. ચન્દ્ર ઉપર ઉતરેલા માનવી દ્વારા ત્યાં, ચન્દ્ર ઉપર પડતા પ્રેટોન - ઈલેકટ્રોન જેવા કણાની માપણી કરનારાં મંત્ર, ચન્દ્ર ઉપર થતાં ધરતીકંપે (કે ચન્દ્ર કંપે?) ની માપણી કરનારાં અંત્રે, ચન્દ્રના ગુરુત્વાકર્ષણની માપણી કરનારાં યંત્ર વગેરે ચક્કસ સ્થળેાએ ગઠવવામાં આવશે. આ ક્ષેત્રે રેડિયદ્રારા સતત માહિતી પૃથ્વી પર મોકલી શકે એ માટે એક બચુકડી વિઘુ તત્પાદક આણુભઠ્ઠી પણ ચન્દ્ર પર ગંઠવવામાં આવશે.
અત્રે પ્રશ્ન એ જરૂર થાય કે માનવીને ચન્દ્ર ઉપર જઈને કરવું છે શું ? એક ચન્દ્ર ઉપર માનવ ઉતારવાના કાર્યક્રમ પાછળ થતા ખર્ચમાંથી જ સુરતમાં ઉકાઈ પાસે બંધાય છે તેવા ૨૨૫ બંધ બાંધી શકાય એમ છે. તે પછી આ પૈસા જનકલ્યાણ માટે કેમ ખર્ચાતા નથી એ પ્રશ્ન સહેજે થાય. આની સામે એ પણ કહી શકાય કે સાહસની નવી દિશા ઉઘડતી હોય અને કોઈ દેશને એ દિશામાં જવું પાસાનું હોય તો એ દિશામાં એ શું કામ ન જાય? પૃથવી, ગ્રહમાળા અને બ્રહ્માણ્ડની ઉત્પત્તિની દિશામાં ચન્દ્ર ઘણા પ્રકાશ પાડી શકે એમ છે. ચન્દ્રની પૃથ્વીથી અદષ્ય રહેલા બાજુ ઉપર જે એક રેડિયે ટૅલિસ્કોપ ગેઠવવામાં આવે તો એના વડે સમગ્ર બ્રહ્મા૭નું વધારે ઊંડું અને તલસ્પર્શી નિરીક્ષણ થઈ શકે એમ છે. અવકાશમાં વજનવિહેણી સ્થિતિમાં જો કોઈ વર્કશોપ ચલાવી શકાય. તે એ વર્કશોપમાં દુનિયાએ કદી નથી જેમાં એવાં બેલબેરીંગ અને ઢાળા બનાવી શકાય એમ છે. આજે પૃથ્વી પર પણ ચન્દ્રયાન . માટેની જરૂરિયાતને કારણે, જાતજાતની વિશિષ્ટ મિશ્ર ધાતુઓ, બળતા અને એવું બધું ઘણું શોધાયું છે. એટલે આ બધા ફાયદાને ઈનકાર પણ થઈ શકે એમ નથી. અને એમ છતાં, ચન્દ્રને કઈ લશ્કરી ઉપયોગ થઈ શકતું હોય તો તે કરવાની વૃત્તિ માનવીમાં જાગે એવું ન બને? એવું જે બનશે તે અણુ - વિસ્ફોટની પ્રક્રિયા શોધીને પસ્તાયેલા વિજ્ઞાનીઓની જેમ, અવકાશ ઉપર વિજય મેળવનારા વિજ્ઞાનીઓ માટે પણ પસ્તાવાનો વારો આવશે.
એ વારે તેમને ન આવે એટલું જ આજે તે આપણે ઈચ્છવું રહ્યું.
નેધ: ચન્દ્ર ઉપર માસ - કોન એટલે કે માસ કોન્સેન્ટેશન હોવાનું ઓર્બાઈટર ચન્દ્ર યાનેએ પુરવાર કર્યું છે. આ માસકોન એટલે કે ચન્દ્રના કેટલાક પ્રદેશમાં દ્રવ્યને સંચય એટલે બધો વધારે છે કે ચન્દ્ર ઉપર ઉતરનારૂં થાન, એ દ્રવ્ય- સંચયનાં વધારાના ગુરુત્વાકર્ષણને કારણે એના તરફ ખેંચાય અને નીચે પછડાય એવું પણ બને. આ એક નવું ભયસ્થાન છે. એક ઠેકાણે તો નીકલ અને લોખંડના ૧૦૦ કિલોમિટર વ્યાસના ગાળામાં હોય એટલે બધે દ્રવ્ય - સંચય થયેલા માલમ પડયો છે.
હવા, પાણી, ખોરાક એ બધું પૃથ્વી પરથી લઈ જવાનું, કાયમ દબાણવાળા સૂટમાં ફરવાનું, (સૂટમાં જો કાણું પડે તે ચન્દ્ર પર ફરતે : માનવી લોહીમાંની હવાના દબાણને કારણે ફટાકાની જેમ ફાટી જ પડે) . . અને બીજી એવી ઘણી ઘણી મુશ્કેલીએ બરદાસ્ત કરવાની–માનવી
આ બધું કરે છે શું કામ ?. આને જવાબ એ છે કે આ બધું ન કર્યું હોત તો માનવી આજે, જ્યાં છે ત્યાં એ પહેઓ હતા?
મનુભાઈ મહેતા