________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-te
મુશ્કેલ છે તે જોઈ લઈએ. તમે જાણતા તો હશેા જ કે તાપના ગાળા કે બંદૂકની ગાળી, તમે અવકાશમાં છેડો તે તે નીચે આવ્યા વિના રહેતાં જ નથી. એનું કારણ પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ છે. પૃથ્વી પોતાના ગુરુત્ત્વાકર્ષણમાંથી કોઈને છટકવા દેતી જ નથી. કેવળ આજના માણસ જ નહિ પરંતુ લગભગ સાડાત્રણ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર પાંગરેલું જીવન, આ ગુરુત્વાકર્ષણના વાતાવરણમાં જ પાંગરી શકે એમ હતું એટલે સમગ્ર જીવનની ઘણી બધી ખાસીયતા, ગુરુત્ત્તાકર્ષણને અનુરૂપ બનીને ચાલવાની જરૂરિયાતમાંથી જ વિકસી છે. એથી જ ગુરુત્ત્વાકર્ષણ ન હેાય એવી પરિસ્થિતિમાં જીવવાનું માણસ માટે મુશ્કેલ બની જાય છે. અવકાશમાં માનવી જાય ત્યારે એને ગુરુત્વાકર્ષણ-વહાણી સ્થિતિમાં જીવવું પડે છે અને એથી જ એને એવી પરિસ્થિતિમાં જીવવા માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે અને એ માટેનાં ખાસ સાધનો પણ એને અવકાશમાં લઈ જવાં પડે છે.
ન્યૂટને ગુરુત્ત્વાકર્ષણની શેાધ કરી તે પછી એ ગુરુત્ત્વાકર્ષણનો પ્રતિકાર કરવાની શેષ પણ માનવી કરતા આવ્યો છે. માનવીએ શેાધી કાઢયું છે કે માનવીની ઝડપ જેમ વધે તેમ માનવીના શરીર ઉપરનું પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ ઓછું થાય. બેઠેલા માનવી કરતાં દોડતા માનવીના શરીર ઉપર ગુરુત્ત્વાકર્ષણની અસર ઓછી હાય છે -- પરિણામે એવા દેાડતા માનવીનું વજન સૂક્ષ્મ રીતે ઓછું થયેલું જણાય છે. ૫૦૦ માઈલની ઝડપે ઉડતાં વિમાનમાં બેઠેલા માનવીનું વજન ૧ ટકા જેટલું ઓછું ઉતરે છે અને એ રીતે માનવી જો પેાતાની ઝડપ વધારતા રહે અને કલાકના ૨૪૨૦૦ માઈલથી માંડીને ૨૫૦૦૦ માઈલ સુધીની ઝડપ એ પ્રાપ્ત કરે તે! એ પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણની પકડમાંથી મુકત થઈને અવકાશમાં ઊડી જઈ શકે છે. અવકાશમાં ઉડાડવામાં આવેલાં બધાં યાનાએ આટલી ઝડપ તે પ્રાપ્ત કરવી જ જોઈએ. ઍપલા - ૮ યાને પણ આટલી ઝડપ પ્રાપ્ત કરી જ હતી. માણસનું શરીર આટલી ઝડપ સહન કરવા માટે રચાયેલું જ નથી, અખબારોમાં “ G " એટલે ગ્રેવિટીના બળનો ઉલ્લેખ વારંવાર આવે છે અને અવકાશયાત્રીઓને ૨૦‘G’ સુધીના વેગ સહન કરવા પડે છે એવું વર્ણન પણ આવે છે. આ ૨૦‘G' એટલે દર સેકન્ડે ૩૨ × ૨૦ ફીટ જેટલા ગતિમાં વધારો થાય તે. ગતિના આટલા બધા વધારો માનવી સહન કરી શકે એ માટે એને ખાસ તાલીમ ઉપરાંત ખાસ પ્રતિકારાત્મક ઉપકરણા પણ આપવામાં આવે છે.
આમ અવકાશમાં યાનને ઉડાડવાના સિદ્ધાન્ત તે સહેલા છે. કલાકના ૨૫ હજાર માઈલની ઝડપ તમે સિદ્ધ કરો એટલે આવકાશમાં ઊડો પણ એ ઝડપ સિદ્ધ કેમ કરવી? એ ઝડપ સિદ્ધ કરવા માટે અવકાશયાનને રૅકેટના માથા પર મૂકવામાં આવે છે અને એ રાકેટદ્રારા અવકાશયાનને ઉડાડવામાં આવે છે. એપેલેા૮ અવકાશયાન જે રૅકેટદ્રારા ઉડાડવામાં આવ્યું તે સેટર્ન ૫ રૅકેટ હતું.
આ રૅકેટ લગભગ ૩૬ માળના મકાન જેટલું * ૩૬૩ ફીટ ઊંચું છે અને એમાં સેકન્ડના ટનેટન કરેસીન તથા પ્રવાહી પ્રાણવાસુ બળતણ તરીકે બળે છે. પરિણામે ૭૫ લાખ રતલના વજનને ધક્કો એ ોકેટને લાગે એ રીતે, એ ઊડે છે. (આને રૅકેટની ધક્કાશકિત—Thrust- કહેવામાં આવે છે.) ૬૨,૧૮,૫૫૮ રતલનું વજન લઈને આ રીતે સેટર્ન રૅાર્કેટ અવકાશમાં ઊડે છે.
આ સેટર્ન – ૫ રૅકેટનું કામ ચન્દ્ર સુધી પહોંચવાનું નથી. એનું કામ તો માત્ર ૨૫ મિનિટમાં ૩૮ માઈલ ઊંચે સુધી પહોંચી જવાનું અને અવકાશયાનને કલાકના ૬૦૦૦ માઈલની ગતિ આપવાનું જ છે અને ત્રણ અમેરિકન અવકાશયાત્રીઓને લઈને ઉડૅલાં સેટર્ન ને પણ એ જ કરવાનું હતું. ૩૧૦૦ ટનનું વજન આટલે
૧૯૭
ઊંચે ઉડાડયા પછી અને એ વજનને વાતાવરણનાં ગાઢાં પડમાંથી બહાર કાઢયા પછી (૪૦ માઈલની ઊંચાઈ સુધી જ વાતાવરણ ગાઢું હોય છે. પછી તા એ ઘણું આછું પાતળુ હોય છે–જો કે આંતરગ્રહે! અને આંતરનક્ષત્રી અવકાશમાં પણ પ્રાણવાયુ અને હાઈડ્રોજનના ઘેાડા થાડા કણા તો હાય જ છે) સેટર્નના પહેલા તબક્કો યોજના પ્રમાણે ખરી પડયા હતા અને બીજો તબક્કો ૧૧,૨૫,૦૦૦ની ધક્કાકિત સાથે સળગ્યો હતો. આ બીજા તબક્કાને અવકાશયાનને કલાકના ૧૪૦૦૦ માઈલની ગતિ આપી હતી અને એને ૧૧૯ માઈલની ઊંચાઈએ ધકેલી દીધું હતું. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આ બીજો તબક્કો પણ ખરી પડયા હતા(સળગી ચુકેલાં રાકેટોનાં ખેાખાં વાતાવરણ સાથે ઘસાઈને ખરતા તારાની જેમ ભસ્મીભૂત થઈ જાય છે) અને ૧૧૯ માઈલની ઊંચાઈએ સવાબે લાખ રતલની ધક્કાશકિતવાળા ત્રીજો તબક્કો સળગ્યા હતા અને એણે અવકાશયાનને કલાકના ૧૭,૪૦૦ માઈલની ઝડપ અર્પી હતી. સાથેાસા એરાટે, અવકાશયાનની દિશા પણ બદલી હતી એટલે, પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણને કારણે, અવકાશયાન પૃથ્વીની આજુબાજુ, ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરવા લાગ્યું હતું. આ ભ્રમણ દરમિયાન અવકાશયાત્રીઓ અને જમીન ઉપરના ભ્રમણ નિયામકોએ, અવકાશયાનની બધી યંત્રસામગ્રી બરાબર છે કે નહિ તેની ચકાસણી કરી લીધી હતી અને બધું બરાબર લાગ્યું એટલે, ત્રીજા તબક્કાનાં રૅકેટને, અવકાશયાન જ્યારે હવાઈ બેટ ઉપરથી પસાર થતું હતું ત્યારે ફરીથી પાંચ મિનિટ ૧૧ સેકન્ડ જેટલા સમય માટે સળગાવવામાં આવ્યું હતું. આને કારણે અવકાશયાનની ગતિ ૨૪,૨૦૦ માઈલની થઈ હતી અને અવકાશયાન પૃથ્વીની પકડમાંથી છૂટીને ચન્દ્ર તરફ ઊપડયું હતું. પૃથ્વીની આજુબાજુના ભ્રમણની કક્ષામાંના ચોક્કસ સ્થળે જ રાકેટના ત્રીજો તબક્કો ફાડવા જરૂરી હતા, કારણ કે તે જ અવકાશયાન ગણતરી વડે નક્કી કરેલાં ચન્દ્રના મિલનસ્થાન તરફ જાય એમ હતું. ૫ મિનિટ ૧૧ સેકન્ડને બદલે ૧૧ સેકન્ડ પણ જો રૉકેટ ચાલે તે ખેલ ખલાસ થઈ જાય. કેવી ગણતરી અને કેવી ચોકસાઈ આ અવકાશયાત્રામાં જરૂરી છે તે આ એક દાખલા ઉપરથી જણાશે. આવી જ ગણતરી અને આવી જ ચોકસાઈ અનેક બાબતો માટે જરૂરી હતી. સેટર્ન રૅાકેટના ૫૦ લાખ જુદા જુદા ભાગેામાંથી એક પણ ખેટકાય ! જોખમ ઊભું થાય એટલે એ માટે કેવી ચેકસાઈ રાખવી પડી હશે તેની તો કલ્પના જ કરવી રહી.
રૅકેટના ત્રીજો તબક્કો, બીજી વખત સળગી ચૂકયા પછી એને છટો પાડી નાખવામાં આવ્યો હતો અને અવકાશયાન ચન્દ્ર ઉપર ભવિષ્યમાં થનારાં ઉતરાણ માટેનાં યંત્ર જેટલું વજન લઈને ચન્દ્ર તરફ ઊઠયું હતું. છૂટા પડેલા ત્રીજો તબક્કો, એનું વધારાનું બળતણ અવકાશમાં નીતારી નાંખીને સૂર્યની આજુબાજુ ભ્રમણ કરવા નીકળી પડયા હતા. હજારો વર્ષો સુધી એ આ રીતે ભ્રમણ કર્યા કરશે.
અવકાશયાન જયારે ચન્દ્રની સપાટીથી ત્રીસ હજાર માઈલ દૂર હતું ત્યારે એની ઝડપ ઘટીને ક્લાકના ૨,૧૭૦ માઈલ થઈ ગઈ હતી. અવકાશયાનની ગતિને કોઈ અવરોધ નહાતા એટલે ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારનાં બળતણ વિના અવકાશયાનની આ ગતિ થતી હતી. ચન્દ્રથી ૩૦ હજાર માઈલ દૂર ચન્દ્રના ગુરુત્વાકર્ષણે અવકાશયાન પર પકડ જમાવી હતી અને પરિણામે કલાકના ૨,૧૭૦ માઈલની ઝડપમાં વધારો થવા લાગ્યો હતો.
અવકાશયાન ચન્દ્રથી ૭૦ માઈલ જેટલું દૂર હતું ત્યારે, ચન્દ્રની પશ્ચિમ ધાર ઉપરથી વળાંક લઈને એ, ચન્દ્રની ફરતે ફર્યું હતું. આ તબક્કે અવકાશયાત્રીઓને જો કોઈ યંત્રમાં વાંધા જણાયે હેત તો તેમણે કાંઈ પણ કર્યા સિવાય બેસી રહેવાનું હતું. એટલે, અવકાશયાન, એની ગતિને કારણે ચન્દ્રની ફરતે આંટો મારીને પાછું