________________
બુદ્ધ જીવન
૧૯
ને એક પ્રસ્તાવ કરે, તેટલું તેના માટે બસ ગણાય. મૂળ વાત તો પાયાની એ છે કે મુસ્લિમ રાજ્યો અને બ્રિટિશ રાજ્યોના વખતથીજ રાજ્ય તરફ્થી અને છેવટે પ્રજા પ્રતિનિધિ સંસ્થા તરીકે સુધરાઈ વગેરે તરફથી માંસાહાર માટેની જવાબદારી આ દેશમાં લેવાઈ છે.
સનબાલ
તંત્રી નોંધ : ઉપરના લખાણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુંબઈમાં છૂટાછવાયાં કતલખાનાઓમાં કતલ કરવા માટે એકઠા કરવામાં આવતાં પશુઓની જે હાલાકી થાય છે તે જોતાં આ કતલખાનાં બંધ કરીને દેવનાર જેવા એક જ વિશાળ સ્થળે પશુઓની કતલ કરવાના પ્રબંધ થાય એ વધારે ઈચ્છવાયાગ્ય છે તેમ જ આ જવાબદારી વર્ષોથી મુંબઈની મ્યુનિસિપાલીટી સ્વીકારતી આવી છે અને હવે પછી પણ મ્યુનિસિપાલટી જ આ જવાબદારી ઉપાડવાનું ચાલું રાખે તે પણ એટલું જ ઈચ્છવાયોગ્ય છે. કારણ કે ખાનગી વ્યકિતઓને કે સંસ્થાઓને જો આ જવાબદારી સોંપવામાં આવશે તે પશુઓની કતલ ઉપર કોઈ નિયંત્રણનો અમલ કરવાનું શકય જ નહિ રહે. તો પછી જરૂર છે માત્ર જે મુજબ મુંબઈના મેયરશ્રીએ ખાત્રી આપી છે કે મુંબઈની જરૂરિયાતથી જરા પણ વધારે પશુઓની કતલ કરવામાં નહિ આવે તેમ જ નિકાસ કરવાના ખ્યાલથી પણ આવી કોઈ કતલનું અવલંબન નહિ લેવામાં આવે તે મુજબની ખાત્રી અથવા તો બાંહ્યધરી મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ કરીને આપે. જો વ્યવહારૂ માર્ગ આ પ્રકારના છેતો, તા. ૮-૧૨-૬૮ ના રોજ મુંબઈના ગેડીજીના ઉપાાયમાં જૈનેના ચારે ફિકા, જીવદયામંડળી અને અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક મંડળના ઉપક્રમે મળેલી સભામાં પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ મુંબઈની મ્યુનિસિપાલિટી મુંબઈ શહેરની આ જરૂરિયાત પુરી પાડવાની જવાબદારી છેાડી દે, અથવા તે। દેવનારના કતલખાનાની યોજના બંધ કરે એવી જે માંગણી કરવામાં આવી છે તે ઉપર ભાર મૂકવાને બદલે ઉપર જણાવેલ બાંહ્યધરી મુંબઈની મ્યુનિાિપલ કોરપોરેશન પાસેથી સ્પષ્ટ શબ્દોમાં મેળવવા ઉપર પ્રસ્તુત સંસ્થાઓ પેાતાની સર્વ શકિતઓ કેન્દ્રિત કરે અને તેમાં નિષ્ફળતા મળે તે અને ત્યારે જ વધારે સક્રિય પગલું ભરવાના વિચાર કરે. આ ધારણે આ આન્દોલનને સીમિત કરવામાં આવે એ ઈચ્છવાયાગ્ય છે. પરમાનંદ
અવકાશયાત્રા અને વિશદ વિચારણા
કરવા
આજે દનિયામાં વિશદ ચિન્તનની સૌથી મોટી ઉણપ છે. દેશનેતાઓ વાતા ઘણી મેાટી માટી કરે છે, પણ કોઈ પણ વિષય ઉપર વ્યવસ્થિત અને તર્કશુદ્ધ વિચાર ભાગ્યે જ કોઈ નેતામાં જોવામાં આવે છે. જ્યારે ચંદ્ર ફરતું પરિભ્રમણ કરવામાં આવ્યું તે અરસામાં પૃથ્વી ફરતું અવકાશયાનમાં કોઈ સાથી વિના એકલું ઉડ્ડયન કરનાર અવકાશયાત્રી સર ફ્રાન્સીસ ચીસૅસ્ટર એમ સૂચવે છે કે આજની દુનિયાની સમસ્યાઓ અંગે શુદ્ધ વિચારણા પ્રાપ્ત માટે દુનિયાના નેતાઓને ઊંડા અવકાશમાં એકલા મોકલવાની ખાસ જરૂર છે. આવી એકાન્તમાં વિચરતા માનવીને શું થતું હશે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે “એ ભ્રમણ દરમિયાન માનવીના જ્ઞાનતનુ ખૂબ સતેજ બને છે અને સાધારણ રીતે બને છે તે કરતાં દરેક બાબત અંગે તે વધારે તરળતા-ભયગ્રસ્તતા— અનુભવે છે અને વધારે ઘેરાઈથી તે વિચારતો થાય છે, અનેક ગૂંચોને ઘણી સહેલાઈથી તેને ઉકેલ સાંપડે છે અને ઉચ્ચ કોટિની -પવિત્ર કોટિની - વિચારધારા તેના ચિત્તમાં વહેતી થાય છે. હું પોતે એવી કલ્પના કરી રહ્યો છું કે હવે પછી કોઈ પણ રાજ્યના મુખ્ય સત્તાધીશ પાતાના સાથી રાજકારણી નેતાને કે મુત્સદીને એમ કહેવાના કે “આજે આપણા દેશમાં આ બધું વિચિત્ર અનેવિસંવાદી બની રહ્યું છે. તે! તમે બહાર અવકાશમાં ફરવા જાઓ અને ત્રણ દિવસ અથવા તે ત્રણ મહિના સુધી એકાગ્રતાથી દેશની આ બાબત ઉપર વિચાર કરો.” અને તે જરૂર સાચા અને નક્કર ઉકેલા સાથે પાછે ફરશે. આ બધું ત્યાં તેને એટલું બધું સહેલું અને સરળ લાગશે.”
તો હવે જ્યારે થોડા સમયમાં કોઈ પણ માનવી માટે અવકાશયાન મારફત પૃથ્વીની આસપાસનું પરિભ્રમણ શરૂ થવાની સંભાવના છે ત્યારે ગૂંચાયલા રાજ્યનેતાઓ અને મૂંઝાયેલા સમાજબુરીણા માટે પ્રમાણમાં સસ્તા દરે આવા અવકાશી પરિભ્રમણની સગવડો ઊભી કરવામાં આવે એ અત્યન્ત ઈચ્છવાયોગ્ય છે. આમ બનતાં તેમના મગજમાં ભરેલું ભૂસું સાફ થઈ જશે, તેઓ વિશદ વિચારણા સાથે પાછા ફરશે અને તેમના હાથે દુનિયામાં પેદા થતી જટિલતા અને અકળામણ જરૂર હળવી થશે. પરમાનંદ
તા. ૧૬-૧-૧૯
સ્વ. અમીચ’દ ખેમચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંદર્ભમાં મારા જૂના સાથી અને સહકાર્યકર શ્રી અમીચંદ ખેમચંદ શાહના તા. ૫મી જાન્યુઆરી રવિવારના રોજ નીપજેલ અવસાનના સમાચાર જાણી ઊડી ખિન્નતા અનુભવું છું; આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરનાર સાથી મિત્રમાંના તેઓ એક હતા. એ દિવસેામાં સંઘની પ્રવૃત્તિ શ્વે. મૂ. સમાજ પૂરતી સીમિત હતી અને બાલદીક્ષાના પ્રશ્ન અંગે ઉગ્ર આન્દોલન ચાલી રહ્યું હતું. અનિષ્ટ ધાર્મિક રૂઢિઓના પણ પ્રતિકાર થઈ રહ્યો હતો. સાધુસંસ્થાની શિથિલતાને પણ પડકારાઈ રહી હતી. એ આન્દોલનને જોર આપવાના હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. એ આન્દોલનમાં સ્વ. મણિલાલ મેાકમચંદ શાહ, સ્વ. અમીચંદ ખેમચંદ શાહ, સ્વ. પ્રો. નગીનદાસ શાહ, શ્રી તારાચંદ કોઠારી, તથા શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી અગ્રસ્થાને હતા. હું પણ આ મિત્રોના સાથી હતો. આ અમારી મંડળીમાં સૌથી વધારે બળવાખોર અને નીડર સાર્થીઓ હતા મણિભાઈ અને અમીચંદભાઈ. આ પ્રકારનું આન્દોલન એક યા બીજા પ્રકારે લગભગ દશ વર્ષ સુર્ધી ચાલ્યું. એ દિવસાનું આજે અમીચંદભાઈના વિદાય થવા સાથે તીવ્રપણે સ્મરણ થાય છે.
અમીચંદભાઈ મૂળ પાટણના વતની. મુંબઈમાં ઝવેરાતના વ્યાપાર કરતા અને સાથે સાથે સમાજની અનેક પ્રવૃત્તિઓમાં સાંકળાયલા રહેતા. સમય જતાં હીરાના જાણીતા વ્યાપારી શ્રી હીરાલાલ ભાગીલાલ શાહે ભારતીય આરોગ્ય નિધિની પ્રવૃત્તિ શરૂ કરી અને અમીચંદભાઈ તેમાં સક્રિય રસ લેવા લાગ્યા. પાટણમાં આ આરોગ્યનિધિ તરફથી આશરે દશ વર્ષ પહેલાં એક હાસ્પિટલ શરૂ કરવામાં આવી અને શ્રી અમીચંદભાઈ મુંબઈ છેડીને પાટણ જઈને વસ્યા અને આ હોસ્પિટલ અને ભારતીય આરોગ્યનિધિની પ્રવૃત્તિમાં જિંદગીના છેડા સુધી ઓતપ્રોત બનીને રહ્યા. ૮૨ વર્ષની ઉંમરે તેઓ પરલાકવાર્સી બન્યા. આવી રીતે અર્થસભર જીવન જીવીને પરિપકવ ઉમ્મરે વિદાય થતી વ્યકિત વિષે શેકનાં આંસુ સારવાના ન હોય. આમ છતાં વર્ષાભરના મિત્ર અને સાથીની વિદાય દિલમાં દર્દ પેદા કર્યા વિના રહેતી નથી.
પરમાનંદ
શેક પ્રસ્તાવ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એક આદ્યસ્થાપક શ્રી અમીચંદ ખેમચંદ શાહના તા. ૫-૧-૬૯ રવિવારના રોજ ૮૨ વર્ષની ઉમ્મરે નીપજેલા અવસાન બદલ સંઘની કાર્યવાહક સમિતિની તા. ૭-૧-૬૯ના રોજ મળેલી સભા ઊંડા ખેદની લાગણી પ્રદર્શિત કરે છે. શ્રી અમીચંદભાઈ ઉદૃામ સુધારક હતા અને શ્રી મુંબઈ યુવક સંઘ તરફથી શરૂઆતનાં વર્ષોમાં સ્થિતિચુસ્ત સમાજ સામે ચલાવવામાં આવેલી ઝુંબેશમાં તેમને અતિ મહત્ત્વનો ફાળો હતો. પાછળનાં વર્ષોમાં તેમણે પાટણમાં સ્થિરવાસ સ્વીકારીને ભારતીય આરોગ્યનિધિના કાર્યને પોતાની સર્વ શકિત સમર્પિત કરી હતી. તેમના અવસાનથી આપણા સમાજને એક સંનિન્જ કાર્યકરની ખાટ પડી છે. તેમના પત્ની અને કુટુંબ પરિવાર પ્રત્યે સંઘ હાર્દિક સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને શાશ્વત શાન્તિ ઈચ્છે છે. પ્રજાસત્તાકદિન પ્રીતિભાજન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘનાં સભ્યોનું અને એમનાં કુટુંબીજનેનું પ્રજાસત્તાક દિન નિમિત્તે એક પ્રીતિભાજન રવિવાર તા. ૨૬-૧-૬૯નાં રાતનાં ૮–૦૦ વાગે મરીનડ્રાઈવ ઉપર આવેલ પી. જે. હિંદુ જીમખાનામાં યોજવામાં આવ્યું છે. સભ્યોને અને એમનાં કુટુંબીજનોને વ્યકિત દીઠ આગળ ઉપર જણાવ્યા મુજબ રૂ!. ૧૦) નહિ પણ રૂા. ૭) ફાળો આપી આ ઘણા લાંબા સમયે યાજાયેલા પ્રતિભાજનમાં નિમંત્રણ છે. આપના નામે પહોંચાડવા વિનંતી છે. ફોન: ૩૫૪૮૭૬, ૩૨૬૭૯૭
ભાગ લેવા અમારૂ હાર્દીક અમને તા. ૨૨-૧-૬૯ સુધીમાં મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ